Nayanaben Shah

Inspirational

4.5  

Nayanaben Shah

Inspirational

અસ્વીકાર

અસ્વીકાર

7 mins
20


"હાસ્ય બેટા, જો તો ઘડિયાળમાં કેટલા વાગ્યા ?"

"મમ્મી, મેં તમને કેટલીવાર કહ્યું છે કે આપણે ઘડિયાળના ગુલામ નથી. હું તો ઘડિયાળ પહેરતો જ નથી. મોબાઈલનો ઉપયોગ પણ ખાસ કરતો નથી. જો મમ્મી, ઘડિયાળ એનું કામ નિયમીત કર્યા કરે છે તો આપણે આપણું કામ કેમ કરી ના શકીએ ?"

"હાસ્યના મમ્મી, આપણો દીકરો બહુ મોટો બિઝનેસમેન બની ગયો છે. રાતના અગિયાર વાગ્યા સુધી કામ કર્યા કરે છે. ખાવાપીવાનું તો યાદ રહેતું જ નથી. એની પાસે વાત કરવાનો પણ સમય નથી હોતો. મારે મેનેજરને ફેકટરીમાં ફોન કરીને કહેવું પડે છે કે હાસ્યને જમવાનું યાદ કરાવજો. "

"પપ્પા, મારે તો આવતાં વહેલું મોડું થયા કરે પણ તમે અને મમ્મી મારી રાહ જોયા વગર જમી લો. "

"એટલે તું હજી પણ મોડો આવે. "

"હાસ્ય, તારે વધુ કામ રહેતું હોય તો તારા પપ્પા તને મદદ કરવા આવે ? તેં જ તો તારા પપ્પાને નિવૃત કર્યા છે. તારા પપ્પા તો નિયમીત સાત વાગે ઘેર આવી જતાં હતાં. "

"આપણો દીકરો એમ. બી. એ. થઈ બહુ મોટો બિઝનેસમેન બની ગયો છે. "

"પપ્પા, તમે ફેકટરી ચાલુ કરી એટલે મને તો તૈયાર ગાદી મળી ગઈ. તમે તો ફેકટરીનો પાયો નાંખ્યો છે. "

"હા, પણ તું તો ફેકટરીને નંબર વન બનાવીને રહ્યો. જો કે મને એ વાતનો ગર્વ છે. દરેક બાપ એવું જ ઈચ્છે કે મારા કરતાં મારો દીકરો સવાયો બને. મને ખબર છે કે દિવસે દિવસે આપણી ફેકટરીમાં નફો સતત વધતો જ રહે છે તું સ્ટાફના માણસોનો પગાર વધારે છે તેથી બધા તારી પર ખુશ છે પરિણામ સ્વરૂપ બધા કર્મચારીઓ પણ તારી જોડે રાતદિવસ ઘડિયાળ સામે જોયા વગર કામ કરે છે. "

"મમ્મી, મેં જલદી આવવા ઘણો પ્રયત્ન કર્યો પણ કામમાં કશું યાદ જ રહેતું નથી. મમ્મી, આજનો દિવસ મને માફ કર. જો તું નહીં જમે તો હું પણ નહીં જમું. મને ખબર છે કે તું રાત્રીના અગિયાર વાગ્યા પછી જમતી નથી. તારી વાત સાચી પણ છે કે રાતના અગિયાર પછી નિશાચર જ જમે. મમ્મી મારે ખાતર તું તારો નિયમ તોડી ના શકે ?"

"તને ખબર છે કે ઘરનો કોઈ પણ સભ્ય જમવાનો બાકી હોય ત્યાં સુધી હું જમતી નથી અને બીજો નિયમ કે રાતના અગિયાર પછી જમવાનું નહીં. "

હાસ્યની આંખમાં આંસુ આવી ગયા. કારણ એની મમ્મી એના કારણે ભૂખી રહેશે. હાસ્યની સામે જોઈ એની મમ્મી બોલી, "મેં એનો ઈલાજ ખોળી કાઢયો છે કે તને બને તેટલો જલદીથી બંધનમાં બાંધી દેવો. "

થોડા દિવસો બાદ હાસ્યના મમ્મીએ કહ્યું,

"હાસ્ય માટે માગા તો ઘણા આવ્યા છે. "

"અરે, હમણાં તો આપણે નક્કી કર્યું કે એના લગ્ન કરવા છે અને એટલી વારમાં માગા પણ આવવા માંડ્યાં ?"

"હા, મેં કિટીપાર્ટીમાં, તથા આપણી નાતમાં વાત કરેલી. "

"વાહ, હાસ્યના મમ્મી, વાહ. . તમારૂ સ્ત્રીઓનું નેટવર્ક જોરદાર હોય છે. વર્તમાનપત્ર કરતાં પણ ઝડપથી સમાચાર પહોંચાડી શકો છો. સારુ ત્યારે આપણે જાહેરાત આપવાનો ખર્ચ બચી ગયો. "

"હાસ્યના પપ્પા, તમે દરેક વાત હસવામાં જ કાઢો છો. મારી પુરી વાત તો સાંભળો. "

"કહો ત્યારે, હું સાંભળવા તૈયાર છું. "

"હાસ્ય સાથે અમદાવાદમાં આઈ. આઈ. એમ. માં આપણી નાતની જ બે છોકરીઓ હતી. સારંગા તથા નિત્યા. એ બંને જણાં આપણે ત્યાં ઘણીવાર આવી ગયા છે. બંને પરિવાર પૈસેટકે આપણી સમકક્ષ છે.

આજકાલમાં બંનેના જન્માક્ષર આવી જશે. આજે હાસ્ય સાથે પણ આ બાબતે વાત કરી લઈશું. "

રાત્રે ડાયનિંગ ટેબલ પર હાસ્યના મમ્મીએ કહ્યું, "હાસ્ય, સારંગા તથા નિત્યા બંનેને તું ઓળખે છે કારણ એ તારી સાથે ભણતી હતી. અવારનવાર આપણે ત્યાં પણ બંને જણાં આવતાં હતા. બંને એમ. બી. એ. છે. બંને છોકરીઓ સારી છે બોલ તને કઈ છોકરી પસંદ છે ?"

"મમ્મી મને તો બંને પસંદ છે. "

"હાસ્ય, પણ લગ્ન તો બે જણાં જોડે ના થાય. બે પત્ની રાખવી એ કાયદેસર ગુનો છે." બોલતાં હાસ્યના પપ્પા હસી પડ્યા.

"મારી વાત તો પુરી સાંભળો, બંને છોકરીઓ સારી છે. પરંતુ તમે જે પસંદ કરો એ મને મંજૂર. હું નાનપણથી રામાયણ વાંચુ છું. રામની જેમ એક પત્નીમાં માનુ છું. આપણું ઘર તો અયોધ્યા છે. જેમાં હંમેશા આનંદ જ હોય. હું દિવસનો મોટાભાગનો સમય ફેકટરીમાં જ હોઉં છું. વધારેમાં વધારે સમય તો તમારે એની સાથે વિતાવવાનો છે. તમારી પસંદ એ મારી પસંદ. "

"બેટા, એટલે તારી પત્ની પસંદ કરવાની જવાબદારી અમારી. એમ જ ને ?"

"દીકરાને માટે કન્યા પસંદ કરવાની જવાબદારી માબાપની જ હોય છે. મારી નહીં." કહેતાં હાસ્ય ડાઈનિંગ ટેબલ પરથી ઊઠી ને એના રૂમમાં જતો રહ્યો.

હાસ્યના મમ્મીપપ્પા બંને મૂંઝવણ અનુભવી રહ્યા હતા. સારંગાના પિતા ઈન્ટરનેશનલ કંપનીમાં બહુ મોટા પદ પર હતા. પૈસેટકેએ પણ ખુબ સુખી હતા. કહેતાંના પપ્પાનો બહુ મોટો ધંધો ચાલતો હતો પણ એમને એટેક આવતા એ આ દુનિયા છોડીને જતા રહ્યા. પણ નિત્યા એકનીએક હોવાથી એના પપ્પાની અઢળક સંપત્તિ પણ નિત્યાની જ હતી.  

