બળાત્કાર
બળાત્કાર


તેણી અફાટ રુદન કરતી માલિકની ઓફિસમાં પ્રવેશી. માલિકતેને આવી હાલતમાં જોઈ, પોતાનું કામ પડતું મૂકી, તેણીને ખુરશી આપવા આગળ વધ્યા ! તેઓ એ તેણીને ખુરશી ઉપર બેસાડી ! તેણી હજી પણ રોઈ રહી હતી!
"શું થયું, કેમ આવી રીતે રડે છે ?", માલિકે પૂછ્યું
"મને, તે પજવે છે, મને ગંદા ગંદા મેસેજીસ કરે છે, મારી શારીરિક સતામણી કરે છે!", આમ કહી તે ફરી ઉંચા અવાજે રડવા લાગી.
"કોણ, કોણ નરાધમે આવું તારી સાથે કર્યું ?" માલિકે ગુસ્સામાં આવી કહ્યું
"આર્ફિન, આર્ફિન એ કર્યું !"
માલિક આ સાંભળી વિચારમાં પડી ગયા, "અરે એ તો મારી કંપનીનો સર્વશ્રેષ્ઠ માણસ છે, તેના આવા પછી કંપનીનો ઘણો વિકાસ થયો છે ! તે આવું કેમ કરી શકે ?હવે કંપનીના નિયમ પ્રમાણે મને એને નોકરીમાંથી બરખાસ્ત કરવો પડશે !
આર્ફિનને ઓફિસમાં બોલવવામાં આવ્યો અને તેણીની જાતીય સતામણી બદલ, તેજ સમયે નોકરીમાંથી રાજીનામુ આપી દેવા આદેશ આપવામાં આવ્યો ! તેની કોઈ સફાઈ કે જવાબ સાંભળવામાં ન આવ્યા !
તે ઓફિસમાં ગયો અને રાજીનામુ ટાઇપ કરવા લાગ્યો ! તે ખૂબજ વ્યથિત હતો, તેના આત્માસમ્માનના કપડાં ઉતરી ગયા હતા, તેની ઈજ્જત આબરૂ નીલામ થઈ ગઈ હતી, તેને તેનું ઘર વહેચાઈ રહ્યું હોય એ પ્રતીત થતું હતું, આજે જિંદગી જાને એનો બળાત્કાર કરતી હોય એવું લાગી રહ્યું હતું ! તેના સપના, તેનો પરિવાર બધું વેરવિખેર થઈ રહ્યું હતું ! તે રાજીનામુ આપી ચાલ્યો ગયો !
સાંજના સમયે તેણી, તેની મિત્ર જોડે હોટેલમાં જમવા ગઈ,
"આજે તો પાર્ટી મારી તરફથી!", તેણી બોલી
"કેમ? શું થયું ?"મિત્ર એ પૂછ્યું.
"હવે મારી પ્રગતિ નિશ્ચિત છે, આજે મારી ચાલાકીનો ઉપયોગ કરી, મે મારી પ્રગતિને રૂંધનારો કાંટો કાઢી નાખ્યો ! તે હોત ત્યાં સુધી હું આગળ ના વધી સકતી હતી, પણ હવે એ પણ નથી, માલિક એની જગ્યા મને જ આપશે !" તે ખૂબ ખુશ થતાં ભાવે બોલી.