STORYMIRROR

Kalpesh Patel

Comedy

3  

Kalpesh Patel

Comedy

ચિંતન

ચિંતન

2 mins
615

કોમ્પ્યુટરના પૂર્જા બનાવનાર કંપનીના વાર્ષિક શેરહોલ્ડરની મિટિંગનો ઉત્સવ ચાલતો હતો આખો હૉલ ખીચોખીચ ભરાયેલ હતો. મિટિંગમાં નિમંત્રિત અને સ્થાનિક કથાનક એવું બોલ્યા કે રામાયણ અને મહાભારત કાળથી કર્મ અનુસાર દરેકને ફળ મળતું આવેલ છે, વૈદિક કાળથી આપણાં લોકો ગણિતમાં નિપુણ હતા. તે વખતે ભારતમાં હાલની વૈજ્ઞાનિક શોધખોળો હતી જ. આપણે ત્યાં વિમાન પણ હતા. આપણાં દેશના પહાડ ઉપર જે ગુફાઓે જોવા મળે છે એ વિમાનને રાખવાના હેંગર હતા. ઉપરાંત વીજળી પણ હતી અને બીજી અનેક શોધખોળો હતી જ, અને લોકો પહેલેથીજ હોશિયાર હતા.

કંપનીમાં હોદ્દાની રૂહે શ્રોતાગણની પ્રથમ હરોળમહોવા છતાં મારા મગજમાં તિમૂલ મનોમંથન ચાલતું હતું. આજ દિન સુધી અનેક વ્યાખ્યાનો સાંભળીને બનેલી માન્યતા અને મારી સ્થિતિ વચ્ચે તાળો મળતો નહતો. તેઓના મત અનુસાર કર્મનું ફળ કર્તાએ ભોગવવું પડે. મારા એવા કયા કર્મના આધારે હિસાબનીશ બનવાનું લખ્યું હશે ? બાળપણમાં ચીવટથી હંમેશા દૂર રાખેલી ગાણિતિક “ભા-ગા-સ-બા” (ભાગાકાર-ગુણાકાર–સરવાળો-બાદબાકી) વખતની ભૂલો, અને શિક્ષકના સૂચનો આત્મસાધ કર્યા પછી યોગ્ય સમયે પહેલા પ્રયાસે આ કંપનીમાં જોડાયો ત્યારે ઉત્સાહ ચરમ સીમાએ હતો. પરંતુ એ વખતે મને મને ખબર ના હતી કે મારે હવે લોકોની તે જ “ભા-ગા-સ-બા” દ્વાખવેલી બેદરકારીને સરખી કરવાનો વારો આવશે.

અત્યાર સુધીના જીવન ક્રમમાં, હજાર લાખ, કરોડ, અબજ... વગેરે રકમોના મીંડાની માયાજાળમાં આંગળીના વેઢાના સહારે અટવાયા વગર સફર કાપી અહીં પહોચ્યો,ત્યારે હવે મારાં આંગળીઓ કેલ્ક્યુલેટરના બટનમા સહ કર્મચાળીની કરેલી ભૂલો સરખી કરતાં વેઢા સહિત ઓગળતી જોઉં છું. દર મહિને કંપનીના સરવૈયા મેળવતા મેળવતા, વિચારું છું, આ લોકો શું કરી રહ્યા છે ? શું શાળામાં આ લોકોને ગણિત આટલું ખરાબ શીખવ્યું હતું ? હવે કોઈ વિદ્વાન મહારાજ, મને જરાક,હવે તે પણ સમજાવશો, કયા કર્મે મારા માથે આ બધા હોશિયાર પાકા ઘડે કાંઠા ચડાવવાનું કામ આવ્યું ?


Rate this content
Log in

Similar gujarati story from Comedy