હાસ્ય તો એની રૂમમાં જતો રહ્યો પણ એની મમ્મી ચિંતામાં પડી ગઈ. બોલી, "સાંભળો, તમને ખબર છે કે પૂત્રવધુ ઘરમાં લાવવી એ સૌથી અઘરૂ કામ છે. દીકરીની ચિંતા નહીં કારણ કે એનામાં આપણા સંસ્કાર હોય એટલે એ ગમે ત્યાં અનુકૂળ થઈને રહે. આપણી દીકરી મોક્ષા એના સાસરે ખૂબ સુખી છે. એના સાસુના તીખામરચાં જેવા સ્વભાવમાં પણ પરિવર્તન આવી ગયું છે. કારણ એનામાં આપણા સંસ્કાર હતાં. પણ જો પૂત્રવધુ સંસ્કાર વગરની આવે તો આખુ ઘર તથા ઘરની મિલકત રફેદફે થઈ જાય. માટે જ કહું છું કે હવે તમે બંને કુટુંબોની તમારી રીતે તપાસ કરાવો. "

"પપ્પા, તમે જમાનો જોયેલો છે. તમે જે નિર્ણય કરો એ નિર્ણય યોગ્ય જ હોય. "

"બેટા, તારે આખી જિંદગી જેની જોડે વિતાવવાની છે એના વિષે જાણવાનો તને પુરેપુરો અધિકાર છે. અમે બંને કુટુંબની તપાસ કરાવી છે. "

ત્યારબાદ હાસ્યના પપ્પા એ કહ્યું કે, " હું તને એ બંને યુવતીઓના કુટુંબની વાત કરૂ છું ત્યારબાદ તું જ નક્કી કરજે. તું જે નક્કી કરે એ અમને મંજૂર. છતાં પણ તને સારંગા કે નિત્યા જે પસંદ હોય તો તેની સામે અમને વાંધો નથી. કોનો સ્વીકાર કરવો અને કોનો અસ્વીકાર કરવો એ તું નક્કી કરજે. તારો નિર્ણય અમે સહર્ષ સ્વીકારી લઈશું"

સારંગાના પપ્પાને ઈન્ટરનેશનલ કંપનીમાં ઊંચા પદ પર સારા પગારની નોકરી છે. એ બે ભાઈઓ અને બે બહેનો છે. થોડા વર્ષો પહેલાં એમના પપ્પાનું અવસાન થયું ત્યારે સારંગાના કાકાએ કહ્યું, "મોટાભાઈ, આપણે બંને પૈસેટકે સુખી છીએ. આપણને પૈસાની જરૂર નથી જયારે બંને નાની બહેનો સામાન્ય સ્થિતિની છે તો આપણે ભાગ જતો કરીને બંને નાની બહેનોને આપી દઈએ. તમારી દીકરીનો પણ મહિને પચાસ હજાર પગાર છે. દીકરો અમેરિકામાં ડોલરમાં કમાય છે. આપણે મિલકતના ચારભાગ પાડતાં માંડ દસેક લાખ દરેકના ભાગે આવે. માટે આપણે પૈસા જતા કરીએ. "

"એ નાનીયા, તારે દોઢડાહ્યા થવાની જરૂર નથી. તારે ભાગ ના લેવો હોય તો હું લઈ લઈશ. મેં તો ઘણું કર્યું છે. એમને વારંવાર દવાખાને મારી કારમાં લઈ જતો હતો. મારી કારમાં પેટ્રોલ બળતું હતું. મારી કાર કંઈ પાણી થી ન હતી ચાલતી. ઠીક છે ડૉક્ટરના પૈસા એ આપતા હતાં પણ પેટ્રોલ ના પૈસાનું શું ?"

"મોટાભાઈ, તમને કંપની તરફથી પેટ્રોલ મળે છે. પપ્પા, ડૉક્ટર તથા દવાના જે પૈસા આપતાં હતાં એના બિલ તમે પપ્પા પાસેથી લઈ કંપનીમાંથી એ પૈસા લઈ લેતા હતાં. તમને પૈસાથી ક્યારેય સંતોષ થતો નથી ? તમે તો તમારા સસરાના અવસાન બાદ ગરીબ સાળા પાસે પણ પૈસા માંગ્યાં. ઈશ્વર બધુ જ જુએ છે. "

ત્યારબાદ સારંગાના પપ્પાને એમના ભાઈબહેનો તથા સાસરીમાં પણ બધાએ એમની સાથે સંબંધ તોડી નાંખ્યો. પણ એ હંમેશ કહે છે કે મારી પાસે પૈસા છે મારે કોઈની જરૂર નથી. "

થોડીવાર અટકીને એના પપ્પા બોલ્યા, "નિત્યા ના પપ્પા નથી. સંયુક્ત ધંધો હતો. જ્યારે એના પપ્પાનું અવસાન થયું ત્યારે એના કાકાઓ નિત્યાના મમ્મીને ધંધામાંથી એમના પૈસા આપવાની વાત કરી. ત્યારે નિત્યા તથા એના મમ્મીએ કહ્યું, "નિત્યાના પપ્પાએ નિત્યા નાની હતી ત્યારથી એના લગ્ન માટે દર મહિને થોડા થોડા પૈસા જુદા મુકવા માંડેલા. એ રકમ ઘણી થઈ ગઈ છે. દર મહિને નિત્યા માટે થોડુ થોડુ સોનું ખરીદતાં હતાં નિત્યાના લગ્નની પણ ચિંતા રહી નથી. નિત્યાના પપ્પાએ એક કરોડનો વિમો લીધો હતો એ પૈસા પણ આવી ગયા છે. નિત્યાને પણ ઘણી મોટી રકમનો પગાર છે. મારે ભાગ તો જોઈએ જ છે પણ તમારા બધાના પ્રેમમાં. ઈશ્વરને પ્રાર્થના કરીશ કે આપણા બધા વચ્ચે સતત પ્રેમ વધતો જ રહે. આખરે એમને પૈસાનો અસ્વીકાર કર્યો.

જોકે મેં સાંભળ્યું છે કે નિત્યાના કાકાઓ જ નિત્યાના લગ્નનો ખર્ચ કરવાના છે. એમના કુટુંબમાં ખૂબ જ સંપ છે. "

હાસ્ય પપ્પા સામે જોઈને બોલ્યો, "પપ્પા, નિત્યા કરતાં સારંગા દેખાવમાં ઘણી જ સુંદર છે એનું રૂપ તો કોઈ અપ્સરાને પણ ઝાંખુ પાડે એવું છે. તમે પૂછ્યું ત્યારે હું કહેવાનો હતો કે મને સારંગા જ પસંદ છે એટલે મારી પહેલી પસંદ સારંગા જ છે. પણ મારી ઉંમરે બધા બાહ્ય સૌંદર્ય જ જોતાં હોય છે. પણ માબાપ જ આંતરિક સૌંદર્ય શોધી શકે છે. પપ્પા અત્યાર સુધી મેં માનસિક રીતે સારંગાને સ્વીકારી લીધેલી. પરંતુ હવે હું નિત્યાને સ્વીકારી સારંગાનો અસ્વીકાર કરીશ.

બીજું કે જે ઘરમાં પૈસા હોવા છતાં પણ પૈસાથી સંતોષ ના હોય, પૈસા ના કારણ ભાઈબહેનો જોડે સંબંધો તો઼ડી કાઢે એ ઘરનાના સંસ્કાર કેવા હોય ! એવા કુટુંબની છોકરીમાં જતું કરવાની ભાવના જ ના હોય, જે વ્યક્તિ હંમેશ પૈસૌ મારો પરમેશ્વર માનાતું હોય એ છોકરી સ્વર્ગની અપ્સરા પણ હોય તો પણ પપ્પા મને અસ્વીકાર્ય છે."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational