બીકણ- વાર્તા એક ટીમીડ ટોમની
બીકણ- વાર્તા એક ટીમીડ ટોમની
મારૂ નામ 'ટોમ' છે, પરંતુ ગામના બધા મને 'ટીમીડ- ટોમ'થી વધારે ઓળખે છે. હું તે સમયની વાત કરી રહયો છું કે ત્યારે મર્કોનીનો રેડિયો મારા ગામ માટે નવા હતા. આધુનિક્તાની દોટમાં આ નવા શોધાયેલ અજાયબ રેડિયાનો કારોબાર જોરશોરથી ચાલતો હતો. વિકસતા સમયની સાથે તાલ મેળવવા હર કોઈને રેડિયો વસાવવાનો શોખ હતો, મે પણ ન્યુયોર્કની કોલેજમાં ઈક્ટ્રોનિક હાર્ડવેરમાં ડિપ્લોમા કરી, આ મલાઈદાર ધંધામાં જંપલાવી ગામમાં રેડિયો, અને તેના સામાનની દુકાન કરી હતી. મારૂ 'ચેરોકી' ગામ, જિલ્લા મથકથી દૂર ‘પર્વતીય વિસ્તારમાં હતું,. મારી પાસે મૂડી ઓછી હતી એટલે ઓર્ડર પ્રમાણે માલ લેવા જિલ્લા મથકે અવાર નવાર જવું પડતું હતું.કાચા રસ્તા અને પર્વતીય વિસ્તારને લઈને જિલ્લા મથકે પહોચતા બસને આંઠથી નવ કલાકનો સમય લાગતો, તેથી ઘણું કરી હું રાત્રે બસની મુસાફરી કરી સવારે જિલ્લા મથક પહોચી, આખો દિવસ ફરી સમાન ખરીદી મોડી સાંજે પરત ફરી અડધી રાત-વીતે પાછો ગામમાં આવતો નિયમિત મુસાફરીની ખેપ રહેવાથી બસનો ડ્રાઈવર મારો મિત્ર બની ગયો હતો. મુસાફરી દરમ્યાન તે હમેશા રોચક અને રસપૂર્ણ વાર્તાઓ, અને અવનવા કિસ્સાઑ કહેતો રહેતો જેથી રાતના સમયે સૂમસામ જંગલનો રસ્તો પસાર થઈ શકે......
......આ વર્ષે ખેતરોમાં પાક લહેરાઈ રહ્યા હતા. આ વખતના સારા વરસાદને લઈને દરવર્ષ કરતાં સારી ઉપજ થવાની હતી તે જોઈ સૌ ખુશ ખુશાલ હતા. ૩૧મી ઓક્ટોબર નજીક આવી રહી હતી, ચારે બાજુ નાના – મોટા, જુવાન- વ્યસક વડીલ સૌ લોકો શરૂ થઈ રહેલા વાર્ષિક ઉત્સવની ઉજવણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ગામ આખાનો રેડિયો માટે સારો ઓર્ડર મળવાનો ચાલુ થયો હોઈ, હું પણ ખૂબ આનંદમાં હતો. હું પણ મારી નાની દીકરી નેન્સિ અને પત્ની મારિયા સાથે ૩૧મી ઓકટોબરે આવી રહેલા 'હેલોવીન' ની ઉજવણીમાં વ્યસ્ત હતો, અઠવાડિયા પહેથીજ, અમે અમારા કોટેજના ફ્રન્ટ યાર્ડમાં હેલોઈનની સજાવટ માટે વીજળીથી ચાલતા લાલ – પીળા – લીલા,મિનિએચર લાઈટના ગોળાઓના ઝૂમખા ગોઠવી રોશની કરેલી. ફ્રન્ટ યાર્ડમાં હારબંધ ઉગેલા મેપલ ટ્રીના થડ સાથે જિલ્લા મથકેથી લાવેલ કાળા કપડા ઉપર દોરેલું ટાવર હાઉસ અને તેની આસપાસ ગુમી રહેલી ડાકણોના ચિત્રને બાંધી એક ખૂણો કવર કરેલો અને નીચે લોનમાં પ્લાસ્ટર પેરિસના માનવ અને કુતરાના હાડપિંજર ગોઠવ્યા હતા. મારા ચેરોકી ગામના આખાય નેબરહુડ માટે મારે ત્યાં કરેલી હેલોવીનની સજાવટ આકર્ષણ તેમજ ચર્ચાનો વિષય બનેલી, અને તેથી નેબરહુડ( પાડોશી ) તેઓના બાળકોને લઈ, રોજ સાંજે મારા કોટેજ ફ્રન્ટ યાર્ડની મુલાકાતે આવતા અને અમને આવી આબેહૂબ સજાવટ બદલ શાબાશી આવતા,તો કોઈ નેબર ફ્રન્ટ યાર્ડમાં પમકીન(કોળું) પણ મૂકી જતું.
આજે ૨૮મી ઓક્ટોબર હતી, મારે જિલ્લામથકે લોકોના ઓર્ડર મુજબ રેડિયા લાવી બધાને હેલોવીન દિવસ પહેલા ડિલિવરી આપવાનો હોવાથી આજે મારે રાત્રિ મુસાફરી કરી જિલ્લા મથકે જવું પડે તેમ હતું, અને દીકરી નેન્સિ મારી સાથે આવવા આડાઈ કરતી હતી,તેથી તેને મનાવાના ભાગ રૂપે,મે એક વાર્તા જોડી ને કહી...
વાત ઘણા વારસો પહેલાની છે, આ વાર્તા મારા દાદીમાં હું નાનો હતો ત્યારે હેલોવીનની રજામાં મને કહેતા હતા તે હું તને કહું છું..
...એક નાનું ગામ હતું, એક ઘરડી માનો નાનો છોકરો હતો. હેલોવીનના દિવસની વહેલી સાંજે ખેતરેથી પાછા વળતાં તેની સાયકલના ટાયરને પંકચર પડ્યું, સાઈકલ ઉપર, ઘરની ગાય માટેનું ઘાંસ અને ઘરના લોકો માટે શક્કરિયાની બાલદી અને બે મોટા કોળા લદાયેલા હતા. પહાડના સીધા ચઢાણ વાળા રસ્તે કોઈની મદદ મળે તેમ ન હતી. તે બાળકને ઘેર જલ્દી પહોચી હેલોવીનની ઉજવણીમાં જોડાવું હતું. બાળકને રડતો જોઈ તેને કોઈ એક અત્યંત વૃધ્ધ સફેદ વાળ અને સફેદ કપડાં વાળી બાઈને તેની મદદે આવતી જોઈ. સફેદ વાળ અને સફેદ કપડાવાળી બાઈએ જોત જોતામાં તેને તેની સાયક્લ તેમજ સમાન સાથે તેના ઘેર પહોચાડી દીધો ---
ટોમે જોયું કે તેની વહાલસોઈ દીકરી સૂઈ ગઈ છે એટ્લે તે તેની પત્ની મારિયાને હાય કહી, ઓવર કોટ અને કેપ પહેરી જિલ્લામથકે જવા બસ સ્ટેન્ડ ઉપર ગયો....
.....બીજે દિવસે મે મારી જિલ્લા મથકેથી ખરીદી પતાવી સાંજે સાત વાગે નિયત જગ્યાએ પહોચી બસની રાહ જોતો હતો, આજે બસ મોડી હતી, તે ડ્રાઈવર આંઠ વાગે બસ લઈ આવ્યો, ડ્રાઈવર હમેશની માફક રંગમાં હતો, મે તેને ડ્રાઈવિંગ સમયે અનુભવેલી કોઈ વાત કહેવા કીધું,
અને તેને કહ્યું... 'કે એક પુનમની અજવાળી રાત્રે તે જિલ્લા મથકેથી પાછો આવતો આવતા જંગલના રસ્તામાં દૂર કોઈ એક છોકરી સફેદ સાડી પહેરી ઊભી હતી, તેને વિચાર્યું કોઈ મુસાફર લાગે છે, પરંતુ જેમ જેમ બસ તેની નજીક પહોચી તેમ..તેમ તે સ્ત્રીનું કદ મોટુંને મોટું થવા લાગ્યું અને બસ જ્યારે તેની નજીક પહોચી તે સ્ત્રી નું કદ તાડના ઝાડ જેટલું થઈ ગયું હતું. તેણે કહ્યું કે તેને હવે અહેસાસ હતો કે આ કોઈ માનવ નથી પણ કોઈ પ્રેત લાગે છે એટલે તેને મોટેથી બાઈબલ ના ફ્રેજ બોલતા બોલતા બસને આગળ પાછળ જોયા વગર મારી મૂકી. ને ગામ પહોચી આવ્યો હતો,પછી... હજુ ડ્રાઈવર મને આ ઘટના કહી રહ્યો હતો ત્યાં મે દૂર રસ્તાની બાજુમાં નાના તળાવના કિનારે પથ્થર ઉપર બેસી કોઈ બાઈ તેના લાંબા વાળ ધોતી જોઈ, રાત્રિનો એક વાગ્યો હતો, અને તે સમયે મે ડ્રાઈવરનું બાઈ તરફ ધ્યાન દોરતા, ડ્રાઈવરે કહ્યું, 'આ કોઈ બાઈ નથી આ એક ચૂડેલ છે, અને ભૂતકાળમાં તેને અનેકવાર અંહી આ બાઈને આવીરીતે વાળ ધોતા અનેકવાર જોઈ છે'.
ખરું કહું તો આવી ભૂત, પિચાશની મે અઢળક વાર્તાઓ વાંચી હતી અને સાંભળી પણ હતી.
માદા ભૂત એટલે કે ચૂડેલ, અને મે ગામમાં ભજવાતા નાટકોમાં ભૂતડીઓને કાયમ છુટ્ટા વાળ રાખી અને સફેદ સાડી પહેરીને ફરતી સરસ અવાજે ગીત ગાતી જોઈ છે ! પણ એનો અર્થ એ થોડો થાય કે છુટ્ટા વાળ સાથે સફેદ સાડી પહેરીને ફરતી તમામ સ્ત્રીઓ ચૂડેલ હોય છે ! મે ડ્રાઈવર ને કહ્યું, અંહી તમારી ભૂલ થાય છે. પણ ડ્રાઈવર નિરુત્તર રહ્યો, તેના મૌનથી મારો ઘભરાટ વધતો હતો...
આજે કોઈ ચૂડેલને જોવાનો મારો આ પહેલો અનુભવ હતો અને ડ્રાઈવર નિરુત્તર હતો, એટલે હું પારાવાર બેચેની અનુભવતો હતો અને વારે વારે તે વાળ ધોતી બાઈનું ચિત્ર મારી આંખ સામે ઉપસતું હતું. તે દિવસે બાકીની ત્રણ કલાકની મુસાફરી ડર અને ઊંચા જીવે પતાવી અને મારાં ગામ ચેરોકીનું બસ સ્ટોપ આવ્યું ત્યારે રાત્રિના ત્રણ વાગી ચૂક્યા હતા. મારી દુકાન બસ સ્ટેન્ડ પાસે હતી, ત્યાં મે ખરીદેલો સમાન રાખી, ત્યાંથી મારા ડુંગર ઉપર આવેલા મારા ઘરનો રસ્તો વીસ મીનીટની દૂરી ઉપર હતો અને ત્યાં જવા પગપાળા નીકળ્યો., પુનમની રાત હતી ચંદ્ર પ્રકાશમાં રસ્તો સાફ દેખાઈ રહ્યો હતો. આ રસ્તો મ્હરો જાણીતો હતો. ઘણી વાર આવતો જતો હતો એટલે મારે માટે સામાન્ય વાત હતી. પણ આજે વાત કઈ જુદી હતી, દિલમાં પારાવાર બીક હતી અને મનમાં વાળધોતી બાઈ ડોકાઈ રહેતી હતી. થોડું ચાલ્યો હોઈશ ત્યાં મને મારી પાછળ કોઈ ઊંચા શ્વાસે ચાલતું હોય તેમ લાગ્યું. મે પાછું વળીને જોયું તો એક કૂતરું હતું, ઓહ આ કોનું કૂતરું હશે વિચારતો આગળ જોવી ત્યાં મારી પાસેથી એક મોટી બિલાડી પસાર થઈ ગઈ, અચાનક રસ્તો અંતરીને પસાર થયેલી બિલાડીને જોઈ મને કઈ અમંગલ બીના ઘટવાની દહેશત હતી ને ફરી પાછળ જોયું તો કૂતરું હવે ગાયબ હતું અને કરી સામે જોયું તો તે બિલાડી હવે એક કદાવર ગધેડું બની મારી સામે ઘુરકીયા કરી ભોંકતું હતું.. હું બેહદ ડરી ગયો અને સમાનને રસ્તામાં પડતો મૂકી,હું આંખ મિચી મારા ઘર તરફ દોડવા લાગ્યો..પરંતુ.. જેટલી વધારે વેગથી દોડવા પ્રયત્ન કરું તેટલું પગમાં કોઈએ વધારે વજન લાદી મને કોઈ રોકવા મથતું હોય તેમ લાગ્યું. જોર જોરથી બાઈબલના ફ્રેજ મોટેથી બોલતા જેમ તેમ કરી આખરે હું ઘેર પહોચી સૂઈ ગયો, સવારે જ્યારે મારી પત્ની મારિયા મને જગાડવા આવી ત્યારે હું તાવમાં તપતો હતો..
મે જાણી સમજીને ગઈકાલ રાતની વાત મારિયાથી છૂપાવી હતી. બીજો આખો દિવસ તાવમાં પટકાયેલો હોવાથી બિછાને પડી રહેવું પડ્યું. સાંજે ગરમી વધારે હોવાથી, રાત્રે હું એકલો બેક યાર્ડમાં સુવા ગયો.. ત્યાં અડધી રાત્રિએ કોઈ મને ઢંઢોળતું હોય તેવું લાગ્યું, મને થયું. કે વરસાદ આવ્યો હશે એટ્લે મારિયા ઘરમાં સુવા બોલવા જગડતી હશે.. પણ જોયું તો કોઈજ નહતું.. ત્યાં મારી નજર સીધી બેક યાર્ડની વાડ પાસે પડી, તે વાળ ધોતી બાઈને ખુલ્લા વાળમાં જોઈ, મારાથી ચીસ પડાઈ ગઈ..
સભાન થયો ત્યારે હું મારિયને વળગી બેઠો હતો પડ્યો અને તે વાડ પાસેની ' ચૂડેલ બાઈ'થી મને બચાવા કીધું,. મારિયા બોલી 'ઑ ટોમ યુ આર ટીમીડ' ( ટોમ તું બીકણ છે). અહી કોઈ બાઈ-ભાઈ નથી … મારિયાએ મને કીધું આ તને તાવ છે એટલે નાહકની લવારી એ ચડ્યો છે, અને સુઈ જવા કહ્યું. સવારે ‘મારીયા’એ, કડવો ઉકાળો પીવડાવ્યો બપોર સુધીમાં તાવ હવે ઉતરી જતાં હું દુકાને ગયો.અને
... ત્યાં જાણવા મળ્યું જીલામથક જવા માટેની બસ ત્રણ દિવસથી બંધ હતી તે આજથી ચાલુ થઈ હતી ......તો હું કઈ બસમાં ગયો અને પાછો આવ્યો, અને મને કોણ લાવ્યું...મારી પત્ની મને બીકણ, કહેતી હતી, પણ મારૂ મન જાણતું હતું પાછા વળતાં રસ્તે ભેટેલી ચૂડેલ એ મારા મનનો વહેમ નહતો. હું ઈલેક્ટ્રોનિકનો, ડિગ્રી નહીં, તો કમસે-કમ ડિપ્લોમા હોલ્ડર તો હતોજ. વિજ્ઞાનના વિદ્યાર્થી હોવાને નાતે આધુનિક સમાજનો એક મણકો હતો.
ખરી કે ખોટી જે બીના હોય ! પરંતુ, તે ભાયાનાક અનુભવ કરાવેલ હેલોવીનના દિવસો પછી, દસ વરસે મારી દીકરી નેન્સિ હવે કોલેજ માં ભણે છે, હું રિટાયર થઈ મારિયા સાથે ચેરોકીના કોટેજમાં આરામની જિંદગી ગુજારું છું પણ હવે અત્યારે હકીકત એ છે કે તે દિવસથી મે રાત્રિ મુસાફરી બંધ કરી દીધી હતી એટલે આખા ચેરોકી ગામમાં મારા નામ 'ટોમ' આગળ 'ટીમીડ' (ટીમીડ- બીકણ) નું લેબલ લાગી ગયું હતું, તે આજે પણ બરકરાર છે.
વાંચન માટે પૂરક માહિતી સંદર્ભ :-
હેલોવીન:- હેલોવીન એ દર વર્ષે ૩૧મી ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવતી રજા છે, આ ઉજવણીના રિવાજ ની શરૂઆત પરંપરાનો ઉદ્ભવ સેલ્ટસ જાતિના, જેઓ 2,000 વર્ષ પહેલાં અત્યારના આયર્લેન્ડ, યુનાઈટેડ કિંગડમ અને ઉત્તર ફ્રાન્સના વિસ્તારમાં રહેતા હતા. તેઓ તે સમયે પહેલી નવેમ્બર ના રોજ પોતાનું નવું વર્ષ ઊજવતાં. આમ હેલોવીનની ઉજવણીની ઉત્પત્તિ પ્રાચીન સેલ્ટિક તહેવાર સંહાઈન (ઉચ્ચારણ સોવ-ઈન) માટેની છે.
આ ઉજવણીમાં લોકો ભૂતને છૂટા કરવા માટે કોસ્ચ્યુમ લગાવે અને પોશાકો પહેરતા. આઠમી સદીમાં, પોપ ગ્રેગરી ત્રીજાએ પહેલી નવેમ્બરે બીજા બધા સંતોને નિયુક્ત કર્યા. ટૂંક સમયમાં આ સંતોએ સ્થાપેલી પરંપરાઓનો પ્રમાણે નવા વરસ પહેલાની સાંજ, ૩૧મી ઓક્ટોબર ‘Hallow-eve’ હેલોવ્સ ઈવ ના નામે પ્રચલિત હતો અને સમય જતાં હવે ‘Halloween’ હેલોવીન તરીકે ઉજવાય છે. સમય જતાં,લોકો હેલોવીન ટ્રિક-ઓર-ટ્રીટિંગ, છોકરાઓને ટોફિ આપી, તેમાજ કોતરકામ કરેલા જેક-ઓ-ફાનસ, જલાવી,આનંદ માનવતા આ દિવસે લોકો 'પમ્પકીન" (કોળા) ની વાનગી બનાવી ખાય અને વહેચે તેમજ ઉત્સવ માટે મેળાવડા યોજી, કપડાંનું દાન કરે છે.
આ દિવસ ઉનાળાના અંત અને લણણી પછી આવે છે જે ત્યાંના કાતિલ ઠંડા શિયાળાની શરૂઆત સમય પહેલાનો હોવાથી એ રિવાજ સમયે લોકોના મૃત્યુ પ્રમાણ ઊંચું રહેતું અને તેથી આ સમય માનવ મૃત્યુ સાથે સંકળાયેળ હતું. સેલ્ટસ માનતા હતા કે નવા વર્ષ પહેલાની રાત્રે, જીવંત અને મૃત લોકોની દુનિયા વચ્ચેની સીમા અસ્પષ્ટ બની જતી હોય છે. આમ ૩૧મી ઓક્ટોબરની રાત્રે તેઓએ હેલોવીનની ઉજવણી કરે ત્યારે, મૃતકોના આત્માઓ પૃથ્વી પોતાના સ્વજનોના હાલચાલ જોવા આવતા હોય છે અને જોઈ પાછા જતાં હોય છે વધુ વિગત માટે વેબ સાઈટ

