ભણવાની પ્રેરણા
ભણવાની પ્રેરણા


નિયતિના લગ્નને લગભગ વર્ષ થઇ ગયું હતું, ઘરમાં દાદીજી, સાસુ, સસરા, દિયર, પોતે અને તેનો પતિ રાજ એમ કુલ 'છ'વ્યક્તિનું કુંટુંબ. ઘરમાં દાદી અને સાસુ સિવાય બધાં જ નોકરિયાત. નિયતિ વ્યવસાયે શિક્ષિકા, એટલે એ બપોર પછીના ગૃહકાર્યમાં મદદ કરતી, આ જ નિત્યકર્મ આ કુંટુંબમાં ચાલતો. નિયતિ એક શિક્ષિકા હોવાથી તેણીએ તાલીમતો મેળવેલ હતી, માતા-પિતાના ઘરેથી અને સદનસીબે લગ્ન પહેલાં જ નોકરી પ્રાપ્ત કરેલ હતી. પરંતુ આ વ્યવસાય દરમિયાન જ યુનિવર્સીટીમાં આગળ ભણવાની તેની તીવ્ર ઈચ્છા હતી. માસ્ટર ઓફ ફિલોસોફર એટલે 'એમ.ફિલ' કરવું હતું.
એક વખત નિયત કર્મ મુજબ બપોરે ઘરે આવે છે અને એમ ફિલ માટેના ફોર્મ ભરવાની વાત કરે છે. વાત કરતાંની સાથે બધાંએ વાત હોંશ ભેર વધાવી લીધી અને નિયતિ આ ડીગ્રીનાં પગથિયાં પસાર કરતી ગઈ. એમ કરતાં બાર મહિના નિયતિનાં ક્યાં પસાર થઇ ગયાં ખબર જ ના પડી અને એક તરફ પરીક્ષાનો સમય નજીક આવ્યો બીજી તરફ નિયતિની નોકરીમાં કામનું ભારણ વધવા લાગ્યું "જાણે એક સાધતાં હમણાં જ તેર તૂટશે" એવી પરિસ્થિતિ ઉભી થઈ અને બન્ને ને ન્યાય આપવા મથતી નિયતિ અસ્વસ્થ બની. ઘરનાં સભ્યોએ દાદી, સાસુ,પતિ બધાં એ કહ્યું ભણવાનું ના છોડ પરંતુ સ્વાસ્થ્ય માટે કરી અને બન્નેમાંથી એકને સરખો ન્યાય આપવા માટે નોકરી છોડી દેવાનું સમજાવવામાં આવતી,
ત્યારે બીજી બાજુ નિયતિનાં સસરાનાં વિચાર મુજબ નિયતિ આ બન્નેને માન અને ન્યાય આપશે એવો એક વિશ્વાસ હતો, અને કદાચ એ જ કારણે નિયતિએ બન્ને ચાલુ રાખ્યું હતું, 'ભણવાનું અને ભણાવાનું' તેના સસરા જ્યારથી નિયતિએ ભણવાનું ચાલુ કર્યું ત્યારથી સમાજ,કુંટુંબ બધી જગ્યાએ તેઓ કહેતા "આ ! મારી પુત્રવધૂ છે, જે અમારા ઘરનું અને કુંટુંબનું ગૌરવ વધારશે" આગળ ભણીને " નિયતિનાં કાનોમાં આ શબ્દો સતત ગુંજતા અને તેને જ કારણે તેને છૂપી પ્રેરણા છૂપો આત્મબળ જાગતો રહ્યો અને તેણીએ આ જ શાબ્દિક બળને કારણે નિયતિએ આખી યુનિવર્સીટીમાં પ્રથમ શ્રેણીએ આવી. ખરેખર નિયતિએ સમાજનું માતા-પિતાનું ગૌરવ વધાર્યું અને આ તમામ પાછળ તેના સસરાનો એક માત્ર વિશ્વાસ જીત્યો હતો.
તેના સસરા બોલવા ખાતર ના બોલતા પરંતુ નિયતિને નોકરીના કાર્યો હોય કે એમ.ફિલની મુંઝવણ બન્નેમાં હસતે મોઢે તેની મુંઝવણ દૂર કરતાં. પરંતુ કુદરતને ઉપરોક્ત બધું જ પસંદ નહિ હોય અને એટલે જ નિયતિનું પરિણામ આવ્યું ત્યારે જ તેને ભણવા માટેની પ્રેરણા આપનાર પ્રેરણાદાયી સસરા હાજર ન હતાં !