Parth Ghelani

Others

3  

Parth Ghelani

Others

ટોઇલેટ : બેસ્ટ સીટ ઇન હાઉસ

ટોઇલેટ : બેસ્ટ સીટ ઇન હાઉસ

6 mins
237


હેલ્લો, મારા વહાલા મિત્રો હું એક વાર ફરી તમારી સામે એક નવી વાત લઈને આવ્યો છુ અને આ છે વાત ટોઇલેટ પર, શીર્ષક વાંચીને જરા સંકોચ થશે. પરંતુ હું એક પ્રાયોગિક માણસ છુ એટલે જે પણ મારા મન માં આવે એ લખી નાખું છુ. અને આજે એટલેજ તમારી સામે ટોઇલેટ લઈને આવ્યો છુ અને તમારી સામે રજુ કરૂ છુ. તમે પણ વિચરતામાં હશો કે આવું તો શું છે આ બૂકમાં ? પરંતુ ટોઇલેટને સમજવા માટે, જો શક્ય હોય તો આ ટોઇલેટને પણ ટોઇલેટમાંજ વાંચવી. તમારા સેલફોનનું ડેટા કનેક્શન ઓફ રાખવું.

ટ્રીન.....ટ્રીન.....ટ્રીન...અવાજ આવતાજ મારી ઊંઘ તૂટી ગઈ. આ કોઈ ફોનની રીંગન હતી પરંતુ સવારના ૬:૦૦ વાગે ગાજતુ અલાર્મ હતુ. જો કે એમ તો ભાઈની આંખ ૧૦:૦૦ વાગ્યા સિવાય તો ખુલતી જ નથી પરંતુ હવે મારી જીટીયુની સેમ-૭ની એક્ઝામ ન ૧૦ દિવસજ બાકી હતા એટલે આ ૧૦:૦૦નુ અલાર્મ ૬:૦૦ના ટકોરે સેટ કરી દીધુ હતુ. પરંતુ સેટ કરવાથી કઈ થોડી ઉઠી જવાય છે એટલે પાછુ અલાર્મ બંદ કરીને સુઈ ગયો.

 અને ફરી પાછો ૧૦:૦૦ વાગેજ ઉઠ્યો ઉઠીને નોર્મલી દરરોજની જેમ એક હાથમાં બ્રશ લીધુ અને ટોઇલેટમાં જઈને બેસી ગયો અને જેવો જઈને બેઠો કે દરરોજની જેમ જ વિચારોની હારમાળા એ મારા દિમાગ પર જોરદાર કબજો કરી લીધો. મગજમાં પેલા જ તે ૧૦ દિવસ પછી શરુ થનારી એક્ઝામનુ મેનુ પોપ-અપ થયુ અને ઓટોમેટિક જ કેલક્યુલેશન શરુ થઇ ગયુ કે હવે મારી અને એક્ઝામની વચ્ચે દિવસ દસ અને વિષય પાંચ. મતલબ એક વિષય માટે બે દિવસ અને મનોમન નક્કી થવા લાગ્યુ કે આજ અને કાલના દિવસે હું પેલા CD(compiler Design) વાંચીને તેના પ્રોબ્લેમ્સની પ્રેક્ટીસ કરીશ. અને આવી જ રીતે આખીય એક્ઝામનુ સમયપત્રક બનીને મગજમાં ચોંટી ગયુ. બસ મન વિચારવા લાગ્યુ કે જો આ સમયપત્રક મુજબ રીડીંગ થાય તો, તો પછી આ એક્ઝામમાં મને ટોપ કરતા કોઈ નહી રોકી શકે. હજુ આવુજ વિચારતો હતો ત્યાં બહારથી મમ્મી એ બુમ પડી 'જલ્દીથી બ્રશ કરીને બહાર નીકળ, આવી ને નાસ્તો કરી લે.'

દરરોજની જેમજ મમ્મી એ સવાલ પૂછ્યો કે 'શું કર્યા કરે છે ટોઇલેટમાં આટઆટલો સમય બેસીને ? હું થોડુ બોલુ કે મમ્મી ટોઇલેટમાં હું અને બીજા મારા જેવાજ ટોઇલેટ ઓછુ કરીએ છીએ અને વિચારીએ છીએ વધારે. નાસ્તો કરીને ફરી પાછો સ્નાન કરવા ગયો ત્યારે ફરીથી આ મોટીવેશનલ વિચારો શરુ થઇ ગયા. આજે તો આ કરી નાખીશ એ પૂરું થાય એટલે આ કામ વગેરે વગેરે.

હવે ફ્રેશ થઇને આવીને મેં મારા ટોઇલેટમાં નક્કી કર્યા મુજબના સમયપત્રક મુજબ CD(compiler Design) વાંચવાનું નક્કી કરેલું એટલે બૂક લેવા ગયો કે ટેબલ પર પડેલા મારા સેલફોન પર મારી નજર પડી અને રૂમના નક્કી કરેલા સમયપત્રક મુજબ પેલા CD(compiler Design) વાંચવાને બદલે પાંચજ મીનીટ મોબઈલ પરના વોટ્સેપના મેસેજ વાંચવાનું નક્કી કર્યું. પરંતુ આ પાંચ મીનીટે ક્યારે બે કલાકમાં ફરી ગઈ એ ખબર ના પડી. આનાથી ટોઇલેટના જબરદસ્ત સમયપત્રક પર એક જોરદાર પ્રહાર થયો. પરંતુ પુરા દિવસ દરમ્યાન જ્યારેં જયારે પણ ટોઇલેટમાં જાવ ત્યારે મને ફરી પાછા એ વિચારો શરુ થઇ જાય,એક્ઝામ-સમયપત્રક વગેરે...વગેરે.

આવુ દરરોજ થયા કરે અને હવે આજથી પાંચજ દિવસ જ બાકી રહેલા એક્ઝામને. હવે દરેક વિષય માટે એક દિવસ ટોઇલેટમાં ફરી સમયપત્રક બની ગયુ. હવે વાંચવુ પડે એમજ હતુ પરંતુ જેવો ટોઇલેટની બહાર આવું કે ફરી પાછો ફોનજ દેખાયો. ફોન લઈને મેસેજ ચેક કરી લીધા અને ત્યારબાદ ફરી પાછો ટોઇલેટમાં ગયો તો ફરી વિચાર શરુ. આ વિચાર માં એક વિચાર આવ્યો કે સાલુ જેવો ટોઇલેટમાં આવુ એટલે પોઝીટીવ ઉર્જા મળે એટલે મગજમાં વિચાર આવ્યો કે જો મારે એક્ઝામમાં ટોપ કરવુ હોય તો વાંચવું પડશે. વાંચવા માટે જોઈએ પોઝીટીવ વાતાવરણ અને એ વાતાવરણ એકજ જગ્યાએ હતુ ટોઇલેટમાં. તેથી મેં એક નિર્ણય લીધો કે એક્ઝામ સુધી, મારો નવો બેડરૂમ બનશે આ ટોઇલેટ અને મારુ વાંચવાનું સ્થાન.

હવે મેં મારી વાંચવાની જરૂરી બુક્સ લીધી અને ટોઇલેટમાં જતો હતો કે મમ્મી પૂછવા લાગી કે 'તુ આ બુક્સ લઈને ટોઇલેટમાં શું કરવા જાય છે ?' 'વાંચવા માટે' મેં કહ્યું. 'પરંતુ આ રૂમમાં શું પ્રોબ્લેમ છે.' 'ત્યાં કોઈ જ પ્રોબ્લેમ નથી પરંતુ મારે ટોઇલેટમાં વાંચવું છે ત્યાં વાંચવાથી મને જલ્દી યાદ રહે છે.'એમ કહીને અંદર ગયો અને દરવાજો બંદ કરીને બેસ્ટ સીટ ઓફ ધે હોમ પર બિરાજમાન થયો અને વાંચવાનું સ્ટાર્ટ કર્યું. તે એક દિવસમાં બધું તો નાજ વાંચી શક્યો પરંતુ દરરોજ કરતા વધારે વાંચ્યું હતુ. આ નવો અનુભવ મારા માટે વધારે સારો રહ્યો.

આજે રાત્રી દરમ્યાન પણ ખુશ હતો કારણ કે દરરોજ કઈ પણ ના વાંચતું એટલે થોડું ખરાબ લાગે પરંતુ આજે તો ઘણુંય વાંચ્યુ હતુ. હવે આ દરરોજ કરવાનુ નક્કી કર્યું. આ સેમ-૭ની બધીજ એક્ઝામની તૈયારી મે ટોઇલેટમાંજ કરી. એક્ઝામ પણ સારી ગઈ હતી. હવે હું મારું આ પરીક્ષાનું પરિણામ પણ ટોઇલેટમાં જોઇશ. હવે થોડો સમય વેકેશન હતુ એટલે હું અને બીજા મારા બે મિત્રો વરુણ અને હાર્દિક અઠવાગેટ ચોપાટીમાં બેઠા હતા. અમે ત્રણેય મિત્રો સાથેજ ભણીએ છીએ એટલે અમારી એક્ઝામ પણ સાથેજ પૂરી થયેલી. તેથી આજે અહીંયા થોડી તાજી હવા મેળળવા માટે બેઠેલા. એમ જ વાતો કરતા હતા કે આ વેકેશનમાં શું કરીશું હવે. અને વાતવાતમાં મેં પૂછ્યું કે 'ભાઈ તમે ટોઇલેટમાં જાવ છો તો કેવું લાગે છે ?'

'મતલબ ?ભાઈ તું શું કેવા માંગે છે ?'વરુણ બોલ્યો

'હા,એજ ને ?' ત્યાં તો હાર્દિક પણ બોલ્યો.

'મતલબ કે તમે જયારે ટોઇલેટમાં જાવ છો ત્યારે કઈ વિચાર આવે છે કે મારે આ દિવસ દરમ્યાન શું કરવાનું છે, મારા કેરિયરમાં શું કરવું છે એવું કઈ ?'

'ભાઈ, ટોઇલેટમાં જઈને હું એજ કરું છુ. જેવો ટોઇલેટમાં જાવ છુ એટલે ઘણાય બધા પોજીટીવ વિચાર આવે છે અને ખુબજ સારું લાગે છે.' હાર્દિક બોલ્યો

હું તો આજ સુધી જેટલી વાર સિંગિંગના ઓડિશન માટે ગયો છુ એટલી વાર સિલેક્ટ થઇ ગયો છુ અને એક મોટો સિંગર બની ગયો છુ એવાજ વિચાર આવ્યા કરે. આ તો દરરોજ અને માત્ર સવારે નહી પણ જેટલી વાર ટોઇલેટમાં જાવ છુ એટલી વાર.' વરુણ બોલ્યો

આ બંનેને સાંભળીને લાગ્યું કે આવું માત્ર મારી, કે પછી વરુણ અને હાર્દિક સાથે નહી પરંતુ બધાજ લોકોની સાથે થતુ હોવુ જોઈએ. તેથીજ તે મે નક્કી કર્યું કે હું મારા મિત્ર સર્કલમાં બધાને પૂછ્યું અને લગભગ ૫૦-૫૫ લોકોને પૂછ્યું તો આવોજ જવાબ મળ્યો.

મિત્રો, જયારે તમને ગુસ્સો આવે ત્યારે તમારે ટોઇલેટમાં જઈને બેસી જવું અને પોતાના સપનાઓ વિષે વિચારવાનું ચાલુ કરી દેવાનું એટલે પળવારમાંજ તમારો ગુસ્સો ગાયબ થઇ જશે. મતલબ કે તમારું સપનું છે એક એક્ટર બનવાનું તો વિચારવાનું કે હું એક્ટર બની ગયો છુ. જયારે તમને ડર લાગે ત્યારે ટોઇલેટમાં જઈને બેસી જવું એટલે તમારો ડર પણ ગાયબ, મતલબ કે જયારે પણ તમને તમારા પરથી વિશ્વાસ ઓછો થતો હોય એવું લાગે ત્યારે ટોઇલેટમાં જઈને બેસી જવું. આજના સમયમાં લોકો પાસે સમાજમાં રહેલા તમામ લોકો સાથે મળવાનો અને બીજાના વિષે ચર્ચા કરવાનો સમય છે પરંતુ પોતાની સાથેજ પોતાના માટેજ વાત કરવાનો સમય નથી. જો તમે પોતાના માટે પોતાની સાથે વાત કરવા માંગતા હોવ તો ટોઇલેટમાં સેલ-ફોન વગર જઈને બેસી જાવ. પેલી કહેવત છે ને “પુસ્તકો આપણા સારા મિત્ર છે” તેમજ “ટોઇલેટ પણ દરેક માણસનો સારા માં સારો મિત્ર છે” બસ જરૂર છે તો માત્ર તેને સમજવાની.

એક દિવસ આજ વસ્તુ ટોઇલેટમાં જ બેઠા બેઠા વિચારતો હતો કે ટોઇલેટ એ 'બેસ્ટ સીટ ઇન હાઉસ' નહી પરંતુ 'બેસ્ટ મોટીવેશનલ સીટ ઇન હાઉસ', 'બેસ્ટ થીંકીંગ એરિયા ઇન ધ હોઉસ' છે. તો મિત્રો તમને જયારે પણ કોઈ પોજીટીવ ઉર્જાની જરૂર પડે ત્યારે કોઈ મોટીવેશનલ વિડીયો કે પછી બુક્સ વાંચવાને બદલે ૧૦ મીનીટ ટોઇલેટમાં જઈને બેસી જાવ અને ટોઇલેટનો જાદુ જુવો અને છેલ્લે તમે જે બુક વાંચી રહ્યા છો એ લખવાનો વિચાર પણ મને ટોઇલેટમાં જ આવ્યો અને આ બુક પણ મેં ટોઇલેટમાં બેઠા બેઠા જ લખી છે, અને ત્યારબાદ તમારી સામે રજુ કરી છે.

આ ટોઇલેટમાં તો એવી કઈ શક્તિ રહેલી છે કે આજે પણ જો કોઈ પણ ત્યાં જાય તો એ લોકો પણ ટોઇલેટ ઓછુ કરે છે અને વિચારે છે વધારે. એ તો ખુદ ટોઇલેટજ જાણે અને એ મને પણ ખબર નથી. જો તમને લોકો ને ખબર હોય તો મને ચોક્કસ જણાવજો અને મારા આ ટોઇલેટ જેવા વિષય પર લખેલા વિચાર પર તમારો કીમતી પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.


Rate this content
Log in