Rayththa Viral ( R V )

Drama

1  

Rayththa Viral ( R V )

Drama

ચેટિંગમાં સેટિંગ

ચેટિંગમાં સેટિંગ

18 mins
718


સોમવાર...!!!! , બસ આ નામ સાંભળતા ની સાથે જ ચહેરા પર એક ઉદાસી આવી જાય છે.કહેવાય છે કે રવિવાર નું મહત્વ એટલે વધારે છે કારણકે તે સોમવાર પહેલા આવે છે.નોકરીયાત વર્ગ માટે રવિવાર એ અમૃત સમાન છે અને સોમવાર એ ઝહેર સમાન.નોકરી કરતો દરેક વ્યક્તિ જેટલી રાહ તેની તરક્કી (Promotion) ની જોવે છે તેટલી જ રાહ કદાચ તે રવિવાર ની જોતો હશે.રવિવાર ની અદભૂત મજા માણિયા પછી સોમવાર ની સવાર એમ લાગે કે જાણે સરહદ પર જંગ લડવા જવાનું છે , અને એટલે જ મોટા ભાગ ના નોકરી કરતાં લોકો સોમવારે બીમાર પડે છે અથવા તો એમના કોઈ સગાવાહલા.

               બસ આવી જ એક સોમવાર ની દુ:ખી સવારમાં અહેમદાબાદ ના તુલીપ બંગલો ના ૬ માળ પર રહેતા સંદીપ શેઠ નો એક નો એક દીકરો આકાશ ઉઠીયો. કલેંડર માં પાનું ફાડી ને સોમવાર ને ગાળો બોલતો આકાશ નાહી અને ચા-નાસ્તો કરવા બેઠો. દરરોજ ની જેમ આજે પણ બહુ મોડુ થઈ ગયું છે ના બહાના ની સાથે તેને ચા પી ને નાસ્તા ને બાજુ પર મૂકીયો.ચા પીતા-પીતા બસ તેના મગજ માં એક જ વાત આવી રહી હતી કે હવે રવિવાર ૬ દિવસ પછી આવશે.રવિવાર ની સવાર કઇંક અદભૂત જ હોય છે અને રવિવાર નું મહત્વ માત્ર અને માત્ર નોકરી કરતાં લોકો જ સમજી શકે છે એવું આકાશ નું માનવું હતું.જલ્દી-જલ્દી ચા પીને આકાશ પોતાના વાહન પાસે પોહચીયો.આમ તો તેની ઓફિસ નો સમય ૧૦ વાગીયા નો હતો , પરંતુ તે આજ સુધી ક્યારે પણ ૧૦ વાગીયે ઓફિસ નહતો પોહચી શકિયો.અને આજે પણ કદાચ તે ઓફિસ મોડો જ પડવાનો હતો અને એનું કારણ હતું તેની બાઇક માં પડેલું પંચર.

              કહેવાય છે કે જેટલી મજા રોડ પર બાઇક ચલાવાની આવે છે તેટલું જ દુખ બાઇક માં પડેલા પંચર ને ગૅરેજ સુધી પોહચાડવામાં થાય છે.આકાશ આમ પણ સોમવાર ને લીધે થોડો દુખી હતો અને હવે એવામાં આ પંચર તેની ઉદાસી વધારવા માટે પૂરતું હતું.દરવખત ની જેમ આજે પણ પોતાના બોસ ને મોડો પડીશ ના મેસેજ ની સાથે આકાશ બાઇક ને ગૅરેજ સુધી લઈ ગયો.બાઇક જ્યાં સુધી પંચર થાય ત્યાં સુધી પોતાના મોબાઇલ માં ટાઇમ-પાસ કરવાનું તેને નક્કી કરિયું.આકાશ એક નામી મોબાઇલ કંપની માં મોબાઇલ રિપેરિંગ કરતી એક ટીમ નો ટીમ લીડર હતો.બહુ જ થોડા સમય ની અંદર તેને ટીમ લીડર ની પોસ્ટ મળી ગઈ હતી , અને તેનું એક માત્ર કારણ હતું આકાશ નું દિમાગ.આકાશ ગમે તેવા બગડી ગયેલા મોબાઇલ ને સરખો કરી દેતો , અને આજ કારણ હતું કે તેના ઊપરી અધિકારી તેને ઇચ્છી ને પણ કાઢી નહતા શકતા.આમ તો આકાશ પાસે સારી નોકરી , પોતાનું ઘર , માતા પિતા બધુ જ હતું.પરંતુ તેને એક માત્ર દુખ હતું કે પોતે સિંગલ છે , તેની પાસે કોઈ ગર્લ-ફ્રેન્ડ નથી.તેના મોટા ભાગ ના મિત્રો દર રવિવારે રિવર ફ્રંટ પર પોતાની ગર્લ-ફ્રેન્ડ સાથે બેઠા હોતા અને પોતે ત્યાં જઈ ને PUBG રમીયા કરતો.તેના મિત્રો તેને ઘણી વખત ચીડવતા કે તે હજુ સુધી સિંગલ છે પણ પોતે તેમણે કઇ કહી નહતો શકતો.પણ તેને આશા હતી કે આજ નહિતો કાલે તેને ગર્લ-ફ્રેન્ડ મળી જ જશે.

              પંચર ઠીક કરાવીને આકાશએ પોતાની બાઇક S.G. હાઇવે પર દોડાવી મૂકી.કહેવાય છે કે નાહતી અને સાધન ચલાવતી વખતે વ્યક્તિ ના દિમાગ મા પોતાના જીવન ને લઈ ને અવનવા વિચારો આવતા હોય છે.જેમ કે જીવન માં આગળ શું કરવું , બિજનેસ હોઈ તો એને આગળ કેમ વધારવો , નોકરી માં તરક્કી ( Promotion ) કેમ મેળવવી , ગર્લ-ફ્રેન્ડ હોઈ તો તેને બર્થડે પર ગિફ્ટ શું આપવી વગેરે વગેરે.આપણાં જીવન ના મોટા ભાગ ના મહત્વ ના નિર્ણયો આપણે આ બે જ જગીયા પર જ કરતાં હોયે છીએ.આકાશ પણ બાઇક ચલાવતી વખતે એ જ વિચારી રહીયો હતો કે શું તે આખી જિંદગી સિંગલ જ રહેવાનો છે કે તેને પણ કોઈ ગર્લ-ફ્રેન્ડ મળશે.FACEBOOK પર દરરોજ હજારો છોકરિયો ને FRIEND-REQUEST મૂકતો , INSTAGRAM પર દરરોજ નવી છોકરી ની following લિસ્ટ માથી છોકરી ગોતી ને તેને FOLLOW કરતો , પરંતુ ભાઈ નો મેળ જ નહતો પડી રહીયો.FACEBOOK પર થી તો જાણે તેનો ભરોસો ધીરે-ધીરે ઓછો થઈ રહીયો હતો. કારણકે ૨-૩ વખત તે જે છોકરી ની ID પર વાત કરતો હતો તે ખરેખર તેના જ કોઈ મિત્ર ની ID હતી , જેમ કે તે જે પ્રિયા બજાજ જોડે વાત કરતો હતો અસલ માં એ તેનો મિત્ર પ્રકાશ હતો અને પ્રકાશ એ ૨ મહિના સુધી આકાશ પાસે તેના મોબાઇલ માં પ્રિયા ના નામ થી ડેટા-રીચાર્જ કરાવીયા.આ વાત ને લઈ ને તેના મિત્રો તેને લગભગ દોઢ વર્ષ સુધી ચીડવતા રહિયા.હવે આકાશએ નક્કી કરી લીધું હતું કે ગમે તેમ થાય તે તેના માથા પર લાગેલું આ સિંગલ નું ટૅગ હટાવીને રહેશે.

               દરરોજ ની જેમ ઓફિસ પોહચીયા ની સાથે આકાશ એ પોતાની જાત ને કામ માં વ્યસ્ત કરી દીધી જેના થી તે આ સોમવાર અને સિંગલ ટૅગ ના દુખ ને ભૂલી શકે.કામ માં વ્યસ્ત આકાશ ના કાન પર તેના જ કોઈ સાથી નો આવાજ પડિયો કે આજે આપણા બ્રાન્ચ ની ઓડિટ થવાની છે , અને ઓડિટ માટે દિલ્લી હેડ-ઓફિસ( H.O.) થી લોકો આવવાના છે તો દરેક વ્યકતી શિસ્ત માં રહે.આકાશ નો દિવસ આમ પણ સવાર થી કઈ સારો નહતો રહીયો અને એવા માં આ ઓડિટ એટલે તેને થયું કે આજ નો દિવસ જ ખરાબ છે સારું હોત કે પોતે બીમાર છું ના બહાના સાથે રજા લઈ લીધી હોત.

               ભાઈ તને ખબર છે ઓડિટ માટે આપણી કંપની ના CEO એવા કપિલ મિશ્રા આવવાના છે , અને તેમની સાથે admin ટીમ ની અંજલિ મહેતા પણ આવવાની છે.અને તને ખબર છે અંજલિ મહેતા આપણાં અહેમદાબાદ ની જ છે.આકાશ ના એક સાથી કર્મચારી અને હવે તેના ખાશ બની ગયેલા મિત્ર એ કહિયું.

કોણ અંજલિ મહેતા ..?? અને એ અહેમદાબાદ ની છે ..? પણ ભાઈ ક્યારે આના વિષે સાંભળિયું નથી..?? આકાશ એ પોતાના મિત્ર ને કહિયું.

હા ભાઈ મે પણ નહતું સાંભળિયું , મને પણ હમણાં જ ખબર પડી કે તેઑ પોતાનું M.B.A. પૂરું કરી ને કેમ્પસ ઇન્ટરવ્યૂ માં પસંદગી પામી આપણી કંપનીમાં જોડાયા છે.ભાઈ અંજલિ મહેતા એટલે અપ્સરા , તને ખબર છે તે જ્યારે ફોરમલ ડ્રેસ માં ટાઈ પહેરી ને પ્રેજેંટેશન આપતી હોઈ છે ભાઈ અદભૂત શબ્દ પણ તે સમયે તેના માટે નાનો લાગે છે.ખરેખર ભગવાન પણ ગજબ રૂપ આપે છે છોકરીયું ને ...આકાશ ના મિત્રએ આકાશ ને અંજલિના રૂપ નું વર્ણન કરતાં કહિયું.

વાહ ભાઈ વાહ ખરેખર અદભૂત વર્ણન કરિયું તે , આ મારા દુખી સોમવાર ને સારો કરવા માટે ભગવાન શંકરે જાતે જ આ અંજલિ મહેતા ને મૂકી છે એવું મને લાગે છે....!! આકાશ એ પોતાના મિત્ર ને ખુશ થતાં થતાં કહિયું.

હા ભાઈ માત્ર તારો સોમવાર નહીં આપણા દરેક નો સોમવાર સારો થવાનો છે.. !! આકાશ ના મિત્રએ આકાશ ને કહિયું.

સારું ચલ કામ કરવા માંડ મને લાગે છે આજે સાંજે મીટિંગ હશે એટલે ઘરે જવામાં મોડુ જ થવાનું છે... !! આકાશે પોતાના મિત્ર ને કહિયું.

મીટિંગ માટે થઈ ને દરેક જણ ૧૫ મિનિટ ની અંદર કોન્ફરેંસ હોલ માં પોહચી જજો ....!! આ વાત ની સાથે ઓફિસ નો પટાવાળો આવિયો.

ચલ ભાઈ અંજલિ મહેતા આવી ગઈ છે ચલ જલ્દી આગળ બેસી ને અંજલિ મહેતા નું પ્રેજેંટેશન જોઈએ...!! આકાશ ના મિત્ર એ આકાશ ને જલ્દી કરતાં કહિયું.

હા ભાઈ હા બસ ૨ મિનિટ થઈ ગયું કામ પૂરું...!! આકાશ એ તેના મિત્ર ને ધીરજ રાખવાનું કહિયું.

              કોન્ફરેંસ હોલ માં દરેક જણ ગોઠવાઈ ગયા , અને H.O. થી આવેલા દરેક જણ વારા-ફરતી પોતાનું પ્રેજેંટેશન આપી રહિયા હતા.પરંતુ આકાશ અને તેના મિત્રની જેમ વધુ પડતાં લોકો ને અંજલિ મહેતા નું પ્રેજેંટેશન ક્યારે જોવા મળશે તેની ઉત્સુકતા હતી.ધીરે-ધીરે બધા ના પ્રેજેંટેશન પૂરા થઇ રહીયા હતા અને હવે વારો હતો અંજલિ મહેતા નો.

              અંજલિ મહેતા પ્રેજેંટેશન આપવા માટે થઇ ને ઊભી થઇ અને ત્યાં બેઠેલા વધુ પડતાં કૂવારા છોકરાઓ ને તેની જોડે પહેલી નજર નો પ્રેમ થઇ ગયો.અંજલિ મહેતા જ્યારે સ્ટેજ પર ચડી ત્યારે લગભગ ત્યાં બેઠેલા બધા પોતપોતાના કામ , મોબાઇલ મૂકી ને બસ તેને જ જોવા લગીયા.

ભાઈ...ભાઈ... શું રૂપ છે , બોલવાની છટા તો જો , અને પેલું આંખ પર નું કાજળ અને મુખ પર જરા પણ મેકઅપ નહીં , ખરેખર તું સાચું કહેતો હતો આ અદભૂત શબ્દ પણ અંજલિ મહેતા માટે નાનો છે...!!..આકાશ એ પોતાના મિત્ર ને કહિયું.

 ભાઈ અતિયારે કશું બોલીશ નહીં , બસ આ રૂપના દર્શન કરવાદે મને..!!આકાશ ના મિત્ર એ આકાશ ને કહિયું.

ભાઈ તે FACEBOOK પર ચેક કરિયું તેનું અકાઉંટ જરૂર હશે તેમાં..?? આકાશએ તેના મિત્ર ને કહિયું.

હા ભાઈ ચેક કરિયું અને request પણ મૂકી દીધી છે ...!! આકાશ ના મિત્રએ આકાશ ને કહિયું.

તો request accept થઇ..?? આકાશ એ ઉત્સુકતા ની સાથે તેના મિત્રને પૂછીયું.

ના ભાઈ ...!! ક્યારે ની request મૂકેલી છે પણ હજુ સુધી       accept નહીં થઇ , તને ખબર છે તેનું INSTAGRAM માં પણ અકાઉંટ છે અને તે private અકાઉંટ છે મે તો તેને એમાં પણ FOLLOW request મૂકી છે પણ એમાં પણ accept નથી થઇ...!! આકાશ ના મિત્ર એ ઉદાસ થતાં-થતાં આકાશ ને કહિયું.

ભાઈ આને તો હજારો request આવતી હશે , તને શું લાગે છે આપણી request accept થશે..?? અને હા મને તો લાગે છે કે આ સિંગલ પણ નહીં હોઈ નક્કી આનો કોઈ બોય-ફ્રેન્ડ હશે..!! આકાશ એ તેના મિત્રના સપના પર પાણી ફેરવતા કહિયું.

બસ ભાઈ તું નકારાત્મક વાતો જ કર , તને ખબર છે એટલે જ તું સિંગલ છે..! જો હું તને એક વાત કહું છું આ વાત જિંદગીભર યાદ રાખજે....!! આકાશનો મિત્ર આકાશ પર બગડિયો.

કઈ વાત...?? આકાશ એ ઉત્સુકતા ની સાથે તેના મિત્ર ને પૂછીયું.

તું ક્યારે ફૂટબોલ રમીયો છે , અથવા ક્યારે ટીવી પર રમતા જોઈ છે ..?? આકાશ ના મિત્ર એ આકાશ ને પૂછીયું.

હા ભાઈ સ્કૂલ માં તારો ભાઈ ફૂટબોલ માં ચેમ્પિયન હતો , પણ ફૂટબોલ અને છોકરી ને બોય-ફ્રેન્ડ છે એમાં શું સબંધ...?? આકાશ એ આશ્ચર્ય ની સાથે તેના મિત્ર ને પૂછીયું.

સબંધ છે...!!! જો દરેક ગોલ નો ગોલ કીપર હોય છે , એનો મતલબ એ નથી કે પ્લેયર ગોલ મારવાનું મૂકી દે.એમ જ વધુ પડતી સારી દેખાતી દરેક છોકરી નો લગભગ બોય-ફ્રેન્ડ હોય જ છે પણ એનો મતલબ એ નથી કે આપણે એને ગર્લ-ફ્રેન્ડ ના બનાવી શકીયે.આકાશ ના મિત્ર એ આકાશ ને અદભૂત જ્ઞાન આપતા કહિયું.

વાહ ભાઈ વાહ જોરદાર વાત કરી તે સાચે મજા પડી ગઇ , ભાઈ તું તો લવ ગુરુ નીકળીયો . યાર તું ક્યાં હતો આટલા દિવસ સાચે તે તો મારા સુખી પડેલા સિંગલ જીવન માં ફૂટબોલ ના ગોલ રૂપી આશા જગાડી દીધી...!!! આકાશ એ તેના મિત્ર ને હાથ મલાવતા કહિયું.

અરે ભાઈ તું ચિંતાના કરીશ તારો ભાઈ છે ને તને આજ નહીં તો કાલ સિંગલ માથી committed બનાવીને જ રહશે , બસ હવે શાંતિ રાખ અંજલિ મહેતા નું પ્રેજેંટેશન પતી જાય એ પેલા મને શાંતિ થી એને જોઈ લેવા દે...!!! આકાશના મિત્રએ તેને શાંત રાખતા કહિયું.

ભાઈ તને શું લાગે છે મારે તેને request મૂકવી જોઇયે ..?? એ મારી request accept કરશે..?? આકાશ એ તેના મિત્ર ને પાછો પ્રશ્ન કરિયો.

ભાઈ તે ભગવત ગીતા વાચી છે ...?? આકાશ ના મિત્ર એ આકાશ ને પૂછીયું..

ભગવત ગીતા ..??? ભાઈ આમાં ભગવત ગીતા ક્યાં આવી ..?? આકાશ એ આશ્ચર્ય ની સાથે તેના મિત્ર ને પૂછીયું.

અરે સાંભળ ...ચલ કદાચ તે નહીં વાચી હોય પણ એક વાત તો સાંભળી જ હશે કે તેમાં ભગવાન શ્રી કૃષ્ણા એ કહિયું છે કે “ કર્મ કરે જાઓ ફળ ની આશા ના રાખશો “ . એમ આપણે request મૂકવાનું કર્મ કરી શકીયે , તે accept કરશે કે નહીં તે હવે ભગવાન પર અને અંજલિ મહેતા પર છોડી દે..!! આકાશ ના મિત્ર એ આકાશ ને કહિયું.

ભાઈ સાચે તું લવ ગુરુ છે ખોટો તું આ મોબાઇલ લાઇન માં આવી ગયો સાચે તારી પાસે અદભૂત જ્ઞાન છે , તું લવ પર લેક્ચર આપવાનું શરૂ કરી દે બહુ ચાલશે.તારા જેવા લોકો ની અમારા જેવા સિંગલ લોકો ને બહુ જરૂર છે ..!!! આકાશએ તેના મિત્ર જોડે પાછો હાથ મીલાવિયો.

ભલે હો ભાઈ હવે શાંતિ રાખીશ... પ્રેજેંટેશન પતવાને માત્ર ૫ જ મિનિટ બાકી છે...તું પણ અંજલિ મહેતા ને જો અને મને પણ જોવા દે , અને હા જો request accept થાય તો મને કેવાનું ભૂલતો નહીં...!!!! આકાશ ના મિત્ર એ આકાશ ને કહિયું.

ચોકકસ ભાઈ તને નહીં કહીશ તો કોને કહીશ ...!! આકાશ એ અંજલિ મહેતા ને request મુક્તા-મુક્તા તેના મિત્ર ને કહિયું.


ભાગ ૨ ( મંગળવાર - ચેટિંગ ની અદભૂત શરૂવાત )


              મંગળવાર....!!!! નોકરી કરતાં લોકો માટે સોમવાર નો દિવસ ઓફિસ માં એવી રીતે નીકળે જાણે ઘર માં નવી વહુ આવી હોય.જેમ નવી વહુ ને પિયર થી સાસરા માં આવિયા પછી જરા પણ મજા નાં આવે એમ નોકરી કરતાં લોકો ને પણ ઓફિસ માં સોમવારે ૧ મિનિટ પણ મજા નાં આવે.પણ જેમ નવી વહુ પણ નવા ઘર માં એડજસ્ટ (Adjust) થવાનાં પ્રયત્ન કરે તેમ નોકરિયાત વર્ગ નાં લોકો પણ સોમવાર ની હકીકત ને સ્વીકારી ને ઓફિસમાં સમય પસાર કરે.આકાશ પણ સોમવાર નો આ સમય પસાર કરી ને ઘરે આવી ને ખાઈ પીને પોતાના રૂમ માં ઊંઘવા ગયો.

               વ્યકતી નો સ્વભાવ છે કે આપણે તેને જે વસ્તુ કરવાની ના પાડીયે તે વસ્તુ જ્યાં સુધી તે ના કરી લે ત્યાં સુધી તેને શાંતિ નથી થતી . શાળા માં ભણતા વિદ્યાર્થીઑ ને પણ જેટલી મજા રિજલ્ટ ની રાહ જોવા માં આવે છે , કદાચ તેટલી મજા રિજલ્ટ આવી ગયા પછી ટકા જોઈને નથી આવતી.જેમ આપણે કોઈ તહેવાર ની રાહ ઘણા સમય થી જોતાં હોયે છીએ , તેના માટે થઈને બહુ ઉત્સુક પણ હોયે.પરંતુ જ્યારે તે તહેવાર આવે છે ત્યારે આપણે એટલી સારી રીતે તેને માણી નથી શકતા.આમ જીવન માં સૌથી વધારે મુશ્કેલ અને સૌથી વધારે આનંદાયક છે “ રાહ જોવી “...!! આકાશ પણ બસ હવે અંજલિ મહેતા ની request accept ક્યારે થાય તેની રાહ જોવા લાગીયો , અને મોબાઇલ વાપરતા- વાપરતા ઊંઘી ગયો.

               આમ તો આકાશ તેના શાળા , કોલેજ , તેના મિત્ર ની કોઈ ફ્રેન્ડની ફ્રેન્ડ , ઓફિસ ની કોઈ સહ-કર્મચારી , આમ લગભગ દરેક સારી છોકરી ને facebook પર request મૂકી જ દેતો . પણ વધુ પડતી છોકરી તેની request accept નાં કરતી અને જે છોકરી request accept કરતી તે તેના જોડે વાત ( ચેટિંગ ) નાં કરતી.

               સોમવાર ની સવાર માં જેટલી મુશ્કેલ ઓફિસ જવા માટે થાય છે કદાચ તેટલી મુશ્કેલી મંગળવાર ની સવાર નથી થતી.મંગળવારે ઓફિસ જવા માટે થઈ ને આપણે માનસિક તૈયાર થઇ જતાં હોઇયે છીયે , પછી આપણને ઓફિસ જવું તેટલું અઘરું નથી લાગતું જેટલું મુશ્કેલ સોમવાર ની સવાર માં લાગે છે. આકાશ પણ જલ્દી થી તૈયાર થઈ ને પોતાની ઓફિસ જવા માટે નિકળીયો.ભાઈ request હજુ સુધી accept નહીં થઈ...!!! આકાશ એ દુખી થતાં-થતાં પોતાના મિત્ર ને કહિયું.

બકા કેમ આટલો લોડ લે છે , મે તને કાલે કીધેલી ભગવત ગીતા ની વાત તું ભૂલી ગયો ..!! આકાશ નાં મિત્રએ આકાશ ને આશ્વાશન આપતા કહિયું.

ભાઈ મને યાદ છે તારી દરેક વાત , પણ બકા તને ખબર છે છોકરી request રિજેક્ટ કરી નાખે ને તો જરા પણ દુખ નાં થાય.પરંતુ એ જ્યારે request રિજેક્ટ અને accept બને માથી એક પણ નાં કરે ને ત્યારે બહુ જ તકલીફ થાય . ભાઈ ખબર જ નાં પડે કે એના મન માં છે શું ..?? તેવા સમય એ આપણી હાલત પ્લૅટફૉર્મ પર ઉભેલા એવા પેસેંજર જેવી થઈ જાય કે જેને ખબર જ નથી કે ટ્રેન કયા પ્લૅટફૉર્મ પર આવશે , ઓવરબ્રિજ પર થી પેલા પ્લૅટફૉર્મ પર જવું કે અહિયાં જ ઊભા રહેવું કઇ સમજમાં જ ન આવે..!!! આકાશએ ઉદાસ થતાં થતાં પોતાના મિત્ર ને કહિયું.

બકા સમજી શકું છું તારા સિંગલ જીવન નું દર્દ , પણ તું ચિંતા નહીં કરીશ.આજે મંગળવાર છે તું હનુમાન દાદા ને તેલ ચડાવી આવ એ નક્કી કઇંક કરશે..!! આકાશ નાં મિત્ર એ આકાશ ને સલાહ આપતા કહિયું.

ભાઈ હનુમાન દાદા આ મેટર માં માથું નહીં મારે , કારણકે એ તો પોતે બ્રહ્મચારી હતા..!! આકાશ એ તેના મિત્ર ને કહિયું.

હા એ પણ છે , સારું ચલ તું મારી વાત સાંભળ તે અંજલિ મહેતા નાં ફોટો જોયા facebook પર...?? આકાશ નાં મિત્ર એ આકાશ ને પૂછીયું.

હા બકા જોરદાર ફોટો નાખીયા છે સાચે ફોટો માં તો તને એમ લાગે કે જાણે કેટરીના કૈફ ઊભી છે , અને એમાં પણ પેલા sunset ના photo.ભાઈ સાચે એ ફોટો જોયા પછી તો તારું દિમાગ કામ ના કરે અને ખરેખર પછી “ અદભૂત “ શબ્દ પણ તેના રૂપ માટે નાનો લાગે ...!! આકાશ એ ઉત્સુક થતાં થતાં કહિયું.

તો બકા એ ફોટો ખાલી જોવાના નાં હોય તેને લાઇક પણ કરવાના , એટલે એને ખબર પડે કે તે એના ફોટો જોયા...!! આકાશ નાં મિત્ર એ આકાશ ને કહિયું.

હા ચલ એ પણ કરું પણ ભાઈ મને નથી લાગતું તે request accept કરે ...!!! આકાશએ નિરાશ થતાં થતાં પોતાના મિત્ર ને કહિયું.

બકા તું આટલું નકારાત્મક કેમ વિચારે છે અને તું ચિંતા નાં કરીશ તારો ભાઈ બેઠો છે ને તને હું સિંગલ માથી committed બનાવીને જ રહશે..!! આકાશ ના મિત્ર એ આકાશ ને કહિયું.

.......................3 કલાક પછી............!!!!!!!!!!!!!!!

બકા શું થયું કેમ ઉદાસ બેઠો છે ...?? આકાશ ના મિત્ર એ આકાશને ઉદાસ બેઠેલા જોઈને પૂછીયું.

ભાઈ અંજલિ મહેતા નો મેસેજ આવિયો હતો..!! આકાશ એ નિરાશ થતાં થતાં પોતાના મિત્ર ને કહિયું.

શું ...?? શું વાત કરે છે ભાઈ ક્યારે અને શું મેસેજ આવિયો , તેને તારી request accept કરી તે મને કીધું પણ નહીં ...?? આકાશ ના મિત્ર એ આકાશ ને એક સાથે સવાલો પૂછવાનું શરૂ કરી દીધું.

શું કંકોડો કહું તને , એને request તો accept નહીં કરે અને એનો મેસજ આવીયો હતો WHO ARE YOU …??? I DON’T KNOW YOU ..!! ( તમે કોણ છો , હું તમને નથી ઓળખતી ) …!! આકાશ એ પોતાના મિત્ર ને કહિયું.

હા તો ભાઈ તે શું કીધું ...?? આકાશ ના મિત્રએ ઉત્સુક થતાં થતાં કહિયું.

હાં તો ભાઈ મે બહુ વિચારીયું અને પછી બહુ વિચારીયા પછી મે એને મેસેજ કરિયો કે “ MY NAME IS AAKASH (મારૂ નામ આકાશ છે ) … નામ તો સૂના હી હોગા ...!!! આકાશ એ એના મિત્ર ને કહિયું.

હાં બસ અને પછી એને તને બ્લોક કરી નાખિયો હશે...!! આકાશ ના મિત્રએ નિશાશો નાખતા કહિયું.

ભાઈ તારા માં મારી facebook ની id ખૂલી છે ...?? સાચે યાર તું તો ચેટિંગ કિંગ છે ..!! એને મને બ્લોક તો નહીં કરીયો , પણ “ OK ” આટલું કહી ને request રિજેક્ટ કરી નાખી બોલ કેટલો ઘમંડ છે એને ....!!!! આકાશ એ કહિયું.

બસ થઈ ગઈ તને શાંતિ....!!! તારી ટ્રેન આવી ગઈ પાછી પ્લૅટફૉર્મ પર ...!! સાચે ભાઈ ભગવાન સમજી વિચારી ને તમારા જેવા લોકો ને સિંગલ રાખે છે ...!! આકાશ ના મિત્ર એ ગુસ્સે થતાં થતાં કહિયું.

ભાઈ મને શું ખબર મને એમ કે ફિલ્મી લાઇન મારૂ તો મારી request accept થઈ જશે..!! આકાશ એ કહિયું.

બકા આ બધુ જૂનું થઈ ગયું , હવે છોકરિયું શાહરુખ ખાન ની ફિલ્મ નહીં પણ વરૂણ ધવન ની ફિલ્મ જોવે છે એટલે આવી બધી વાહિયાત લાઇનો નહીં મારવાની…!! આકાશ ના મિત્ર એ કહિયું.

બકા સાચે જ્યારે મે મેસેજ જોયો , ત્યારે તો હું એટલો ઉત્સાહ માં આવી ગયો હતો ને કે ના પૂછ વાત.જ્યારે એ મેસેજ ખૂલી રહિયો હતો ત્યારે તો મને એમ કે ભાઈ નું સિંગલ જીવન પૂરું ....!! પણ બધા સપના પર પાણી ફરી વળીયું.આકાશ એ ઉદાસ થતાં થતાં કહિયું.

સાચે ભાઈ તને અંજલિ મહેતા નો મેસેજ આવિયો હતો , ખરેખર મને તો હજુ વિશ્વાસ નથી આવતો...!! આકાશ ના મિત્રએ કહિયું.

બકા જ્યાર થી request રિજેક્ટ થઈ છે મારૂ તો દિમાગ જ ચાલતું બંધ થઈ ગયું છે હાલ તો મને કઈ પણ નથી સૂજી રહિયું , તું જ હવે મને કઇંક મદદ કર...!!! આકાશ એ તેના મિત્ર ને કહિયું.

બકા તે એવો બાંબુ નાખીયો છે કે આમાં હું પણ કઈ મદદ નહીં કરી શકું ,અને મને તો એ નથી ખબર પડતી કે તારે શાહરુખ ખાન બનવાની શી જરૂર હતી..!! આકાશ ના મિત્ર એ આકાશ પર ગુસ્સે થતાં થતાં કહિયું.

અલિયા ભૂલ થઈ ગઈ મારી મને શી ખબર કે એ request રિજેક્ટ કરી નાખશે.પણ ભાઈ મને તો એક વાત નહીં સમજાતી છોકરિયું આ WHO ARE YOU …??? I DON’T KNOW YOU શું કામ પૂછે છે.જો એને ઓળખતા લોકો થી જ વાત કરવી છે તો પછી પ્રેમ થી request રિજેક્ટ કરી નાખે ને આમ મેસેજ મૂકી આપણાં જીવન માં થોડી ખુશી જગાડી અને પછી આપણે બતાવવાની શી જરૂર કે તે આપણી request રિજેક્ટ કરે છે . તું જ મને કે આ WHO ARE YOU …??? I DON’T KNOW YOU ..!!! નો જવાબ શું આપવો.... બહુ તકલીફ વાળું કામ છે બકા સાચે ...!!! આકાશ એ કહિયું.

ભાઈ વાત તો તારી સાચી છે WHO ARE YOU …??? I DON’T KNOW YOU ..!!! પૂછે એટલે જવાબ શું આપવો એ આજ સુધી મને પણ નહીં સમજાણુ...!!! આકાશ ના મિત્ર એ કહિયું.

એ જ ને ભાઈ...!! બકા સાચે મને તો લાગે છે કાલે શંકર ભગવાન થોડા મહેરબાન થયા હતા આજે હનુમાન દાદા રૂઠી ગયા છે ..!! આકાશ એ નિરાશ થતાં થતાં કહિયું.

કશો વાંધો નહીં ભાઈ ..!! આમાં પણ હકારાત્મક વાત લઈ શકે છે તું ...!! આકાશ ના મિત્રએ કહિયું.

બકા ખોટા લોડ ના લઇશ,આમાં શું હકારાત્મક વાત કેજે ....?? આકાશ એ ગુસ્સે થતાં થતાં કહિયું.

જો બકા તને યાદ છે મે પણ અંજલિ મહેતા ને request મૂકી હતી અને પેલા પરેશે પણ મૂકી હતી પણ અમને કોઈ ને પણ who are you નો મેસેજ નહીં આવિયો.તને આવિયો એટલે અમારા બધા કરતાં તારો ચાન્સ ૧૦% વધુ છે...!! આકાશ ના મિત્રએ કહિયું.

હા ભાઈ એ તો છે પણ મને લાગે છે મે તે ચાન્સ ને પણ ખોઈ દીધો ....!! આકાશે તેના મિત્ર ને કહિયું.

ના બકા આવું નથી , તું વિચાર તને મેસેજ તો આવિયો અમને તો મેસેજ પણ નહીં આવિયો અમે તો હજુ એ જ પ્લૅટફૉર્મ પર ટ્રેન ની રાહ જોઈને જ ઊભા છીએ , તને કઇ નહીં તો ટ્રેન તો મળી ગઈ છે.બસ હવે તું ખાલી તારા શાંત દિમાગથી અને તારા માસ્ટર માઇન્ડ મોબાઇલ રિપેરિંગ ના દિમાગ થી વિચાર કે તારે ક્યારે અને કયા સ્ટેશન પર ઉતરવાનું છે ...!!! આકાશ ના મિત્ર એ કહિયું.

હા સારું ચલ ભાઈ હું કઇંક વિચારું છું , તું હાલ આ બધી વાત છોડ અને મને કામ પર ધ્યાન આપવા દે...!! આકાશ એ તેના મિત્ર ને કહિયું.


               દરરોજ ની જેમ આજે પણ આકાશ ૭ વાગ્યે ઓફિસ થી નીકળી ગયો , S.G. હાઇવે પર પોતાની બાઇક ને તેને દોડાવી મૂકી.બાઇક ચલાવતી વખતે તે એ જ વિચારી રહિયો હતો કે કહી રીતે તે અંજલિ મહેતા જોડે વાત કરવાની શરૂવાત કરે.આમ પણ પેલી ફિલ્મી લાઇન મારી ને તેને પોતાની પ્રથમ ઇમ્પ્રેશન તો બગાડી જ નાખી છે.હવે એવું તો શું કરે જેથી તે અંજલિ મહેતા ને પોતાની ફ્રેન્ડ બનાવી શકે.

               ઘરે પોહચી અને જલ્દી થી ખાઈ-પીને આકાશ પોતાના રૂમ માં ગયો અને લેપટોપ ખોલી અને વિચારવા લાગીયો કે કઈ રીતે તે અંજલિ મહેતા જોડે વાત કરવાની શરૂવાત કરે.આકાશ અંજલિ મહેતા ની જ પ્રોફાઇલ ખોલી અને જોતો હતો એવા માં એને જોયું કે અંજલિ મહેતા ઓનલાઇન જ છે એટલે તેને થોડો પણ સમય બગાડીયા વિના તરત જ મેસેજ કરિયો....

Hi….!!!! આટલું લખી ને તેને મેસેજ મુકિયો.

થોડી વાર રહી ને અંજલિ મહેતા એ આકાશ નો મેસેજ વાચિયો પરંતુ કઈ પણ જવાબ ના આપીયો.

આકાશ એ જોયું કે અંજલિ એ એનો મેસેજ વાચિયો પણ કઈ જવાબ ના આપીયો , એટલે આકાશ એ પાછો બીજો એક મેસેજ મુકિયો...

????    ( આમ પ્રશ્નચિન્હ કરી ને મુકિયો...!!! )

આ વખતે પણ અંજલિ મહેતા એ તેનો મેસેજ વાચીયો પરંતુ કહી જવાબ ના આપીયો.

તેને થોડી વાર રાહ જોઈ અને પાછો મેસેજ કરિયો કે “ હેલો .... અંજલિજી …..!!!!

આ વખતે પણ એવું જ થયું અંજલિ મહેતાએ આકાશ નો મેસેજ વાચી ને કહી જવાબ ના આપીયો.

આકાશ એ થોડી વાર રાહ જોઈ પછી તેને પાછો પ્રશ્નચિન્હ મુકિયો પણ આ વખતે પણ કઈ પરીવર્તન ના આવિયું ,એટલે તેને થોડી વાર રાહ જોઈ અને પાછો મેસેજ મુકિયો “ Hey…..!!!!  “  . પરંતુ આ વખતે પણ અંજલિ મહેતાએ આકાશ નો મેસેજ વાચિયો પણ કહી જવાબ ના આપીયો

              હવે આકાશ ને થયું કે હવે જો તે અંજલિ ને બીજો કોઈ મેસેજ મૂકશે તો નક્કી અંજલિ તેને બ્લોક કરી નાખશે...અને પછી બધુ બગડશે.તેને હવે કહી પણ નહતું સમજાઈ રહિયું કે તે શું કરે , અંજલિ ને હજુ એક મેસેજ મૂકે કે પછી હવે તેને અંજલિ ને ભૂલી જવી જોઇયે કારણકે અંજલિ તેના મેસેજ ને વાચી તો રહી હતી પણ કઈ જવાબ નહતી આપી રહી.

               તેને નક્કી કરીયુ કે તે અંજલિ ને છેલ્લો મેસેજ મૂકી અને પ્રયત્ન કરી શકે છે જો તેને એને મેસેજ નો જવાબ આપવો હશે તો આપશે નહિતો બ્લોક કરી નાખશે બીજું શું...!!! 

તેને મેસેજ મુકિયો ........

“ તમે બહુ જ જોરદાર પ્રેજેંટેશન આપીયૂ હતું કાલે અહેમદાબાદ બ્રાન્ચ પર ખરેખર તમે જ્યારે પ્રેજેંટેશન આપી રહિયા હતા ત્યારે આખો કોન્ફરેંસ હૉલ તમને અને તમારા દ્વારા અપાતા પ્રેજેંટેશનને જ નિહાળી રહીયું હતું તમે બધા ને મંત્રમુગ્ધ કરી મૂકીયા હતા. ખરેખર અદભૂત શબ્દ પણ તમારી પ્રેજેંટેશન આપવાની કલા સામે નાનો લાગીયો....!!! “ આટલું લખી ને આકાશ એ અંજલિ મહેતા ને મેસેજ મૂકી દીધો.


       થોડી વાર પછી અંજલિ મહેતા એ મેસેજ વાચિયો , ઘણી એવી વાર થઈ પણ અંજલિ મહેતા નો કઈ જવાબ ના આવિયો અને આ વખતે પણ એવું જ થયું અંજલિ મહેતા એ મેસેજ વાચિયો પરંતુ કહી જવાબ ના આપીયો.આકાશ નું મન ભાંગી ગયું તેને થયું હવે અંજલિ પણ તેને બ્લોક કરી નાખશે , અને પછી તેને ક્યારે અંજલિ જોડે વાત કરવાનો મોકો નહીં મળે.તેને થયું ક્યાં તેને પેલી ફિલ્મી લાઇન મારી અને આ બધુ થયું , હવે ક્યારે આ ડાયલોગો નહીં મારવાની શીખ ની સાથે તેને લેપટોપ બંધ કરી અને સૂઈ જવાનું નક્કી કરિયું અને એવા માં તેને એક મેસેજ નો અવાજ સંભળાયો......ટિંગ ટિંગ .......

અને મેસેજ હતો અંજલિ મહેતા નો....અને મેસેજ માં લખીયું હતું...

THANK YOU SO MUCH…!!! અને સાથે એક સ્માઇલ વાડું sticker.

                                                                            ( ક્રમશ....)તમે મારી આવનારી વાર્તાઓ અને તમારા અભિપ્રાય(FEEDBACK) મને Facebook અને Instagram દ્વારા આપી શકો છો. Facebook અને Instagram પર મારૂ UserName છે.... “ @VIRAL_RAYTHTHA ”.

મારો કોન્ટેક્ટ નંબર છે 9978004143


Rate this content
Log in

Similar gujarati story from Drama