STORYMIRROR

Rajeshri Thumar

Inspirational

3  

Rajeshri Thumar

Inspirational

બાળકોની દુનિયા

બાળકોની દુનિયા

2 mins
128

આજ એક વાર્તા એવા સમયગાળાની કરવી છે. જે સમયગાળાનો સમય જ અદભૂત હોઈ છે. તે સમય છે આપણું "બાળપણ".બાળપણમા ના કોઈ જવાબદારી, ના ભવિષ્યની ચિંતા બસ પોતાની જ મસ્તીમાં રહેવાનું.

આ વાર્તા ઊંટીમાં આવેલ એક ગંગાપ્રસાદ નામના અનાથાશ્રમની છે. ગંગાપ્રસાદ પોતે એક અનાથ વ્યક્તિ હતા. પોતે પોતાના જ નામથી આશ્રમ ખોલ્યો અને આજ તે આ અનાથાઆશ્રમ ચલાવે છે. ત્યાં 50થી વધુ બાળકો રહે છે. જેનું આ દુનિયામા કોઈ નથી.

આ આશ્રમમાં ગંગાપ્રસાદે બહુ મહેનત કરીને વૃક્ષ, ફૂલછોડ વગેરેને ઉછેર્યા છે.આખો દિવસ આ ઝાડપાન સાથે જ સમય વીતાવે. ત્યાં અતિ સુંદર ઘટાદાર વૃક્ષો, બાગ બગીચા, રંગબેરંગી ફૂલોની મહેક, અવનવા પંખીઓનો કલરવ વગેરે ઘણા પ્રકારની વિશેષતાઓથી ભરેલ આશ્રમ જાણે કુદરતના ખોળામા આવેલ એક સ્વર્ગ છે.

અહી રહેતા બાળકોની દુનિયા પણ આજ હતી. આખો દિવસ બગીચામાં ખેલકૂદ કરે, ઝાડને પાણી પીવડાવે, ઝાડની માવજત કરે, અવનવા ફૂલો તોડે અને તે ફૂલોને બાજુમાં આવેલ મંદિરના પૂજારીને આપે.

અહીંના બાળકો બીજા બાળકો કરતાં અલગ જ હતા. જ્યારે બહારના બાળકો પોતાનું બાળપણ મોબાઈલ, કમ્પ્યુટર જેવા યંત્રોમાં કાઢે પણ અહીંના બાળકો તો કુદરતના ખોળામાં જ રહેતા અને ખેલકૂદ કરતા આખો દિવસ આમ જ પસાર કરતા. જે હકીકતમાં બધા બાળકોએ આ કરવાની જરૂર છે. સાથે તેના માતા પિતાએ પણ એમાં તેનો સાથ આપવો જોઈએ. તેમજ બાળકોને અસલી રમત અને કુદરતે આપેલું અમૂલ્ય જીવન પ્રકૃતિના ખોળે રમતા શીખવવું જ જોઈએ. જેથી બાળકોનો પણ જીવનમા સારો એવો વિકાસ થાય. સાથે સાથે ટેકનોલોજીની દુનિયામાંથી બહાર આવીને પોતાના અસલી બાળપણનો આનંદ લે.

આ આશ્રમમાં રહેતા એક પણ બાળકને અફસોસ નથી કે તે અનાથ છે. કારણકે તે બધા કુદરતની નજીક છે. ઘટાદાર વૃક્ષની છાંયામાં રમવું, પક્ષીઓ સાથે મૈત્રી કરવી, વડવાઈમાં હીંચકા ખાવા, માટી સાથે રમવું, સાથે સાથે ગંગાપ્રસાદના લાડ પ્યારથી બાળકોને અસલી માઁ બાપ કરતા પણ વધુ પ્યાર મળ્યો.

ખરેખર આપણે જો જીવનમાં એક પણ વૃક્ષ વાવીએને તો આપણા સંતાનોને કુદરતના ખોળે રમવાનો લ્હાવો મળે. તો ચાલો આજ એક સંકલ્પ સહુ મળી લઈએ વધુ નહીં તો "એક વૃક્ષ" તો વાવીએ જ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational