Salil Patel

Horror

3.9  

Salil Patel

Horror

ભૂતિયા બંગલો

ભૂતિયા બંગલો

4 mins
100


કોટા રાજસ્થાનમાં એક બંગલો હતો. બંગલો બહુ જ જૂના જમાનામાં બંધાયેલો હતો. પાછલાં અઢાર વર્ષોથી તેમાં કોઈપણ રહેતું ન હતું. ઈચ્છા હોવા છતાં પણ તેમાં કોઈ રહી શકતું ન હતું. અજિતસિંહને જ્યારે આ બંગલા વિશે ખબર પડી તો તેણે નક્કી કરી લીધું કે આનું રહસ્ય જાણીને જ રહેશે, કેમ લોકો બંગલામાં રહી શકતા નથી ? મજબૂત ઈચ્છાશક્તિની સાથે તેણે બંગલામાં રહેવાની પૂરી તૈયારી કરી લીધી. જ્યારે તેણે બંગલાની તરફ પગરણ માંડયાં તો બંગલાના મુખ્ય દ્વાર પર એક અજાણ્યા માણસે તેને રોકી લીધો ને કહ્યું, ‘સાંભળો ભાઈ, અજિત તેને જોઈને ત્યાં જ ઊભો રહી ગયો. તે અજાણ્યો માણસ તેની નજીક જઈને બોલ્યો, ‘ક્યાં જઈ રહ્યા છો ?’ ‘તમે કોણ ?’ અજિતે જવાબ આપવાના બદલે તેને સામે પ્રશ્ન કર્યો. ‘મારું નામ અર્જુનસિંહ છે.’ હું અહીંયાં બાજુમાં જ રહું છું. તમે મારા સવાલનો જવાબ ન આપ્યો. હું બંગલામાં જઈ રહ્યો છું.

અજિતે કહ્યું વાસ્તવમાં આ બંગલામાં જનાર દરેક વ્યક્તિનો જીવ જોખમમાં આવી જાય છે, કાં તો તે મરી જાય છે અથવા જીવ બચાવીને તાબડતોડ ભાગી જાય છે તમે આ બંગલામાં ન જાવ. મારી વાત માનીને તમારા ઘરે પાછા જતા રહો. મેં તમને કહ્યું કે આ બંગલામાં જવું તમારા જીવનને ખતરા રૂપ છે. હા, એ તો બરાબર, પરંતુ ખતરો શું છે, જે બધા લોકોનો જીવ જતો રહે છે ? આના વિશે કંઈ પણ કહેવું યોગ્ય નથી. પણ કેમ ? કારણ કે આનું રહસ્ય તો આજ સુધી કોઈને પણ જાણવા મળ્યું નથી. જ્યાં સુધી મને ખ્યાલ છે કે આ બંગલામાં ભૂત રહે છે સાચે ? અજિત ખુશ થઈને બોલ્યો, જાણે તેને તો બહુ મોટી લોટરી લાગી ગઈ. અર્જુનને તેની ખુશી જોઈને નવાઈ લાગી. તે ગંભીરતાથી બોલ્યો, તમે કેમ આટલા બધા ખુશ થઈ ગયા. તમને તો ભૂતનું નામ સાંભળીને બીક લાગવી જોઈએ. તમે સાચું કહો છો પરંતુ તમે નથી જાણતા કે હું ભૂતોમાં બહુ જ દિલચશ્પી રાખું છું. તે પ્રસન્નતાપૂર્ણ સ્વરમાં બોલ્યો, ‘જો આ બંગલામાં ભૂત હોય તો હું જરૂર આ બંગલામાં જઈશ અને તે બંગલામાં જતો રહ્યો. અજિતે પોતાની બેગ એક બાજુ રાખીને તે ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર બેસી ગયો. તેણે ત્યાં જ બેસીને બે-ત્રણ દારૂના પેગ પીધા. ત્યાં જ અચાનક રૂમમાં જે આઠ લાઈટના બલ્બ હતા તેમાંથી એક બલ્બ ચાલુ-બંધ થવા લાગ્યો. અજિતે તેની ઉપર ધ્યાન ન આપ્યું. અચાનક બીજો બલ્બ પણ ચાલુ-બંધ થવા લાગ્યો અને એક પછી એક બધા જ બલ્બ ચાલુ-બંધ ચાલુ-બંધ થવા લાગ્યા અજિત આ દૃશ્ય જોઈને પોતાની જગ્યા ઉપરથી ઊભો થઈ ગયો અને પૂર્ણ રૂપે સાવચેત થઈ ગયો અને અચાનક તેની સામે એક નાનકડું ટેબલ હવામાં ઊડવા લાગ્યું. તે લગભગ છ ફૂટ ઉપર ગયું અને પછી એકદમ જોરજોરથી ગોળ ગોળ ફરવા લાગ્યું. ટેબલને ગોળ ફરત તે જોઈ જ રહ્યો અને પછી ટેબલ અચાનક અજિતની તરફ આવવા લાગ્યું. આ જોઈને અજિતે તરત જ પોતાની જગ્યા બદલી લીધી. તે એક બાજુ જતા બચી ગયો અને ટેબલ એ જ જગ્યાએ આવીને પડયું જ્યાં થોડીક વાર પહેલાં અજિત ઊભો હતો. ટેબલ નીચે પડતા જ તૂટી ગયું. અજિતને હજુ કાંઈ સમજાય તે પહેલાં જ સોફાની સીટ તીવ્રતાથી તેની તરફ આગળ વધી તે ઝડપથી ઊભો થયો ને એક મોટો કૂદકો મારીને પાછી જગ્યા બદલી લીધી. સોફો દીવાલની જોડે અથડાયો. પછી બીજો સોફો તેની જગ્યાએથી હવામાં ઊડીને અજિતની તરફ આગળ વધ્યો તે ઝડપથી નીચે બેસી ગયો આથી સોફો તેના ઉપરથી પસાર થઈ ગયો અને અજિત બચી ગયો પછી અચાનક બધું શાંત થઈ ગયું અજિતે ચારેબાજુ સતર્કતાથી જોયું. પછી મોટા અવાજે બોલ્યો, ‘તું જે પણ હોય, સામે આવીને વાત કર.’ ત્યાં જ એક પડછાયો તેની સામે આવી ગયો. અજિત પડછાયાને જોઈને બોલ્યો, ‘કોણ છે તું ? ‘ ‘તારું મૃત્યુ’ પરંતુ તું કેમ જાતે મારવા ઈચ્છે છે ? તારી ભૂલના કારણે ! કઈ ભૂલ ? આ બંગલામાં આવવાની, પરંતુ તું કેમ કોઈને આ બંગલામાં રહેવા નથી દેતો ?’ કારણ કે હું કોઈ પણ રીતે આ બંગલાને સુખી જોઈ નથી શકતો.’ પરંતુ કેમ ? પેલાએ કહ્યું, ‘આજથી અઢાર વર્ષ પહેલાં આ બંગલાના માલિકે મને અહીંયાં જ મારી નાંખ્યો હતો. મારી કોઈ ભૂલ ન હતી. આના કારણે જ મારો આત્મા આ બંગલામાં ભૂત બનીને ભટક્યા કરે છે. હું કોઈને પણ આ બંગલામાં રહેવા નહીં દઉં, કારણ કે આ બંગલામાં મારું ખૂન થયું હતું આથી આ બંગલામાં એ દરેક વ્યક્તિનું મૃત્યુ થશે જે આમાં રહેવા આવશે.’ ‘હું તારા અસલી રૂપમાં તને જોવા માગું છું.’ અજિતે કહ્યું ‘તને મારી નાંખતા પહેલાં હું તારી આ ઈચ્છા જરૂર પૂરી કરીશ.’ અને ત્યાં જ તેની આંખોની સામે ઊભેલા પડછાયાએ એક બહુ જ ભયંકર-ડરામણું રૂપ લઈ લીધું. એટલું બધું ભયંકર હતું કે એક ક્ષણ માટે તો અજિત પણ ડરી ગયો હતો, પરંતુ બીજી જ ક્ષણે તેણે પોતાની જાત ઉપર નિયંત્રણ મેળવી લીધું. પછી તેણે ધીમે રહીને પેન્ટના ખિસ્સામાંથી સફેદ પાઉડર મુઠ્ઠી ભરીને કાઢયો અને પછી પેલા ભૂતની ઉપર તે પાઉડર છાંટી દીધો. આ પાઉડર ભૂતની ઉપર પડતાં જ તેની અંદર આગની જ્વાળા ઊઠવા લાગી. ભૂત જોરજોરથી ચીસો પાડવા લાગ્યું અને ધીમેધીમે પેલું ભૂત ત્યાં જ સળગી ગયું. અજિતે છેવટે નિરાંતનો શ્વાસ લીધો અને પછી તે શાંતિથી સૂઈ ગયો. બીજા દિવસે સવારે તે બંગલામાંથી હેમખેમ બહાર આવ્યો. તેને જીવતો જોઈને અર્જુનને નવાઈ લાગી. અજિતે તેને રાત્રે બનેલ આખી ઘટના જણાવી અને કહ્યું કે હવે આ બંગલો ભૂતિયા બંગલો રહ્યો નથી.


Rate this content
Log in

Similar gujarati story from Horror