ચાલ જિંદગીની મુસાફરી કરીએ
ચાલ જિંદગીની મુસાફરી કરીએ


આમતો આપણી જિંદગી એ એક મુસાફરી જેવી જ છે. લોકો રોજ પોતાના પેટનો ખાડો પુરવા ભાગ્યા જ કરે છે. પણ, હાલનાં સમયમાં તો એવું જ લાગી રહ્યું છે કે, માણસ ફક્ત અને ફક્ત રૂપિયા માટે જ ભાગી રહ્યો છે. માણસાઈ કે માનવતા હવે રહી જ નથી, પણ તેજ જો ભગવાન આપણી સાથે કરે તો ?પણ તે તેના બાળકોને ભૂલ તો નથી.
આજે જેમ શિયાળામાં ઠંડી નથી રહી, ઉનાળોને ચોમાસું પણ પોતાની ઋતુ બદલી રહ્યા છે. આપણે તેને ગ્લોબલ વોર્મિંગ કહી રહ્યા છે. પણ, માણસ બીજી -રીતે વિચારતો નથી કે, આપણે પણ આમાં ભુલ કરી રહ્યા છે. છેલ્લે કંઇ નહિ તો માણસ - માણસની તો મદદ કરે, તો પણ એક માણસને ભગવાન મળી જશે.
મિત્રો, આજે માણસ ફક્ત પોતાનો ખાડો પુરવા કે ઘર પરિવારની જીમેદારી નિભાવમાં ભાગી રહ્યો છે, અથવા ભવિષ્યની ચિંતા કરી રહ્યો છે. પણ, મનુષ્ય તે નથી જાણ તો કે ભગવાને દરેક જીવને કંઈક ને કંઈક આપ્યું છે. તેમાં સંતોષ કરવાને બદલે આખી જિંદગી મનુષ્ય ભાગતો જ ફરે છે.
કહેવત, છે કે જેના ભાગ્યમાં જેટલું છે તેટલુંજ મળશે, કરમ કરો ફળની આશા નહિ રાખો ! તો શુ કરવા માનવી આટલો ગાંડો થયો છે. આજે ઘણીવાર સવાલ થાય કે, શુ ભગવાને આવી માનવ જિંદગી આપી હશે. ના ! બધાને જિંદગી પક્ષીઓની જેમ આપી છે. તમે કેમ તેને તારો છો, તે તમારી ઉપર છે.
છેલ્લે , મિત્રો એટલુંજ કહીશ કે જિંદગીનો સફર ખુબજ સુખદાયક છે. ચડતી પડતી એ સાપ સીડીનાં રમત જેવી છે. જેમાં સુખની સીડી આવશે જ.
મિત્રો, જીવી લો આ જિંદગી કોઈને ઉપયોગી પણ થાવ. જેમ ભગવાને તમને રસ્તો કે મંઝિલ આપી, તેમ તમે પણ બીજાને ફૂલ નહિ તો ફૂલની પાંખડી જેવા ઉપયોગી થાવ. છે, તેનો આનંદ લો, ભવિષ્ય ભગવાન પર છોડી દો.