STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

3  

'Sagar' Ramolia

Inspirational

દાદાજીની વાર્તા 13

દાદાજીની વાર્તા 13

2 mins
159

શું આપણું સામૂહિક મૃત્યુ નજીક છે ?

એક દિવસ દાદાજી છાપું વાંચી રહ્યા હતા. મયંક ગૃહકાર્ય કરતો હતો. ગૃહકાર્ય પૂર્ણ કરીને દાદાજીની પાસે જઈને બેસી ગયો. ત્યાં તેણે વાંચ્યું, ’શું આપણું સામૂહિક મૃત્યુ નજીક છે?’ મથાળું વાંચીને ચોકશો નહીં. વાંચજો, વિચારજો અને પછી નિર્ણય બાંધજો. મયંકે દાદાજીને આ બાબત પૂછયું.

હવે દાદાજીએ છાપું એકબાજુ રાખી દીધું અને મયંકને કહેવા લાગ્યા, 'આ કોઈ ભવિષ્ય ભાખનારની આગાહી નથી. સૌરમંડળના ગ્રહોની ગતિ પરથી અગમ-નિગમના આંકડાના આધારે કાઢેલું કોઈ તારણ નથી. કોઈ સંત-મહાત્મા કે હરિ ભકતની ગહન વાણી પણ નથી. કે નથી કલ્પનાનાં પોચાં વાદળોમાં વિહાર કરનાર સ્વૈરવિહારી કવિની કલ્પના. આ તો છે વાસ્તવિકતાની કઠિન ભોંય પરની નરી હકીકત.'

મયંક કહે, 'દાદાજી! શું તમે પણ કવિતાની જેમ બોલવા લાગ્યા.'

દાદાજી તો પોતાની ધૂનમાં બોલ્યે જતા હતા, 'પણ હજુય આવું બનતું અટકાવાની માનવીને તક છે. જગતના સૌ માનવો સહિયારી કમર કસે તો આ અમંગળ ઘડીને સાકાર કરતું વિકરાળ ભવિષ્ય ’’હકીકત’’ બનતું અટકે. નહીં તો આ બધું થઈને જ રહેશે. આપણે ત્રીસ વરસ પછી આ જગત પર નહીં રહી શકીએ એ હકીકત સત્ય છે. ફકત ત્રીસ જ વરસ બાકી છે. એમ વૈજ્ઞાનિકો પણ કહે છે.'

મયંક કહે, 'પણ દાદાજી! આજે આવું કેમ બોલો છો ?'

દાદાજી તો હજી ધૂનમાં જ બોલી રહ્યા હતા, 'તમે કહેશો શા કારણે ? આ રહ્યાં એ કારણો :-

જેમાં પહેલું છે, પ્રદૂષણ :- વિજ્ઞાનરૂપી જાદૂઈ છડીથી આપણે સુખ-સુવિધાઓનો વિકાસ કર્યો. તો બીજી બાજુ પ્રદૂષણની સમસ્યા ગંભીર બનતી જાય છે. માનવે પ્રાકૃતિક સંતુલનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વિભિન્ન પ્રાકૃતિક સાધનોના પદાર્થોના આડેધડ ઉપયોગથી વાતાવરણ એટલું દૂષિત થઈ જશે કે આપણું અસ્તિત્વ જોખમાશે. વધતાં જતાં કારખાનાઓથી વાયુ દૂષિત થાય છે. મોટરો-વાહનો-યંત્રોમાં બળતું બળતણ ગેસ ઉત્પન્ન કરે છે. એક સમય એવો આવશે કે જ્યારે યંત્રોએ ત્યાગી દીધેલો ધૂમાડો સૂર્યપ્રકાશને અવરોધશે અને ઓક્સિજન ચક્રમાં અવરોધ ઊભો કરશે. ત્યારે જગત પર મોટું સ્વાસ્થ્ય સંકટ જન્મશે. એવી જ રીતે કારખાનાઓમાંથી નીકળતું વપરાયેલું પાણી સીધે સીધું, અગર ગટરો દ્વારા નદીઓમાં ઠલવાય છે અને પાણીને ઝેરી બનાવે છે. નદીઓમાંથી મળતી ખાદ્ય સામગ્રી પણ આરોગ્ય માટે ખતરો ઊભો કરશે. આવું દૂષિત પાણી જો વનસ્પતિને પાવામાં આવે અને આ વનસ્પતિ ખોરાકમાં લેવાય તો એ ધીમું ઝેર છે અણુવિસ્ફોટ હવા અને સમુદ્રના પાણીને બગાડે છે. રેડિયોએિકટવ થયેલા માછલાં ખાવાથી જીવલેણ દર્દો થાય છે. આમ આપણે અૌદ્યોગિક સાધનો દ્વારા હવા, પાણી અને જમીનને બગાડીએ છીએ. જો આ ચક્કર આમ જ ચાલતું રહેશે, તો આ પૃથ્વી ઉપર માનવ જાત માટે ૩૦ વર્ષ કરતાં વધારે રહેવું મુશ્કેલ બનશે.

 (ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational