Kalpesh Patel

Tragedy

5.0  

Kalpesh Patel

Tragedy

ઢળકતી ઢેલ

ઢળકતી ઢેલ

8 mins
2.4K


આ હું ગયો અને હમણાં આવ્યો, થોડું ઘરાકનું કામ છે પતાવી આવું છું હમણાં" એમ કહીને ઘરમાથી ગયેલા મયુર મેરાઈને જોવા માટે તેનો પરિવાર હવે રાહ જોઈ રહ્યો છે. પરંતુ હવે એ મયુર પાછો ક્યારેય નહી ફરે. કારણકે સાબરમતીના વહેણમાં ગાંધી બ્રિજ ઉપરથી કૂદીને જીવન ટૂંકાવી દીધું હતું.

હું અને આ મયુર બચપનના સાથી હતા. તે મારી બાર્બી ડોલનો મફતનો દરજી, એની પાસે રહેલા કતરણમાથી અવનવા ઢગલો ડ્રેસ બનાવી આપતો. હમણાંથી મયુરને મળી નહતી. હા, તેના મામાએ દુકાને જવું બંધ કરી હવે ઘર ઘરાઉ સિલાઈ કામ રોજ ઉપર કરવા જતાં અને તેઓ ગાજ બટન માટે તેને સાથે લઇ જતા. હું તેને મારી સાથે આવવા કહેતી પણ કોણ જાણે કેમ મયુર મારી વાત ઉડાવી દેતો તેમ તેમ તેને મળવાની ઇચ્છા તીવ્ર બનતી જતી હતી. મયુર પાસે દોડી જવા મન થનગની રહ્યું હતું.

હમણાં છેલ્લાં પાંચ અઠવાડીયાથી અમે પરસ્પર મળ્યા નહોતા. છેલ્લે ઉત્તરાયણના આગલા દહાડે તેની દુકાને મારી નવી કુરતીની બાંય ટૂંકી કરવા ગઈ, ત્યારે મામા તો હતા નહીં કોઈને ત્યાં રોજ ઉપર ગયેલા હતા. ત્યારે એ ઘણો ઉદાસ લાગતો હતો. મયુરના ચહેરા પર ઉદાસી ? હા, કદાચ પોતાની જાતે એ હજુ સુધી પગભર નહોતો થઈ શક્યો તેનો દુકાનમાં તેને બનાવેલી વિવિઘ કુરતી, બ્લાઉસ અને ડ્રેસિસ ટિંગાડેલા હતા. સાથે ફિલ્મોની નટીઓનાં ચિત્રો કલાત્મક રીતે ગોઠવેલાં હતાં. અને દરેક સ્ટાઈલને સ્પર્શતું એકાદ વાક્ય લખેલું હતું. મજા પડી ગઈ સ્ટાઈલ જોઈ.

મયુર કશું બોલતો નહોતો. પરંતુ તેનાં નહીં વેચાયેલા વસ્ત્રોએ મારી સાથે વાતો કરી લીધી. કારીગરને પગભર થતાં ઘણો સમય લાગે છે. કારીગર કામ કરતો રહી ખુવાર થઈ જાય છે. પરંતુ એ કારીગરને પૂરતી આજીવિકા પણ સરકાર દ્વારા આપી શકાતી નથી. આપણા દેશમાં એ મોટી કમનસીબી છે. મયુરનું દુઃખ કદાચ આ જ હશે.

મને લાગ્યું કે, "મયુર કેમ દુખી છે ?"તે જાણવા મારે ઉતાવળ કરવી જોઈએ નહીં. અને સાચું કારણ સિફતથી જાણી લેવું જોઈએ. મેં એક દિવસે સવારમાજ પકડ્યો અને ખેંચી ગઈ કોફી શોપમાં, તેના ખભે આસ્તેથી હાથ મૂક્યો. મયુર !’

‘હં.’ તેણે આંખો મારી તરફ ફેરવી. એ ભૂરી કીકીઓમાં અમારા બાળપણના તોફાની દિવસો યાદ બની ટપકી રહ્યા હતા.

‘કૉફી નથી પીવી ?’

એ જોઈ રહ્યો, ‘કૉફી ?’

‘હા, મયુર. હમણાં આપણે ઘણા સમયથી સાથે કૉફી ક્યાં પીધી છે ?’ એ પણ પેલી ઇંગ્લિશ કવિતાની જેમ લહાવો છે. સાથે ચુસ્કીઓ લેવી, વાતો કરવીઅને કૉફી —

‘ચાલ સ્વેતા.મંગાવ કોફી ’ એણે ખુશ થઈ મારો હાથ પકડી લીધો. અમે કાફેમાં એક ટેબલે ગોઠવાયા. કૉફી આવી. વાતો ચાલી.

એલા એ મયુર, આ વસંતમાં તો મોર હંમેશાં ઢેલના ઝુંડ સાથે મસ્તીમાં ઝૂમતો હોય છે. પરંતુ તું તો—’

આસ્તેથી મેં પ્રેશર કુકરની સિટીને સહેજ ઊંચી કરી — હવે અંદરનો સાચો ઉકળાટ બહાર આવવો જ જોઈએ. આ મારી હસ્તગત કળા રહી છે. હજી સુધી આ બાબતમાં મને કોઈજ હરીફ નથી ભેટયો ! ! !

મયુર આખરે ખખડ્યો. સાચી વાત છે, વસંતઋતુમાં કળાયેલ મોર પાસે ઢળકતી ઢેલનાં વૃંદો હોય છે. અહીં તો સમ ખાવા એકેય નથી.’ કહી એ ફિક્કું હસી પડ્યો. તેનું ખોટું હસવું,તેની ગમગીની છુપાવવા માટેનું હતું. તે જ્યારે અટક્યું ત્યારે આંખોમાં પાણી ભરાઈ આવ્યું હતુ, કહે ના કહે, મયુર કોઈ મોટી વાત જરૂર છુપાવતો હતો.

‘કોઈ ઢેલ શોધી લે ને !’

‘શોધી લીધી છે, યાર, બહુ દૂર જવું નથી પડ્યું. પાડોશમાં જ મળી ગઈ છે. ’

પેલી તારી પાડોશ વાળી.... ‘ક્રિષ્ના પ્રજાપતિ ? આપણી સ્કૂલની હતી એ તો નહીં ?’

‘હા શ્વેતા..એ જ, ક્રિષ્ના યાર.’

‘સરસ છોકરી છે. લાંબી, દૂબળી-પીતળી, સુરાહી જેવી ગરદન છે. અને પાછી તે સારી ચિત્રકાર પણ છે. તારા માટે બધી રીતે ફીટ છે, તું કહે તો હું ઇંટ્રો કરવી વાત ચલાવું.’

‘વાત ચલાવવાની જરૂર નથી. અમે એકબીજાંના વરસોથી પ્રેમમાં છીએ.’

‘ઓહ નોટિ.... ગાય....નાઉ મયુર, યુ આર રિયલી એ બ્રેવ ઇનફ ! ! !.’

મયુર ઘણા ખુલ્લા સ્વભાવનો માણસ હતો. અને આમેય તમને કોઈ પણ માણસનું બટન દબાવતાં આવડવું જોઈએ. જો સાચું બટન દબાવી દીધું તો ખલાસ. એ પોતાની બધી આપવીતી-પરવીતી કહેવા લાગશે.

એણે કૉફી પૂરી કરી કે તરત જ મેં તેનું લાઇટર લઈ પેટાવ્યું અને તે મહાશયે સિગારેટ ઘખાવી દીધી… મારા અંદાજ મુજબજ હવે તેણે ધુમાડાની સાથે સાથે પોતાની ગમગીની પણ બહાર કાઢવા લાગ્યો..... એણે શરૂ કર્યું.

‘યાર, સ્વેતા એક બીજી તકલીફ ઊભી થઈ છે. એક ખૂબ જ ભયંકર ગડમથલ વચ્ચે હું જીવી રહ્યો છું.’

‘સમજી ?’

‘એ જ કે તું પગભર નથી એટલે ક્રિષ્ના તારી સાથે જીવન જોડતાં અચકાતી હશે.’

‘ના. ક્રિષ્ના કોઈ પણ સંજોગોમાં મને છોડી શકે તેમ નથી.’

‘તો ?’

‘મારે ક્રિષ્નાને છોડવી પડશે.’

‘નૉન્સેન્સ.’

‘નૉટ નૉન્સેન્સ, મામાએ મારે માટે બીજી છોકરી પસંદ કરી અને મજબૂર થઈને મારે તે અપનાવવી પડશે. કહે દોસ્ત. આ આઝાદ દેશમાં હજી આપણે ગુલામ નથી ? હજી આપણા પર કોઈની શરમ, શેહ અને દબાણની ગુલામી લદાયેલી છે. માનસિક રીતે હજુ આપણે ક્યાં આઝાદ છીએ ?’

મયુર એકસાથે તે સિવાય પણ ઘણું બોલી ગયો. સતત એક શ્વાસે બોલવાથી તેના ચહેરા પર કેટલીયે રેખાઓ ઊપસી આવતી હતી, અને તેનો ચહેરો વધારે અને વધારે કરુણ બનતો જતો હતો.

મામાની સાથે રહી વીસ વર્ષથી મેં તેમની રોટી ખાધી હોવાથી મારે મારા પ્રેમને ઠુકરાવવો પડશે. અને તે માટે છેવટે મેં આજે જ ક્રિષ્નાને લખી નાખ્યું. યાર. હું કાયર છું, મો સામે પ્રેમનો ઇનકાર નહતો કરી શક્તો તેથી ન છૂટકે પત્ર લખી નાખ્યો. અને તેને નેટનો બટવો સિવી તેમાં મૂકી આપી આવ્યો — જાળમાં સપડાયેલ કબૂતર મુક્ત રીતે ઊડી શકતું નથી તેવા દિલના પ્રતિક સમ .

કોફી શોપની ટૂંકી મુલાકાત પછી મયુરને છોડી હું પાછી ઘેર આવવા વળી ત્યારે મારું મન ગમગીનીના આવરણ નીચે દબાયેલું હતુ. શું સાચું, શું ખોટું એ હું તરત જ નક્કી નહતી કરી શકી.મયુરની ગમગીની ચિંગમની જેમ હવે મયુર ભેળી મને પણ ચોંટી ગઈ હતી.

બસ કદાચ આ આખરી મુલાકાત હોય તેમ ત્યારબાદ પાંચ વર્ષ સુધી મયુરનો પતો લાગ્યો નહીં. આ દરમ્યાન મારા એરેંજ મેરેજ થયા પણ ટૂંકા લગ્ન જીવન પછી ડીવોર્સ થતાં, મે બીજો ભવ નહીં કરવાના નિર્ધાર સાથે, હું એકલી મુંબઈ મુકામે રહેતી હતી. શરૂમાં મયુર સાથે નિયમિત પત્ર વ્યવહાર ચાલતો હતો. પરંતુ પછી એ પણ આસ્તે આસ્તે થમી ગયો. જેમ જેમ સમય વહેતો ગયો ગયો તેમ તેમ મારી મયુરને તેને મળવાની ઉત્કંઠા દિનપ્રતિદિન વધતી ગઈ. તેનું શું થયું હશે ! તેન પેલી પ્રેમિકા પ્રજાપતિ સાથે લગ્ન કર્યાં નહીં હોય ! તેના મામાએ નક્કી કરેલી છોકરી સાથે પરણી ગયો ! મામાનો પ્રેમ વધ્યો કે પોતાની પ્રેયસી પરત્વેનો પ્રેમ !

એક દિવસ છાપું વાંચતાં વાંચતાં મારા શરીરમાં ફરતું લોહી થીજી ગયું.

તેમાં ક્રિષ્ના પ્રજાપતિની આત્મહત્યાના સમાચાર હતા. પંખે લટકીને તેણે આત્મહત્યા કરી હતી. છાપાવાળાએ સ્પષ્ટ લખ્યું હતું કે મામલો પ્રેમને લગતો હતો. મારી નજર સામે ફરી એક વાર કૉફી પીતો મયુર ઝબકી ગયો.

આ આખો દિવસ ભારે મને પસાર થયો. મન મયુર પાસે દોડી જવા તલસી રહ્યું હતું. હું મયૂરને જણાતી હતી,તે ઘણો લાગણીશીલ છે. લાગણીના આવેશમાં આવી કંઈક કરી બેસશે તો ! મારે જલદી તેને મળવું જોઈએ. પણ જવું ક્યાં ?

એક કોમન મિત્ર દ્વારા તેનું એડ્રેસ મેળવી પત્ર લખ્યો અને તે દ્વારા પતો મેળવ્યો. ભાઈસાહેબ તેમન મામા સાથે રહેતા હતા. હવે ક્યાં સુધી આમ મયુર મામાનો પાલવ પકડી જીવ્યા કરશે !

મેં તાત્કાલિક પત્ર લખ્યો. બેવડૂફે જવાબ આપ્યો નહીં. ‘મેં રિપ્લાય-કાર્ડ લખ્યું. છેવટે તેની મામી તરફથી ઉત્તર મળ્યો. તેમાં મયુરના મામાની માનસિક હાલત બરાબર નથી. અને મયુરે લગ્ન કરી લીધા છે. મને આવવાનું આમંત્રણ વગેરે લખ્યું હતું. મામીનો હજી મારા પર ભાવ હતો. પણ ભાણેજ — મયુરનું શું — તેના લગન --- અને કોની સાથે — હું ફરી મૂંઝવણમાં મુકાઈ ગઈ. ખેર, મયુરને મળાશે ને સાથોસાથ અમદાવાદનો ઇન્ટરનેશનલ પતંગ શૉ પણ જોઈ શકાશે… મેં આવવાની તારીખનો પત્ર લખી નાખ્યો.

પત્રમાં જણાવ્યા અનુસારની તારીખે હું અમદાવાદ પહોચી આવી ….. હું સ્ટેશનમાંથી બહાર નીકળીને સ્ટેશનના પ્લૅટફોર્મ, છાપરાં, ભારેખમ શરીરવાળા સાથેના કુલીઓને વટાવી બાહર આવી.પાંચ વરસમાં અહીં બધું નવીન લાગતું હતું. અને મને કમને આ બધું અજનબી ગમતું હતું.

ઉબર કોલ કરેલ તે આવી ગયી હતી.ઉબરનો ડ્રાઇવર કાબેલ હતો. ઝડપથી દોડાવીને એને મયુરના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર સામે ખડી કરી દીધી. મામીએ દોડીને મને વળગી આવકાર આપ્યો અને હસતા હસતા મળ્યા. મેં મામીને દૂર કરતાં પૂછ્યું ‘મારો મયુર શું કરેછે ? અને ભાભી ક્યાં છે મામી  ?’

વળતી પળે મામીએ કોઈ જવાબ ના આપ્યો અને તે ગમગીન થઈ ગયા. બપોરે જમવાને સમયે મયુર આવ્યો પણ તે પણ ગમગીન હતો. અમે બંને એકલા પડ્યા એટલે મેં તરત મારા સ્વાર્થની વાત શરૂ કરી દીધીઃ

‘પતંગ-શૉ જોવા ક્યારે નીકળીશું ?’

‘પતંગ શો માટે તૈયાર થવું પડે.’

‘મીન્સ ?’

‘મીન્સ કોઈ પતંગ શો માં ચગતા પતંગ જોઈ, તેને હવામાં મુક્ત ઊડી રહેલા પતંગ ઉપર કોઈ શિકારી માનસિકતા વાળા પતંગબાજ તૂટી પડી તેને કાપવા, અને લપેટવામાં મસ્ત હોય ત્યારે આપણે દૂર ઊભાં ઊભાં જોવાનું, હસવાનું, તાળીઓ દેવાની. તેનું નામ આપણાં આમદાવાદી નો પતંગ -શૉ.’

હું જોઈ રહી હતી. પાંચ વર્ષમાં મયુર ઘણો બદલાઈ ગયો હતો. છેલ્લાં પાંચ વર્ષમાં ઘણુંબધું બની ગયું હતું. ક્રિષ્નાએ આત્મહત્યા કરી હતી. મયુરે લગ્ન કર્યાં હતાં, અને મયુરના સ્વભાવમાં ફરક પડી ગયો હતો. તેના જીવનમાં સાથી આવ્યા પછી અમુક રીતે એ ઘણો વિચિત્ર અને ધીર ગંભીર થઈ ગયો હતો.

મને એની નવી શોપમાં લઈ ગયો. ત્રીજે માળે ખૂણામાં નાની બારી વગરની રૂમમાં અંધારું હતું. અહી એજ તેનું જૂનું પુરાણું કાપડા સીવવાનું મશીન પડેલું હતું. ‘તું શા માટે મને અહી લાવ્યો છે ?’ મારાથી અનાયાસે પુછાઈ ગયું.

‘અહીં શું નથી, યાર ? આ નાની દુકાનમા ભરપૂર અંધારું છે. પણ મારે તને કઈક કહી મુક્ત બનવું જરૂરી છે. તું જરાય ગભરાઈશ નહીં. મેં તારી બાર્બી ડોલ માટે કેટલાક ડ્રેસ બનાવ્યા છે તે તને આપીશ, તે પહેલાં હું તને કૉફી પીવડાવીશ.

એક છોકરો ટ્રેમાં કૉફીના બે પૂરા ભરેલા પ્યાલા લઈ આવ્યો. ત્યારે મયુરે પાસેના કબાટનો દરવાજો ખોલતા તેમાં એક કાચના અરીસા ઝાડેલા બોક્સમાં કાપડની બનાવેલી ઢીંગલી રાખેલી નજરે પડી, એક સુંદર પાનેતરના ટુકડાથી સજાવેલ ઢીંગલી હતી. એક વખત જોતાં જ વારે વારે જોવાનું મન થઈ આવે તેવી ભવ્ય અને પાછી મીઠડી પણ એટલીજ. મયુર ઘણી બધી રીતે ભાગ્યશાળી હતો. પહેલું, તેને મામાનો છાંયો હતો. બીજું, તે સોય દોરાનો ગજબ કલાકાર હતો. આજે તેની દુકાનના ખાલી હેંગરો વળી દીવાલો સૂચવતી હતી કે, તેનો સ્વભાવ ઘણો બદલાઈ ગયો છે. કૉફીનો મગ આપતા એણે સ્વિચ ઑન કરી. નાની દુકાન ઝળાંહળાં થઈ.

‘બોલ બીજું શું કહે છે ? આખરે મેં કહ્યું.

"લયલા કો મજનૂ કી નિગાહોં સે દેખિયે", આ ઢીંગલીને મારી નજરથી જો. આ ઢીંગલી મારા મામાની પસંદ કરેલી, મારી પ્રેમિકા છે, અને મારી જીવન સંગિની , તે મારી નવી સાથી છે. હકીકતમાં, મારી પાસે તારો સાથ હતો ત્યારે મારે કોઈજ સ્વેતા કે કોઈ બીજા સાથે કોઈ એફર હોવાનો પ્રશ્ન હતોજ નહીં.

‘મયુર !’હું લગભગ ચીસ પાડી ઊઠી. મારું માથું ધમધમી ઊઠ્યું.

‘હા. સ્વેતા … પણ મેં તેને અપનાવી લીધી છે. કારણ કે, હું બ્લડ કેન્સરથી પીડિત હતો , અને મારે રેગ્યુલર બીજાના લોહી- પ્લાઝમાના સહારે જીવવું પડે છે.

મને લાગ્યું, મારાથી રડી પડાશે. હું મયુરને એકલો મૂકી ઝડપથી દુકાન છોડી બહાર લોબીમાં આવી ખુલ્લી હવા ફેફસામાં ભરી રહી હતી હૃદયની ઉકળતી અને દબાયેલી ભાવનાઓને શાંત કરવા વ્યર્થ પ્રયાસ કરતી હતી. આજે આખરે મને દુખતી નસ દબાવનર હરીફ મળી ગયો હતો પરંતુ મને કોઈ રંજ ન હતો.........

વર્ષો વીતી ગયાં, મારી એક બાર્બીની નવી સાથી બનેલ મયુરની ઢીંગલી સાથે હવે રહું છું છુપું રડી લઉં છું. મારા ડ્રોઈંગરૂમની દીવાલ પર ફક્ત એક જ તસવીર છે. એ તસવીરમાં મયુરનો માસૂમ ચહેરો છે. મને તેની સુખડનો હાર પહેરાવેલી તસવીરની આંખો હરરોજ કહી રહી છે , સ્વેતા તું જ હતી મારી ઢળકતી ઢેલ. મારા સંગ તું હોત તો તારે નમાલા કારણસર ઝઘડો વહોરી ડાયવોર્સ લેવો ન પડત. ! ! !અને તારા જીવનમાં હમેશા છવાયેલી વસંતમાં આ મયુર ટહુકા દેતો રહેત.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy