Bhavesh Solanki

Drama Inspirational

3  

Bhavesh Solanki

Drama Inspirational

અપર ડિપર હાઈવે ભાગ ૨

અપર ડિપર હાઈવે ભાગ ૨

2 mins
7.4K


અપર ડિપર હાઈવે પર ચાલતી લાઈટોની રમત ભાગ 2

આજે શું છે આ અપર ડિપર વિશે વાત કરીશું.

અપર એટલે હાઈ બીમ ( વધારે લાઈટ ) આનો ઉપયોગ તમારે દુર સુધી જોવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ડીપર આ પણ એક લાઈટ ઉપયોગ કરવાની બીજી ટ્રીક છે. આનો ઉપયોગ નજીક નું જોવા માટે થાય છે. આ બંને લાઈટો વિશે લોકો ને મોટે ભાગે ખબર જ હોતી નથી. લોકો અપર પર જ પોતાની ગાડી ચલાવ્યા કરે છે.

વધારે આ લાઈટોમાં રેહવાથી કે જોવાથી માણસ આંધળો પણ થઈ જાય છે. જેનું પરિણામ એકસિડેન્ટમાં જોવા મળે છે.

આજે બાઇક, કાર, ટ્રક કે કોઈ પણ વેહીકલ્સ હોય તેને પોતાના કેપેસિટી પ્રમાણે લાઈટો આપેલી છે. જે દરેક કંપની વાળાઓ એ વેહીકલ્સના અનુરૂપ જ હેડ લાઈટો આપી છે. તો, પણ લોકો ઍક્સટ્રા લાઈટો લગાવીને પોતાને તેમજ વાહનને સીકયુર કરતા હોય છે.

પણ, તમારું દૂરનું અજવાળું કરવામાં, બીજાની જિંદગીનો અંત તો નથી આવતો ને? આ વિશે ખાસ વિચાર કરવો ડ્રન્ક એન ડ્રાઈવ કરતા પણ આ એક ખતરનાક ગુનો છે.

આજે જયારે પણ તમારે પોતાની કારથી મુસાફરી કરવી હોય તો, શક્ય હોય તો દિવસની કરવી જેથી રસ્તો પણ દેખાશે અને કોઈ મદદ જોતી હશે તો પણ મળી રહેશે. રાતની મુસાફરી થોડીક જોખમ કારક હોય છે. કેમ કે રાતે હાઈવે પર મોટે ભાગે ટ્રક, બસ, તેમજ મોટા વાહનો જ હોય છે, જે નાના વાહનો હોય કે માણસ કે પછી કોઈ પ્રાણી કેમ ના હોય તેને કચડી ને ચાલ્યા જાય છે.

જો તમે રેગ્યુલર હાઈવે પર પ્રવાસ કરતો હશો તો ખ્યાલ હશેજ કે રાતનાં સમયે ડ્રાઈવર કેવી રીતે લાઈટના સિગ્નલ (અપર-ડિપર) આપીને વાહન આગળ ચલાવે છે. કેમ કે રાતે લોકો હોર્ન ન વગાડતાં અપર-ડિપરના સિગ્નલ આપીને જ વાહન ચલાવતાં હોય છે. તેમજ લેન ચેંન્જ ઈન્ડીકેટર (સાઈડ સિગ્નલ લાઈટ) નું પણ તેટલું જ મહત્વ છે. જેથી પાછળવાળા વાહન ને પણ ખબર પડે તમે કયાં જાવ છો, કઇ લેઇન માં ડ્રાઈવ કરો છો. ખાસ કરીને મોટા વાહનોને તો અંદાઝ પણ નથી હોતો કે તેમની નાની ભૂલ પણ મોટો એકસિડેન્ટ કરી શકે છે.

શું હાઈવે ફક્ત મોટા વાહનો માટે જ છે? જ્યારે સૌથી વધુ ટેક્સ તો નાના વેહીકલ્સ માંથી મળે છે.

મુસાફરી પણ કેવી સાવચેતીની, સુરક્ષાની કે પછી મૃત્યુની આ બધું માનવીના હાથમાં જ છે. એટલેજ પહેલનાં જમાનામાં લોકો બળદ કે ઘોડા ગાડીમાં મુસાફરી કરતા, જે પર્યાવરણ ને બિલકુલ નુકસાન નહોતા કરતા.

આજે અસંખ્ય વાહનો તેમનાં ધૂમાડાં, લાઈટો અને અવાજ ને લીધે વાતાવરણ દુષિત થાય છે. પણ, માનવીને તેની ક્યાં પડી છે, જો આવું કુદરત કરે તો શું હાલ થાય? પણ, ઈશ્વર આમ જ દયાનો સાગર નથી કહેવાતો.


Rate this content
Log in

Similar gujarati story from Drama