ભૂત
ભૂત
ભૂત જો જોયું હોય તો કેવું હોય ?
મારા નાનપણની વાત છે ત્યારે હું લગભગ દસ વર્ષનો હતો.
મારા બાપુજી સાથે ફળિયામાં સૂતો હતો, રાતના અંધકારમાં કેટલા વાગ્યા તે જાણવું મુશ્કેલ હતું પણ કદાચ બે વાગ્યાની આજુબાજુનો સમય હતો વિલાયતી નળીયાનું છાજેલ રૂમ હતી ફળિયું ખૂલ્લું હતું ને દરવાજો બંધ કરી બધા સૂતા હતાં.
એવા સમયે જાણે નળીયા ઉપાડી કોઈ અંદર આવ્યું હોય તેવો ભાસ થયો ને એક પડછંદ દેહ ધારી સ્ત્રી હોય તેવું લાગ્યું મોમાં સિગારેટ હતી એક ફૂંક મારી ને સળગતી સિગારેટ મારા ગાલ પર ચાંપી દીધી.
હું સફાળો બેઠો થયો ત્યાં તો તે ધુમ્મસ ઓગળે તેમ ઓગળી ગઈ. મારા બાપુને કહ્યું તે પણ વિચારવા લાગ્યા શું હશે ? કોઈ ભૂવા ભરડા કરવા તે ગમતું નહિ તેથી ડોકટર પાસે જઈ વાત કરી મો પર લાગેલ ડામ પર મલમ લગાવી ને દવા આપી ખરાબ સ્વપ્ન હશે તેવું માની લીધું.
આજ પણ હું વિચારું છું કે કોઈ ઘરમાં કઈ રીતે એમ આવી શકે ?
કે કોઈ ધુમ્મસ ઓગળે તેમ કોઈ ઓગળી જાય ?
આ સવાલનો જવાબ હજી નથી મળ્યો કોઈ પાસે હોઈ તો કે'જો.

