Mahebub Sonaliya

Drama Fantasy Thriller

3  

Mahebub Sonaliya

Drama Fantasy Thriller

ધ એક્સિડન્ટ : પ્રેમના પગલાં ૧૦

ધ એક્સિડન્ટ : પ્રેમના પગલાં ૧૦

11 mins
13.7K


પેપર ૨

હું જરા વહેલો આવીને મારી જગ્યાએ બેસી ગયો હતો તેના ઘણા સમય બાદ માધવી અને નિરાલી આવ્યા. આવતાની સાથે જ માધવીએ પૂછ્યું.

"કેમ આજે તારી આંખો આટલી બધી લાલ છે?"

"ખબર નહીં." મેં કહ્યું . મારા મમ્મી પપ્પા કહી કહીને થાકી ગયા 'બેટા વાંચ, બેટા ભણ રિવિઝન કર.' મેં તેમનું એક વાર પણ નથી માન્યું. પરંતુ કોણ જાણે કેમ આ માધવીએ મને મહેનત કરવાનું કહ્યું અને હું રાતના તારાઓ અને સવારના સૂરજને સાક્ષી રાખીને આખી રાત વાંચતો રહ્યો."આ લે" મેં ખિસ્સામાંથી 2 ડેરી મિલ્ક કાઢી અને માધવી અને નિરાલીના હવાલે કરી.

"કેમ આટલી બધી મેરબાની?" નિરાલી બોલી અને માધવીએ તેના હાથ પર ટપલી મારી ચૂપ રહેવા કહ્યું.

"ટુડે, આઈ વિલ કટ માય સેવેનટીન્થ કેક. વુડ યુ લાઇક ટુ જોઈન મી?"

"હેપી બર્થડે ડીયર. વી લવ ટુ. બત એક્ઝામ સકસ." તે અજબ લાવણ્ય સાથે બોલી.

"ઓય આ ખોટું બોલે છે. તું જોતી નથી એ તારા પર ટ્રાય મારી રહ્યો છે." નિરાલી બિંદાસ થઈને બોલી.

''અરે તું પણ ને, એને ખોટું લાગશે. પ્લીઝ, ડોન્ટ સે અનીથીંગ નાંઉ.'' માધવી ખીજાઈને બોલી.

"ભલાઇનો તો જમાનો જ નથી." નિરાલી નિસાસો નાખતા બેંચ પર બેસી ગઈ.

''આઈમ સોરી બીહાલ્ફ ઓફ માય ફ્રેન્ડ". માધવી બોલી.

"વ્હાય સોરી. મારા વતી કહેતી નહીં તારે કહેવાની બહું ઈચ્છા હોય તો કહેજે." નિરાલી ગુસ્સે થઈને બોલી.

મારો નિયમ છે કે જ્યારે બે છોકરીઓ આર્ગ્યુમેન્ટ કરતી હોય ત્યારે મૌન રહેવામાં જ ભલાઈ છે. ત્યારે મારું મોઢું ટેનિસ બોલ જેવું થઈ ગયું હતું. ઘડીક નિરાલીના કોર્ટ માં તો ઘડીક માધવીના કોર્ટમાં.

***

"ટાઇમ અપ,આઈ સેઇડ ટાઇમ અપ" આજે નવા સુપરવાઇઝર હતા. બિચારા ગઈ કાલવાળા કરતાં ઘણા સોબર હતાં. આજે તે વિનંતી કરી રહ્યા હતા અને માધવી દાદાગીરી. અંતે સુપરવાઈઝરજઈએ પેપર ખેચી લીધું અને માધવીએ ફરી તેના સિગ્નેચર સ્ટેપ્સ સમો લાંબો લીટો તાણ્યો અને અમે હસ્યા.

"થેંક યુ" માધવી બોલી

"શેના માટે વળી?" મેં પૂછ્યું

"ફર્સ્ટ ઓફ ઓલ ચોકોલેટ ધેન સપ્લીમેનટરી. " તે બોલતા બોલતા અટકી ગઈ.

"એન્ડ?"મેં જેન્ટલી પૂછ્યું

"એન્ડ રીમેનીન્ગ સાઈલ્ન્ટ. નિરાલી જલ્દી થી કોઈના પર વિશ્વાસ નથી મૂકતી. એટલે કદાચ" તે બોલી.

"ડોન્ટ વરી, ફોર મી ઈટ ડસન્ત મેટર કે તેને મારા પર વિશ્વાસ છે કે નથી.પણ માધવી હું તને પૂછું ડુ યુ ટ્રસ્ટ મી?"

"યસ આઈ ડુ " તેણે મારો હાથ પકડીને કહ્યું.

''આઈ નો ધેટ , યુ કાન્ટ થીંક ધેટ આઈ એમ અન્લોયલ." મેં ખરા દિલથી ગયું .

"કેમ એવું?" માધવીએ પૂછ્યું.

"કારણ કે તું બધાથી અલગ છો. અનોખી છો."

"હવે ચાલને પ્લીઝ"નિરાલી ફરી તેને ખેંચીને લઈ ગઈ.

***

પેપર 3

હું મારી જગ્યાએ વહેલા બેસી ગયેલો હતો અને થોડીવાર બાદ માધવી અને નિરાલી આવ્યા. માધવીએ મારી સામે સ્મિત કર્યું અને નિરાલીએ મારી સામે જોયું પણ નહીં અને પોતાની જગ્યાએ જઇને બેસી ગઈ. આટલા દિવસમાં મેં ક્યારેય પણ પાછળ બેસેલી માધવી કે નિરાલી તરફ જોવાનો પ્રયાસ પણ નથી કર્યો. પરંતુ આજે પહેલીવાર હું પાછળ ફર્યો. અને તે પણ માધવી માટે નહીં નિરાલી માટે. મેં મારા પોકેટમાંથી એક સોની નો ડીએસ એલઆર કેમેરો બહાર કાઢ્યો.

"આ શું છે? અહીંયા આ શા માટે લાવ્યો?'' નિરાલી બોલી.

મેં કેમેરા ઓન કરી ગેલેરીમાંથી ઈમેજીસ સ્લાઈડ કરવાનું શરૂ કર્યું. બે ત્રણ ચાર નહીં દસ થી બાર જેટલીઈમેજીસ સ્લાઈડ કરી.

"આઈ ડોન્ટ નો હાઉ ટુટેલ યુ સોરી" તે બોલી "કેમ શું થયું? મને પણ બતાવો." માધવી બોલી.

અને બોલતો બંધ થઈ ગયો. સેમ પ્રીન્ચીપાલ નેવેર સ્ટક બીટવિન ધ ગર્લ્સ.

"તેનો સાચે જ બર્થડે હતો યાર. આ તેની પાર્ટીના પીક છે." નિરાલી બોલી.

"મને જોવા દે." માધવી ભાવ ભીની થઈ ગઈ.

"સોરી.. "નિરાલી ફરી બોલી.

"ડોન્ટ બી ઇટ્સ ઓકે" મેં કહ્યું.

" ફ્રેન્ડ?" તે બોલી.

"શ્યોર"

"અને હા તારી ચોકલેટ ખાઈને પેપર બહુ સારું ગયું હતું તો હવેથી રોજ લેતો આવજે." તે હસી.

મે પોકેટમાંથી પાછી બે ચોકલેટ કાઢી અને તે બંનેને આપી. નિરાલી ચોકલેટનો સ્વાદ માણી રહી હતી ત્યારે માધવીએ ચોકલેટ તોડી અને અડધી મારી સાથે શેર કરી.

"તો ફાઈનલી યુદ્ધ સમાપ્તિ ની ઘોષણા કરી દઉં?" માધવી સાથે અમે બધાએ હાસ્ય શેર કર્યું.

***

૭ પેપર ૭ દિવસ અને રાતનો ઉજાગરો અને માધવીને મળવાની તીવ્ર ઈચ્છા સાથે આજનો અંતિમ દિવસ આવી ગયો હતો. સારું છે કે એચએસસી બોર્ડ દરેક પેપર એવી રીતે ગોઠવે છે કે તેના દરેક પેપર વચ્ચે એક કે બે દિવસનો અંતરાલ રહે. જો એવું ન હોત અને બધાં પેપર એક સાથે દેવાના હોત તો મારી હાલત શું થાત એ વિચારીને જ મને ડર લાગી રહ્યો હતો. રોજની માફક હું બહું વહેલો હતો અને તે બંને લેટ. હવે નિરાલી મને માધવી પહેલા ગુડ મોર્નિંગ કહે છે અને હું રોજની જેમ પોકેટમાંથી ચોકલેટ કાઢીને આપું છું .તે એકલી જ ચોકલેટ માણે છે. હું અને માધવી ચોકલેટ શેર કરીએ છીએ.

