Burhan kadiyani .

Children Stories

3  

Burhan kadiyani .

Children Stories

મધ

મધ

1 min
496


મૈત્રી નામનું જંગલ. આ વાર્તા ઓ છે આ જંગલમાં રેહનાર પશુઓની !

રિંકુ રીછ એક દિવસ મધની શોધમાં જંગલમાં નીકળ્યું ! તે ખૂબજ ભૂખ્યું હતું, તેને મધ ખાવાની તીવ્ર ઈચ્છા હતી. એને એક જગ્યા ખબર હતી જ્યાં મધ મળી શકે એમ હતું પરંતુ તેને એ વાત ઉપર વિશ્વાસ ન હતો. તેને એવું વિચાર્યું કે હું કોઈ જાણકારની સલાહ લઉં અને આગળની શોધ કરું ! 

રસ્તામાં તેને હોશિયાર હાથીભાઈ મળ્યાં. તે પોતાના જ્ઞાન અને બુદ્ધિ માટે ખૂબજ જાણીતા હતા. રિંકુ રિછે તેમને મધ મળે એવી જગ્યા બતાવવા કહ્યું.

"મોટા પહાડની પાછળ મળશે મધ !" એમ કહી હાથી ભાઈ આગળ ચાલ્યા.

રિંકુ રીછ ખુશ થાતો થાતો મોટા પહાડની પાછળ પહોંચ્યો પરંતુ ત્યાં માત્ર ઘાસના મેદાન હતા. મધ તો જરાં પણ નહોતું. તે ખૂબજ નિરાશ થયું. ત્યાં તેમને ઝીલું ઝીબ્રા મળ્યું, તેમને પણ રિંકુ રિછે આજ પ્રશ્ન કર્યો, 

"જંગલની પૂર્વ દિશામાં જાવ, ત્યાં મધ મળશે !", ઝીલું ઝીબ્રાએ ઉત્તર આપ્યો

રિંકુ પૂર્વ દિશામાં આગળ વધ્યો. ત્યાં પહોંચ્તાજ તે ડરી ગયો ! ત્યાં તો દલદલ વાળી જમીન હતી, તે તો પોતાની જાન બચાવી ત્યાંથી ભાગ્યું ! રિંકુ રિછે હવે નિશ્ચય કર્યો કે તે હવે કોઈની સલાહ નહીં લે અને પોતાના મનમાં જે વિચાર છે એના ઉપર કામ કરશે.

તે નદી કિનારે પહોંચ્યું અને ત્યાંના વૃક્ષોમાં મધપુડા મળ્યાં. તે ખૂબજ ખુશ થયો.તેને આખરે મધ મળ્યું.

તેને થયું મેં જો પહેલાજ મારાં દિલની વાત માની હોત તો મધ પહેલાજ મળી ગયું હોત !


Rate this content
Log in

More gujarati story from Burhan kadiyani .