Nisha Shah

Comedy Thriller

3  

Nisha Shah

Comedy Thriller

અનોખું નિવારણ

અનોખું નિવારણ

7 mins
7.1K


અવનિ અને આશિષ એમની દીકરી ઈશા એક સુખી પરિવાર હતો. પણ આજકાલ અવનિને  સમજાતું નહોતું કે એની લાડકી દીકરીને શું થઈ ગયું છે! બહુ લાડકોડથી જાણે એ બગડતી જતી હોય એમ તેને લાગતું હતું. આશિષને પણ હમણાંથી સમજાતું નહોતું કે એની લાડકી ઈશાને શું થાય છે! શા માટે એ જીદ બહુ કરતી હતી. આજે કેટલી ખુશ હતી જ્યારે એને કહયું કે મોલમાં જઈશુંશોપીંગ કરશું, ગેમ્સ રમશું તો એના ચહેરા પર ખુશીનાં ફુવારા ઉડવા માંડયા હતા. મોલમાં ગયાપહેલા ગેમ્સ રમ્યા પછી શોપીંગ માટે એક સ્ટોરમાં ગયા. ત્યાં એટલી વેરાઇટી હતી કે પૂછો નહિ. ત્યાં આખરે અવનિની નજર એક સુંદર ડ્રેસ ઉપર પડી. એણે ઈશાને એ બતાવીને કહયુંઈશા! જો! ગમે છે? ઈશા પણ ખુશ થઈ ગઈ.  પિન્ક કલરનો આ ડ્રેસ તને મસ્ત લાગશે અવનીએ કહ્યું. ઈશાએ તરત જ હા પાડીપણ એણે બ્લૂ કલર જોઈને તરત કીધું મને આ જોઈએ છે! અવનિ કહે ભલે તો બ્લૂ લઈએ. પણ ઈશા! જીદ પર ચઢી. મને પિન્ક જોઈએ છે અને બ્લૂ પણ જોઈએ  છે અવનિએ બહુ સમજાવી પણ એ એકની બે ન થઈ. આખરે બે  ડ્રેસ લઈને જ ખુશ થઈ. એ રાત્રે બેઉ ડ્રેસ વારાફરતી પહેરીને આખા ઘરમાં દોડાદોડ કરવા લાગી. અવનિ અને આશિષ ઈશાને ખુશ જોઈ ખુશ થયા.        

થોડા દિવસમાં એ લોકોએ જોયું કે ઈશા બધી વસ્તુ માટે બે બે લેવાની જીદ કરવા માંડી. રમકડાં હોય કે હેરપિન હોયરીબીન હોય કે સેન્ડલ હોય બધું એને બે જ જોઈએ. ન અપાવો તો નારાજ થઈને રીસાઈ જાયરડવા માંડે બૂમાબૂમ કરી મૂકેચીસાચીસ કરે અને છેવટે બે વસ્તુ લઈને જ શાંત થાય. હદ તો ત્યારે થઈ જ્યારે તાન્યાની બર્થડે પાર્ટીમાં ગયા હતા. અને રીટર્ન ગીફ્ટ આપવામાં આવી ત્યારે ત્યાં પણ બે ગીફ્ટ માટે ઈશાએ જીદ પકડી. અવનિએ એને બહુ સમજાવી પણ માનવા જ તૈયાર નહિ. રડારોળ ચાલુ કરી નાખી. અવનિ બહુજ કંટાળી ગઈ એને લઈને નીચે ઉતરી ગઈ. રસ્તા પર પણ પણ ઈશાએ રડવાનું ચાલુ રાખ્યું. તાન્યાની મમ્મી તો બે ગિફ્ટ આપવા તૈયાર હતા પણ અવનિએ ના પાડી એટલે ઈશા ખૂબજ ગુસ્સે થઈ અને અવનિને જેમતેમ બોલવા લાગી કે તું જ બહુ ખરાબ છે! ઘરે આવીને પણ ચિડાઈને એના રૂમમાં ચાલી ગઈ. એ રાત્રે અવનિએ આશિષને બધી વાત કરી અને ચિંતા કરવા લાગી કે આ આપણી દીકરીને શું  થઈ ગયું છે! એ રાત્રે એને ઈશાના રૂમમાંથી બોલવા ચાલવાના અવાજ આવ્યા એણે તરત જઈને જોયું પણ ઈશા તો સૂતી હતી. ફરી પાછો થોડી વારમાં એના રૂમમાંથી વાતચીતનો અવાજ આવ્યો ફરી એનાં રૂમમાં જોયું તો ઈશા બેડ પર સૂતી હતી! સવારે ઉઠીને ઇશાને બૂમ મારીને બોલાવી. પણ એના રૂમમાંથી એ આવી નહિઅવનિએ જઈને જોયુંતો રૂમમાં ઈશા નહિ!બધે શોધી વળી. આખા ઘરમાં જોયું પણ ઈશા મળે નહિ! અવનિ ફરી એના રૂમમાં ગઈ ત્યાં તો રડવાનો અવાજ આવ્યો, કબાટમાંથી અવાજ આવતો હતો! એણે જઈને કબાટ ખોલ્યું તો અંદર ઈશા! ટુંટિયું વાળીને બેઠી હતી અને રડતી હતી. અને રડતા રડતા બોલી,’જો મેં ના કીધું મને બે ગિફ્ટ આપો, તમે માન્યું નહિ જો પેલી મને મારે છે કેટલા નાખોરીયા ભરે છે! અવનિએ  જોયું ખરેખર ઈશાનાં  બંને હાથ લાલ લાલ હતા.ઘસરકા દેખાતા હતા. જાણે કોઈએ માર્યું હોય! નખોરીયા ભર્યા હોય! એ ખૂબજ ગભરાયેલી હતી.

અવનિ અને આશિષ પણ ગભરાઈ ગયા. એમની વહાલી  દીકરીને આ શું થઈ ગયું? કોણે મારી હશેબહુ પૂછપરછ પછી ખબર પડી કે ઈશાને કોઈક ધમકાવે છે દરેક વખત એને કહે છે મારે માટે પણ માંગ. જે તું લે એ મારે માટે પણ લેવાનું નહિ તો હું હેરાન કરીશ! ઈશાને કોઈ દેખાય નહિ પણ એની સાથે કોઈ વાત કરે છે એમ એને લાગે એને પકડે મારે હેરાન કરે બધુ એને ખબર પડે પણ દેખાય નહિ એટલે કોને કહે અને શું કરે? પછી અવનિએ બધા મિત્રો અને દાદા દાદીને વાત કરી તો બધાએ સલાહ આપી કે કોઈ સારા સાયકાટ્રિસ્ટને બતાવો. ડૉ ભાટિયા બાળ મનોચિકિત્સક હતા. ઈશાને એમણે બહુજ સારી રીતે તપાસી એની સાથે વાતો કરી દવાઓ ચાલુ કરી પણ સુધારો થયો નહિ. ડોક્ટરે સાંત્વન આપ્યું પણ દિવસે દિવસે ત્રાસ વધતો ગયો. ઈશાની હાલત ખૂબ બગડતી જતી હતી. નીરાંતે   ખાતી પણ નહોતી. રમતી નહોતી અને રડયા કરતી હતી. ઉંઘી પણ શક્તી નહોતી. ઘણી વાર ચીસો પાડતી પોતાને મારતી. હવે તો ડોક્ટરો પણ ઘણાં બદલી ચૂક્યાં. વળી કોઈએ માતાજી વિષે વાત કરી તો ત્યાં પણ જઈ આવ્યા.અવનિએ દોરાધાગા બધું કરી જોયું પણ કશું જ કામ ન આવ્યું . જેને દેહમાં માતાજી આવ્યા હતાએણે કહયું હતું કે આ બહારની વસ્તુ છે મેડીકલ સાયન્સની પહોંચની બહાર છે. અવનિ અને આશિષ બહુજ  હતાશ થઈ ગયા. એક દિવસ અવનિને શાંતાબાઈએ સલાહ આપી કે બેન તમે માનો કે ના માનો આ છે તો વળગાડ જએને તો જાણકાર જ કાઢી શકે.

શાંતાબાઇ બહુ વર્ષોથી અવનિને ત્યાં કામ કરતી હતી. એનાથી ઈશાની હાલત જોવાતી નહોતી. એણે આશિષને કહયું ભાઈ તમે લોકો ઈશાને લઈને મારી સાથે ચાલો. અહીંથી બે કલાકનો રસ્તો છે અમારા લોકો એ મસ્જિદમાં ખાસ જાય છે ત્યાં એક મૌલાજી છે જે આ બધાના જાણકાર છે. એ ભુત પ્રેત કાઢી શકે છેઆત્મા સાથે વાત કરી શકે છે અને વાત કરાવી પણ શકે છે. ખરેખર એક વાર ચાલો. અવનિ અને આશિષ રવિવાર આવ્યો કે તૈયાર થઈ ગયા. શાંતાબાઈ પણ સમયસર આવી ગઈ. ઈશાને ખોળામાં લઈને ગાડીમાં પાછળ બેસી ગઈ. બે કલાકમાં તો ત્યાં પહોંચી ગયા. મસ્જિદનું વાતાવરણ બહુ વિચિત્ર લાગ્યું . આજુબાજુ લોકો પણ જાતજાતનાં જુદાજુદા ધર્મનાં દેખાતા હતા. આશિષ અને અવનિ પણ જરા ગભરાયા. અમુક લોકો ચિત્ર વિચિત્ર ચેનચાળા કરતાં હતા. કોઈ કોઈ ઈશાની જેમ બૂમાબૂમ રડારોળ કરતાં દેખાયા. પેલા મૌલા પાસે વારાફરતી બધા જતાં હતા. થોડું બીહામણું અને કંઈક અંદરથી ગભરાવી નાખે એવું બધુ લાગતું હતુંથોડી વારમાં ઈશાનો વારો આવ્યો.

ઈશા બહુ શાંત હતી. નવાઈથી બધું જોતી હતી. મૌલાએ એને પાસે બોલાવી, થોડી વાર એને જોયા કર્યું કાંઇક થોડી વાર આંખ મીંચીને ધ્યાન ધર્યું અને અવનિને પુછ્યું આ દીકરીના જન્મ વખતે કાંઇ અજુગતું થયું હતું? કોઈ ખાસ  ઘટના બની હતી? અને અવનિએ તરત કહયું. હા! મને બે જોડકાં બાળકો હતા. તે વખતે મારી હાલત ખૂબ જ બગડી ગઈ હતી અને ડોક્ટરે કહયું કે કોઈ પણ બે ને બચાવી શકશે. બે બાળકને બચાવી શકે પણ માતાને નહીં અથવા એક જ બાળકને અને માતાને બચાવી શકશે. ત્યારે અમારી હાલત કફોડી હતીમોટું ધર્મસંકટ હતું, અને આશિષ કહે મા વગર બે બાળકો હું કેવી રીતે મોટા કરીશ! મા બચશે તો ભલે એક બાળક હોય એ એને સાચવી તો શકે બીજું બાળક ભવિષ્યમાં થઈ શકે. આમ ત્યારે અમે એકજ બાળકને  બચાવીને ઘરે આવ્યા. મૌલાએ પછી ઈશાની અંદર એ દીકરીના આત્માનું આવ્વાહન કર્યું. અને ઈશાની અંદર એ આત્મા આવ્યો. એણે કહયું હું એજ છું એની જોડકી બહેન જ છું. મને કેમ મારી નાખી? મને બધુજ જોઈએ છે જે મારી બેનને મળે છે. એ  નહીં આપો તો હું એને હેરાન કરીશ. એને પણ મારી નાખીશ . મેં પેલી નર્સ અને લેડી ડોક્ટરને જેણે મારી માને આવું કહયું હતું એને તો મારી નાખ્યા જ છે હવે આનો વારો ! અને ઈશા જોર જોરથી રડવા લાગી જાણે એને કોઈ મારતું હોય જાણે ગળું દબાવતું હોય એવી દર્દનાક ચીસો પાડવા લાગી. અવનિ ગભરાઈને ખૂબ રડવા લાગી. પગે પડી અને એણે એની આ બીજી દીકરીની માફી માગી. આશિષ પણ હાલી ગયો, એ પણ માની ગયો આ આત્માની વાત!અને એને કહેવા લાગ્યો,’તું બેટા જે કહેશે તે અમે કરીશું પણ અમને માફ કર, મા વગરની દીકરીઓ હું કેવી રીતે મોટી કરતે? અમારી તે વખતની સ્થિતિનો વિચાર કરી અમને માફ કર. તારી બેનને પણ શાંતિથી જીવવા દે,અમે તારા માતપિતા જ છીએ ને? અમારા પર દયા નહીં કરે? આવતા જન્મમાં તું અમને મળે એમ અમે પ્રભુને પ્રાર્થના કરશું. પણ સમજ આમ ત્રાસ આપીને તો કોઈજ સુખી નહીં થાય. અને આખરે ----એ  આત્માએ સંતોષનો શ્વાસ લીધો અને કહયું કે ભલે હું માફ કરીશ પણ તમારે મારી શરત માનવી પડશે.’ બંને બોલી ઉઠ્યા,’બોલ બેટા બોલ શું છે તારી એ ઇચ્છા?’ આ વખતે મારી બર્થડે પર તમારે એક બાળકીને દત્તક લેવી પડશે અને એને બધા લાડ લડાવવાના જે તમે ઈશાને કરો છો અનાથ આશ્રમમાં આવા કેટલા બાળકો હોય  છે! ઘણાં માતપિતા જોડકાં સંભાળી ના શકે ત્યારે એકને આમ છોડી દેતા હોય છે. હવેથી તમારે આવા જોડકાં બાળકોની સેવા કરવાની એટલેકે એ લોકોને એક પર એક ફ્રી એવી ગિફ્ટ આપવાની આવી દાન પ્રવૃતિ મારા દરેક જન્મદિવસે કરતાં રહો. હોસ્પિટલોમાં પણ આવા જોડકા બાળકોની સાચવણી માટે કાંઈ ને કાંઈ એવી સમાજસેવા કરો આજ તમારું પ્રાયશ્ચિત! પછી મૌલાએ બધુ સમેટી લઈને આત્માને વિદાય આપી. ઈશા પણ સારી થઈ ગઈ. અદભૂત ચમત્કાર થઈ ગયો! અવનિ અને આશિષની ઈશા એકદમ સારી થઈ ગઈ એને એક બહેન મળી ગઈ એ કહેવાની જરૂર છે? એ પછી એ ચારે સુખી પરિવાર થઈ ગયા અને ખાધું પીધું ને મજા કરી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy