Dip Parmar

Drama

2.5  

Dip Parmar

Drama

બાપનો પ્રેમ

બાપનો પ્રેમ

6 mins
7.0K


"આવજો પપ્પા.. આવજો.. મમ્મી.." રાજેશ ભાઈ એમના પપ્પા અને મમ્મીને ટ્રેનમાંથી રવાના કરીને કાર લઈને ઘર જવા નીકળ્યા.. રાતના પોણાં આઠ વાગ્યા હશે. મનમાં થોડી દ્વિધા ચાલતી હતી. આત્મવિશ્વાસ તો હતો જ તો પણ થોડા ઢીલા હતા પોતાની કિસ્મતથી.

આ રવિવારે નાયબ મામલતદારની પરીક્ષા હતી તૈયારી ફૂલ હતી. પણ એમના ભાગ્ય દર વખતેની જેમ આ વખતે પણ દગો દે એ ચિંતા હતી. આ પેલા પણ એ એક પરીક્ષામાં પાસ થયા હતા પણ એમની પોતાની નોકરીમાંથી જ એમને છૂટા કરવામાં ન આવ્યા એટલે નછૂટકે એ કલાર્કની નોકરીમાં જ રહેવું પડયું. હવે તેને આ નોકરીમાંથી છૂટકારો મેળવવો હતો. મૂડ ફ્રેશ કરવા એમણે એફ.એમ. રેડિયો ચાલુ કર્યો.

"મારા પ્યારા દેશવાસીઓ" પડછંદ અવાજ રેડિયોમાંથી નીકળી આખી કારમાં ફરી વાળ્યો. પ્રધાન મંત્રી મોદીનો રાષ્ટજોગ સંદેશો હતો. થોડી આતંકવાદની વાત કર્યા પછી એમણે જાહેર કર્યું કે આજ રાતથી પાંચસો અને હજારની નોટો ચલણમાં નહી રહે.

આ નીર્ણય કાળા નાણાં સામે લીધેલો હતો. આ બધું ભાષણ રાજેશ ભાઈ શાંતિથી સાંભળી રહ્યા હતા. અને ખુશ હતા હાશ આ નિર્ણયની તો બધા પ્રામાણિક લોકો રાહ જોઈ રહ્યા હતા. આ તો  બહુ પેલા કરવાની જરૂર હતી. હાશ હવે આ કાળા નાણા વાળા હાથ માં આવશે.. અને આજ રાતથી સુધી હોસ્પિટલમાં અને પેટ્રોલ પમ્પમાં નાણા સ્વીકારવા ફરજિયાત છે.." હા, આ સારું કર્યું રાજેશભાઈ મનમાં બોલ્યા.

ટ્રીન્ગ ટ્રીન્ગ.. રાજેશભાઈના મોબાઈલની રિંગ વાગી.

"હેલો, હા બોલ જ્યોતિ.."  એફ.એમ.નો અવાજ ધીમો કરી રાજેશભાઈ બોલ્યા. સામેની બાજુથી રડતો અવાજ આવ્યો. "તમે જલ્દી ઘરે એવો જયરાજને આજે બહુ તાવ ચડી ગયો છે.."

"હા, હું જલ્દી એવું છું.." એમ કહીને રાજેશભાઈ ગાડી સ્પીડમાં ચાલવા મંડ્યા. અને ઘરે પહોંચીને જોયું તો જયરાજ બેભાન જેવો થઈ ગયો હતો. એને ઉપાડીને કારમાં બેસાડ્યો અને નવજીવન હોસ્પિટલ તરફ ગાડી હંકારી મૂકી.

તાવ તો થોડો થોડો આવતો હતો શું થયું હશે અચાનક એટલો બધો તાવ વધી ગયો. દવા તો આપી જ અમૃત દવાખાનાની આવું મનમાં વિચારતા રહ્યા અને એને ફોન કરીને એક અમદાવાદના એના સંબંધી એવા ઓર્થોપેડિક ડો. ડાભીને જયરાજના બીમારીનાં લક્ષણો કહ્યા.

થોડી વાર રોકાઈને તેને પરિમલ ચાઈલ્ડ કેરમાં જાવા કહ્યું. બીજું કાઈ ત્યારે કેહવુ ડો. ડાભીને યોગ્ય ન લાગ્યું. આ બાજુ જયરાજનું કપાળ ગરમ લોઢી જેમ તપી રહ્યુ હતું. ઘરે બધા આજે જ ચારધામ યાત્રામાં જતા રહ્યા હતા. જયરાજની મમી જ્યોતિ બેન રડી રહ્યા હતા. શું કરવું એ એમને પણ ખબર ન હતી. થોડીવારમાં હોસ્પિટલ પહોંચી ગયા. હોસ્પીટલ ત્રીજા ફ્લોર પર હતી અને લિફ્ટ ખરાબ.

પોતાના બીમાર બાળકને હોસ્પિયલ પહોંચાડતા કોઈ પણ બાપને આવી લિફ્ટની જરૂર ન પડે. જયરાજને હાથમાં ઉઠાવીને એ દોડ્યા ઉપર એવા કે ત્રીજો માળ આવ્યા પછી જ ઊભા રહ્યા. એટલી વાર જયરાજને ઈમારજેન્સી વર્ડમાં દાખલ કરવામાં આવ્યો.

ડો.ડાભી એ ફોને કરીને હોસ્પીટલના ડો.ને જયરાજની હાલતની માહિતી આપેલી. જયરાજને ડેંગ્યુ થયો હતો. અને શરીર પહેલેથી જ શુક્લકડો એટલે લોહીના ટકા સાવ ઘટી ગયા.  

"આ પેશન્ટ સાથે કોણ આવ્યું છે અહીં એવો ને અહીં ફી ભરો.." રિસેપનિસ્ટ બોલી.

રાજેશભાઈ એ આજે જ સાંજે જ રેલવે સ્ટેશન પાસેમાં એ.ટી.એમ.પાસેથી કાઢેલી હજારની દસ નોટ રિસેપનિસ્ટને આપી.

"આ નોટ! નહિ ચાલે.." રિસેપનનીસ્ટ કડક અવાજમાં બોલી.

 "અરે કેમ નહિ ચાલે.." રાજેશભાઈ થોડું અકળાયા.

"આજે મોદીનો સંદેશો સાંભળ્યો નહી.." રિસેપન્ટીસ્ટ બોલી. "અરે હા આ ઉતાવળમાં એતો ભુલાય ગયું.." રાજેશભાઈ મનમાં બબડયા. ફરી પાછું કંઈક યાદ આવ્યું હોય એમ ત્યાં જઈને બોલ્યા, "એમાં એમ પણ કહ્યું હતું કે હોસ્પિટલમાં નોટ લેવી ફરિજિયાત છે."

"એ જે હોઈ તે આ નોટ અહી નઈ ચાલે એટલે ની ચાલે.." રાજેશ ભાઈને ગુસ્સો આવ્યો. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ.

"કાલ સુધીમાં જો આ રૂપિયા જમા નય કરવો તો અમારે ટ્રીટમેન્ટ બંધ કરવી પડશે."  

"આ શું તમે બોલો છો માણસાઈ જેવું છે કે નય.. નોટ બંધ કરી તો આજે રાત સુધી તો ચાલે એમ કહ્યું જ હતું.."

"એ જે હોય તે અમને ઉપરથી ઓર્ડર આવ્યો છે કે પાંચસોની અને હજારની નોટ નહિ સ્વીકારવાની તમે બહાર ગમે એની પાસે જાયને લઈ આવો.." રાજેશ ભાઈના ગુસ્સાનો પારો લગભગ મિટરની બહાર નીકળી ગયો. "આ લોકો માને એમ નથી. મારે જ કંઈક કરવું પડશે." એમ એમણે શાંત ચિત્તે વિચારીને બધા લાગતા વળગતા ને ફોન કર્યા. પણ આ રીતે સોની, પચાસની, હજાર નોટ કોની પાસે હોય. બધા એ નનિયો ભણ્યો.. પણ હા એક સલાહ જરૂર આપી કે તમે આ હોસ્પિટલ વિરુધ ફરિયાદ કરોને.. ફરિયાદ ક્યાંથી કરે..? જેનો છોકરો આ રીતે ગંભીર બીમારી હોય એ ફરીયાદ કરવા ધક્કા ખાય કે રૂપિયાની વ્યવસ્થા કરે..?

આખરે નિરાશ થઈને માથે હાથ મૂકીને બેસી ગયા. "શું થશે હવે..?" બધી હોસ્પિટલમાં આમ જ કરવાના. હું ખૂબ આજીજી કરી ખૂબ વિનંતી કરીશ કદાચ એ માની જાય.

એના ખૂબ ગુસ્સો પણ આવવા લાગ્યો. મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યું. મેં તો બધાને મમદદ કરવાની પર્યંતન કર્યો છે. આ આજે જ નોટબંધી થવાનું લખ્યું હતું.

આંખ લાલ ધગધગતા ગોળા જેવી થઈ ગઈ હતી. ચહેરો સુકાઈ ગયો હતો. "અરે સાહેબ.." પાછળથી હાંફતો હાંફતો એક પ્રૌઢ માણસનો અવાજ આવ્યો.   અને રાજેશભાઈ પોતાના ગહન વિચારમાંથી બહાર નીકળ્યા.

"અરે અશ્વિન ભાઈ તમે? તમેં અહીં.. ક્યાંથી?"
"અરે સાહેબ મારા એક સંબંધીના છોકરાને અહીં દાખલ કર્યો હતો. તો અહીં ખબર પૂછવવા આવ્યો અને તમને કયારનો અવાજ લગાવું છું. તમારું ધ્યાન ક્યાં છે? અને અહીં કેમ તમે? કોઈ બીમાર છે?"

રાજેશભાઈ એ એમને બધી વાત કહી. "ઓહ! અરે રે.. તમે હોસ્પિટલવાળાને કહો કે -" એટલું બોલતા જ રાજેશભાઈ એ એમની વાત કાપી નાખી. "અરે ભાઈ મારે હોસ્પિટલ વિરુદ્ધ ફરિયાદ કરું કેે ગમે એમ કરીને રૂપિયા આપું.."

"અરે સાહેબ હું ફરિયાદ કરવાનું નથી કહેતો. એમને કહો કે ટ્રીટમેન્ટ ચાલુ રાખે પૈસા આવી જસે.."
"ક્યાંથી?"
"સાહેબ મારે આવતા મહિને છોકરીના લગ્ન છે તૈયારી બધી જ કરી નાખી છે. મારી પાસે પચાસની નોટવાળું દસ હજારનું બંડલ છે. એ તમને આપી દઈશ.."

"અરે પણ તમારે ઓછું નહી પડે..?"

"ના સાહેબ.. ના.. મારા કેટલા બિલ તમે પાસ કર્યા છે.. મારું પેન્શન તો બંધ જ થવાનું હતું.. તમારી સલાહ પ્રમાણે ચાલવાથી જ મને આજે પેન્શન મળે છે. એમાંથી હું તમને દસ હજાર ન આપી શકું..? જયારે મારે પૈસાની જરૂર હતી ત્યારે તમે જ મદદ કરેલી ને.. એ હું કેમ ભૂલી શકું.. તમે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? તમારી સાથે ક્યારેય ખરાબ ન થઈ શકે.." આ વાત સાંભળીને રાજેશભાઈની આંખોમાં પાણી આવી ગયા. એણે અશ્વિન ભાઈને ભેટી જ પડ્યા અને થોડી જ વારમાં પૈસાની વ્યસ્થા થઈ ગઈ.

જયરાજને ત્રણ-ચાર દિવસ હોસ્પિટલમાં એડમિટ રાખવાનું કહ્યું. બે જ દિવસમાં જયરાજને સારું થવા લાગ્યું હતું.

અચાનક રાજેશભાઈને પોતાની પરીક્ષા યાદ આવી. "અરે! આજે તો પરીક્ષા છે મારે આ વખતે છેલ્લો ચાન્સ છે.. જો આ વખતે રહી ગયા તો હવે એ જ ત્રાસદાયક ક્લાર્કની નોકરી કરવી પડશે. આ પરીક્ષાની તો મેં કેટલી તૈયારી કરેલી અને સ્પેશ્યલ વાંચવા માટે રજા લીધેલી. પણ જયરાજ આ રીતે બીમાર થશે એવી શું ખબર. જયરાજને સારું તો થઈ ગયું હતું તો પરીક્ષા દઈ જ આવું. પણ પાછું કંઈક થશે તો? અહીં જ્યોતિ એકલી શું કરશે? પણ આ છેલ્લું વર્ષ છે પછી હું નોકરી માટે એપ્લાય નહિ કરી શકું. શું કરવું?"

આ રીતે એક બાપ અને ઝુઝારું માણસ વચ્ચે એમનું મન ઝૂલી રહ્યું હતું. એક વાર તો થયું કે પરીક્ષા દઈ જ આવું. પણ બાપના હ્રદયે અંદરથી ખોંખારો ખાધો અને ક્યાંય જવાની ના પાડી..

એ રવિવારે નાયબ મામલતદારની પરિક્ષામાં એક એપ્લિકેન્ટ ગેરહાજર હતો પણ અહીં હોસ્પિટલમાં એક બાપ ખડે પગે હાજર હતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama