Dip Parmar

Inspirational

5.0  

Dip Parmar

Inspirational

રેલયાત્રા

રેલયાત્રા

5 mins
494


૧૦ની પુરી ભાજી... ૧૦ની પુરી ભાજી.. સીંગ લાય લો સીંગ.... સમોસા ૧૦ના ૨.. ૧૦ના ૨.... સવારના ૮ વાગ્યા હશે. ટ્રેન વિરમગામ સ્ટેશને ઉભી હતી. 5-6 સ્ત્રીઓનું ટોળું ઘસાઘસ અંદર ઘસી ગયું. 3 પ્રૌઢ અને 2 યુવાન સ્ત્રીઓ હતી. એમના પહેરવેશથી સ્પષ્ટ જણાય આવતું હતું કે એ ગામડાની મજૂર સ્ત્રીઓ હતી.


પૂ... પૂ... ટ્રેન ઉપડી. ૧૦ મિનિટ થઈ હશે માંડ.. પેલા ગામડાની સ્ત્રીઓમાંથી એકને ઉબકા ચાલુ થયા. કદાચ પહેલેથી જ તબિયત ખરાબ હશે એની.સ્ત્રીઓની અંદરોઅંદરની વાત ચાલુ થઈ. "3 મહિના સે પેટ સે હે.ભાઈના લગ્ન સે... બાર બાર મના કિયા થા મત આ. પર યે બોલી ભાઈ કી શાદી હે એક હી ભાઈ હે કૈસે ના જાઉં દો દિન સે પેટ ખરાબ હોવે સે"


"ઉલટી હો રહી હે ભાઈ સાહેબ બારી કે પાસ બિઠાઇ એ ના" એક સ્ત્રી એ બારી આગળ બેઠેલા ભાઈને કહ્યું.. એ ભાઈ આ બધું ઝીણવટ ભરી નજરે જોઈ રહ્યા હતા અને બધું જ સાંભળતા હોવા છતાં કંઈ સાંભળ્યું ના હોય એમ એ ભાઈએ એ સ્ત્રી સામે જોઈને મોઢું ફેરવી લીધું. અને બારી બહારના દ્રષ્યો જોવા લાગ્યા. એક પછી એક ઝાડ પાછળ જતા હતા એમ એ ભાઈ એના ભૂતકાળના સ્મરણોમાં જવા લાગ્યા. લગભગ 26 વર્ષની ઉમર હશે એમની. મોહન એમનું નામ. આવી જ રીતે ટ્રેનમાં રાજકોટથી અમદાવાદ રાતની મુસાફરીમાં જતા હતા. ચેહરા પર એક ખુશી હતી. અને પોતાની હાથ માં રહેલો કાગળ વારંવાર વાંચ્યા જ જતો હતો. લગભગ 50-60 વાર આ કાગળ વાંચ્યો હશે.


'કોન્ગ્રેચ્યુંલેશન મોહન,

યું આર કોલેડ ફોર ઇન્ટરવ્યું. પ્લીઝ કમ એટ ૯ પી.એમ. એટ બીલો એડ્રેસ વિથ યોર ડોક્યુમેન્ટ.'


આ લાઈન આવતાજ એના ચહેરા પર એક અલગ જ સ્મિત આવતું હતું. એમને બીજે દિવસે સવારે ૯ વાગે ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. રેલવેના સ્ટેશન માસ્ટરની પરીક્ષામાં એ પાસ થયા હતા અને ઇન્ટરવ્યુ માટે એમને બોલાવ્યા હતા. ઘણા વર્ષોની એમની મહેનત પછી એમને આ જોબ હાથમાં આવી હતી. એમને મોટી જ નોકરી જોઇતી હતી એટલે આ જોબ માટે એ ખૂબ જ ઉત્સાહી હતા. નોકરી કરીને હું ખૂબજ ગર્વથી ઘરે જઈશ. મારા પાપા માટે ખાદીના કાપડ લઇ લઇસ. મા માટે સાડી લઇ આવીશ. પેહલા પગારની આવતી રકમને ક્યાં ક્યાં વાપરવાનું છે એ બધું જ લિસ્ટ એમને કરી રાખેલું."


"બારી પાસે જગ્યા આપોને ઉલટી જેવું થઈ છે." આ સાંભળીને એ મોહનભાઈ ઉભા થયા ગયા કોલ લેટર ખિસ્સામાં નાખ્યો અને પોતાની સીટ પરથી પર લંબાવ્યુ હતું એ ઉભા થઇ ને એ ત્રણેય બહેનોને બેસવાની જગ્યા આપી. સામેની સીટ પરના ભાઈ સુતા હતા એટલે એને ઉભા રહેવું હિતાવહ સમજ્યું. ધીમે ધીમે ટ્રેન આગળ જતાં અલગ અલગ સ્ટેશને પેસેન્જર ઉતરતા ગયા. હવે વિરમગામનું સ્ટેશન આવ્યું પેલી બહેનની તબિયત વધારે ખરાબ થવા લાગી. "કોઇ પાણી આપો અને પાણી" એમ એક બેહને બૂમ પાડી. આખા ડાબામાં હવે એ ત્રણ બહેનો અને મોહન સિવાય કોઈ દેખાતુ નહોતું. અને પેલા ભાઈ તો સામે સુતા જ હતા.


એટલે મોહનભાઇ દોડીને નીચે ઉતારી પાણી લેવા ગયા. આમતેમ જોવાછતા એમને કોઈ પાણીનું સ્થાન ના દેખાયું એટલે દૂર એક પાણીની પરબ હતું ત્યાં દોડ્યા. અને ગ્લાસ ભર્યો જ હતો ત્યાં ટ્રેન નું ચાલુ થવાનું હોર્ન વાગ્યું એટલે એ તો દોડ્યા પોતાના ડબ્બા તરફ ... પૃ...... ટ્રેન તો ચાલુ થઈ ગયા હતી. એટલે મોહનભાઇની સ્પીડ વધી અને ગ્લાસ નીચે પડી ગયો. તો પણ ડબ્બા આગળ એક ભાઈ ઉભા હતા એને હાથ આપ્યો એટલે એનો હાથ પકડી માંડ ડબ્બામાં ચડ્યા એ ભાઈ એમના ડબ્બા માં સુતા હતા એજ ભાઈ હતા. મોહનને પાણી ન લાવી શકવાનું દુઃખ હતું. "ગ્લાસ પડી ગયો કાકા... પેલી બેઠી એ સ્ત્રીઓમાંથી એકની તબિયત ખરાબ હતી એમને માટે લાવ્યો હતો." એમ કહી એ અંદર આવ્યા. "કઇ સ્ત્રી બેટા ?" પેલા ભાઈ એ હાથ ઊંચા કરી બગાસાં ખાતા ખાતા બોલ્યા. " શું ?" અંદર જઈ ને જોયું તો કોઈ સ્ત્રીઓ ના હતી. અને બને સીટ ખાલી હતી. કદાચ હું મોડે પહોંચ્યો અને તબિયત વધારે ખરાબ હશે એટલે નીચે ઉતરી ગઇ હશે. એમ વિચારી એ ભાઈ અંદર પોતાની જગ્યા પર બેસી ગયા. અને પોતાની ખિસ્સામાં નો કોલ લેટર પોતાના ઠેલામાં નાખવા કાઢ્યો પણ થેલો ક્યાં ? થેલો ગોતવા આમ તેમ ફાંફા માર્યા પણ મળ્યો નય. "શું થયું બેટા ?"


"અંરે કાકા મારો થેલો અહીં જ રાખ્યો હતો. જતો રહ્યો ક્યાંક.". પેલા ભાઈ થોડું વિચારી બોલ્યા. "તું નીચે કોની માટે પાણી લેવા ગયો હતો ?"

"હું તો પેલી સ્ત્રી ઓ..." એટલું બોલતા જ એ ભાઈ પરિસ્થિતી પામી ગયા.." અરે ભગવાન બેટા આટલું પણ સારું ના થવાય એ બાઈઓ ચોર હશે. આવી ટ્રેનમાં આવી જ રીતે લૂંટવાના બહુ બનાવ બને છે. આ દુનિયામાં કોઈ માટે સારું થતા પેહલા બે વાર વિચાર કરવો પડે એવું છે. ઘોર કળિયુગ છે બેટા." આ ભાઈ બોલતા હતા અને મોહન આજ સવારની ઘટના મગજને ઝટકો માર્યો.


આ ઠેલામાં તો માએ આપેલા 4 હજાર રૃપિયા હતા. માએ પોતાના ઘરેણાં પોતાના પિતાની જાણ બહાર ગીરવે મૂકીને આપ્યા હતા. પાપાને ખબર પડશે તો શું થશે હવે ? એટલા બધા રૂપિયા પેલી વાર લઈને બહાર નિકલ્યો હતો. પાપા તો પેહલાથી ગુસ્સાવાળા છે. હવે આ વાત ની ખબર પડશે તો શું કરશે મારી સાથે. આ બધું વિચારતો હતો કે ત્યાં અચાનક વિચાર આવ્યો અરે પૈસા તો ગયા પણ મારા બધા કાગળિયા ! એ પણ ગયા.


આ ભાઈના સપના એક પછી એક પતાના મહેલની જેમ તૂટતાં હતા. ડોક્યુમનેટ વગર તો શું થશે ? કોન નોકરી આપવાનું ? અટલા વારસોમાં માંડ એક સારી નોકરી મળી હતી. એ પણ ગઈ અને આ રીતે પૈસા ગયા. હવે પોતાના પાપા સાથે શાકભાજીની લારી જ ચલાવી પડશે.


અચાનક એક બાઈ હાથ અડાડીને કહ્યું અને પેલા ભાઈને ભૂતકાળ માથું બહાર કાઢ્યા. "બેઠને દોના સાહબ" પોતાના મનની દ્વિધામાં એ ખૂબ જ ફસાવા લાગ્યા. આજે પણ મારી પાસે રૂપિયા છે. આજે પણ એ દિવસ જેવું થશે. "ઘોર કળિયુગ છે બેટા ઘોર કળિયુગ...". પેલા કાકાના શબ્દો કાનમાં ગુંજી રહ્યા હતા. અને સામે પેલી સ્ત્રી અશકતીના માર્યા ગોથા ખાતી હતી. કોઈક એ કહ્યું છે ને પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય. પોતાની દયાળુ સ્વભાવ એ એમને ઉભા થવા મજબુર કરી દીધા અને એને પેલી સ્ત્રીને બેસવા જગ્યા આપી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational