Anami D

Tragedy

5.0  

Anami D

Tragedy

બધું સાથે લઈ જઈશ

બધું સાથે લઈ જઈશ

1 min
673


સાંજના સાડા પાંચ થઈ ગયા છે, જરા ઉતાવળ રાખો... હમણાં વરસાદ ખાબકી પડશે... !! બ્રાહ્મણ એ મોટેથી સાદ કર્યો.


'હા,બસ પાંચ મિનિટ મહારાજ', કહી ને કાકી એ અવન્તી ને કહ્યું, તને ગમતી બંગડી, તને ગમતો ચાંદલો, તને ગમતી ચુંદડી... આ બધું જ લઈ જા.


એને ગમતું બધું જ એને સાથે લઈ જવાનું છે,એ કહેતી કે હું જ્યાં જઈશ ત્યાં આ બધું સાથે લઈ જઈશ. અને ત્યાં હાજર બધાં જ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.


સાંજ નાં છ વાગી ગયા છે, ચાર પિતરાઇ ભાઈઓ ચાર ખૂણે ગોઠવાયા અને લાડકી બેન ને કાંધ આપી. આ સાથે જ શહેર નાં જાણીતા બિલ્ડર્ શ્રીકાન્ત અવસ્થીના એક ના એક દિકરી અવન્તી અવસ્થીની અંતિમયાત્રા શુરુ થઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy