Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Parth Ghelani

Romance Inspirational


3  

Parth Ghelani

Romance Inspirational


ધ ડ્રીમ્સ

ધ ડ્રીમ્સ

8 mins 689 8 mins 689

૨૦૧૩

'હેય, કબીર ક્યાં સુધી તું તારી લાગણીઓ પ્રિયાથી છુપાવતો રહીશ ?'

'રાહુલ તને તો ખબર જ છે કે મારું એક જ સપનું છે.'

'હા સિંગર બનવાનું અને બીજું પ્રિયાની સાથે લગ્ન કરવાનું.'

'હમમ આ બંને જ મારા સપના છે ને આ વાત તારા સિવાય બીજા કોઈને ખબર નથી.'

'પ્રિયાને આ વાત કરવાનું તું છેલ્લા ૩ વર્ષથી કહે છે પણ ભાઈ તે હજુ સુધી કરી નથી, તો હવે ક્યારે કહેવાનું છે ?

'હિંમત જ નથી ચાલતી યાર.'

'જો કબીર આ કોલેજનું છેલ્લું વર્ષ છે અને થોડા દિવસ પછી વેલેન્ટાઇન છે તો મારી વાત માન અને એ દિવસે જ તું પ્રિયાને તારા મનની વાત કહી દે અને જો આ વખતે નહી બોલી શક્યો તો પ્રિયાને ભૂલી જવી પડશે.'

'ના, રાહુલ હું તેને ભૂલવા નથી માંગતો આ વખતે તો પાક્કું વાત કરી દઈશ.'

'સારુ,ચલ કબીર હવે ક્લાસનો સમય થઇ ગયો છે.'

'હા, ચલ.' અને અમે ક્લાસ માં ગયા.


***

થોડા દિવસ પછી એટલે કે વેલેન્ટાઇન દિવસ આવી ગયો. એ દિવસે હું અને રાહુલ કોલેજ કેન્ટીન એક ખૂણામાં રહેલા ટેબલ પર જઈને પ્રિયાની રાહ જોઇને બેઠો હતા. જેવી પ્રિયા આવી કે હું તો એને જ જોવામાં મશગુલ થઇ ગયો અને જેમ જેમ એ અમારા નજીક આવતી હતી તેમ તેમ મારા હદયની ધડકનો જોર જોરથી ધડકવા લાગી. ટેબલની એકદમ નજીક પ્રિયા પહોંચી એટલે મેં રાહુલને કીધું,


'રાહુલ,હું હમણાં જ આવ્યો ૨ મિનીટમાં' (હજુ આટલું જ બોલ્યો ત્યાં પ્રેમે કીધું )

'પરંતુ,જઈ ક્યાં રહ્યો છે ?'

'વોશરૂમ. આટલું બોલીને હું નીકળી ગયો.'

'હેય,રાહુલ ગુડ મોર્નિંગ અને હેપ્પી વેલેન્ટાઈન ડે. પ્રિયાએ આવીને ટેબલ પર બેસતા બેસતા કહ્યું.'

'ઓ હાઈ, પ્રિયા વેરી ગુડ મોર્નિંગ અને તને પણ હેપ્પી વેલેન્ટાઈન ડે.' મેં પ્રિયાની તરફ ફરતા ફરતા કીધું

'આ કબીર મને જોઇને ભાગી કેમ ગયો ?'

'ના, એવું કઈ નથી એ તો વોશરૂમ ગયો છે.' (મેં સાચી વાત છુપાવવાની એક્ટિંગ કરતા કહ્યું)

'ઓકે,કશો વાંધો નહી.'

'વાત શું છે, પ્રિયા ?' આજે આ હાથમાં ગુલાબ, વેલેન્ટાઇન કાર્ડ, અને આ કુર્તીમાં તૈયાર થઈને શા માટે ? કોઈને પ્રપોજ કરવાનો વિચાર છે કે શું ?' (મેં મારા નેણ ઉપર તરફ કરતા પૂછ્યું)

'હાં,એ જ વિચારીને આવી છુ.'

'કોણ છે એ લકી ?'

'બીજું કોઈ નહી એ તું જ છે.'

'શું ?' આ સાંભળતા જ મારાથી આ બોલાઈ ગયું.


'હા, રાહુલ હું કોલેજના પહેલા વર્ષથી જ તને પસંદ કરું છુ એટલે તારી સાથે દોસ્તી કરી અને તારા ગ્રુપમાં જોડાઈ. હમણાં સુધી કઈ ના શકી કારણ કે મને ડર હતો કે જો તું ના કહીશ તો કદાચ આપણી આ દોસ્તીના તૂટી જાય અને હવે આ હતું કોલેજનું છેલ્લુ વર્ષ એટલે નહી રહેવાયું કહ્યા વગર. આઈ લાવ યું રાહુલ..


