અતુટ દોરનું અનોખું બંધન -૨
અતુટ દોરનું અનોખું બંધન -૨


આજે કોલેજમાં યુથ ફેસ્ટિવલ છે...બધા અલગ અલગ એક્ટિવિટીમાં પાર્ટ લેવા ઉત્સુક છે. કોલેજમાં મસ્ત માહોલ છે.
એમાં નીર્વી, સાચી અને પરી ત્રણ જણા ફ્યુઝન ડાન્સ કરવાના છે..તેની પ્રેક્ટિસ કરે છે. અહી રોજ રોજ અલગ અલગ પ્રોગ્રામ થાય છે એમાં આજે ડાન્સની કોમ્પિટિશન છે. આખો દિવસના પ્રોગ્રામમાં તેમનો ડાન્સનો નંબર બારમો છે એટલે અત્યારે ઈવેન્ટ જોઈ રહ્યા છે.
જોતજોતામાં તેમનો વારો આવે છે. તેમના દસ ડાન્સનું ફ્યુઝન છે પણ બધા જ સોન્ગસ એનર્જેટિક હતા એટલે બધાને બહું જ મજા આવી અને ડાન્સ પુરો થતા બધા વન્સ મોરની બુમો પાડવા લાગ્યા.
એ વખતે એક વ્યક્તિની જાણે સાચી પર જ મંડાઈ હતી. તે વ્યક્તિ તેનો પીછો કરતી આવી રહી હતી. એ ત્રણે જણા ડાન્સ પછી પાછળના રસ્તાથી નીકળીને કપડાં ચેન્જ કરવા જઈ રહ્યા છે એ લોકો વાતોમાં મશગુલ છે.
ત્યાં જ એક છોકરો સીટી મારતો આવી રહ્યો છે. સીટીનો અવાજ સાંભળીને ત્રણેય એક સાથે પાછળ ફરે છે. તો સામે મસ્ત હાઈટેડ, ડીસન્ટ પર્સનાલિટી , ઉપર બ્લેક બ્લેજર, અને થોડી સ્ટાઈલિશ દાઢીમા એક છોકરો એમની તરફ આવી રહ્યો છે. તેને જોઈને જ લાગતું હતું કે કોઈ સારા ઘરનો છે.
એ લોકો ઉભા રહે છે અને તે બાજુમાં આવીને કહે છે," હાઈ ગર્લ્સ, આઈ એમ શાશ્વત ભલ્લા ..આઈ એમ ઇન બીકૉમ સેકન્ડ યર."
અને પછી સાચી તરફ નજર કરીને કહીને, " મિસ સાચી .., એમ આઈ રાઈટ?? "
સાચી થોડી ટેન્શનમાં આવીને પુછે છે હા હું સાચી છુંં પણ મારૂ શું કામ છે??
શાશ્વતની વાત કરવાની સ્ટાઇલ અને કોન્ફિડન્સ ગજબનો હતો. તે કોઈને પણ એક વાર વાત કર્યા પછી તેની સાથે વારંવાર વાત કરવા આકર્ષિત કરી દે. સાચી પણ આ પહેલી મુલાકાતમાં જ શાશ્વતથી થોડી અંજાઈ ગઈ હતી.
શાશ્વત કહે છે , તમારો ડાન્સ બહું સરસ હતો. હું તમારી સાથે ફ્રેન્ડશીપ કરવા માંગુ છું.
સાચી : હું તમને જાણતી પણ નથી કેવી રીતે તમારી સાથે દોસ્તી કરી શકુ??
શાશ્વત : પણ હું તમને બહું સારી રીતે ઓળખુ છું . આ તમારી બહું સારી ફ્રેન્ડસ છે....સોરી સોરી... ફ્રેન્ડ કરતાં પણ વધારે બહેનોની જેમ રહો છો તમે...તમે રિવરપાર્ક સોસાયટીમાં રહો છો.
ત્રણેય એકબીજા સામે જોઈ રહ્યા છે. આને આટલી બધી કેવી રીતે ખબર ...
શાશ્વત : કોલેજના ફર્સ્ટ ડે થી તમે મારા મનમાં વસી ગયા છો. આઈ મીન...(હસીને) હું તમારી સાથે દોસ્તી કરવા ઈચ્છતો હતો. અને આજે મોકો મળી ગયો. હું ગોળ ગોળ કહેતો નથી મને જે પણ હોય ડાયરેક્ટ કહેવા જોઈએ છે.
શું તમે હવે ફાઈનલી મારી સાથે દોસ્તી કરશો?
ત્રણેય એકબીજા સામે જોઈને ઈશારામાં વાત કરે છે અને સાચી હસે છે અને કહે છે સારૂ તું આટલું કહે છે તો હા પાડી દઉ છું....પણ દોસ્તીથી વધારે કંઈ નહી હા..........
અમારી એક ડીલ છે કે જ્યા પણ કરીશું એક જ ઘરમાં લગ્ન કરીશું અને કોઈ ના મળે એવું તો કુવારા રહીશું...
શાશ્વત આ સાંભળીને હસવા લાગે છે.... વોટ અ વન્ડરફુલ ડીલ!!!
આમ સાચી અને શાશ્વત ની દોસ્તીની સફર શરૂ થાય છે.
* * * * *
ત્રણ વર્ષ પછી,
નીર્વી અને પરીનુ M.Sc. IT ચાલુ છે .બંને ચોથા વર્ષ માં છે. જ્યારે સાચીનુ M.B.A. ચાલુ છે. તે અને શાશ્વત બંને સાથે છે. તેમની દોસ્તી સારી થઈ ગઈ છે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા છે પણ કોઈએ હજુ એકબીજાને કહ્યુ નથી.
હવે આ બાજુ ત્રણેય ના ઘરેથી છોકરાઓ જોવા લાગે છે પણ ત્રણેય ને એક જ ઘરમાં કરવુ છે એ જીદ સામે તે લોકોને ઘણા સારા માગા જતાં કરવા પડે છે.
એક દિવસ સાચીના પપ્પાને કોઈ એક સારૂ ખાનદાની ઘર બતાવે છે. તેમાં સગા. ત્રણ ભાઈઓ નથી પણ ત્રણ કાકાના દિકરા છે પણ ત્રણેય ફેમીલી એક જ બંગલામાં સાથે રહે છે.
આ વાત ની જાણ થતાં તે ત્રણેય ના વડીલો ભેગા થઈ ને ચર્ચા કરે છે અને કહે છે થોડી વધારે તપાસ કરાવીએ પછી સારૂ લાગે તો આગળ વાત વધારીએ.
પછી થોડા દિવસ માં બધી પુછપરછ પછી બધુ સારૂ લાગતા ત્રણેય ને વાત કરીને છોકરાઓ જોવા જવાનું નક્કી કરે છે.