અમેરિકામાં કોરેન્ટાઇન 16
અમેરિકામાં કોરેન્ટાઇન 16


આજ 24 મી એપ્રિલ. અમેરિકામાં 927,000 કરોના ના કેસ થયા છે જેમાંથી 52,400. ના મૃત્યુ થયા છે. ડાયરી, આવા ભયાનક વાયરસ સામે એક બે વર્ષની બાળકી જીતીને આવી એની વાત કરું. બોડેલી ગામ નિવાસી બાળકી આયેશા ખત્રી જીવલેણ કરોના વાયરસને માત આપી પોતાને ઘરે પાછી ફરી હતી. એનું છોટા ઉદયપુર ગામમાં સન્માન કરવામાં આવ્યું હતું. એના પિતાની ઈચ્છા એના ઉજ્જવળ ભવિષ્યની અને ભણતરની હતી તેથી શિરવાલા હાઈસ્કૂલના પ્રન્સિપાલે ચાર ધોરણ સુધી ફી માફી કરી એક સુંદર દાખલો બેસાડ્યો હતો. છોટા ઉદયપુર જિલ્લાના મામલદાર અને શિરોવાળા સ્કૂલના પ્રિન્સિપાલે દીકરીને ભેટ સોગાદ અને ચોકલેટ આપી હતી અને આખા ગામે બાળકીને તાળીઓથી વધાવી લીધી હતી. આનો અર્થ એવો થયો કે દુશ્મન ગમે તેવો સ્ટ્રોંગ હોય પણ યોગ્ય ટ્રીટમેન્ટથી એને માત આપી શકાય છે.