'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

દાદાજીની વાર્તા 59

દાદાજીની વાર્તા 59

2 mins
211


મયંક બોલ્યો, 'વાહ, દાદાજી! તમે તો દરેક વાતમાં ઉદાહરણ શોધી લો છો !'

દાદાજીએ વાતને આગળ વધારી, 'જીભથી હંમેશાં સાવચેત રહેજો. પગ ભલે લપસે, પણ જીભ ન લપસાવશો. કારણ કે જીભ ભાલાની અણી કરતાંય વધારે ઊંડો ઘા કરી શકે છે. જેની જીભ ઝેરી, એનું જગ વેરી. જન્મના રૂદનથી માંડીને મૃત્યુના મૌન સુધી માનવી એનો ઉપયોગ કરે છે. માણસની જીભમાં કેવો જાદુ ભરેલો હોય છે ? એ અમૃતને ઝેર અને ઝેરને અમૃત બનાવી શકે છે. કયારેક એ કડવી કારેલા જેવી નીરોગી બને છે, તો કયારેક મીઠી સાકર જેવી. સત્ય ઉચ્ચારવાથી કોઈને દુ:ખ થશે, એટલે સામા માણસને સારું લગાડવા માટે એ અસત્યનો આવિષ્કાર થવા દે છે. એ આનંદમાં શોકની હવા અને શોકમાં આનંદની હવા સર્જી શકે છે.'

હવે મયંકે પોતાનું જ્ઞાન કહ્યું, 'જીભ કોઈને હસાવી શકે છે અને કોઈને રડાવી પણ શકે છે. આમ જીભ માનવજીવનમાં અગત્યનું સ્થાન ભોગવે છે. માણસ આ જાદુઈ શક્તિનો ઉપયોગ સમજીને કરે તો જગત કેટલા બધા અનર્થોમાંથી ઉગરી જાય !'

દાદાજી કહે, 'દક્ષિાણ ભારતમાં મહાન સંત તિરુવલ્લુવરે કહ્યું છે કે, 'કોઈપણ વસ્તુની રક્ષા ન થાય તો કાંઈ નહીં. પણ તમારી જીભની રક્ષા કરજો. કેમ કે, નહીં તો જીભના વાંકે આંખને પીલુડાં પાડવાનો વખત આવે છે. અંતરના હાસ્યવાળા વદનથી બોલાયેલા એક મીઠા વેણની તુલના ઉદાર અંત:કરણ વડે અપાયેલી ભેટ કરતાંય વધારે છે. અમૃત જેવી જીભ એ તો માનવીનું ઉમદામાં ઉમદા ઘરેણું છે. આ દુનિયાનો બીજો કોઈપણ શણગાર તેની આગળ તુચ્છ છે.'

મયંક બોલ્યો, 'આ બાબતે મને રહીમજી યાદ આવે છે. એમણે કહ્યું છે કે,

''રહીમન જિહ્વા બાવરિ, કહીં ગઈ સરગ પતાલ;

આપુતો કેહી ભીતર ભઈ, જૂતી ખાત કપાલ!''

દાદાજી બોલ્યા, 'હા, દીકરા! જીભ તો ભાઈ ચામડાની છે. જેમ વાળીએ તેમ વળે. પણ વાળવાની કળા આપણે હાંસલ કરવી રહી. માનવના જીવનને સુખ- દુ:ખના ઝૂલે ઝુલાવતી જીભને-જીભની શક્તિને ઓછા માનવીઓ સમજી શકયા છે. જેણે જીભની શક્તિને જાણી છે તેણે જીભને ગુલામ બનાવી છે અને જેઓ જીભની શક્તિને સમજી-જાણી શકયા નથી, તેઓ જીભના ગુલામ બન્યા છે. પયગંબર સાહેબે સાચું જ કહ્યું છે કે, ''તારાથી નહીં ઉચ્ચારાયેલા શબ્દોનો તું માલિક છે, પરંતુ એક વખત ઉચ્ચારાયેલા શબ્દો તારા માલિક છે.'' એટલે જ સમજુ માણસો વિચાર્યા પછી જીભ ઉપાડે છે અને અણસમજુ માણસો જીભ ઉપાડયા પછી વિચારે છે. તમારાં કાયોઁથી તમને મળેલા મિત્રો તમારી જીભથી ઘણીવાર દુશ્મન બને છે. મીઠી જીભ ઘણા મિત્રો મેળવી આપે છે. જીભ મીઠી, એને ઘેર ઘેર ચિઠ્ઠી.

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational