STORYMIRROR

Mohammed Talha sidat

Classics Inspirational Others

4  

Mohammed Talha sidat

Classics Inspirational Others

ચતુર વિશિષ્ટ સલાહકાર ભાગ:-૩

ચતુર વિશિષ્ટ સલાહકાર ભાગ:-૩

3 mins
382

ચતુર પંડિત ભાસ્કર વેશ પલટો કરીને રાજગુરુ તથાચાર્યની રાહ જુએ છે. થોડીવારમાં રાજગરુ બજારવાળા રસ્તેથી રાજદરબાર જવા નીકળે છે. એમને જોઈને પંડિતજી એમની પાસે જાય છે. અને કહે છે કેમ છે મિત્ર ? આ સાંભળી રાજગુરુ કહે છે કો'ણ મિત્ર ?' તો પંડિતજી ‌કહે છે 'તમારા‌ કુરુ ગામમાં વડના વૃક્ષની બાજુમાં ઘરમા માસીનો દીકરો છે' તથાચાર્ય કહે છે કે 'ભાઈ મે તમને નથી ઓળખતો.' એટલે પંડિતજી કહે છે કે 'મારે બાલાજીના દર્શન કરવા જવું છે અને મારે ૧૦,૦૦૦ સહસ્ર‌ મોહર તમારી પાસે મૂકી જવાનો વિચાર છે.' તથાચાર્ય લોભી,કપટી,માણસ હતો. તેથી પંડિતજી એક દુકાનદાર કહે છે‌ કે 'ભાઈ મારે દર્શન માટે બાલાજી પાસે જવું છે તેથી થોડાક કેળા આપી દંઊ અને પોતાના થેલામાંથી એક સોનામહોર કાઢીને દુકાનદાર ને આપે છે. અને મે મારા મિત્રને સહસ્રમહોરની થેલી આપી જાઉ છું તેથી દુકાનદાર કહે છે કે 'આટલી કિમતી વસ્તુ કોઈની પાસે એમ ને એમ ન મૂકી જવાય.' 'તમને કોઈ મુશ્કેલી ?' એમ કહીને એમની સાથે ઝઘડવા લાગે છે અને ઘણા બધા માણસો ત્યા ભેગા થઈ જાય છે એટલે પંડિતજી બધા જુએ તે રીતે દુકાનદારને કહે છે 'લો તમારી સમક્ષ મે મારા મિત્રને થેલી‌ આપું છું. બોલો હવે કંઈ કહેવાનું.' દુકાનદાર કહે છે 'તમારે જેને થેલી આપીને જવું ‌હોય પણ મારી‌ દુકાનની સામે હલ્લો ન કરો.'

તથાચાર્ય તો પોતાના ઘરે જાય છે સહસ્ત્રની થેલી સાથે. અને વિચારે છે કે સહસ્ત્રને એક વાર જોય લેઊ એમ કહીને થેલી ટેબલ પર ખાલવે છે. અને આશ્રર્યચકિત થઈ જાય છે કારણ કે થેલીમાં‌તો કેવલ પથ્થર જ ભરેલા હતાં જે લોકોને મૂરખ બનાવતા તે આજે પોતે મૂરખ બની ગયા. તે જ સમયે પંડિતજી રાજગુરુ તથાચાર્યના ઘરમાં આવીને તથાચાર્ય પાસે પોતાની થેલીની માંગણી કરે છે અને‌ કહે છે કે 'હવે આવતા વર્ષે દર્શન કરવા જઈશ.' રાજગુરુ કહે છે કે 'ધૂર્ત થેલીમાં પથ્થર ભરીને અમને મૂરખ બનાવે છે ?' તો પંડિતજી કહે છે કે 'તમે‌ સોનામહોર જોઈ એટલે તમારુ મન લલચાય ગયું તેથી સોનામહોર તમે છુપાવી દીધી અને તેમાં પથ્થર ‌ભરી દીધા.' આ મામલો રાજદરબારમાં ‌પહોચે છે.

રાજદરબારમાં પંડિતજી મહારાજા કૃષ્ણદેવરાયને કહે છે કે 'મહારાજ મે રાજગુરુ તથાચાર્યને ૧૦, ૦૦૦ સહસ્ત્રથી ભરેલી થેલી આપી હતી.પંરતુ તથાચાર્ય એ સોનામહોર કાઢીને એમા પથ્થર ‌ભરી‌ દીધા‌ હતાં.અને મારી પાસે એનું પ્રમાણ પણ છે.' એમ કહીને તે દૂકાનદાર અને જે લોકો ભેગા થયેલા તે લોકોને દરબારમાં બોલાવે છે‌ દુકાનદાર અને બાકીના લોકોએ કહયું 'મહારાજ આ‌ વ્યક્તિએ એ રાજગરુને સોનામહોરની થેલી આપી હતી. પંરતુ ‌તથાચાર્ય‌ એમ‌ જ કહેતા હતા કે 'એમા પથ્થર ભરર્યા હતા. અને પંડિતજીથી વાતવાતમાં બોલાઈ જાય છે કે તમને કોઈ મૂરખ બનાવી જાય તો‌ આચાર્ય ચક્રપાણીને કેમ નહીં' આ સાંભળતા રાજગુરુ ભાસ્કર સમજી જાય છે તેથી પંડિતજી પોતાનો નકલી વેશ કાઢી નાખે છે અને કહે છે કે 'મહારાજ આપણે સર્તક રહીએ તો પણ કોઈ વ્યકિત આપણને મૂરખ બનાવી શકે એ વાત રાજગરુ સમજાવવા ‌માટે જ મારે નાટક કરવુ પડયું હતું.'

આ‌ સાંભળીને ‌મહારાજ‌ ખુશ થાય છે અને પંડિત ‌ભાસ્કરને પુરસ્કાર આપે છે. અને રાજગરુ ‌તથાચાર્ય‌ આચાર્ય ચક્રપાણી અને મહારાજ ‌પાસે ક્ષમા‌ માગે છે. અને મહારાજ ને કહે છે કે 'મહારાજ તમે આચાર્ય ચક્રપાણીને એમના સામાનની ચૂકવણી કરવાનું કહે છે. તો આચાર્ય એ કહયું પંડિત ભાસ્કરના કારણે મારો સામાન મને મળી ગયો છે. અને તેઓ મહારાજને આર્શીવાદ આપીને રવાના થાય છે.


साहित्याला गुण द्या
लॉग इन

Similar gujarati story from Classics