Janakbhai Shah

Inspirational Tragedy

4  

Janakbhai Shah

Inspirational Tragedy

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 7

ચેંગ-ફુંગ-સીનો જીવનવૃતાંત 7

3 mins
13.6K


ઝૂંપડું બાંધી આપ્યું.

છેવટે મારા કંટાળેલા મા-બાપે મને ત્યાં રહેવા જવાની મંજૂરી આપી. બન્યું એવું કે, અમારા એક સંબંધી તેમની થોડી ઘરવખરી મૂકી બીજે રહેવા ચાલ્યા ગયા હતા. મારા માટે તે તરાપો, લાકડાના કટકા, રાચ રચીલું અને રાતો પલંગ કામ આવી ગયો. પાંચમા નંબરના ભાઈ સાથે બીજા ભાઈઓ તે ઘરવખરી લઈને મને તે જગ્યાએ પહોંચાડવા આવ્યા. ત્યાં આવી ઘાંસનું નાનું એવું ઝૂંપડું બાંધી આપ્યું. તેઓ તરાપાનું બનાવેલું મરઘાઘર પણ સાથે લાવ્યા હતા. આ મરઘાઘરની ગોઠવણ પણ તેઓએ કરી આપી. આ બધું વ્યવસ્થિત કરી તેઓ ઘરે ચાલ્યા ગયા. પરંતુ મારીમાને મારી ખૂબ ચિંતા થતી હતી આથી થોડા દિવસ પછી મારા પાંચમા નંબરના તેર વર્ષના ભાઈએ મારી સાથે રહેવાની તૈયારી બતાવી અને મારી સાથે રહ્યો.

અમારા ઝૂંપડાની પાછળ એક ખાઈ હતી. મરઘાઓ ખોરાક માટે ત્યાં ફરતા. અમારું ગામ પશ્ચિમ દિશામાં આવેલું હતું. પાછળ ઝાડીઓની પૂર્વે શેરડીનો વાઢ આવેલો હતો. જ્યારે દક્ષિણમાં ખેતરો આવેલાં હતાં. મારા ઝૂંપડાથી ત્રણ કિલોમીટર દૂર એક કબ્રસ્તાન આવેલું હતું. મને કોઈકે કહેલું કે ત્યાંથી ભૂતડાઓ લોકોને ડરાવવા આવે છે. ક્વચિત્ રસ્તો ભૂલેલાં કોઈક વટેમાર્ગુ જ ત્યાં પાણી પીવા આવતા. બાકી મારા અને મારા પાંચમા નંબરના ભાઈ સિવાય ત્યાં કોઈ જ ન હતું.

થોડા અઠવાડિયાં મરઘીના બચ્ચા, બીજા પક્ષીઓ સાથે ખાઈમાં જતા. પણ જેવા શિકારી પક્ષીઓ દેખાવા લાગે કે મરઘીના બચ્ચા ખાઈ છોડી તે ખેતરોમાં ઘૂમવા જતાં રહેતાં. પણ હવે ખેતરોમાં શેરડી વઢાઈ જવાથી તેઓને બચવા માટે કોઈજ આશ્રય કે સહારો રહેતો નહિ. એક વખત મારો ભાઈ બહાર હતો ત્યારે એક સમડી ત્યાં આવી. ડરના માર્યા બધાં પક્ષીઓ ત્યાં છુપાઈ ગયાં. માત્ર એક લંગડું બચ્ચું ઝડપથી છુપાઈ શક્યું નહિ. સમડીએ ઝપટ મારીને લંગડા બચ્ચાને ચાંચમાં પકડી લીધું. આ જોઈને મેં ચીસા ચીસ કરી મૂકી. મારો ભાઈ મારી ચીસો સાંભળી કામ પડતું મૂકીને ત્યાં દોડતો આવી પહોંચ્યો અને મારી ચીસનું કારણ જાણીને તે ખૂબ ગુસ્સે થયો. તેને મન આ વાત સાવ નજીવી હતી. હું નબળા હોવાનો દેખાવ કરું છું તેમ માની તેણે કહ્યું, ''રૂદન લોકોની લાગણી જીતવાનું સાધન છે.''

તે દિવસ પછી ફરીથી ક્યારેય હું મોટેથી રડ્યો નથી.

મારા મા-બાપ અમારે માટે ફક્ત તેલ અને મીઠું સિવાય કશુંજ મોકલવા સમર્થ ન હતાં. અમારે જાતે જ અમારો ખોરાક મેળવવો પડતો. સવાર પડે અને કૂકડો બોલે કે તરત જ મારો ભાઈ અને હું જાગી જતા અને ગોકળગાયની શોધ કરવા મંડી પડતા. થોડી વારમાં તો અમારા હાથ-પગ અને પાંપણો ઝાકળથી ભીંજાઈ જતા. સૂર્ય ઊગતાં સુધીમાં તો અમે એક ઘડો ભરીને કાળી ગોકળગાય વીણી લાવતા. ત્યારપછી બટેટા અને ડાંગરના ખેતરમાં લણણી પછી જે કાંઈ બચ્યું હોય તે વીણવા અમે જતા. પછી શાકભાજી લાવતા. દેડકા અને સસલાઓ પકડતા. જ્યાં સુધી ભાઈ મને ઊંચકી શકતો ત્યાં સુધી તે આગળ લઈ જતો. પીઠ પરથી હું સરકી જતો તો તે મને સરખી રીતે ઊંચકતો. તેણે ક્યારેય આ અંગે મોઢું બગાડ્યું નથી કે કોઈ ફરિયાદ કરી નથી.

એક દિવસ સવારે મારો આ પાંચમાં નંબરનો ભાઈ મારા ત્રીજા નંબરના ભાઈના લગ્નમાં ગયો હતો. બીજા દિવસે સાંજે તે પાછો ફર્યાે. તે તેની સાથે એક મોટી ટોપલી ઊંચકી લાવ્યો હતો.

''મારી ગેરહાજરી દરમિયાન તું રડ્યો હતો ?'' તેણે મને પૂછ્યું.

''ના.'' મેં કહ્યું.

''તે તો ઘણું સરસ. છોકરાઓએ રડવું ન જોઈએ.'' આટલું કહીને તેણે મોટી ટોપલી ખોલી. તેમાં તે જાતજાતનું ખાવાનું લાવ્યો હતો. મેં જિંદગીમાં કોઈ દિવસ ભાળ્યું ન હોય તેમ ખાધું. ઘર છોડ્યા પછી આટલું તો મેં ક્યારેય ખાધું ન હતું.

''આપણા ઘરે લગ્નમાં બધાંજ આવ્યાં હતાં. મામા, કાકા, કાકી એ બધા સગા-સંબંધીઓ મને પૂછ્યા કરતા હતા કે પેલા ઘૂંટણીએ ચાલતા છોકરાનું શું થયું? મારા ભાઈએ કહ્યું.

''માએ શું કહ્યું.'' મેં પૂછ્યું.

''તેણે તો સન્યાસી બનવા ઘર છોડી દીધું છે,'' માએ જવાબ આપ્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational