અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ ૬
અંધકારનો આછો પ્રકાશ પ્રકરણઃ ૬
ડો. આનંદે ડોરબેલ વગાડી. શુષ્માની વિચારમાળા તૂટી. પતિદેવનું આગમન થયું છે તે જાણી મનમાં વિચારો વેરવિખેર થયા. હા, શુષ્મા મિસિસ આનંદ બની ગઈ છે તેનો માત્ર આજે જખ્યાલ આવ્યો. કલ્પનામાંથી વાસ્તવિકતાની ધરતી પર શુષ્માએ પગ મુક્યો. માંડ માંડ મુક્યો. ઘણું જ દુઃખ થયું પણ. દરરોજની જેમ આજે પણ પતિદેવનું હસ્તા મુખે સ્વાગત કરવાનુ જ છેતે યાદ આવતા સભાન થઈ. અસ્ત વ્યસ્ત કપડાં અને વાળ સરખાં કરી બારણામાં આવી ઊભી રહી ને હસતાં હસતાં બોલી, "આવી ગયા? સારું થયું. તમારી જ રાહ જો તી હતી. કેમ આજે ફોન કરવાનું પણ યાદ ના આવ્યું?" પાછું વળીને ડો.આનંદે પણ હસ્તા હસ્તા જવાબ વાળ્યો, "અરે ! હા આજે કામ ઘણું હતું તો ભૂલી જ ગયો. પણ કાલે જરૂર કરીશ." ડો. આનંદ બાથ લેવા ગયા ત્યારે શુષ્માનું મન ફરી વિચારે ચઢ્યું... "મને બનાવે છે? સાચું કહે... તું તો શિરીષને યાદ કરતી હતી ને! પાછી પતિને કહે છે તમારી જ રાહ જોતી હતી... પોતાનો આટલો બધો બચાવ! પતિનેતો છેતરી રહી છે અને સાથે પોતાની જાતને પણ...!"
દિલે શુષ્માની લાગણીને સાથ આપતાં જવાબ વાળ્યો. "એવું ના કહું તો બીજું શું કહું? પંદર વર્ષના લગ્નજીવન બાદ શિરીષની વાત કરું તો એમને કેટલો આઘાત લાગે? અને આ તો આજે શિરીષના મૃત્યુના સમાચાર છાપામાં વાંચ્યા ને પછીજ યાદ આવ્યો ને! સાચેજ હું મારા પતિને વફાદાર છું. મારા સંતાનોની માતા બન્યા પછી જ સમજી છું જીવન શું છે! જિંદગી કોનું નામ છે? પરણીને આવ્યા પછી પતિ સિવાય એનો કે કોઈનો વિચાર જ ન્હોતો કર્યો પણ શું કરું? આજ મારો શિરીષ એક વખતનો મારો શિરીષ મૃત્યુ પામ્યો છે. ગમે તેમ તોય મેં એને મારા પુરા હ્રદય થી ચાહ્યો હતો. અને એને પણ મારા માટે અનહદ પ્રેમ હતો. મન કદી પગ વાળીને ન બેસે કે બેસવા દે. તે વચ્ચે ટપક્યું હતો ત્યારનો હતો અત્યારે શું છે? મોટી પતિવ્રતા નારીનો ઢોંગ કરે છે અને દિલમાં તો કોઇ ને યાદ કરે છે? એવી તે કેવી પતિને વફાદાર છું... વર્ષો સુધી તો શિરીષને ભૂલી ગઈ ને પછી છાપામાં વાંચ્યું ત્યારે જ તારો પ્રેમ ઉભરાઈ આવ્યો. એવો તે કેવો તારો પ્રેમ છે?"
શુષ્મા અકળાઈને બોલી ઉઠી, "મને કશું જ નથી સમજાતું હું શું કરુ?" ડો. આનંદ બોલ્યા, "શું નથી સમજાતું શુષ્મા?" શુષ્માએ ઝટ પ્રત્યુત્તર આપ્યો કે આજે શું રસોઈ બનાવું તો મે કશું જ નથી બનાવ્યું.
"તો કંઈ નહીં રેસ્ટોરંટમાં જમીશું ચાલ તૈયાર થઈ જા બસ એટલી જ વાર." ડો.આનંદ હસી ને બોલ્યા.
શુષ્મા ડ્રેસીંગટેબલ પર આવીને બેઠી. અરીસામાં પોતાનું પ્રતિબિંબ તાકી રહી. એકનો એક જ અરીસો પણ તેમાં કેટકેટલા પ્રતિબિંબો? મનુષ્યનું જીવન પણ અરીસા જેવુંજ છે ને ! મનોમન સરખામણી કરતી બેઠી રહી નિઃસ્તેજ.
(ક્રમશઃ)