"ઓય તારૂં બજેટ લો છે કે શું? કેમ રોજ બે ચોકલેટ લાવે છો." નિરાલીએ પૂછ્યું.

''તું તારું કામ કર." માધવી બોલી.

અને તમને તો ખબર પડી જ ગઈ હશે કે મારે શું કરવાનું હતું. બસ મૌન રહેવાનું હતું.

પેપર શરૂ થયું. પેપર અડધુ લખાયું. સપ્લીમેન્ટરી સ્ટાર્ટ થઈ અને મારી આન્સરશીટ ને પગ આવી ગયા. તે જાતે પાછળ ચાલી ગઈ. પેપર કમ્પ્લીટ થતાં પહેલા તે મારી પાસે આવી પણ ગઈ અને મેં ઓલમોસ્ટ દસ મિનિટ પહેલા પેપર કમ્પલીટ કરી નાખ્યું અને રોજની માફક આજે પણ માધવીએ પોતાનો સિગ્નેચર સ્ટેપ પર છોડ્યો. બધા રેલેક્ષ હતા. કોઈને ઉતાવળ નહોતી.

"ચાલો બાય" માધવી ભારે સ્વરે બોલી.

"નેવર સે ગુડ બાય, સે સી યુ સમ ડે અગેઇન" મેં કોઈ હિન્દી ફિલ્મના હીરોની માફક ડાયલોગ માર્યો.

"શુડ વી એક્ષ્ચન્જ અવર ફોન નંબર?" મેં પૂછ્યું.

"એક્ચુઅલી અમારી બંને પાસે ફોન જ નથી." નિરાલી બોલી.

"ઓકે,નો પ્રોબ્લેમ, સી યુ સમ ડે અગેઇન" મેં કહ્યું.

નિરાલી આજે પણ રોજની માફક માધવીને ખેંચીને લઈ ગઈ. બસ વાર્તા પૂરી.

"શું આટલું જ? કેમ તે તને પછી મળી કે નહીં?" રાઘવ ભાઈ બોલ્યા.

હું ચાનો ઘૂંટ ભરતો ફરીથી બોલ્યો.

"અમે પાછા મળ્યા પણ ખરા."

"તો" રાઘવ ભાઈ ને બહુ રસ પડ્યો.

"આ નહીં મળ્યાથી ફરી મળ્યા વચ્ચેનો સમય બહુ કપરો હતો. મને એ ૭દિવસ છેલ્લા ૪૦ દિવસથી યાદ આવતા હતા. નાની નાની વાતો નિરાલીનું ગુસ્સે થવું. માધવીનું નિરાલીને સમજાવવું અને મને સપોર્ટ કરવું. વગેરે વગેરે અને આ છ દિવસની બાર ચોકલેટનો હિસાબ હજી મારા ભાઈ માંગે છે. ઓફ કોર્સ તે મને પેપર માટે ડ્રોપ કરવા આવતાં ત્યારે હું હુકુમ કરું ને તે ચોકલેટ લઈ આવતા.

છેલ્લા એક દિવસે માધવીએ આફ્ટર એક્ષામ પાર્ટી માટે ઇન્વાઈટ કર્યો હતો. એકચુઅલી ઇન્વાઈટ નહીં પરંતું ઇન્સીસ્ત કર્યું હતું. છતાં હું ગયો નહીં. ત્યાં બધી ગર્લ્સ જ હોવાની. જો હું જાઉં તો પારેવામાં કાગડા જેવી સ્થિતિ થાય. તેથી હું કેમ કરી ને જાઉં. કદાચ માધવીને એવું લાગ્યું હશે કે હું તેને જોઈન જ નથી કરવા માંગતો એટલે તેણે વધુ આગ્રહ કર્યો નહિ અને તે દિવસ જ પછી અમે કોઈ દિવસ મળ્યા નહીં.

"તો મળ્યા કઈ રીતે?" તું સીધો મુદ્દા પર આવ. ખોટું વાતવાતમાં સસ્પેન્સ નો લાવ" રાઘવભાઈ બોલ્યા.

હું હસ્યો અને પછી હું બોલ્યો.

"વેલ જ્યારે રીઝલ્ટ આવ્યું ત્યારે હું ખૂબ ખુશ ખુશાલ થઈ ગયો. બીકોઝ હું મારી સ્કુલમાં ફર્સ્ટ અને સેન્ટરમાં ફોર્થ હતો. " આઈ એમ ફોર્થ અમોંગ ધ હોલ ડીસટરીક ઓફ ભાવનગર." મેં ચીસ પાડી.

પપ્પાએ ખિસ્સું હળવું કરીને બધાને પાર્ટી આપવાનું વિચાર્યું. બીજા દિવસે સવારે અખબારમાં મારો ફોટો છપાયેલો જોઈએ તે રાજીના રેડ થઈ ગયા. મારા ઘરનું છાપુ આખી સોસાયટીમાં ફર્યું. ભલે બધાને ત્યાં છાપુ આવતું હોય. તોય પણ મમ્મી તેની બધી જ ફ્રેન્ડના ઘેર જઈને મારો ફોટો બતાવે. જો મારો છોકરો ટોપર છે. તેનો ફોટો જુઓ આજના અખબારમાં છે. મમ્મી તેની બધી સહેલી ને ન્યુઝપેપર બતાવી અને ચાલી ચાલીને થાક્યાને ત્યારે ઘેર પાછા આવ્યા. મારો ફોટો હતો પણ તેમને સૌથી છેલ્લે ન્યુઝ પેપર મને આપતા કહ્યું "જો તારો ફોટો જો." મારા દુઃખના લેતા તે બોલ્યા.

એક જાહેરાત મારા સ્કૂલ તરફથી હતી. મારી સ્કૂલના બધા જ ટોપરના ફોટા તેમાં હતાં. જોકે મારો ફોટો બહુ સારો લાગતો નહોતો. મમ્મી પપ્પા એ પરાણે અજીબ ચશ્માં, તેમની પસંદગીનું સુટ અને ટાઇ પહેરાવીને મારો ફોટો શૂટ કરાવ્યો હતો. એટલે હું સુંદર દેખાવ તે ઓબવિયસ છે.

એ સિવાય પણ ટ્યૂશન ગ્રુપ દ્વારા પણ અમારા ફોટાને છપાવવામાં આવ્યા હતા અને પહેલા પાને શહેરની સૌથી મોટી કંપની excel દ્વારા પણ અભિનંદન અપાયા હતા. તે પેજ સૌથી બેસ્ટ હતું. એ પેજ એટલા માટે સ્પેશિયલ નહોતું કે તેમાં મારી પસંદનો ફોટો આવ્યો હતો. પરંતુ." હું બોલતો બોલતો અટકી ગયો.

"પરંતુ શું? તું મારી સાથે કેબીસી ના અમિતાભ બચ્ચન સાહેબની જેમ સસ્પેન્સ રાખીને વાત ન કર."રાઘવ ભાઈ બોલ્યા.

"પરંતુ તેમાં આખા કેન્દ્રના ટોપ ૨૦ ના ફોટોઝ હતા."

"ઓહ એટલે, ઠીક તો પછી નંબર ૧ કોણ હતું?"રાઘવ ભાઈએ પૂછ્યું

મેં રાઘવ ભાઈને નામ કહ્યું અને અમે બંને ખડખડાટ હસી પડ્યા. કેન્દ્રની નંબર 1 વિદ્યાર્થીની બીજી કોઈ નહીં પરંતુ માધવી શાહ હતી.

***

થેંકગોડ, મેં એકલા એ જ ન્યુઝપેપર નહોતું વાંચ્યું માધવીએ પણ વાંચ્યું હતું. હું તો તેને શોધી ન શક્યો પરંતુ તેણે મારું ઘર શોધી લીધું. તેણે મારા મમ્મી પપ્પાના ચરણ સ્પર્શ કર્યા. મારા પપ્પા જૂનવાણી વિચાર ધારા ના હોવાથી તેને થયું કે દીકરાએ એક સાથે બે સરપ્રાઈઝ એક સાથે તો નથી આપ્યાને.

મેં તેમનો એકબીજા સાથે પરિચય કરાવ્યો. માધવી મને પાર્ટીનું ઇનવીટેશન દેવા આવી હતી. મારા પપ્પાએ રીટર્ન ઇન્વિટેશન આપી દીધું અને અમે હસી પડ્યા. પપ્પાએ જરા વધુ પૂછપરછ કરી તો ખબર પડી કે માધવીના પપ્પા અને મારા પપ્પા જુના મિત્ર છે. મારા પપ્પાએ નોકરી કરી અને માધવીના પપ્પાએ પ્રગતી. એટલે બંને વચ્ચે ઘણો ગેપ પડી ગયો.

"વૌવ " રાઘવ બોલ્યા "હવે તો ઓળખાણ નીકળી, હવે શું પ્રોબ્લેમ છે? માંગુ નાખો. "

"ના ભાઈ એવું કંઈ નથી. ક્યાં હું ને ક્યાં માધવી." મેં કહ્યું "એમાં શું વળી?"

"એ મને નથી ખબર, બસ ત્યારથી માંડી અને આજ સુધી અમે એકબીજા સાથે છીએ. મેં ગ્રેજ્યુએશન કર્યું તેણે સીએ. અમે ભણ્યો અલગ અલગ, પ્રોફેશન અલગ અલગ કરીએ છીએ. પરંતુ હંમેશા સાથે રહીએ છીએ." મેં કહ્યું.

"તો હવે હંમેશા માટે એક થઇ જાવ."

"ચાલો હવે સવાર નથી પડવાની અહીંયા." મેં તેમની વાતનો છેદ ઉડાડતા કહ્યું·

***

"પ્લીઝ આજનો દિવસ રોકાઈ જાવ કાકા." રાઘવભાઈના બંન્ને ટાબરીયા મને નહીં જવા દેવાની પ્રતિજ્ઞારત હતા. બાળહઠ સામે કોનું ચાલે ભાઈ હું રોકાઈ ગયો અને બાળકો રાજી થઇ ગયા.

અમે લોકો ગામથી દૂર ભવાની માતાના મંદિરે દર્શન કરવા નીકળી પડ્યા. રસ્તા પરથી પસાર થતા દ્રશ્યો જાણે પ્રોજેક્ટરમાથી પસાર થતા કોઈ ફિલ્મના સુંદર દ્રશ્ય ના હો એવા નયનરમ્ય હતા. રસ્તાની બંને બાજુ વિવિધ પ્રકારના વૃક્ષો. એક વાડીમાં તો નારિયેળની ઝાડની કેટલી બધી કતાર. એક નારિયેળ તો જમીનથી સીધું ઉપર જઈને અધવચ્ચેથી ત્રાંસુ થઈ ગયું હતું. તેના થડ વચ્ચે એક એક બખોલ હતી. જેમાં પોપટ રહેતા હતા.

"વાઉ ઇટ્સ અમેઝિંગ" હું બોલ્યો. ભવાની ગામ બહુ દૂર નહીં હોવાથી વાતો વાતોમાં અમે ભવાની માતાના મંદિર સુધી પહોંચી ગયા. દર્શન કરીને અમે સીધા બીચ પર ગયા. દરિયાનો પવન એક અનોખો આનંદ આપી રહ્યો હતો. આપણે બનાવેલી સુંદરતાની વ્યાખ્યા કરતા હજારો ગણી વધારે સુંદરતા કુદરતે આપણને બક્ષી છે.આપણે પામર શબ્દો વડે તેનું વર્ણન કઈ રીતે કરવું?

રાઘવભાઇ દરિયામાં ડૂબકી મારવા ગયા. તેમના પત્ની ચટાઈ પાથરી રહ્યા હતા અને સાથે લાવેલો સામાન ગોઠવી રહ્યા હતા. બાળકોના આગ્રહથી હું તેમને રેતીનું ઘર બનાવવામાં મદદ કરી રહ્યો હતો. જોકે મારુ ઘર એટલું સારું તો નહોતું જ. અને અડધું બને ત્યાંતો પડી જતું હતું. ઘર પડી જાય અને બાળકોને મજા પડી જાય. મને રીપીટેશન કરાવે રાખે.

અચાનક રાઘવભાઇ દરિયામાંથી બહાર આવ્યા અને તેમના પત્નીને દરિયામાં નહાવા લઈ જવા લાગ્યા. તેમના પત્નીએ મના કરી તો રાઘવભાઈએ તેમને નહાવા લઈ જવાની હઠ પકડી. તે બિચારા ના પાડી રહ્યા હતા અને આ ભાઈ સાહેબ હઠાગ્રહથી તેમને ખેંચીને લઈ ગયા અને દરિયાને હવાલે કરી દીધા અને ખુદ પણ છલાંગ લગાવી દરિયા ની મજા માણવા લાગ્યા. તેમના બાળકો આ જોઈને હસવા લાગ્યા. પરંતુ ખબર નહીં કેમ હું વિચારોમાં ખોવાઈ ગયો. મને માધવી ની યાદ આવી ગઈ." શું કામ તેની યાદ આવી આ તો કોઈ સમય છે" હું મનોમન બોલી ઉઠ્યો. આઈ મીસ માધવી. અહીં નેટવર્કની પ્રોબ્લેમ ન હોત તો હું ચોક્કસ તેને કોલ કરત. રાઘવભાઈના હઠાગ્રહથી મને પ્રેમનો એક નવો અર્થ સમજાયો. મને ખબર પડી કે ટ્રેનમાં મળેલા પેલો વ્યક્તિ શા માટે આગ્રહ કરીને તેની સાથે આવેલી સ્ત્રીને ચણાદાળ ખવડાવી રહ્યો હતો? શા માટે અનુકૂળ ન હોવા છતાં પણ પેલી સ્ત્રી તેના સાથીને મના નહોતી કરી રહી અને શા માટે તેના પર ઢોળાયેલી ચણાદાળના કારણે તેને એક વાર પણ પેલા પુરુષ સાથે ઝઘડો નહોતો કર્યો.

ઇન શોર્ટ પ્રેમમાં એક જ લોજીક ચાલે છે યાર, અને એ લોજીક છે કે પ્રેમમાં કોઈ લોજીક ચાલતું નથી. તે કરાતો નથી થઈ જાય છે. કોઈ તમારી સાથે રહીને તમને ભલે ગમે તેટલો પરેશાન કરે પણ જો તે તમારાથી દૂર હોયને તો તમે તે પણ તમે સહન નથી કરી શકતા. પ્રેમમાં કેવળ પ્રેમની મરજી ચાલે છે, બીજા કોઈની નહિ. અને આ કુદરતની અમૂલ્ય ભેટ છે તેને સમજવા કરતા તેને માણવાની મજા છે.

"અરે યાર તું પાછો ક્યાં ખોવાઈ ગયો?"રાઘવ ભાઈ મને હચમચાવીને બોલ્યા.

"અહીં જ તો છું." મેં સ્વસ્થ થતાં કહ્યું.

"તું અહીં જ છો. પણ તુ વારે ઘડીએ ટેલીપોર્ટ થઇ જા છો. મારી વાત માન, તુ અહીંથી નીકળને તારે ઘેર નહીં જતો સીધો જ માધવીને ઘરે જજે. અને બિન્દાસ, કોઈ પણ ડર રાખ્યા વગર, મનમાં ત્રણ વખત મારું સ્મરણ કરી ને સીધું જ આઈ લવ યુ કહી દે જે તારી બધી સમસ્યાનું સોલ્યુશન આવી જશે." રાઘવ ભાઈ ટીખળ કરતાં બોલ્યા અને તેમના પત્ની અને બાળકો હસી પડ્યા.

"અરે યાર એવું કંઈ નથી." મેં કહ્યું.

'બેટા એવું જ છે હવે તારે નક્કી કરવાનું છે કે માધવીના બાળકોના પપ્પા બનવું છે કે મામા." બધા ફરીથી હસી પડ્યા.

"એવું નહીં થઈ શકે યાર." મેં કહ્યું. મને ખબર નથી મારું એક્સપ્રેશન કેવું હતું. પરંતુ નોર્મલ તો નહીં જ હોય.

"કેમ શક્ય નહીં ? શક્ય થાય શું વાંધો છે તારામાં?"

હું મૌન રહ્યો.

"બોલને શું વાંધો છે?"રાઘવભાઇ ટેન્શનમાં બોલ્યા.

"હું તેને લાયક નથી મારી કરતા હજાર ગણો સારો પતિ તેને મળે તેવું હું ઇચ્છું છું." મેં કહ્યું અને બધા જ મૌન થઈ ગયા.

નિરવ શમશાનવત શાંતી.

"તું શું ઈચ્છે છે એ તને ખબર હશે પણ માધવી શું ઈચ્છે છે એ તને ખબર છે? એ તો જાણી લે પહેલા." રાઘવભાઈ બોલ્યા.

"આપણે જઈએ મારી બસનો સમય થવા આવ્યો છે." મેં કાંડે બાંધેલી ઘડિયાળમા સમય ચેક કરતા કહ્યું.

***


Rate this content
Log in

Similar gujarati story from Drama