(પ્રિયા ની આ વાત સાંભળતા જ મારે શું કરવું એ ખબર નહી પડતી એક બાજુ કબીર એને પ્રપોજ કરવાનું વિચારીને આવ્યો છે અને પ્રિયા...હું હજુ આ આ વિચારતો જ હતો એટલામાં )

'હાઈ,પ્રિયા હેપ્પી વેલેન્ટાઇન ડે.' કબીરે ટેબલ પર બેસતા બેસતા કીધું.

'સેમ ટુ યુ, કબીર.'

'પ્રિયા, મારે તને કઈક કહેવું છે.'

'હા, બોલ શું કહેવું છે ?'

'પ્રિયા. મારે તને એક વાત કહેવી છે.'

'હા, કબીર બોલ કેવી વાત.'

'પ્રિયા આ વાત મારે તને ઘણા સમય થી કહેવી છે પરંતુ કહી ના શક્યો પણ આજે કહું છુ. આઈ લવ યું પ્રિયા.'


જેવું કબીર આ બોલ્યો કે પ્રિયાની નજર મારા તરફ આવી અને કબીરની નજર પ્રિયા તરફ. પ્રિયા કઈ એ પહેલા જ,

'પ્રિયા મને તારા જવાબની જલ્દી નથી, શાંતિથી વિચારીને કહેજે.' કબીરે પ્રિયાને કીધું

પ્રિયાએ કબીર તરફ સ્માઈલ કરીનેને મને ફોન કરજે એવો ઈશારો કરીને ઉભી થઇ અને ત્યાંથી ચાલી ગઈ. જેવી પ્રિયા ત્યાંથી ગઈ એટલે કબીર બોલ્યો,


'જોયું,રાહુલ મેં મારા મન ની વાત પ્રિયા ને કહી દીધી.' કબીર બોલ્યો

'હમમમ.'

'હવે તો મને પ્રિયા ના જવાબની જ રાહ છે. તને શુ લાગે છે રાહુલ ? પ્રિયા હા કહેશે કે ના ?'

'મને કેમ ખબર હોય કબીર. મેં મનમાં પ્રિયાની વાતોને યાદ કરતા કરતા કહ્યું.'

'હા,એ પણ છે, તને કેમ ખબર હોય. ચલ હવે બોલ તું શું ખાવાનો ?'

'કઈ નહી, હમણાં મારે ઘરે જવું પડે એમ છે.'

'પરંતુ,રાહુલ..'

'યાર,જવું પડે એમ છે.'

'સારું,તો ચાલો જઈએ. કબીરે કીધું અને અમે બંને કોલેજની બહાર નીકળીને પોત પોતાના ઘર તરફ નીકળી પડ્યા.


***

કોલેજ પરથી ઘરે જઈને મારા મગજમાં એક જ વિચાર ચાલતો હતો કે હવે કરું તો કરું શું હું ? બંને તરફ મારા સારા મિત્રો છે. એક બાજુ પ્રિયા જેનું સપનું મારી સાથે લગ્ન કરવાનું છે. બીજી તરફ કબીર જેનું સપનું પ્લેયબેક સિંગર બનવાનું અને પ્રિયા સાથે મેરેજ કરવાનું અને મારું સપનું આ બંનેના સપના પૂરું કરવાનું. પૂરી રાત વિચાર્યા બાદ મેં નક્કી કરી લીધું કે હવે મારે શું કરવું જોઈએ.


બીજે દિવસે જેવો કોલેજ પહોંચ્યો કે પ્રિયા પાર્કિંગમાં મારી રાહ જોઈને ઉભી હતી. મેં બાઈક પાર્ક કરીને પ્રિયા જ્યાં ઉભી હતી ત્યાં ગયો અને..

'ગુડ મોર્નિંગ પ્રિયા..'

'વેરી ગુડ મોર્નિંગ.. હવે એ મને કે શું વિચાર્યું તે ?'

'ગઈ કાલે ઘરે જઈને મેં વિચાર્યું તો મને ખબર પડી કે મને સૌથી સારી રીતે જો કોઈ સમજી શકે તો એ તું છે પ્રિયા. મને જો સૌથી વધારે પ્રેમ કરી શકે તો એ તું છે...'

'તો શું નક્કી કર્યું છે ?'

'તો કઈ નહીઆઈ લાવ યું ટૂ પ્રિય.''

'ઓહો ! રીયલી ?'

'હાં,પ્રિયા આઈ લવ યું'


આ સાંભળતા જ પ્રિયા સીધી કુદીને મને ગળે વળગી ગઈ ને બોલવા લાગી હું આજે બહુ જ ખુશ છુ રાહુલ આ દિવસ હું ક્યારે નહી ભૂલુ. પ્રિયા જેવી મને ગળે લાગી એટલે મેં પણ તેને સાથ આપ્યો અને અમે બંને હજુ એકબીજાને ગળે લાગેલા જ હતા કે કબીર અમારી પાસે આવ્યો અને બોલ્યો,

'વાહ ! રાહુલ શું દોસ્તી નિભાવી છે તે....'


પ્રિયાથી અલગ થઈને મેં કબર ને કીધું,

'કબીર મારી વાત તો સાંભળ. પણ કબીરે મારી વાત સાંભળી જ ના હોય એમ એણે બોલવાનું ચાલુ જ રાખ્યું,

'

પ્રિયા એ મને ના કહી હોત ને તો મને આટલું ખરાબ ના લાગત જેટલું મને હમણાં તને પ્રિયાની સાથે તને આ હાલતમાં જોઇને લાગી રહ્યું છે. દિલ તોડ્યું છે તે મારું, દોસ્તી દોડી છે તે મારી. અરે તુ તો મારો સૌથી સારો મિત્ર હતો તને તો ખબર હતી ને કે મને પ્રિયા મને કેટલા સમયથી ગમે છે. પરંતુ તેમ છતા તે... હવે થી મારી સાથે ક્યારેય વાત ના કરતો, આજ થી આપણી દોસ્તી પૂરી...આઈ જસ્ટ હેટ યું..


કબીર સાંભળ તો ખરી, પરંતુ હું કઈ બોલું એ પહેલા જ એ ત્યાંથી ચાલ્યો ગયો. આ જોઇને મને બહુ ગીલ્ટ ફિલ થયું પરંતુ.....


***

સમજે શું છે એ રાહુલ એની જાત ને ? અરે મને સૌથી સારો મિત્ર સમજતો હતો. મારા વિષે બધું જ એને ખબર હતી તો પછી એને શા માટે આવું કર્યું ? અરે પ્રિયા મારું સપનું હતું, લગ્ન કરવા માંગતો હતો એની સાથે પરંતુ એણે તો મારું સપનું જ તોડી નાખ્યું. હવે મારું એક સપનું તૂટી ગયું છે. હવે મારું સિંગર બનવાનું સપનું નહી તુટવા દવ ભલે ગમે તે થઇ જાય. બતાવી દઈશ એને પણ કે એના વગર પણ હું સપના પૂરા કરી શકુ છું.


***

૨ વર્ષ પછી, ૨૦૧૫

આજે બે વર્ષ પુરા થઇ ગયા મારા ને કબીરને અલગ થયા એ અને મારા અને પ્રિયાના લગ્નને એક વર્ષ.

બે વર્ષ પહેલા લીધેલ મારા એ નિર્ણય એ મને અને કબીર એ અલગ કરી દીધા પરંતુ એ એક નિર્ણયને લીધે કબીરનું સિંગર બનવાનું અને પ્રિયાનું મારી સાથે લગ્ન કરવાનું સપનું પૂરું થઇ ગયું. ને હવે બાકી રહ્યું હતું તો એ હતું મારું સપનું કે એ બંનેના સપના પુરા કરવાનું અને એ સપનું કબીર અને પ્રિયાના લગ્ન થકી પૂરું થઇ શકે એમ જ છે. આ થતાની સાથે જ અમારા ત્રણેયના સપના પુરા થઇ શકે એમ છે પરંતુ એના માટે કબીર અને પ્રિયાને ભેગા કરવા જરૂરી છે એ કઈ રીતે કરું ? આ બધું જ વિચાર તો જ હતો કે પાછળથી પ્રિયા આવી અને બોલી,

'હેપી ફર્સ્ટ મેરેજ એનીવર્સરી ડીયર રાહુલ,..'

'હેપી ફર્સ્ટ મેરેજ એનીવર્સરી પ્રિયા..'

'ખબર જ ના પડી કેમ રાહુલ કે આપણા લગ્નનું એક વર્ષ થઇ ગયું.'

'હા,પ્રિયા.'

'રાહુલ, તો આ ફર્સ્ટ મેરેજ એનીવર્સરી પર શું જોઈએ છે ? જે જોઈએ એ બોલ.'

'અરે, પ્રિયા આપવાનું મારે હોય છે તને તું બોલ શું જોઈએ છે મારી ચકલી ને ?'

'કેમ,ગીફ્ટ આપવાનો હક માત્ર પતિઓનો જ છે ? અમારો નહી ?'

'અરે,એવું નથી કઈ.'

'તો, પછી ? વાત પૂરી કર અને જે જોઈએ એ માંગ.'

'સાચે ? જે માંગુ એ મળશે ?(થોડું શાંતિથી મેં પૂછ્યું)

'અરે, માંગી તો જુઓ.'

'સાચે ?'

'હા,બાબા.'

'તો, મને એક વચન જોઈએ છે,આપીશ ?'

'કેવુ ?'

'કે જો મને કઈ પણ થઇ જાય તો તું અને કબીર લગ્ન કરી લેજો.'


આ સાંભળીને પ્રિયા બે મિનીટ તો કઈ બોલી જ નહી અને પછી,

'આ શું આવી અજીબ વાતો ચાલુ કરી.'

'તે તો કીધું કે જે જોઈએ એ માંગ.'

'પરંતુ, આવું કેમ માંગ્યું ? તને શું કામ કંઈ થાય ?'

'હા થશે તો કઈ નહી, પરંતુ કઈ થઇ ગયું તો એટલે એક જ વચન માગું વધારે કઈ નહી.'

'ખુબજ અઘરું છે આ મારા માટે પરંતુ તું જો ખુશ છો આ વચનથી તો તું જેમ કહીશ એમ કરીશ. પરંતુ તને કંઈજ નહી થવા દવ એટલે આ વચન આપું છુ.'

'થેંકયું પ્રિયા...તે મારા મન નો ખુબજ મોટો ભાર હળવો કરી દીધો છે.'

'શું ?'

'કઈ નહી.'(હું પણ ખબર નહી ખુશીમાં ને ખુશીમાં કઈ પણ બોલવા લાગ્યો) આટલું બોલીને હું પ્રિયાને ગળે લાગી ગયો અને આ સાથે જ મારી આંખ પણ ભીની થઇ ગઈ.


***

તું ફરી વાર અહીં આવી ગઈ ? છેલ્લા બે મહિનામાં તને હજાર વખત ના કહી ચુક્યો છુ કે હું તારા સાથે લગ્ન નહી કરી શકું સમજાતું નથી તને ? કેવી છોકરી છે ? તું જ્યાં સુધી રાહુલ જીવતો હતો ત્યાં સુધી મારી યાદ પણ ના આવી અને હવે એ આજે નથી તો મારી પાસે આવી ગઈ.કઈ શરમ જેવું છે કે નહી ?'


કબીરના આ શબ્દો મારાથી સહન નહી થતા, એટલે મારાથી નહી રહેવાયું એટલે હું બોલી,

'બસ કબીર બસ મને પણ કોઈ શોખ નથી તારા સાથે લગ્ન કરવાનો. પરંતુ રાહુલને આપેલા છેલ્લા વચન નિભાવવા માટે હું તારા પાસે આવી છું.'

'કેવું વચન ?'

'લે આ વાંચ.'

'શું છે ?'

“ધ ડ્રીમ્સ” રાહુલની પર્સનલ ડાયરી છે જે એક વાર વાંચી લે, પછી હું અહીંથી ચાલી જઈશ.'


કબીર રાહુલની ડાયરી લે છે અને વાંચવાનું ચાલુ કરે છે,

"જયારે પ્રિયાએ મને પ્રપોજ કર્યું, એજ સમયે કબીરે પ્રિયાને પ્રપોજ કર્યું અને હવે શું કરવું એ મને સમજાતું નહી હતું. તે પૂરી રાતે વિચાર કર્યા બાદ મને સમજાયું કે જો હું પ્રિયાના પ્રપોજનો સ્વીકાર કરીશ તો જ આપણા ત્રણેયના સપના પુરા થશે અને મેં મારા દિલ પર પથ્થર રાખીને નિર્ણય કર્યો અને પ્રિયાના પ્રપોજનો સ્વીકાર કર્યો .અને એની સાથે લગ્ન કરીને એનું સપનું પૂરું કર્યું. અને જેનાથી કબીરનું દિલ તૂટે અને એ એના સિંગિંગના સપનામાં આગળ વધી જાય અને એ સારો સિંગર બની ગયો. હવે બાકી રહેલું તો મારું સપનું કે તમારા બંનેના સપના પુરા કરવાનું જેમાં હવે બાકી હતું કબીર અને પ્રિયાના લગ્ન. જો એ થઇ જાય તો મારું સપનું પણ પૂરું થઇ જશે. પરંતુ એના માટે મારે તમારા બંનેથી અલગ થવું પડશે, અને ખુબજ દુર જવું પડશે તો જ એ શક્ય થશે. ઉમ્મીદ કરું છુ કે જયારે આ ડાયરી તમારા હાથમાં આવે તો મારું આ સપનું તમે પૂરું કરશો બંને."


આ વાંચતા વાંચતા કબીર આંખો ભીની થઇ ગઈ હતી જે જોઇને હું એની પાસે બેસી અને,

'આપણું મિલન જ રાહુલ ની છેલ્લી ઈચ્છા અને એનું સપનું છે.'

આ સાંભળીને ને કબીર મારા ખબા પર માથું રાખી હા કહી રડવા લાગ્યો...


Rate this content
Log in

More gujarati story from Parth Ghelani

Similar gujarati story from Romance