STORYMIRROR

Kalpesh Patel

Comedy Horror

4  

Kalpesh Patel

Comedy Horror

ડાકણ મેલ- ઊંઘની ઊંધી યાત્રા.

ડાકણ મેલ- ઊંઘની ઊંધી યાત્રા.

7 mins
339

ડાકણ મેલ- ઊંઘની ઊંધી યાત્રા કાળી ચૌદસના રાત્રિના બરફીલા અંધારામાં...ઘડિયાળે તેર ડંકોરા માર્યા ...સ્મશાન જંક્શનના જૂના ખોખરા લાઉડસ્પીકરમાંથી એકાએક ડાકલા વાગ્યા: અને સત્તાવાહી આવજે ઘોષણા થઈ , હું હા હા હા ........!!!!!!!

 યાત્રી ગણ ગુસ્સો કરી બેધ્યાન બને ..... “ડાકણ મેલ, , પ્લેટફોર્મ ક્રમ શૂન્ય પરથી રવાના થવા તૈયાર...” આ ટ્રેન કોઈ સામાન્ય ટ્રેન નહોતી. એ આધુનિક જગતની ડાકણ મેલ હતી
— નામ કેવું, તો "ડાકણ મેલ" — જેના ડબ્બાઓ પણ ઊંધા જોડાયેલા હતાં. છત પર દરવાજા, પાટા પર સલાટ સ્લીપર નહી, પણ માનવ હાડપિંજર સૂતેલા.

બાબરસિંહ અને સ્મશાનસિંહ — ટ્રેનના ચાલાક. બાબરિયો હંમેશાં હસે, આંખો વગરનો “ડાકણ મેલ” નો આજીવન ડ્રાઈવર . સ્મશાનસિંહ, તેની કપાયેલી જીબ કદી બોલે નહિ, બસ સિટી વ્હૂંકારે આવો આ મેલનો ગાર્ડ.

બાબરસિંહ બસ્સો વરસમાં ક્યારેય સીધી ટ્રેન ચલાવી નથી શક્યો ... કાળીચૌદસની આ આ મેલ ટ્રેન ઊધી ચાલે! ડાકણ મેલ નું બુકિંગ હમેશા ફૂલ રહેતું જ્યાં કોચીસનો મેળાવડો એવડો ભવ્ય કે સૌ કોઈ પ્રેત યોનિ ના લોક તેની મુસાફરી કરવા તલસે :

1. ફ્રોસ્ટ ક્લાસ – અહીં અંદર ગાઢ બરફપણ ઠરે એવી ફૂંકાતી હવા . દરેક બર્થ પર તીવ્ર ઠંડી, યાત્રીઓના શ્વાસ પણ બરફીલા કરવા સાથે મુકામે નહીં પહોચવાની ગેરંટી . ગાળામાં બસ ઊંચી ઊંચી ઉડી રહી છે ચામાંચીડિયા ની ચીચીયાહટ.

2. ચીલ કાસ્ટ – આખો કોચ ઠંડા લોહીથી લાલચટટાક ધોળાયો હોય એમ લાગે. છત પરથી લોહીની ટપક સિંચાઇ , ટીપે ટીપે પડે,અને પીસાચોની ધડકન જીવાતી રહે .આજના જમણા ના નાસ્તા બટેકાવડા , ઇડલી ભેળ , મકાઈના ખાખરા કે ચિપ્સ નહિ, પણ લોહીના પતાસા, કપાયેલી જીબ કે કાન નાક વેરાઇટીમાં મળે. એક ડેમો યાત્રીએ લોહી પીતા પીતા તેની બાજુની સીટ પર ઊડતી ડાકણ ડોસીને ચાવી નાખી હતી .

3. બોઈલ કાસ્ટ – જ્યાં પેસેન્જર બેસે ને એનો ચામડી ઉકળે. બોઇલરમાં ચા નહિ, યાત્રીઓ ઉકળે. કોચમાં બટ્ટા ભરેલા છે બાફેલા હાડકાંથી.અંહીથી બનેલી સ્ટીમ થી ડાકણ મેલ પાટા ઉપર બેધડક દોડતો રહે . ખોખરા

લાઉડસ્પીકરમાંથી એકાએક ડાકલા ના એનાઉસમેંટ સાંભળી યાત્રિકો ઉડતા દોડતા ટ્રેન પકડવા દોડ્યા . કેમ ના દોડે આજે ચૂસીલા ડાકણની વળગણ ની જાન હતી , જાનૈયા માં દરેક વર્ગ હતો જેમકે કોઈ કબૂતર જેવા ફડફડાટ કરતાં હાડપિંજર છે, તો કોઈ નખો વડે પાટા ખોદે છે. લાંબા વાળવાળી અનેક ડાકણતો બધાના વાળમાં ઓગળી ગઈ છે.દાંત કાઢતાં કેટલાય જીવ તો એવા કે લાઈટ જવા પૂર્વે વ્હીલ ચાવી દે.કોઈના હાથ પગ ઉપર છે, તો માથું દરિયા ના ખારા પાણી પર... બધા ઊંધા ચાલે. પણ હતા બધા ખુશ સંકડે માંકડે ઝગડી–સખડી ટ્રેનમાં લટકી ગયા .

ગાર્ડ રૂમ — શેતાનસિંહનો કબ્જો: આ કાળી ચૌદસે અનહોની વાત એ હતી કે ખૂંખાટ ટ્રેનના ગાર્ડ સ્મશાનસિંહને વળગી અંતિમ ડબ્બામાં મલ્ટી સુવિધા ગાર્ડ રૂમનો , કબજો કોઈ અજીબે લીધો હતો .
આજે શેતાનસિંહતની ભાણી ચૂસીલાના વળગણની જાન ખવીસકુમારને વળગવા ઊડતી હતી . શેતાનસિંહ ,નરકનો ઓલટાઈમ ટિકિટ ચેકર કમ કલેક્ટર . એનો નિયમ એવો "ટિકિટ તો જરુરી, કોઈ ફ્રીપાસ નહીં. ટિકિટ ના કપવો તો કપાયેલા આત્મા શાંતિ વગર ભટકતા રહે ." શેતાનસિંહ પેસેન્જરોને ટિકિટ સાથે વેલકમ કિટમાં ભય-ભજનના પાઉચ રિફ્રેસમેન્ટ માં છૂટ થી આપતો . તેની ચોપડીમાં ટિકિટ નહિ, પરંતુ ટપાટપ પડતી કે પાડવાની લાશોની ફૂલ યાદી.

 અચાનક તે રાતે, એક જીવંત માણસ ભૂલથી આ ચાલતી ટ્રેનમાં ચડી ગયો... નવો ભુવો અને નામ હતું ભૂતનાથ , સ્મશાનમાં હજુ એપ્રેંટિસ  ભુવા કોલેજનો વિદ્યાર્થી. નવો તાજો ભુવા ફેકલ્ટીનો એપ્રેંટિસ ભૂતનાથ દોડતી ટ્રેને ફ્રોસ્ટ ક્લાસને દરવાજે લટક્યો અને કોઇકે એકદમ તેને અંદર લપકી લેતા ઇનો શ્વાસ ખેંચતાં એ ચીસ પાડી ઉઠ્યો ."આંહાંહ... કોઈએ કહ્યું હવે તું જીવતો રહેવાનો નથી."ભૂતનાથ ,પણ આતો હતો ભૂવો , ભૂતનાથ એમ કઈ થોડો તાબે થાય?

ડાકણ મેલ અને કાળી ચૌદસની રાત , અને ચૂસીલાના વળગણ ની જાન , બસ ચારે કોર ઉત્સવ હતો , ટ્રેન તેની રફતરે ચાલતી હતી

કબ્રસ્તાન કન્યાદાન :ડાકણ મેલના દોડતા ડબ્બાઓથી લોહી ટપકી રહ્યું હતું. ભીડમાં બધા ઊંધા યાત્રીઓ હાંફી રહ્યા હતા. પણ બધા ગેલમાં હતા ટ્રેન એક ખાસ યાત્રાએ જતી હતી
— ચૂસીલા ચુડેલના ઊંધા લગ્ન માટે...! હા, એને વળગવું હતું ખવીશ કુમારને સા— જે આંબલીની ડાળીના ચામાચીડિયાનો સ્પોર્ટસ ટીચર હતો, કસાયેલું શરીર , કાળું ડીબાંગ દિલ , કોડા જેવી આંખ ,ખુબ જમાનતદાર. કોઈ ધડી થયેલા અપલક્ષણથી TikTok ઉપર ચૂશીલા ચુડેલની છબી પર લાઈક મારી દીધી હતી તેને ... અને ત્યારથી ચૂશીલા તેના પ્રેમમાં પડી ગઈ! અને તે રાત થી રોજ એ કહે:"મને તારી લાઈક નહિ, તારૂ લોહી જોઈ છે...વ્યાજબી ભાવ લગ્ન પછી દર રાત્રે એક બૂંદ."

 ખવીશતો ભયથી લીલી પેન્ટ પહેરીને કકબ્રસ્તાનમાં સજાવેલા વળગણ મડપે બેઠો હતો, રડતી સુરતે મનથી નહીં ,કે કોઈના બાંધાણથી નહીં પણ માત્ર ચૂસીલા ડાકણ ના ભયથી.

કબ્રસ્તાન — લગ્ન સ્થળ: જ્યાં સામૈયું કરવા ઉભેલા હતા:
• ખવીસના દાદા, જેમણે લગ્ન પહેલા મૃત્યુ પામેલા જમાઈઓની યાદી આપી. • ડાકણપંચ, પાંચ કુંવારી ડાકણો, જેઓ ચૂશીલાની અનવર બનવા લાઇન મારીને ઊભેલી .
• ભૂતનાથે જીવ બચાવા, ચાલતી ટ્રેને ફ્રોસ્ટ બોગીમાથી લપકી અંહી આવી પૂજારી બની , અહી કબ્રસ્તાનમાં “આશાંતિ મંત્ર” ભજતો રહ્યો — એનો કોઈ શબ્દ સમજાય નહીં, પણ હુતાસીનીઑ પાંદડાં માફક જીવંત બની એકાએક દોડવા લાગી.

ખવીસકુમાર તરફથી નીચેનું મેનૂ જાનૈયાના લાવાજમ માટે “રેડી ટુ બાઇટ” તૈયાર તપતું હતું
 • મીઠાઈ: લોહી વડા
• ભેટ: સૂકાયેલી યાત્રીઓની આંતરિયાળ અંગવસ્તુઓ
• સંગીત: બોંગડી બાયે "હું ઊંધા પગે લગન ગાવીશ" એ ગીત ગાયું
 • વરમાળા: સાપોથી બનેલી
• 7 ફેરા: ઊંધા ફેરા. પગ ચાંદ પર અને માથું જમીન પર.

ડાકણ મેલ હવે કબ્રસ્તાનના પ્લેટફોર્મે આવી પહોંચી હતી —
 જ્યાં ચૂસીલા ના વળગણ માટે બધું તૈયાર હતું. ચૂસીલા ચુડેલ તો લાલ લહેરિયું પહેરીને હાથમાં ચોકઠાંના દાંત ઘસતી ઊભી હતી.
ખવીશના હાથમાં આજે આંબલીની ડાળી નહિ, લાઈફ ઈન્સ્યુરન્સની પોલિસી ની ઓરિજિનલ કોપી હતી.

ડાકણ મેલ સીધી વળગણ માંડવે  ઝાટકે રોકાઈ અને એ સાથે ખવીસ કુમારે જાનૈયાઓ માટે કરેલી અગવડની જાનૈયાઓએ આક્રમણ કરી સુપડા સાફ કરી સાગવડ કરી નાખતા. ચારે કોર આનંદ હતો .

ખવીશના દાદાએ છેલ્લી ઘોષણા કરતાં કહ્યું:
 " ખવીશ આ ચૂસીલા હવે તારી છે . એને જે કોઈ તને તેની સામે ઊભો રાખે એ પહેરામણીમાં જાન સાથે મેલમાં મારા તરફથી ટિકિટ વગર જાશે."

પરંતુ...એક મોટો કડાકો થયો અને હવે પ્રસંગે પ્રવેશ થયો ભૂતનાથનો , એપ્રેંટિસ ભૂવો પણ મોબાઈલ લેપટોપનો જંકાર , વોત્સેપ, ઇન્સ્ટગ્રામ , ફેસબુલ , સ્કાયપિ, ને ઝૂમ અલાઈવ ચેટમાં ઝૂમતો ,દરેકના અંધારાંથી પરિચિત.
નરકનો નવો મહાન ભુવો. વળગણ ચિતાના ધુમાડાની મેશમાં લંગોટ સાથે , હાથમાં ખપ્પર અને , આંખોમાં કોબ્રા જેવી કાળાશ લઈ વળગણ માંડવે ખાબક્યો . એને કહ્યું ચૂપ થાવ : "મંત્રો ચાલુ કરું છું ... હવે ગુંજશે...ફક્ત મારા જ અશાંતિ મંત્ર!"(અને એક માળા ફેંકતા જ બધાં ડાકણોના વાળ ઊભા થઈ ગયા) પહેલો અશાંતિ મંત્ર બોલતા જ:
•ફ્રોસ્ટ ક્લાસમાં બરફ પલળી ગયો... અંદરથી યાત્રીઓ ચીસો પાડતા દેખાયા. • ચીલ કાસ્ટની લોહી ઊલટી વહેવા લાગી— જાણે કે કોચ રડી રહ્યા હોય.
 • બોઈલ કાસ્ટમાં ઉકળેલા યાત્રીઓના બદલે હવે ડાકણો ધૂંધળા પડતા ગયા.

ભૂતનાથે ચૂસીલાના હાથમાંથી ડાકણ દંડ ઝૂંપી લીધો.અને હવે લલકારના અવાજ સાથે ઊભો ખડયો ખવિસકુમારના મંડપ પાસે.
 — ચૂશીલા અને ખવીસના વળગણ પ્રસંગે વિચિત્ર વળાંક આવ્યો.
— ભૂતનાથે કેડે લંગોટે લટકતી થેલિમાથી મુઠ્ઠી ભભૂત કાઢી ત્રાડ નાખી ચારે કોર ઉડાડી . લાગતું હતું તે ચૂસીલાને વિવાદાસ્પદ રીતે પ્રેમ કરતો હતો. એનામાં એક છૂપી ખ્વાઈશ 
 હતી:
"ખવીશ નહિ... તારો ખરો જીવનસાથી હું છું ભૂતનાથ. આ મુફલિશ ખવીસ તને ટીપું આપસે , પણ હું તને રોજ ટેન્કર ભરી લોહી પીવા આપીસ . તુ મારી સાથે વધારે સુખી રહિશ ઑ ચૂસીલા .
 ડાકણ મેલના પૈડાં ઊભા થઈ ગયા , સમયની ચાલાકી હવે સમાપ્ત!
"ચૂશીલા ઉંધી થઈને ધૂણી : "અરે ભૂત, મારા નાથ ... તું તો મારા જ કલેજામાં રહેતો ... બસ, TikTok પર ખવીશે મને લાઈક કરી દીધું હતું." અને આ વળગણ ની મોકાણ.....
 અને બસ! હવે શરૂ થાય વળગાણ મંડપે વળગણ યુદ્ધ. ચૂસીલા ટેન્કરના રવાડે ભૂતનાથ તરફ ઉડી:
 "ભુતનાથ, હું જુગ જુગ થી તારી જ હતી. ખવીશતો ટાઇમપાસ લાઈફ માટે હતો…

 પ્રેમ તારી ભસ્મમાં છે તે ક્યાં ય નથી ,

ચાલ હવે ટેન્કર ક્યારે લાવે છે ?" હવે બધું ઠીક થતું લાગ્યું…

પરંતુ…ડાકણ મેલ ના પાટા નીચેનો અંધકાર ફાટી પડ્યો. ધૂંધથી પણ ભીષણ અવાજ સાથે...

 અને આવ્યો …"ડાકણ મેલનો અસલી ગાર્ડ સ્મશાનસિંહ  ગાર્ડ !" એણે ઘોષણા કરી:"હવે આ ડાકણ મેલ માં મારા નિયમો ચાલશે. ચૂસીલા તારી ભૂતનાથને વળગણની વિધિ જલ્દી પતાવી દે. આ ડાકણ મેલ તને લીધા વગર પાછો ફરવાનો નથી "
પણ હા એકાદ ટેન્કર લોહીનું મારા માટે રવાના કરાવજે વળગણ ક્રિયા પતે ડાકણ મેલ પહેલીવાર સીધી ચાલવા લાગી…
 સાથે જમાઈ ભૂતનાથ હતા . વળગણ મંડપે ખવીસ ની ખેવના ઉપર પાણી ફર્યું , એને એક ખોપરીનો છુટ્ટો ઘા , ભૂતનાથ ઉપર કર્યો . જમાના ના ખાધેલ પીધેલ ભૂતનાથે માથું નમાવી ખવીસ નો ઘા ચૂકાવ્યો . પરંતુ ખવીસે ફેંકેલી ખોપરીનો ચુકાયેલ  એ ઘા મારે લમણે લાગ્યો , હું ખાટલેથી નીચે પડ્યો ...
 કાને...પત્ની સુશીલાનો સાદ પડ્યો... રે .. ઉઠો હવે ... ક્યાં લગી પડ્યા રહેશો , આ ચ્હા પીવો તો હું આ  ભાખરી શેકું !!

 આંખો ચોળતા બબડ્યો .. અરે બાઈ તું શેકને તારી ભાખરી  .... મારે ક્યાં તારી લોઢી ઉપર આળોટવું છે .....!!!!! ~

 આતો  માળું ૭x૨૪ ડાકણ મેલની સફર ચાલુ થઈ ?????


Rate this content
Log in

Similar gujarati story from Comedy