STORYMIRROR

'Sagar' Ramolia

Inspirational

4  

'Sagar' Ramolia

Inspirational

દાદાજીની વાર્તા 06

દાદાજીની વાર્તા 06

2 mins
603

દાદાજી કહે, "હા, અર્થભૂખ્યો, આવશ્યકતાવાદી, ભોગભૂખ્યો માનવી પર્યાવરણના વારસાને જફા પહોંચાડતો થયો છે. આવા માનવીઓની સંખ્યા ઝડપથી વધતી જાય છે. એક માનવી દર વરસે પ૦ લાખ લીટર પ્રાણવાયુને કાર્બન ડાયોકસાઈડમાં ફેરવી નાખે છે. એ હિસાબે અબજો માનવીઓ હવામાં કેટલો કાર્બન ડાયોકસાઈડ ઉમેરતા હશે ? એની કલ્પના તો કરો! જો કે છ અબજ માણસોના ચૂલાઓમાંથી અને ફેફસાંઅમાંથી જેટલો કાર્બન ડાયોકસાઈડની તુલનામાં ફુટબોલ સામે રાયના દાણા સમાન છે."

મયંક કહે, "મેં સાંભળ્યું છે કે એકલું અમેરિકા જ રોજ લગભગ દોઢ-પોણા બે કરોડ પીપ તેલ બાળે છે. આખા ભારતમાં જેટલું ખનિજતેલ બળે છે એનાં કરતાં તો અમેરિકાનાં પ૧ રાજ્યોમાંના એક રાજ્યમાં ખનિજતેલનો વપરાશ વધુ છે. વપરાશ કરતાં બગાડ વધારે કરે છે."

દાદાજી કહે, "વળી આપણા સ્વાર્થ માટે આપણે વનસ્પતિને આપણા જ કુહાડાનો ભોગ બનાવીએ છીએ. માણસ હવામાંથી એક વર્ષમાં જેટલો પ્રાણવાયુ વાપરે છે તેટલો ઓક્સિજન તો એક મોટર એક હજાર કિમી દોડીને વાપરી નાખે છે. આમ, જગતની લાખો મોટરો પ્રાણવાયુનો ભારે સંહાર કરે છે. મોટરોથી ઉત્પન્ન શહેરની પ્રદૂષિત હવા જીવસૃષ્ટિમાં જાત જાતના રોગો જન્માવે છે."

 મયંકથી રહેવાયું નહિ, તે જાણે ગુસ્સાથી બોલતો હોય તેમ બોલ્યો, "પ્રદૂષિત હવાથી વનસ્પતિ સુકાય છે. કોઈવાર તો સમૂળગો પાક પણ નષ્ટ થઈ જાય છે. જો વનસ્પતિ ખતમ થશે તો રણ આવશે. રણ આવશે તો સંસ્કૃતિનું મરણ આવશે."

મયંકની વાતને ટેકો આપીને દાદાજીએ આગળ ચલાવ્યું, "જો આપણે પર્યાવરણને રાષ્ટ્રીય ધરોહર સમજીને એનું જતન નહીં કરીએ તો હવે એ દિવસો દૂર નથી, જ્યારે દૂષિત હવામાનથી અડધો જ સૂર્યપ્રકાશ પૃથ્વી પર પહોંચી શકશે. મોટર-વાહનોથી ધમધમતા મેકસીકો શહેરમાં સાઈડ આપનાર પોલીસમેનો પણ 'માસ્ક' પહેરતા થઈ ગયા છે. આપણાં મુંબઈ-કોલકતા જેવાં મહાનગરોની દશા આવી નહીં થાય, એની કોઈ ખાતરી નથી. એટલું જ નહીં, પણ દરરોજ હજારો ટન નકામો કચરો મુંબઈના દરિયામાં ઠલવાય છે. ગટરનું પાણી આ પ્રદૂષણમાં વધારો કરે છે. કોલકતાની હુગલી નદી આનો જીવંત દાખલો છે. શ્રીકૃષ્ણનું જન્મસ્થાન મથુરાની અને મહાનગરી બનારસની ગંદી ગટરો યમુનામાં ઠલવાય છે. છતાં અલ્હાબાદના 'તીર્થરાજ'નાં ચરણામૃત સમજીને પીનારાઓ પણ આપણે જ છીએ."

'જળમાં મળ ન હોય' જેવી માન્યતાને કયાં સુધી જીવતી રાખશું ? માનવશરીરમાં કેન્સર, કમળો, મરડો, વાળો અને કોલેરા જેવા જીવલેણ રોગોને જન્મ આપનારા આપણે જ છીએ.

(ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Inspirational