Rayththa Viral ( R V )

Drama

2  

Rayththa Viral ( R V )

Drama

ડેસ્ટિની 2 આંધળા પ્રેમની અદભૂત વાત

ડેસ્ટિની 2 આંધળા પ્રેમની અદભૂત વાત

12 mins
592


      આપણે અત્યાર સુધી ડેસ્ટિની માં જોયું કે મિતલ પરિવાર પંચગીની પર પહોંચી અને હોટેલ ના અલગ અલગ સ્થાનો જ્યાં પ્રકૃતિ ની અપાર કૃપા છે ત્યાં જાય છે.વિશ્વ હોટલ ના પાછળ ના ભાગ પર જ્યાં આખું પંચગીની શહેર દેખાતું હોય છે જ્યાં ઠંડી હવા અને વાતાવરણ માં શાંતિ હોય છે ત્યાં જઇને બેસે છે, અને થોડી વાર પછી ત્યાં યાત્રા, કાજલ અને સપના પણ ત્યાં આવીને બેસે છે. સપના અને કાજલ થોડી વાર ત્યાં બેસી અને ત્યાંથી જતાં રહે છે. ત્યારબાદ વિશ્વ અને યાત્રા ની વાતો ની શરૂઆત થાય છે ,જેમાં વિશ્વનો જીવન પ્રત્યે નો દ્રષ્ટિકોણ સાંભળી યાત્રા ને વિશ્વ સાથે વાત કરવામાં આનદ આવે છે. ત્યારબાદ યાત્રા પોતાનું સપનું વિશ્વને જણાવે છે.બને એકબીજા ને સમજવાનો પ્રયત્ન કરે છે અને ક્યાંક ને ક્યાંક બેને એકબીજા ને પસંદ પણ કરવા લાગે છે વિશ્વ અને યાત્રા ની વાતો પર પૂર્ણવિરામ ત્યારે પડે છે જ્યારે યાત્રા વિશ્વને કહે છે કે, વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે.

હવે અહીથી આગળ....


વિશ્વ વાત એમ છે કે, વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે .....! યાત્રા એ કહ્યું..

કેમ યાત્રા ...?? વિશ્વએ કહ્યું.

વિશ્વ બધા સવાલના જવાબ આપવા જરૂરી હોય છે ..? યાત્રાએ કહ્યું.

યાત્રા સવાલ ની યોગ્યતા અને મહત્વતા ને ધ્યાન માં રાખીને જવાબ ની જરૂરિયાત નક્કી થાય છે ...!! વિશ્વ એ કહ્યું.

આ સવાલ ને હું યોગ્ય પણ નથી સમજતી અને મારા માટે આ સવાલનું કઈ મહત્વ પણ નથી..!! યાત્રાએ કહ્યું.

(  હજુ તો વિશ્વ યાત્રા ને કઈ પૂછે, કઈ કહે, તે પહેલા જ ત્યાં કાજલ આવી પોહચે છે અને કાજલ અને યાત્રા પોતાના રૂમ તરફ ચાલી નીકળે છે, અને વિશ્વ બસ યાત્રાને ત્યાંથી જતી જોઈ રહે છે )


૨ વર્ષ પછી


હેલ્લો કાજલ કેમ છે હવે યાત્રાની તબિયત ..? સપનાએ કાજલ ને ફોન પર પૂછ્યું.

હજુ તો યાત્રા ઓપરેશન થેટર માં જ છે, તું ક્યાં છે હજુ કેમ ના આવી...? કાજલએ કહ્યું.

હું અને સંદીપ બસ આવ્યે જ છીએ...!! સપનાએ કહ્યું.

આજથી ૧ મહિના પહેલા યાત્રાના પપ્પા ને બીજો હ્રદયહુમલો(હાર્ટ એટેક) આવેલો હતો અને તેમનું નિધન થયું. યાત્રા ના પપ્પાની છેલ્લી ઇચ્છા હતી કે તેમની આંખોની મદદથી યાત્રા આ દુનિયાને જોવે...!!! એટલે તેમણે પોતાની આંખો નું ચક્ષુ-દાન પોતાની દીકરી ને કર્યું છે ....! હવે ભગવાનને બસ એક જ પ્રાથના છે કે તેના પપ્પા ની આંખો યાત્રાને કામ લાગી જાય...! અને યાત્રા પણ બીજા લોકો ની જેમ આ દુનિયાને જોઈ શકે....! યાત્રાની મમ્મીએ સપના ને કહ્યું.

કાકી તમે ચિંતા ના કરો બધુ સારું જ થશે, ભગવાન પર ભરોસો રાખો...!! સપનાએ યાત્રાની મમ્મી ને સમજાવતા કહ્યું.

સપના પણ ઘણી વાર થઈ ગઈ યાત્રાને ઓપરેશન થેટરમાં લઈ ગયા એને, પણ કોઈ કઈ સમાચાર નથી આપી રહ્યું..!! કાજલએ કહ્યું.

કાજલ ધીરજ રાખ અને ખાલી ભગવાન ને પ્રાથના કર કે કાકા ની આંખો યાત્રાને કામ લાગી જાય...! સપનાએ કાજલ ને કહ્યું.

બધા આવી ગયા વિશ્વ ક્યાં છે, એ નથી દેખાય રહ્યો...? કાજલ એ સપના ને પૂછ્યું.

વિશ્વ હવે અહેમદાબાદ માં બહુ ઓછો જ આવે છે, તેને પોતાની જાતને કામ માં એટલી વ્યસ્ત કરી લીધી છે કે પરિવાર માટે એની પાસે સમય જ નથી...! હાલ તે મુંબઈ આપણી બીજી કંપની સંભાળી રહ્યો છે ...! સપનાએ ઉદાસ થતાં થતાં કાજલ ને કહ્યું.

કેમ આમ અચાનક ....!! શું થયું...?? કાજલએ સપનાને પૂછ્યું.

એ જ ખબર નથી પડતી છેલ્લે જ્યારે આપણે પંચગીની થી ફરી ને આવ્યા ત્યારબાદ એ મુંબઈ જતો રહ્યો અને એના પછી એક વાર પણ અહેમદાબાદ પાછો નથી આવ્યો...! સપનાએ કહ્યું.

કદાચ મને ખબર છે એને શું થયું….!! કાજલએ કહ્યું.

તને ખબર છે એટલે ...? સપનાએ આશ્ચર્ય ની સાથે પૂછ્યું.

હાં...!! તે જ્યારે પંચગીની નું કહ્યું એટલે મને તે રાત યાદ આવી ગઈ...! કાજલએ કહ્યું.

કઈ રાત...? અને તે રાતે શું થયું હતું...? સપનાએ કહ્યું.

સપના તને યાદ છે જે દિવસે આપણે પંચગીની પોહચ્યા, તે રાત્રે તું, હું, યાત્રા અને વિશ્વ હોટલ ની પેલી પાછળ ની બાજુ શાંત વાતાવરણ વાળી જ્ગ્યા પર જઈને બેઠા હતા ...!! કાજલએ કહ્યું.

હાં યાદ છે અને પછી હું થોડીવાર માં જ ત્યાથી જતી રહી હતી અને તું યાત્રા અને વિશ્વ ત્યાં બેઠા હતા ...!! સપના એ કહ્યું.

હાં અને તું ગઈ એની થોડીવાર પછી મને એક ફોન આવ્યો એટલે હું પણ ત્યાંથી જતી રહી હતી.ત્યાં વિશ્વ અને યાત્રા બેઠા હતા અને વાતો કરી રહ્યા હતા. સપના હું તને એક વાત કહેતા તો ભૂલી જ ગઈ તારા અને સંદીપ ના રિસેપ્શનની પાર્ટીથી લઈને આપણે પંચગીની પોહચ્યા ત્યાં સુધી દરેક વખતે મે નોટિસ કર્યું હતું કે વિશ્વ યાત્રાને જ જોઈ રહ્યો હતો, અને આ વાત મે યાત્રા ને પણ કરી હતી.તે રાત્રે વિશ્વ અને યાત્રા બને વચ્ચે બહુ બધી વાતો થઈ અને એ વાતો ને પૂર્ણવિરામ યાત્રાની એક વાત એ આપી દીધો ...!!કાજલ એ કહ્યું .

કઈ વાત....?? અને તને કઈ રીતે ખબર એ વાત ...!! કાજલ મને આખી વાત કે તને મારા સમ...! સપનાએ એક પછી એક સવાલો પૂછતાં કહ્યું.

એ રાત્રે યાત્રાએ મને રૂમ પર આવી ને આખી વાત કરી હતી ...! કાજલએ કહ્યું.

સારું હવે તું મને તે વાત કહીશ કે શું હતી તે વાત ....? સપના એ કહ્યું.

વાત નો અંત એ રીતે થયો કે યાત્રા એ વિશ્વ ને કહ્યું કે “વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે .....!     “ કાજલએ કહ્યું.

કેમ મળવું અશકય છે એટલે ...!! અને શું વિશ્વ યાત્રા ને પ્રેમ કરે છે ..? કાજલ હવે બહુ થયું તું ક્યારની ગોળ ગોળ ફરવ્યા કરે છે મને આખી વાત કહે છે કે નહીં ..! સપનાએ થોડું ગુસ્સે થતાં-થતાં કહ્યું.

હાં વિશ્વ યાત્રા ને ખૂબ જ પ્રેમ કરે છે, અને તે રાત્રે અને તેની આગલી રાત્રે બસ માં વિશ્વ સાથે વાત કરી અને યાત્રાને પણ વિશ્વ ક્યાંક ને ક્યાંક પસંદ આવવા લાગ્યો હતો ...!! કાજલએ કહ્યું.

શું...? એટલે વિશ્વ અને યાત્રા એકબીજા ને પ્રેમ કરતાં હતા …!! તો પછી યાત્રા એ વિશ્વ ને એવું શું કામ કહ્યું કે વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે .....!કાજલ મને કઈ નથી સમજાય રહ્યું. તું મને ચોખ્ખી વાત કર ..!! સપનાએ કાજલ ને કહ્યું.

મને પણ એ જ થયું કે શા માટે યાત્રાએ વિશ્વ ને ના પાડી ..!! એટલે મે યાત્રાને એ જ પ્રશ્ન કર્યો..!! કાજલ એ કહ્યું.

હાં ...!! તો શું કહ્યું યાત્રાએ ...? સપના એ પૂછ્યું.

યાત્રાએ કહ્યું કે “ કાજલ તું તો જાણે છે કે હું અંધ છું, જોઈ નથી શક્તી . મને ખબર છે વિશ્વ એના પ્રેમ માટે થઈને દુનિયા ની સામે જગડી ને પણ મને સ્વીકારશે . પણ તું જ વિચાર કર શું આ યોગ્ય છે..?? હું જાણી જોઈને કોઈની જિંદગી ને બરબાદ કરું. વિશ્વ સામે આખી જિંદગી પડી છે, એના પણ હજારો સપના છે તેને પણ કહી કરવું છે, કઈ બનવું છે.જો એ મારા સાથે જીવન પસાર કરવાનું નક્કી કરશે તો તેના જીવન માં પણ મારી આંખો ની જેમ અંધકાર છવાય જશે, અને હું ક્યારે પણ આ વાત થી સહેમત નહીં થાઉં. અને કાજલ “ પ્રેમ નું બીજું નામ જ હોય છે છોડવું.પ્રેમ ક્યારે મેળવવા માટે થઈને નથી થતો, પ્રેમ તો આપવાનો હોય છે. જ્યારે પ્રેમમાં મેળવવાની વાત આવે ત્યારે સમજી જવું કે હવે પ્રેમ ખલાસ થઈ ગયો છે ”.હું જાણું છું કે વિશ્વ મને જિંદગી આખી પ્રેમ કરતો રહશે અને કદાચ હું વિશ્વ ને કરતી રહીશ, પણ કાજલ વિશ્વ અને યાત્રા નું મળવું અશકય છે “.સપના આ વાત માટે થઈ ને યાત્રાએ વિશ્વ ને ના પાડી હતી …! કાજલ એ સપનાને કહ્યું.

કાજલ ખરેખર ગજબ છે વિશ્વ અને યાત્રા ની ડેસ્ટિની( ભાગ્ય ) બને એકબીજા ને આટલો પ્રેમ કરે છે છતાં એકબીજાને મળી નથી શકતા.અને યાત્રા પણ ક્યાંક ને ક્યાંક મને સાચી લાગે છે. ડેસ્ટિની( ભાગ્ય ) પણ ગજબ છે, તે એવા લોકોને મળાવે છે જ શુકામ જેનું મળવાનું નથી હોતું...? સપનાએ કહ્યું.

સપના મને પણ અત્યાર સુધી એવું જ લાગી રહ્યું હતું કે ડેસ્ટિની( ભાગ્ય ) એવા લોકોને મળાવે છે જ શુકામ જેનું મળવાનું નથી હોતું...? પણ હવે મને સમજાય રહ્યું છે કે દરેક વ્યકતી ના મળવા પાછળ કઈંક ને કઇંક કારણ હોય છે...! કાજલએ કહ્યું.

કારણ ...? હું કઈ સમજી નહીં…? સપનાએ કહ્યું.

સમજાવું...!! યાત્રા ને વિશ્વ અલગ એટલે થયા છે કારણકે યાત્રાને એવું લાગે છે કે તે અંધ છે, જોઈ નથી શક્તી . તેથી તે વિશ્વ ના જીવન માં બોજા રૂપી બની જશે..!! પરંતુ આજે એ વાત નું પણ સમાધાન થઈ જશે.મને પૂરો ભરોસો છે કે હમણાં ઓપરેશન પૂરું થયા પછી યાત્રાને આંખો મળી જશે અને તે પોતાની આંખો સાથે સમગ્ર દુનિયા અને વિશ્વને પણ જોઈ શકશે...!! કાજલએ ખુશ થતાં થતાં કહ્યું.

હજુ તો સપના અને કાજલ વાત કરી રહ્યા હતા એટલા માં ડોક્ટર ઓપરેશન થેટર માથી બહાર આવ્યા અને કહ્યું કે “ ઓપરેશન સફળ રહ્યું છે, ૪૮ કલાક પછી આપણે યાત્રાના આંખો ની પટ્ટી હટાવી શકીશું, અને અમને પૂરી આશા છે કે યાત્રા પોતાની આંખો વડે આ દુનિયાને જોઈ શકશે ”.


હેલ્લો વિશ્વ ...! કાજલએ વિશ્વને ફોન પર કહ્યું.

હાં, બોલું છું ..!! તમે કોણ...? વિશ્વએ કહ્યું.

વિશ્વ હું કાજલ ...! કાજલએ કહ્યું.

હાં કાજલ બોલ ...!! વિશ્વએ કહ્યું.

વિશ્વ તને એક ખુશ ખબર આપવા માટે થઈને ફોન કર્યો છે ...!! કાજલએ કહ્યું.

ખુશ ખબર...? કઈ ખુશ ખબર ..!! વિશ્વએ કાજલ ને પૂછ્યું.

વિશ્વ વાત એમ છે કે ગઈકાલે યાત્રાની આંખ નું ઓપરેશન થયું અને ડોક્ટર કહ્યું છે કે આપણે ૪૮કલાક પછી યાત્રા ની આંખો ની પટ્ટી હટાવી શકીશું અને ડોક્ટર ને પૂરો વિશ્વાસ છે કે આ ઓપરેશન સફળ રહશે અને યાત્રા પોતાની આંખો વડે આ દુનિયા જોઈ શકશે...!! કાજલએ વિશ્વ ને ખુશ કરતાં કહ્યું.

શું વાત કરે છે કાજલ ...!! કાજલ આ કોઈ મજાક તો નથી ને ...!! સાચે તને ખબર નથી કે તે આજે મને કેટલી મોટી ખુશ ખબર આપી છે ...!! સાચે ભગવાન કરે તારા મન ની દરેક ઇચ્છા પૂરી થાય...!! તું સ્કૂટી માંગે અને તને કાર મળે..!! તું ફ્લૅટ માંગે અને તને બંગલો મળે...!! કાજલ.... કાજલ ..... સાચે યાત્રાના જીવન નું સૌથી મોટું સપનું હકીકત બનવા જઈ રહ્યું છે..!! યાત્રા જ્યારે પહેલી વખત એની આંખો થી આ દુનિયા જોશે, ત્યારે યાત્રા ના ચહેરાના હાવભાવ જોવા જેવા હશે..!! વિશ્વ ખૂબ જ ખુશ થઈને અને ઠેકડા મારી મારી ને વાત કરી રહ્યો હતો…

તો તું યાત્રાના ચહેરા ના હાવભાવ જોવા માટે થઈ ને આવે છે ને....? કાજલએ વિશ્વ ને અટકાવતાં કહ્યું.

ખુશ થતો વિશ્વ ૨ મિનિટ માટે થઈને થોભી ગયો, વિશ્વ ની બાજુ થી કોઈ જવાબ ના આવ્યો એટલે કાજલ એ પાછું પૂછ્યુ.

તો તું યાત્રાના ચહેરા ના હાવભાવ જોવા માટે થઈ ને આવે છે ને....?કાજલએ પૂછ્યું.

હાં હાં એમાં પૂછવાનું થોડી હોય ...!! હું હમણાં જ ત્યાં આવા માટે થઈ ને નીકળું છું...!! વિશ્વએ કાજલને ખુશ કરતાં કહ્યું.

મને હતું જ કે વિશ્વ એની યાત્રા ના જીવન નું સૌથી મહત્વની ક્ષણ માં હાજરી આપવા ના આવે એવું બને ખરી ...!! અને વિશ્વ તું આવ અહિયાં એટલે બધી ગેરસમજ દૂર થશે અને તને એક બહુ જ મોટી સરપ્રાઇઝ મળશે..!! કાજલએ કહ્યું.

સરપ્રાઇઝ...? કઈ સરપ્રાઇઝ..? અને કઈ ગેરસમજ...? મને કઈ સમજાયું નહીં..!! વિશ્વએ આશ્ચર્ય ની સાથે પૂછ્યું.

ગેરસમજ એ હતી કે વિશ્વ અને યાત્રા નું મળવું અશકય નહીં પરંતુ શક્ય છે....! અને સરપ્રાઇઝ એ કે યાત્રા ને તારા જ ગુણ પ્રત્યે જ આકર્ષણ થયું છે ...!! કાજલ એ કહ્યું.

એટલે...? વિશ્વએ ઉત્સાહી થતાં થતાં કહ્યું.

બધુ હવે ફોન પર જ જાણી લઇશ કે પછી અહિયાં પણ આવીશ...!! કાજલએ કહ્યું.

સાચે કાજલ ૨ વર્ષ પછી હું આટલો ખુશ થયો છું ..!! હું હમણાં જ નીકળું છું, અને યાત્રાને કહજે કે વિશ્વ પોતાની યાત્રા(સફર) કરી અને જલ્દી થી તેની યાત્રા ને મળવા આવી રહ્યો છે..!! વિશ્વએ ફોન મુક્તા કહ્યું.

                                               


ડોક્ટર આવી ગયા છે ...!! સપનાએ હોસ્પિટલ ના રૂમ માં બધાને શાંત કરતાં કહ્યું.

યાત્રા કેમ છે હવે તને ....? દુખાવો થાય છે..? ડોક્ટરએ યાત્રાને પૂછ્યું.

યાત્રા કઈ બોલી નહીં અને માત્ર હસી..!! અને તેને હસતાં જોઈ ડોક્ટર એ ફરી પૂછ્યું.... શું થયું યાત્રા ..?

સાહેબ દુખવો કદાચ અસહનીય હશે તો પણ કઈ ફર્ક નહીં પડે ..!! કારણકે ખુશી એટલી થઈ રહી છે ...!! મને તો ક્યારે સપને પણ આ વિચાર નહતો આવ્યો કે મારૂ આ સપનું સાકર થશે...!! પણ ખરેખર આજે એક વાત સમજાય છે કે જીવન માં સપનું જરૂર જોવું જોઈએ. સપનું હકીકત થશે કે નહીં એ બીજા નંબર ની વાત છે પરંતુ સપનું જોવું એ બહુ નીડર અને હીમત વાળું કામ છે...!! યાત્રાએ કહ્યું.

બધા બસ યાત્રાને જોઈ રહ્યા હતા, અને ડોક્ટર ધીરે-ધીરે યાત્રાની આંખો પર થી પટ્ટી હટાવી રહ્યા હતા..

યાત્રા હવે હળવે-હળવે આંખો ખોલ, પણ ધ્યાન રાખજે આંખો ખોલવામાં વધારે ભાર ના આપીશ..!! ડોક્ટરએ કહ્યું.

યાત્રા એ પોતાની આંખો ધીરે-ધીરે ખોલી... !! થોડી વાર યાત્રા કઈ બોલી નહીં, એટલે બધા થોડા ડરી ગયા.ડોક્ટર પણ યાત્રાને જોઈ અને થોડી વાર પછી બોલ્યા.... “ યાત્રા તને કઈ દેખાય છે ..? ”

યાત્રા કઈ બોલી નહીં....એટલે ડોક્ટરએ પાછું પૂછ્યું ... “ યાત્રા બેટા તને કઈ દેખાય છે ..? ”

આ વખતે સવાલ સાંભળી યાત્રા તેની બાજુ માં બેઠેલી તેની મમ્મી ના ખોળા માં માથું નાખી અને જોરજોર થી રડવા લાગી...!! અને એટલી જોરજોર થી રડી રહી હતી કે તેની મમ્મી પણ તેને જોઈને રડવા લાગી..!!

આ દ્રશ્ય જોઈને બધા થોડા ડરી ગયા, ડોક્ટર ને પણ લાગવા લાગ્યું કે તેમણી મહેનત રંગ નથી લાગી..!! યાત્રા હજુ જોઈ નથી શક્તી...!! હજુ તો બધા આટલું વિચારી રહ્યા હતા એટલા માં યાત્રાએ પોતાની મમ્મી ના ખોળા માથી મોઢું ઊંચું કર્યું, અને હોસ્પિટલ રૂમ માં આવેલા અરીસા પાસે ડોટ મૂકી.....

જ્યારે યાત્રાએ પોતાની જાતને અરીસા માં જોઈ ત્યારે તે બસ જોતી જ રહી ગઈ અને ત્યારે તેને વિશ્વની દરેક વાત યાદ આવી .... “ ખુલ્લા વાળ, આંખ માં કાજલ, હસતી વખતે ચહેરા પર પડતાં ખંજન(ખાડા),ભગવાન ની શ્રેષ્ઠ કલા-કૃતિ ” અને જેવુ વિશ્વએ છેલ્લે કહ્યું હતું કે યાત્રા તને કોઈ જોવે તો બસ જોતું જ રહી જાય, તે જ રીતે યાત્રા પણ પોતાની જાતને બસ જોતી જ રહી ગઈ, અને વિશ્વએ કહેલી એક એક વાત તેને સાચી થતાં જોઈ.

યાત્રાને આમ ભાગતા જોઈને દરેક ની આંખોમાં આસું અને ચહેરા પર હસી આવી ગઈ.બધા એકબીજા સામે જોઈ રહ્યા હતા, એકબીજા સાથે આંખો આંખો માં વાતો કરી રહ્યા હતા. ડોક્ટર પણ હવે ગેલ માં આવી ગયા હતા. અને ડોક્ટરને પણ જ્યારે નક્કી થઈ ગયું કે યાત્રા જોઈ શકે છે આ વાત થી તેમણે પણ એક અલગ જ આંનદ થયો.બધા યાત્રા સાથે વાતો કરી રહ્યા હતા, તેને અલગ વસ્તુ બતાવી રહ્યા હતા, આ બધા અલગ કાજલ હવે એમ વિચારી રહી હતી કે વિશ્વ હજુ સુધી કેમ ના આવ્યો..?? આથી તેને વિશ્વ ને ફોન કર્યો ...

કાજલ એ લગભગ દસ વખત પ્રયત્નો કર્યા પણ એક વાર પણ વિશ્વનો ફોન લાગ્યો નહીં, એટલે તેને સપનાને આખી વાતની જાણ કરી ..!!

કાજલ તું ચિંતા ના કરીશ ...!! વિશ્વ વહેલી સવારે જ ઘરે આવી ગયો હતો, અમે તેને હોસ્પિટલ પણ આવનું પણ કહ્યું હતો.પરંતુ વિશ્વએ કહ્યું કે તે મંદિર માં રહશે અને ભગવાન ને પ્રાથના કરશે કે યાત્રા નું ઓપરેશન સફળ રહ્યું હોય…!! તેને મને કહ્યું હતું કે જ્યારે યાત્રાની આંખો પરથી પટ્ટી હટે ત્યારે હું તેને ફોન કરી ને જણાવું અને ત્યારે એ અહી આવશે..!! સપનાએ કાજલને કહ્યું.

તો તારી વિશ્વ સાથે વાત થઈ..? કાજલએ ઉત્સુક થતાં-થતાં કહ્યું.

હાં મારી વાત થઈ ગઈ છે અને તે હોસ્પિટલ આવા માટે થઈને નીકળી પણ ગયો છે. ઘણી વાર થઈ પણ તે આવ્યો નહીં એટલે હમણાં થોડી વાર પહેલા જ મે અને સંદીપએ તેના ફોન પર ફોન કર્યો પણ તેનો ફોન લાગી નથી રહ્યો, સદીપ મને કહ્યું કે તે કોઈ ટ્રાફિક માં ફસાયો હશે આવી જશે...! સપનાએ કહ્યું.

હજુ તો સપના અને કાજલ આ વાત કરી રહ્યા હતા એટલા માં સંદીપ ના મોબાઇલ પર પ્રકાશ મિતલ ( વિશ્વ અને સંદીપ ના પપ્પા ) નો ફોન આવ્યો. અને તેની વાત સાંભળી સંદીપ ના હાથ માથી મોબાઇલ પડી ગયો.

શું થયું, સંદીપ ...?? સપનાએ ગભરતા-ગભરતા કહ્યું.

સપના વાત એમ છે કે ....! સંદીપએ ઉદાસ થતાં-થતાં કહ્યું.

શું વાત છે સદીપ બોલ આમ મને વધુ ટેન્શન થાય છે...? સપનાએ કહ્યું.

સપના વાત એમ છે કે વિશ્વ હોસ્પિટલ આવા માટે થઈ આવી રહ્યો હતો ત્યારે તેની કાર એક સળિયા લઈ જતી ટ્રક સાથે ટકરાય અને બહુ મોટો અકસ્માત થયો ...!! સંદીપ ડરી ડરી અને બોલી રહ્યો હતો.

શું અકસ્માત...? ક્યાં થયો ....? વિશ્વ ક્યાં છે ....? તેને કઈ થયું તો નથી ને....? તેની વધારે વાગ્યું તો નથી ને ...? સંદીપ કઈ બોલ....? સપના એક પછી એક સવાલો પૂછી રહી હતી ,અને સંદીપ મૂંગો થઈ ને સાંભળી રહ્યો હતો.

સંદીપ કઇંક બોલ....?? સપનાએ ગુસ્સે થતાં થતાં કહ્યું.

સપના અકસ્માત માં વિશ્વ ને શરીર પર ઇજા તો ઓછી થઈ છે પરંતુ....સંદીપ બોલતો બોલતો અટકી ગયો.

પરંતુ શું સંદીપ....? સપના ડરતા ડરતા કહ્યું.

પરંતુ સળીયા બહુ મોટા હતા અને ટ્રકની બહાર વધુ પડતાં હતા. વિશ્વના કાર ની ગતિ પણ થોડી વધુ હતી. વિશ્વ નું ધ્યાન ના રહ્યું અને તેની કાર ટ્રક સાથે અથડાય અને તે સળીયા ગાડી ના કાંચ ને તોડી અને સીધા વિશ્વની આંખ માં વાગ્યા અને ડોક્ટર નું કહેવું છે કે હવે લગભગ વિશ્વ ની આંખો બચાવી મુશ્કેલ છે.કદાચ વિશ્વ આંખ વિનાનો થઈ જશે......


શું....???? સપના અને કાજલ બને સંદીપ ની સામે જોઇ રહ્યા.


( અદભૂત અને ખરેખર ગજબ ડેસ્ટિની (ભાગ્ય) છે વિશ્વ અને યાત્રા ની .....!! )

                                                                                       ( ક્રમશ...)

                                                                               To Be Continued…


તમે મારી સાથે Facebook , Instagram અને What’s App દ્વારા જોડાય શકો છો. Facebook , Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.મારો What’s App Number છે... “ 9978004143 ”.

You Can Add-me on Facebook , Instagram and What’s App. Username “ @VIRAL_RAYTHTHA ” What’s App Number :- “ 9978004143 ”.

                                                                               


Rate this content
Log in