Rekha Shukla

Inspirational Tragedy

4  

Rekha Shukla

Inspirational Tragedy

અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ ૯

અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ ૯

3 mins
13.6K


શરદ બારણાંમાં આવીને ઊભો રહ્યો અને શુષ્માના નામની પુછપરછ કરતો હતો. ઘરમાં બીજું કોઈ ન હતું તેથી શુષ્મા જ આવીને ઊભી રહી. ખબર પડી કે એને મિસિસ શુષ્માનું ખાસ કામ છે તેથી

સામો જ સવાલ કર્યો. "શું કામ છે? હું જ મિસિસ શુષ્મા છું બોલો..." મારે તમારું પર્સનલ કામ છે હું અંદર આવી શકું?" ચોમેર દ્રષ્ટિ ફેલાવી શરદ બોલ્યો. પોતે સામેવાળાને આવકાર દેવાનું પણ ભૂલી ગઈ છે તેનું ભાન થતાં જ તે બોલી, "ઓહ આવોને... કોઈ ઘરમાં નથી શું કેહવું છે?" "હું શરદ પંડિત... શિરીષનો જીગરજાન મિત્ર તમારા પછી નો યુ નો...!" શરદે શરૂઆત કરી.

શુષ્મા શિરીષનું નામ પડતાં જ અડધી ઊભી થઈ ગઈ. ઘણું બધું જાણવું છે. તેવા વ્યગ્રતાના ભાવ મુખ ઉપર દોડી આવ્યા. શરદ જોઈ રહ્યો તે બોલ્યો, "સાંભળો, શુષ્માજી શિરીષના અવસાન બદલ હું ખૂબ જ દિલગીર છું મે મારો જીગરજાન દોસ્ત ખોયો છે પણ એની એક પળ પણ તમને યાદ કર્યા વગરની નથી ગઈ. તમારા મેરેજ પહેલાં યાદ છે ને તમને બીજે લગ્ન કરવાનું કહીને પાછો ફરેલો તે દિવસે ખુબ રડેલો મારી પાસે ને કહેતો હતો મરી કેમ ના ગયો હું... ભગવાને ભેગા શા માટે કર્યા જ્યારે જુદા જ પડવાના હતા? તમારા લગ્નના દિવસે એ ખુબજ ખુશ થયેલો ને તે રાત્રે મારી પાસે મન ભરી ને રડેલો..." શરદે આંખ ઊંચી કરીને શુષ્મા સામું જોયું તો શુષ્માની આંખમાંથી દડદડ આંસુની ધાર પડતી હતી. શરદ સામે નજર મળતાં જ તે બોલી,

"હું ક્યાં પારકી હતી? એના માટે ગમે તે કરત એક વાર અજમાવી જોવી તો હતી." વચ્ચે જ શરદ બોલ્યો, "અને એટલેજ એણે એવું કર્યું... કારણ એને ખબર હતી કે એના માટે મરવાનું આવશે તો પણ તમને મંજુર હશે. એ તમને સુખી જોવા માંગતો હતો, તમારા હર્યા ભર્યા સંસારથી તે ખુબજ ખુશ હતો. અમો ક્યારેક ક્યારેક સાંજે મળતા હું મારા કામેથી આવીને એના ઘરે જઉં એ પડોશમાં જ ભાઈભાભી સાથે રહેતો... લગ્ન પછી તે મુવ થઈ ગયો... જ્યારે મળે ત્યારે હસતો ચેહરો પણ અંદરથી લાગે કે ખુશ નથી. મારી નજર ચુકવી વાત ટાળે... ક્યારેક કંઈક લખતો હોય કે વાંચતો હોય." શરદનો અવાજ જરા ગળગળો થઈ ગયો પણ પોતે જો ઢીલો થશે તો શુષ્માનુ શું થશે? એ વિચાર આવતાં પોતે ફરી કઠણ થવાનો પ્રયત્ન કર્યો ને બોલ્યો, "ક્યારેક તમારી વાત કરે તો ક્યારે તમારી ભાષાની, ક્યારેક તમારા પિતાજીની તો ક્યારેક કોલેજના દિવસોની. પણ હંમેશા તમારા સિવાય કોઈ બીજો ટોપીક ના હોય... વચ્ચે હમણાં તમારી ખૂબજ યાદ એને આવતી હતી એને મળવાનું મન થયેલું... સરનામું હતું તો વિચાર કરતો હતો કે મળવા જઈએ. મેં જ ના પાડી તો ઉદાસ થઈ ગયેલો. તેથી પોતાના શોફર સાથે પોતે ગુસ્સામાં બહાર નીકળેલો, શોફરને કહે, તેજ ચલાવ. નોકર માણસને તો માલિક એજ ભગવાન ! તેણે તેની વાત માનીને કાર ફાસ્ટ ચલાવી, જોવાની ખુબી તો જુઓ... શોફર આબાદ બચી ગયો થોડી ઇજા થઈ છે પણ શિરીષનો ત્યાં નો ત્યાં જ..." શરદ આગળ ના બોલી શક્યો ડુમો બહાર આવી જતા શરદ રડી પડ્યો.

શુષ્માનું રડવાનું તો ચાલુ જ હતું પણ એને પોતેજ સ્વસ્થ થઈ પાણી પાઈ ને શરદને પણ શાંત પાડ્યો. થોડી વારે સ્વસ્થ થતાં શરદે કીધું કે તેની અંતિમ ઇરછા એ હતી કે એણે એક હોસ્પીટલ બંધાવી છે તેનું ઉદઘાટન તમારા હસ્તે થાય ! અને એના ચેરમેન પણ તમે જ બનો કારણ તેની પત્ની ને બાળક ડીલીવરીમાં જ ગુજરી ગયા ને વર્ષ થયું. કેટલી નાઇન્સાફી...

છેલ્લી ઘડી સુધી બસ તરસતો જ રહ્યો. શુષ્માનું માથું કૃતજ્ઞતાથી ઢળી ગયું. પોતે એના માટે શું કર્યું? અને એણે એના માટે કેટલું કેટલું કર્યું? ઉદધાટન માટે પતિની સંમતિ લેવી પડશે તો હું એમને શું કહીશ? અને એ નહીં કરવા જાઉં તો શું શિરીષની અંતિમ ઇરછાને પણ હું માન્ય નહીં રાખું? શું કરું? એક બે દિવસ પછી ફરી મળવાનું કેહતા શરદે ત્યાંથી રજા લીધી, જતાં શરદે ત્યાંથી રજા લીધી. જતાં શરદને શુષ્મા એકીટસે નિહાળી રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational