બે અનોખી જુડવા બહેનો - ૧૦
બે અનોખી જુડવા બહેનો - ૧૦
“ચાલ હવે આદિત્ય મૂકું છું. બાય, આદિત્ય.”
“બાય, રીમા.”
હવે રીમા રૂમમાંથી નીકળી ને રીમા નાસ્તો કરતી હતી ત્યારે ટીના ફરી શરુ થઈ ગઈ. તે જેમ તેમ બોલવા લાગી.
રીમા શાંત રહી ને એણે એની વાતો પર ધ્યાન ન આપ્યું જેમ આદિત્યે એને કહું હતું પણ ટીનાને આ વખત તો એની માતાએ તમાચો માર્યો ને કહ્યું “તને કેટલી વાર સમજાવાનું કે મોટી બહેન સાથે આમ વાત ન કરાય."
ટીના સામે બોલવા લાગી “હું તો આમ જ કરીશ.” એની માતા એ કીધું, “હું નહીં ચલાવી લઉં એટલો રૂબાબ શાનું મારે છે. મારી સામે નહીં ચાલે."
હજી તે સુધરી નહીં. રીમાએ કહ્યું, “મમ્મી રહેવા દે એને એક દિવસ એની ભૂલ સમજાશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે.”
“સાચી વાત છે રીમા.”
“ મમ્મી હમણાં તે સમજશે જ નહીં. મેં એનું શું બગાડયું છે ખબર નહીં. ચેસમાં મહાવિદ્યાલયમાં હું જીતી ત્યારે બધા ખુશ થયા ને મને અભિનંદન આપ્યાં.
ખાલી ટીના જ ખુશ ન થઈ ને એનું મોઢું ચડી ગયું. તે મારી બહેન છે તો મને દુઃખ તો થાય. તે શું કામ મારાથી એટલી અદેખાઈ કરે છે મને સમજાતું નથી ને રૂબાબ માર્યા કરે છે. મહાવિદ્યાલયમાં પણ શિક્ષકો સામે રૂબાબ મારે છે. હમણાં તો એને વઢે છે. પાણી માથાથી ઉપર જશે તો એ દિવસ દૂર નથી કે એને મહાવિદ્યાલયમાંથી શિક્ષકો કાઢી નાકશે. મારી સાથે પણ એવું વર્તન કરે છે જાણે મને ઓળખતી નથી. પહેલા મને દુઃખ થતું હતું પણ મેં વાસ્તવિકતા સ્વીકારી લીધી છે. એની મરજી એને મારી સાથે સંબંધ ન રાખવું હોય તો કંઈ નહીં. બધા મને મહાવિદ્યાલયમાં એમ કહે છે, તારી બહેન ને તારી વચ્ચે આસમાન જમીનનું અંતર છે.”
“રીમા તારી બધી વાત સાચી છે, એને સુધારવી તો પડશે.”
“ મમ્મી એ એમ નથી સુધારવાની મેં બધી કોશિશ કરી લીધી. બધું સમય પર છોડી દઈએ. એક ને એક દિવસ એને સુધરવું પડશે. બધા મારી જેમ નહીં ચલાવી લે.”
“રીમા બરાબર કહે છે.”
ટીના ગુસ્સે થી લાલ થઈ ગઈ જયારે રીમાએ એની માતાને આ બધું કીધું.
આટલો વખત રીમા ચૂપ હતી પણ હવે એને મમ્મી ને બધી હકીકત ડર્યા વગર કહી ને રીમા સાચી હતી એટલે એની મમ્મી પણ એની સાથે ભળી ગઈ.
રીમાએ એની મમ્મી ને કહ્યું “હું રૂમમાં જાઉં છું કંઈ કામ હોય તો કેજે."
રીમાને વિશ્વાસ ન આવ્યો હું એટલું બધું બોલી શકી ? આટલા વખત ચૂપ રહેતી હતી કે ટીના સુધરી જશે પણ તે સુધરવા તૈયાર જ ન હતી. ખબર નહીં આદિત્ય સાથે રહેવાથી મારી પાસે એટલી બધી હિંમત આપો આપ આવી ગઈ.
રીમાને આ વાત તરત જ આદિત્ય ને કહેવી હતી. રવિવાર હોવા છતાંય તે રૂમમાં જતી હતી ત્યારે એણે જોયું કે એના માતા -પિતા સાથે વાતો કરતા હતા. ટીના મોબાઈલમાં કઈ કરતી હતી પછી તે પોતાના રૂમમાં ગઈ ને દરવાજો બંધ કર્યો અને તરત આદિત્ય ને વિડિઓ કોલ લગાડયો. એને જોવું હતું એ શું કહે છે. તે કાલ સુધી રાહ જોવા તૈયાર ન હતી.
આદિત્ય તો રીમાનો ફોન જોઈ ને ખુશ થઈ ગયો તેને તરત જ ફોન ઉપાડી લીધો.
“આદિત્યે રીમાની મસ્તી કરી મારી યાદ આવી શું ?”
"રીમાએ પણ મસ્તી કરી એ તો કાયમ આવે છે. લાગે છે તમને નથી આવતી.”
“ના ના એવું નથી તને તો ખબર છે, રવિવારના હું ફોન ન કરી શકું. તું તો મને યાદ આવે જ ને.”
"મને ખબર છે આદિત્ય. તમે મસ્તી કરી એટલે મેં પણ કરી.”
મને તો તમને કંઈ કહેવું છે. થોડી વાર જ વાત કરીશું. હું કાલ સુધી રાહ નહીં જોઈ શકું. બધા ને મેં જોયું મારા માતા પિતા વાતો કરતા હતા ને ટીના એના મોબાઈલમાં વ્યસ્ત હતી એટલે મેં તમને ફોન કર્યો.
“એમ ? “
“હા આદિત્ય.”
“તેં ફોન કર્યો એ મારા માટે બહુ છે.”
મમ્મીએ આજે જયારે જોયું “ ટીના હજી મારી સાથે બરાબર વર્તન નથી કરતી. મમ્મી એને બહુ વઢી.
તમે કીધું હતું એમ મેં ધ્યાન નહીં આપ્યું ને મેં કીધું "એ સુધારવાની નથી, સમય એને સુધારશે. પછી ખબર નહીં મારી પાસે અચાનક હિંમત
આવી ગઈ ને મેં બધું મમ્મી ને કહ્યું. મમ્મી મારી સાથે ભળી ગઈ અને ટીના ગુસ્સેથી લાલ થઈ ગઈ.”
“ત્યાર પછી હું રૂમમાં આવી ગઈ તમને કહેવા માટે. મારાથી રહેવાનું નહીં. તમને કહેવું હતું. તમારા લીધે હું એટલું બધું બોલી શકી.”
“બહુ સરસ કર્યું તેં રીમા હવે આજથી ક્યારે ઉદાસ નહીં થવાનું. આવી રીતે જ એને પણ કહી દેવાનું. હું ઝગડો કરવાનું નથી કહેતો પણ તું સાચી હોય છે તો કઈ પણ સાંભળી નહીં લેવાનું સમજી.”
“હા સમજી ગઈ આદિત્ય.”
“મને ગમ્યું રીમા તે આ બહાને મને ફોન તો કર્યો.
“તમે તો છો આદિત્ય જેને હું કહી શકું છું.”
“ખાલી મારે લીધે નથી રીમા એ તો તારી બહેન છે એમ કરી ને તું બોલી ન શકી એટલે મેં તને સમજાવ્યું ઉદાસ નહીં રહેવાનું ને ધ્યાન નહીં આપવાનું. બસ તું ખુશ રહે એટલું જ ”
“તમે મારા જીવનમાં આવ્યા ત્યારથી હું હસતાં શીખી ગઈ એટલે બધું તમારા લીધે છે એ તો તમને માનવું પડશે.”
“ના ના રીમા બધું મારે લીધે નથી.”
“એની ચર્ચા કાલે કરીશું." "હવે હું ફોન મુકું છું. કાલે જલ્દી આવજો વાંધો ન હોય તો ? મેં કહ્યું હતું ને કાલે તમારી સાથે વધારે સમય રહીશ. સાંજના તો નહીં રહેવાશે તો સવારે જલ્દી મળીયે પછી મહાવિદ્યાલયમાં જવાનું હશે.”
“એમાં વાંધો શું હોય આવી જઈશ. તું કહે ને હું ન આવું.”
“અરે હું એવું નથી કહેતી હું કહું એટલે તમને આવી જવાનું.
“અરે સમજને મસ્તી નથી સમજાતી. સમજી ગઈ. આદિત્ય.”
“આ ડ્રેસમાં પણ કેટલી સુંદર લાગે છે તને હું પાછી જોઈ શક્યો એટલે હું તો ખુશ થઈ ગયો. "
"અચ્છા આદિત્ય."
"હા, રીમા."
“હવે મુકું છું.”
“ઠીક છે કાલે માળીયે. બાય મીરા."
“બાય આદિત્ય."
“ઠીક છે રીમા મને એક મેસેજ કરજે સુવા પહેલા તો મને ગમશે.”
“હા કરી દઈશ તમે કહો ને હું ન કરું એવું ક્યારે ન બને.”
“શું વાત છે રીમા આજકાલ બહુ સાંભળે છે મારું.” “એવું કંઈ નથી આદિત્ય.”
“એવું જ છે રીમા.”
“મસ્તી છોડો મસ્તી બધી કાલે કરજો. હવે મુકું.”
“મારા નસીબ કે તમારો ફોન આવ્યો.”
“અરે આદિત્ય બહુ મસ્તી થઈ ગઈ હવે મુકું”.
“ઠીક છે રીમા.”
હવે રીમાએ થોડો આરામ કર્યો. પછી ઉઠી ને વાર્તાની ચોપડી વાંચી. ત્યાં જમવાનો સમય થઈ ગયો એટલે જમવા બેઠી હતી. ટીનાનું મોઢું ચઢેલું હતું પણ તેને ધ્યાન નહીં આપ્યું. તેને ફટાફટ જમી લીધું. ત્યાં સુધી એના માતા પિતાએ પણ જામી લીધું.
થોડી વાર વાતો કરતી માતા પિતા સાથે બેઠી હતી. ત્યાર પછી એના રૂમમાં સુવા ગઈ. એણે આદિત્યને મેસેજ કર્યો. હું સુઈ જાઉં છું કાલે મળીયે. આદિત્યે જવાબ આપ્યો હા સુઈ જા કાલે મળીયે. એણે આદિત્ય નો જવાબ જોયો ને ખુશ થઈ ને એને લખ્યું હા, ને સુઈ ગઈ.
રીમા સવારે જલ્દી ઉઠી ને તૈયાર થઈ ને એની માતાને કહી ને નિકળી ગઈ. એની માતાએ સવાલ ન પૂછ્યો કેમ કે પહેલા જ રીમાએ કહી દીધું હતું. આદિત્ય પણ એને લેવા માટે જલ્દી આવી ગયા. તે એમની સાથે બાઈક પર બેઠી. પછી બન્ને આદિત્યના ઘરે પહોંચ્યા. બન્ને એ એક બીજા સાથે બહુ વાતો કરી ને મસ્તી કરી . પછી રીમાએ આદિત્ય સાથે મળીને એમણે પાળેલા ફોટા જોયા. રીમા ને બહુ ગમ્યા ને કહ્યું આવશો ને પિકનિકમાં મારી સાથે ?
“હા, હા આવીશ રીમા.
“ત્યાં પણ આપણા સરસ ફોટા પાડજો.કોઈ ન જોય એવી રીતે."
“હા મને પણ જોઈએ છે તારી જોડે." આજે આપણે નામ લખાવી દઈએ પણ આ વખતે આઠ દિવસની પિકનિક છે. ચાલશે ને તમને ? “
“હા બહુ મજા આવશે તો આપણા નામ લાખવશું મહાવિદ્યાલયમાં જઈશું ત્યારે.
“ હવે નાસ્તો કરીએ ? "ચાલ કરીએ." બન્નેએ પ્રેમથી સાથે નાસ્તો કર્યો. આદિત્ય હવે મને ભણાવો. આદિત્ય થોડા મહિનામાં પરીક્ષા છે. મને સારા ગુણથી પાસ થવું છે. હા રીમા ભણીએ. "આદિત્યે રીમાની મસ્તી કરી ભણવામાં ધ્યાન આપી શકીશ કે મને જોયા કરીશ ?”
“શું આદિત્ય કઈ પણ.”
“હું ભણવામાં ધ્યાન આપીશ હવે શરુ કરો.” આદિત્ય ભણાવવામાં ને રીમાએ ભણવામાં ધ્યાન આપ્યું.
“શું રીમા ભણવામાં તે મારી સામે જોયું નહીં.”
“શું આદિત્ય કરો મસ્તી. મને ખબર છે તમે મને ખુશ કરવા કરો છો.”
“ રીમા તને કેવી રીતે ખબર ? હવે મને બધી ખબર પડે છે આદિત્ય.”
“સારું જ છે ને.”
“હા. હવે આપણે મહાવિદ્યાલય માટે નીકળવું પડશે.” “સાંજના મળશું યાદ રાખજો. લાઈબ્રરીમાં જઈશું ને કોઈ જોય ગયું એટલે ના પાડું છું. તમે મને જોઈ લેજો જમતાં.”
“હા રીમા સમજુ છું.”
“એમ પણ તમે મારા વર્ગમાં આવો છો. એટલે તમે મને જોઈ શકશો.”
“એ તાે છે." "મને બહુ ન જોતા ભણાવવામાં ધ્યાન આપજો.”
“સાંજના હું તમને મલવાની જ છું.”
"આદિત્યે હસતાં હસતાં કહું, “અરે નહીં જોઉં તને બસ. “
"રીમાએ હસતાં હસતાં કહું, “અરે મને નહીં જોય તો મને કેમ ગમશે ભણવાનું વર્ગમાં.”
“રીમા કઈ પણ બહુ મસ્તી કરે છે મારી.”
“વાંધો નહીં કર કર મને ગમશે.”
“ઓહો મસ્તી કરું એ પણ તમને ગમશે”.
“હા ગમેજ ને તું હસતાં શીખી ગઈ.”
“એ વાત બરાબર કહી આદિત્ય.”
“હવે આમજ રહેજે રીમા”.
“હા જરૂર આદિત્ય.”
“હવે ચાલો જઈએ મહાવિદ્યાલયમાં.”
“તમે પિકનિકનું તમારું લખાવી લેજો.”
“મારું અલગ હશે લખાવાનું”.
“ઠીક છે રીમા.”
“ચાલો હવે હું ઉતરું સાંજના મળીશું.”
“ હા રીમા.”
હવે બંનેએ પિકનિકનું લખાવ્યું ત્યારે ખબર પડી પિકનિક બે દિવસમાં જ છે એ પણ આઠ દિવસની છે. બે મહિનામાં પરીક્ષા છે ને ત્યાર પછી ફેરવેલ છે.
બન્ને સાંજની વાટ જોતા હતા ને સાંજ થઈ ગઈ. હવે બન્ને સાથે આદિત્યના ઘરે પહોંચ્યા. હવે બન્ને વાતો કરી શું કરવું છે બે દિવસમાં જ પિકનિક છે જવું છે ?
“રીમાએ કહ્યું જવું તો છે પણ મારું ભણવાનું એનું શું કરશું ?”
“એ હું તને કરાવી દઈશ ને યાદ પણ કરાવી દઈશ.”
“સાચે આદિત્ય ? હા રીમા તને એકદમ તૈયાર કરી દઈશ પરીક્ષા માટે.“
“થેન્કયુ આદિત્ય.”
“રીમા મેં તને ના પાડી છે થેન્ક યુ નહીં કહેવાનું”. “આદિત્ય બોલાઈ ગયું હવે નહીં બોલું.”
“રીમા હવે બે જ મહિના છે પછી મારી પાસે આવી જઈશ”.
“હા આદિત્ય હું છે કહું છું એ કરું છું.”
“તને જે કરવું હૉય એ કરી શકે છે રીમા.”
“હા આદિત્ય હમણાં કઈ વિચાર્યું નથી. ત્યારે જોઈશ ઠીક છે રીમા.”
“આદિત્ય મને ડાંન્સ કરવાનું છે ફેરવેલમાં આજે ખબર પડી. આદિત્ય તમને ગમશે ?"
"કેમ નહીં કરજે."
"પિકનિકમાંથી આવી ને રિહર્સલ કરવાની છે.”
“તું કરી લઈશ ક્યાં પણ અટકે હું છું તારી સાથે. તું રેકોર્ડ કરી આવજે.”
“જો ન ફાવે તો ત્યારે કરાવી દઈશ.”
“ઠીક છે આદિત્ય”.
“આપણે પરમ દિવસે જવાનું છે મારે તૈયારી કરવી પડશે. હું તમને કરી દઈશ જોઈએ તો."
"એમ તો હું કરી લઈશ પણ તું કરી દઈશ તો ગમશે. "એમાં શું કરી દઈશ. “
"સાચે ને ?
હા,હા આદિત્ય.
“તમે આટલું બધું કરો છો મારા માટે. એટલું તાે હું કરી શકું.”
“આદિત્ય મારે થોડા કપડાં લેવા પડશે તમે ચાલશો.”. “હમણાં જઈએ ફાવશે તને ?”
“હા ચાલો જઈએ.”
“પૈસા હું જ આપીશ રીમા.”
“એ ન ચાલે ? “
“ શું આદિત્ય તો હું નહીં લઈ જાઉં.”
“એવું નહીં કરાે આદિત્ય ?" "હું એ જ શરતે ચાલીસ."
ઠીક છે આદિત્ય. ચાલો જઈએ."
" કેટલા સરસ ડ્રેસ છે તારા ફોટા સરસ આવશે." "હું તમારી પાસે ન લઈ શકું."
"તું મને મારી નથી માનતી." "ના એવું નથી આદિત્ય." "તો લઈ લે કઈ ન બોલતી.”
“ઠીક છે લઈ લવ છું બસ."
હવે અહીંયાજ જમી લઈએ આદિત્ય." "રીમા એક થાળી લઉ સાથે ચાલશે ? “
"હા કેમ નહીં. આવો મોકો ક્યારે મળશે ખબર નથી.”
“ચાલો સાથે જમીએ. મને ખબર છે તમને મને ક્યારનું ખવ ડાવવાનું મન છે. ચાલો ખવડાવો સાથે જમીએ ફોટા જોડે પણ લઈ લેજો પૂછવાની જરૂર નથી."
"રીમા તું મારી મનની વાત કેવી રીતે સમજી જાય છે." "બસ મને ખબર પડી જાય છે. ચાલાે હવે હું ખવડાવું તમને. હવે પૂરું કરીએ સાથે."
"હા,હા. રીમા."
"બહુ મોડું થઈ ગયું છે આદિત્ય હવે ઘરે જઈએ.”
“કાલે આપણે નથી મળતા પરમદિવસે મળીએ પિકનિક જવાનું છે. ચાલશે ને આદિત્ય ?"
"નહીં ચાલે રીમા પણ ચલાવી લઈશ. તું તૈયારીની ચિંતા ન કરતી હું કરી લઈશ."
"ઠીક છે આદિત્ય. તમને યાદ છે ને સાથે બેસવાનું પછી મને એકલી ન પાડી દેજો."
"જરાય નહીં રીમા."
જ્યાં મને તમે રોજ મળા છાે ત્યાં મને લેવા આવજો પરમદિવસે."
"હા જરૂર રીમા."
"ચાલો હું જાઉં આદિત્ય પરમદિવસે મળીયે."
“હા રીમા”
ક્રમશ:
