અમેરિકામાં કોરેન્ટીન ૧૨
અમેરિકામાં કોરેન્ટીન ૧૨


ડિયર ડાયરી,
કરોનાથી ઈકોનોમિકલી આખા વિશ્વને ખૂબ નુકસાન થયું છે. ભારતમાં ગરીબ અને મજદૂરો ભૂખે મરે છે. એક ટાઈમનું લાવીને ખાવાવાળા પાસે ઘરમાં ખાવા નથી કે ખિસ્સામાં પૈસા નથી.
અમેરિકામાં બાવીશ મિલિયન લોકોએ અનએમ્પ્લોયમેન્ટ માટે ફાઈલ કર્યું છે. નાના બિઝનેસ ખતમ થઇ ગયા છે. ચોરી અને લૂંટફાટ વધી ગયા છે. બધું સરખું ચાલી રહ્યું હતું ત્યાં કોઈ સાંકળ ખેંચી લીધી છે. ખાલી આકાશ ચોખ્ખું થઇ ગયું છે. પંખીઓ ને ચોખ્ખા આકાશંમાં ઊડવાની મજા પડી છે.
પ્રાણીને કરોનાની બીક નથી. એક ઇન્સાન છે જે ગભરાઈ ગયો છે ! શું એને પોતે કરેલા પાપ યાદ આવે છે ? કોઈનું ધર્મને નામે, કોઈનું રંગ ના નામે, કોઈનું ઊંચ અને નીચ ના નામે દિલ તોડ્યું છે ? ડાયરી, ચાલ મિચ્છામિ દુક્કડમ કરીએ !