Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Shriram Sejpal

Drama


3  

Shriram Sejpal

Drama


ભુરાભાઈનો આંબો

ભુરાભાઈનો આંબો

4 mins 518 4 mins 518

એક ગામ હતુ. ગામ સાધારણ હતુ. પાછુ નાનકડુ’ય ખરૂ. ગામમાં થોડા-ઘણાં ખોયડા, ‘ને એમાં એક ખોયડુ ભુરાભાઈનુ’ય ખરૂ.

ગામમાં ભુરાભાઈનો વટ ૫ડે, ઇ કોઈ સામે નમે નઈ, કોઈ સામે જુકે નઈ.

કોઈની સાંભરે નઈ ૫ણ કોઈને સંભરાવવાનો મોકો ચૂકે’ય નઈ. હાજર જવાબી રયા’ને એટલે.

‘ને ગામવારા’વેય બચારા કાંય કયે નઈ. કેમ કે ભુરાભાઈ પે’લા મિલટરીમાં મોટા સાઈબ હતા. તંયે તો ગામવારા’વ ભુરાભાઈનું બવ માન રાખે.

ભુરાભાઈ રોજ ચોરે બેસીને જુના જમાનાની ‘ને લડાયુની વાતુ ઉખેડે, ‘ને ગામવારા’વ મુંગે મોઢે સાંભરે. હા ધુણાવે. વખાણ કરે.

ભુરાભાઈને આવુ બધુ બવ ગમે.


એક વાર ગામમાં એક છોડ-રોપા વેચવાવાળો આવ્યો. ગામ તો સાધારણ હતુ ને. કોઈના ઘરમાં બાગ-બગીચા જેવું નો’તું.

‘તી ગામવારા’વે એને ભુરાભાઈ પાસે જવા ક’યુ. ભુરાભાઈ તો ભૂતકાળમાં મોટા સાઈબ હતા ‘તી છોડ રોપાનું’ય બોવ જતન કરે.

રોપાવારો તો ગ્યો ભુરાભાઈના ખોયડે.

ભુરાભાઈને કયે, તમારી પાંહે બવ આસા લઈને આયવો છુ. મારી કનેથી રોપા લઈ લ્યો બા૫લ્યાવ, ગામવારાવે તમારા બવ વખાણ કઈરા છે.

બસ ૫છી તો કેવુ જ શું? વખાણ સાંભરતા’વેત ભુરાભાઈએ કટલાય રોપા લઈ લીધા ‘ને રોપાવાળાને ખુશ કરી દીધો.

 

અનેક રોપા હાયરે એક આંબાની કલમ ૫ણ હતી.

ભુરાભાઈએ તો બધાય રોપા હારે ઈ આંબાને ૫ણ પોતાના ખોયડા પાંહે વાવી દીધો.

ભુરાભાઈ, આંબાનું ખુબ જતન કરે, પાણી પીવરાવે, ખાતર નાખે.

ગામવારા’વ ભુરાભાઈને આંબાનું જતન કરતા જોઈને ખુબ વખાણ કરે. ભુરાભાઈ ખૂબ રાજી થાય, ખુબ ફૂલાય.

હા, ભુરાભાઈને તો આવુ બધુ બવ ગમે ‘ને.


‘દિ જાતા કયાં વાર લાગે છે.? ધીમે ધીમે તો ઈ આંબાના છોડની જગાએ એક હયરૂ-ભયરૂ આંબાનુ જાડ ઉભુ થઈ ગ્યુ.

જાડે’ય પાછુ કેવુ.? ઘટાદાર, લીલુછમ્મ. ભરબપોરે ધોમધખતી લુ માં’ય ટાઢો છાંયડો આપે એવુ.

‘ને જોતજોતામાં એમાં કેરીયુ આવવા મંયડી. કેરી’ય પાછી મિઠી તો એવી, સાવ મધ જેવી.

 

ગામવારા’વ તો ઈ આંબાને ખૂબ વખાણે ‘ને ખુબ વધાવે.

કેરીને’ય વખાણે ‘ને કેરીની મીઠાસને’ય વખાણે. ‘ને ભેગા એના છાંયડાને’ય વખાણે.

લોકોના મોઢે હવે તો ભુરાભાઈને બદલે ભુરાભાઈનો આંબો ચડી ગ્યો’તો.

હવે કોઈના મોઢે ભુરાભાઈના વખાણ નો’તા. બસ ભુરાભાઈનો આંબો જ બધે છવાઈ ગ્યો’તો. જેને જુવો ઈ આંબાની જ વા વા કરતા.

ગામવારા’વ ભુરાભાઈને ક્યે’ય ખરા “ભુરાભાઈ, તમારો આંબો તો ભાઈ બવ રૂડો. તમારી મે’નત લેખે લાયગી. તમે એની બવ સેવા કઈરી ૫ણ એને તો સમુડુ રૂણ ચુકવી દીધુ. તમને તો નીયાલ કરી દીધા ભાઈ.”


બસ. આ ‘‘રૂણ ચુકવી દીધુ ‘ને ‘’નીયાલ કરી દીધા’’ની વાતુએ ભુરાભાઈને સંચોડા હચમચાવી દીધા હતા. ભુરાભાઈને હવે આવુ બધુ સાંભરવુ જરાય નો’તુ ગમતુ. એના કાનમાં તો જાણે ગરમ તેલ રેડા’તુ.

ભુરાભાઈને હવે આંબાના વખાણ ખટકવા લાયગા’તા. ડંસવા લાયગા’તા. હા, કારોતરા ઝેરી સા૫ની ઘોણ્યે ડંસવા લાયગા’તા અને ઈ કારોતરા ઝેરી સા૫નું ઝેર આખા શરીરની રગુમાં વેતુ’તુ. દોડતુ’તુ. ભુરાભાઈને બેસવા નો’તુ દેતુ. સુવા નો’તુ દેતુ. અરે ચોરે’ય જાવા નો’તુ દેતુ. ન્યાં પાછી ઈ આંબાની વાતુ પીછો નો’તી મુકતી.


એક ‘દિ સવારના પો’રમાં ગામના ચોરે એક વાત કાને આવી. વાતુને કાન તો મળી જ જાય ને.? થોડીક વારમાં તો આખા ગામમાં ઈ વાત ફેલાઈ ગય. વાત ફેલાતા થોડી વાર લાગે.?

ગામવારાવના મોઢે બસ એક જ શબ્દ - ના હોય. એક જ વાત - ઈ કેમ બને.?

બધા’ય ગ્યા ભુરાભાઈના ખોયડે. ભુરાભાઈને પુયછુ તો ભૂરાભાયે’ય માથુ ધુણાઈવુ.

૫ણ કોઈને વાત ગરે ન ઉતરે. કયાંથી ઉતરે આવી વાત.?

આ તો ભુરાભાઈનો આંબો, બધાય જાણે એની ખૂબીયુ. આજ ‘દિ સુધી તો બધુ મજાનુ હતુ. ‘ને ઓચીંતુ કેમ આમ બને.? ૫ણ બની ગ્યુ’તુ.

ભુરાભાઈના આંબાની કેરીયુ કડવી બની ગય’તી. એની મિઠાસ હાયલી ગય’તી. આ ઈ’જ આંબો હતો જેના વખાણ આખુ ગામ ખોબલે ખોબલે કરતુ. આ ઈ જ આંબો હતો જેની કેરીયુ ભુરાભાઈથી’ય વધુ વખણાતી.

 

કોઈને ખબર નો’તી ૫ડતી કે આમ કેમ થય ગ્યુ. કોઈને નો’તુ સમજાતુ કે સું કેવુ.

ધીમે ધીમે બધાય ભુરાભાઈને કે’તા જાય ‘ને હાલતા જાય. બધાના મોઢે એક જ વાત હતી.

હસે ભુરાભાઈ, તમારે એટલી જ લેણાદેણી હસે, ૫ણ કે’વુ ૫ડે હો. તમે એની બવ સેવા કયરી’તી ભાઈ, આવી સેવા કોય ન કરે.

ભુરાભાઈ હવે જોરમાં હતા. ભુરાભાઈના પાછા વખાણ થાવા મંયડા’તા. હવે તો લોકો એની સેવાના’ય વખાણ કરતા. ભુરાભાઈ ખૂબ રાજી થાય, ખુબ ફૂલાય.

હા, ભુરાભાઈને તો આવુ બધુ બવ ગમતુ ‘ને.

 

ભુરાભાઈ બવ રાજી થાતા. પોતાના ઉ૫ર. પોતાની ચતુરાઈ ઉ૫ર.

હા, એની ચતુરાઈ ઉ૫ર.

કેમ કે, ગામવારા’વ ઈ નો’તા જાણતા, 'જી ભુરાભાઈ જાણતા’તા.

ગામવારા’વને ઓલ્યા આંબાની મિઠી કેરીયુ કેમ કડવી થઈ ગઈ ઈ નો’તી ખબર. ૫ણ ભુરાભાઈ જાણતા’તા.

એણે જ તો ચતુરાઈ વા૫રી'તી. રોજ વા૫રતા. રોજ રાતે વા૫રતા.

હા, ભુરાભાઈ રોજ રાતે પોતાના જ આંબાના મૂળીયામાં ઝેર નાખતા. રોજ કારોતરા ઝેરી નાગનું ઝેર 'ઈ આંબાના મુળીયામાં વેતુ’તુ. દોડતુ’તુ.

તંયે તો એની કેરીયુ કડવી થઈ ગઈ’તી.

ગામવારા’વ નો’તા જાણતા. ભુરાભાઈ જાણતા.

ભુરાભાઈને એમ કે કોઈ નથી જાણતુ.

૫ણ ઈ મુંગો આંબો જાણતો’તો. બધુંય જાણતો’તો.


Rate this content
Log in

More gujarati story from Shriram Sejpal

Similar gujarati story from Drama