બૂમરેંગ
બૂમરેંગ
રાત્રિના અગિયારેક વાગ્યા હતાં. સુમસામ હાઈવે પર મંથનની લક્ષુરિયસ કાર માં એની પ્રેયસી બાજુમાંં બેઠી હતી. કાર પવનવેગે જતી હતી. કાર માં તુંમ ઇતના જો મુસ્કુરા રહે હો. . . . ગઝલ વાગતી હતી. મંથન થોડી થોડી વારે બાજુમાંં જોતો હતો. અને જોવેજને. . બાજુમાંં ફૂલોનો ગુલદસ્તો બેઠો હતો. એસીનાં બ્લોવર માંંથી આવતો ઠન્ડો પવન એના મુલાયમ વાળમાંંથી પસાર થઈને કારને મધમધવતો હતો. અણિયારી આખો નચાંવતા એ. . . સામે ધ્યાન રાખને. . . . ગુંજન બોલી
હા તારા સામુ તોજોવુ છું. . . કહી મંથન હસ્યો. ગુંજન હવે શરમાઇ. . . કાર આગળ વધી રહી હતી. . . રાત્રિના બારેક વાગ્યા હતાં. રસ્તો સુમસામ હતો. કાર અંધારા ને ચીરીને આગળ વધી રહી હતી. . તેટલામાં કાર ને એક રેસ્ટોરન્ટ આગળ ઊભી રાખી. . . બંને નિચે ઉતર્યા. શું લઈશ?મંથને પૂછ્યું. .
આઈસક્રીમ સામે છેડેથી જવાબ આવ્યો. .
એ ટેણી બે આઈસક્રીમ લાવ.
બંનેએ આઈસક્રીમ ખાઈ ને પાછા કારમાં ગોઠવાયા. એ મંથન બોલને હવે શું કરવુ છે. . . આપણા લગ્ન નું. . . . ગુંજન દરવાજા ને બંધ કરતા બોલી. બસ હવે મારી ફાઇનલ CA નું પતે એટલે વળી. . . એમાંં શુંં. . . મંથને ગુંજન સામે જોઇને ગીત બદલ્યુ તેરી આંખો કે સિવા દિલ મેં રખા ક્યાં હૈ! કાર પાંચેક કિલોમિટર આગળ ગઈ હશે ત્યા જ કાર અચાનક બંધ થઈ ગઈ.
શુંં થયું? ગુંજને પૂછ્યું
ખબર નહીં હવે. . . કહી મંથને નદીના પુલનાં છેડે કાર ઊભી રાખી. . બંને જણા કારમાંથી નીચે ઉતર્યા. . મંથને કારમાં ચાવી લગાવી ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો પણ કાર ચાલુ નાં થઈ. પુલ નીચેથી પાણી નો પ્રવાહ ધસમસતો હતો. પાણી નો અવાજ અંધારા માં ભયાનકતા માં વધારો કરતો હતો. અમાસનું અંધારુ ગાઢુ હતુંં. મંથન અને ગુંજન પુલ પર ઊભા હતાં. ત્યા જ મંથને થોડે દૂર જઈ એક નંબર ડાયલ કર્યો. મંથન અહિ આવને મને બીક લાગે છે ગુંજન ગભરાયેલા સ્વરે બોલી. .
મંથને દૂરથિ ઇશારો કરતા બોલ્યો. . મિકેનિક ને ફોન કરી ને આવુ છું. રાત્રિના એક વાગ્યા હશે. ગુંજન પુલ નાં છેડે ઊભી હતી. ત્યાંજ અચાનક પાછળથી કોઇકે ખભે હાથ મુકયો. કોણ છે ગુંજન એટલુંજ બોલી શકી. એ અજાણ્યા માંણસે મોઢુ દબાવી ને પુલ પરથી નીચે ફેકી દીધી. મંથન મંથન બોલતાં તે ધડામ અવાજ સાથે પાણી માં તે માંણસે ફેકી દીધી. . . ત્યાંજ અવાજ સાંભળતા મંથન દોડી આવ્યો. અંધારા માં તે મોબાઈલ નાં અજવાળે દોડ્યો. કોણ છે ત્યા કોણ છે કહી મંથન પુલ નાં છેડા તરફ ગયો. ત્યાંજ તેના ખભા પર કોઇક નો હાથ પડ્યો. . .
એક અટહાસ્ય સાથે તે માણસે ખીસામાંંથી એક તીક્ષ્ણ હથિયાર મંથન નાં પેટ માં ખોસી દીધુ. મંથન જમીન પર ફસડાઇ પડ્યો. . મંથન નાં ખિસ્સામાંંથી કારની ચાવી લઈ લીધી.
તે સખ્શ કાર માં બેસતા બબડતો જતો હતો. . મારી સાથે દુશ્મની કરવી હતી તારે?
માય ફૂટ. . . હું તો તને એક મહિના પહેલા જ ખતમ કરવાનો હતો પણ તે દિવસે તારુ નસીબ સારુ હતુંં તે બચી ગયો તું. . . માંરુ અપમાંન કર્યુ હતુંં તે. . ?તે એક સ્વાસે બોલતો હતો. ગાડી ચાલુ કરી ને જેટલી સ્પીડે કાર ચલાવતો હતો તેટલી જ ગતિ એ બબડતો હતો. સંજયની સાથે દુશ્મની. ખબર છે ને કૉલેજ માં મેં તારા કેવા હાલ કર્યા હતાં. . ભૂલી ગયો. . . લે હવે તું પણ ગયો અને તારી એ ગુંજન પણ હા. . હા. . હા. . એનુંં અટહાસ્ય કાર માં ભેદી રીતે ગુંજતું હતુંં. કાર ની સ્પીડે માજા મૂકી હતી. . . રોડ ને ભેદી ને જાણે રોકેટ જતું હોય અને અચાનક સામેથી આવતી લાઈટ થી અંજાઈ ને એણે કાર ડાબી બાજુ એ વાળી પણ કાર પર નો કાબુ ગુમાંવ્યો અને કાર ધડાકા ભેર ઝાડ સાથે અથડાઈ. કારનું સ્ટેયરીંગ પેટમાં વાગતા એ સખ્સ સંજય કુદરતની બુમરેંગ નો શિકાર બન્યો હતો. . . ગાડી માં મ્યુઝિક રેલાતું હતુંં. એક હસીના થી એક દીવાના થા, ક્યા ઉમર થી. . !