Pushpak Goswami

Inspirational

3  

Pushpak Goswami

Inspirational

બચતનું મૂલ્ય

બચતનું મૂલ્ય

1 min
223


સુરેશને નાનપણથી જ તેના પપ્પાએ પૈસાની બચત કરતાં શીખવ્યું હતું. તેના પપ્પા હંમેશા તેને કહેતાં કે આવતીકાલ માટે એક રૂપિયો બચાવીને બાકીના પૈસા વાપરવા. સુરેશને શરૂઆતમાં તો આ વાતથી નવાઈ લાગી. પરંતુ પપ્પાએ કહ્યું છે તે મુજબ કરવામાં શું વાંધો છે ? તેમ વિચારી તેણે રોજ ગલ્લામાં ૧ રૂપિયો નાખવાનું વિચાર્યું. રોજ રાત્રે સૂતા પહેલા એક રૂપિયો ગલ્લામાં નાખીને જ ઊંઘવાનું, તેવું સુરેશે નક્કી કર્યું.

આમ ને આમ વર્ષો વીતતાં ગયાં અને દિવસે દિવસે મોંઘવારી પણ વધવા લાગી. સુરેશ, જે શરૂઆતમાં એક રૂપિયો નાખતો હતો તેના બદલે હવે પાંચ રૂપિયા નાખવા લાગ્યો. વર્ષો વીતતાં ગયાં, પરંતુ તેનો નિત્યક્રમ ચાલુ જ રહ્યો.

એક દિવસ અચાનક સુરેશના છોકરાને તાવ આવ્યો અને તેને દવાખાને લઇ જવામાં આવ્યો. ત્યાં ડોકટરે પ્પંચ લાખ રૂપિયા ડિપોઝિટ પેટે ભરવાનું કહ્યું. આ સાંભળી સુરેશના તો મોતિયા જ મરી ગયાં. તેને અચાનક પોતાનો સેવિંગવાળો ગલ્લો યદાવ્યો અને તરત જ તે ઘર તરફ દોડ્યો. ઘરે જઈ ગલ્લો તોડ્યો તો તેની આંખો પહોળી જ રહી ગઈ. તેણે ટીંપુ ટીંપુ કરીને જે મૂડી જમાં કરી હતી તે અત્યારે લગભગ આઠ લાખ રૂપિયા જેટલી થઈ ગઈ હતી.

તેને દવાખાનામાં જઈને પૈસા ભરી દીધા. સુરેશનો છોકરો પણ બચી ગયો.આજે તેને તેના પિતાની વાત યાદ આવી કે, "એક એક રૂપિયો જમાં કરી વાવેલો છોડ એક દિવસ વિશાળ વટવૃક્ષ બની જશે અને પોતાના જ છોકરાની જિંદગી બચાવશે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational