'Sagar' Ramolia

Inspirational

4.9  

'Sagar' Ramolia

Inspirational

દાદાજીની વાર્તા 08

દાદાજીની વાર્તા 08

2 mins
410


અને હા, દીકરા! પાણી અને ખોરાક દ્વારા આપણા શરીરમાં પહોંચી ગયા પછી ૮૦ ટકા પારો શરીરમાંજ જમા થઈ જાય છે. પછી બહાર નીકળતો જ નથી અને આડઅસર તરીકે નાડી અને કીડની જેવાં અંગોને હાનિ પહોંચાડે છે. ડીડીટીએ પણ વિશ્વભરમાં ઓહાપોહ મચાવ્યો છે. આવું દૂષિત પર્યાવરણથી જન્મેલું દૂષિત વાતાવરણ આપણા રાષ્ટ્રીય જીવનને એક દિવસ અંતિમ તબક્કે લઈ જશે. તે વખતે આપણી રાષ્ટ્રીય ધરોહર ગુમાવવા માટેનો એક પણ બચાવ આપણી પાસે નહીં હોય. કેલીફોર્નિયામાં સ્તનપાન કરાવતી એક માતાનું ચિત્ર મૂકીને એવી જાહેરાત કરાય છે કે, સાવધાન! બાળકને પાસે ન આવવા દેશો. દૂષિત વાતાવરણ માતાના ધાવણમાંથી પણ ટપકી રહ્યું છે.

આપણેય રાષ્ટ્રીય ધરોહર, પર્યાવરણનું ધ્યાન નહીં રાખીએ તો ધીમે મોતે મરવું પડશે. કુદરતે હવા, પાણી અને ઉજાસ વગેરે કયાંથી, કયારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં આવશે એની સમતુલાનો ક્રમ બનાવ્યો છે. એ કુદરતી 'સાયકલ'માં ફેરફાર કરવાનો આપણને અધિકાર નથી. ઝેરી દવાઓથી ઝીણી જીવાત મારવાનો મિથ્યા પ્રયાસ કરીને ખેતીને બચાવવાનું ગૌરવ લઈએ છીએ. પણ આવું કરનારા આપણે એ ભૂલી જઈએ છીએ કે ઝીણી જીવાત પર નભનારાં પક્ષાીઓના ખોરાકનો નાશ કરીને આપણે કુદરતી જીવન-સાંકળને તોડીએ છીએ. તેથી કુદરતે જે ક્રમ નક્કી કર્યો છે, એમાં ફેરફાર કરવાની આપણી ચેષ્ટા આપણા પગ ઉપર ઝીંકાયેલા કુહાડા સમાન જ બની રહેશે.

'ઈકોલોજીકલ- બેલેન્સ' પર્યાવરણનો આત્મા છે. પર્યાવરણનો નાશ કરવાની આત્મઘાતક પ્રવૃત્તિઓ કરીને આપણે બંને છેડેથી મીણબત્તી બાળી રહ્યા છીએ. એક બાજુથી વૃક્ષોનો સોથ વાળીએ છીએ અને બીજી બાજુથી ઓક્સિજન ઘટાડીને કાર્બન ડાયોકસાઈડની વૃદ્ઘિ કરી રહ્યા છીએ. વળી અધૂરામાં પૂરું આપણી 'રેફ્રીજરેશન' પદ્ઘતિએ અને 'સ્પ્રે'ની સુવિધાએ 'કલોરો ફલોરો કાર્બન' વાયુથી પૃથ્વીને સૂર્યનાં ખતરનાક કિરણોથી આપણું રક્ષાણ કરનાર ઓઝોનના કવચને આપણે જ તોડવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. જો ઓઝોનનું કવચ તૂટશે તો મોટી આફત ઊતરશે, પૃથ્વીનું તાપમાન વધશે, બરફ ઓગળશે, સમુદ્રની સપાટી ઊંચી આવશે અને પૂર પ્રકોપ ઊતરી આવશે. તાપમાન વધતા પૃથ્વીનું 'જીનેટિક' માળખું વિખાઈ જશે.

 મયંક કહે, દાદાજી ! તો તો પછી આપણે આપણા દેશના સંદર્ભમાં જ જોઈએ તો ફેશન, આહાર, ચામડાં, હાડકાં, શિંગડાં, દાંત, પીંછાં વગેરે માટે જંગલોનાં પ્રાણીઓને આપણે જ મોટા પ્રમાણમાં મારીએ છીએ. જન સંખ્યામાં વૃદ્ઘિ થતાં ખેતી માટે અને બળતણ તથા આવાસ માટે જંગલોનો વિનાશ કરીએ છીએ. ઉપરાંત રસ્તા, રેલવે ઉદ્યોગોએ જંગલોનો ભોગ લીધો. એક ફાઈવસ્ટાર હોટેલ દસ ચો.કિ.મી. જંગલોનો ભોગ લે છે.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational