અમેરિકા કોરેન્ટીન 7
અમેરિકા કોરેન્ટીન 7
કાલે મેં તને કહ્યું હતું કે આપણે બંને મળીને પ્રાર્થના કરીશું. અમેરિકાની હાલત ખૂબ ખરાબ છે. શું થશે કાંઈ ખબર નથી હવે પ્રાર્થના અને દુઆ સિવાય કોઈ ઉપાય નથી. પ્રાર્થના કહો કે દુઆ ઈશ્વર બધી ભાષા જાણે છે અને બધી ભાષામાં દુઆ સાંભળે છે. તો ચાલ આપણે દુઆ કરીએ. " હે ખુદા ,અમારા ઉપર આવેલા આ અઝાબ (કોરોના) ને તું ટાળી દે. હે ખુદા, અમે ગુનાહથી ભરેલા ઇન્સાન છીએ, તું અમારા ગુનાને માફ કરી દે. અમારા સર્વ નાના મોટા, જાણી જોઈને કરેલા, અજાણપણે કરેલા બધા જ ગુનાને માફ કરી દે. તું આ દુનિયા તરફ રહેમની નજર કરી દે. ભૂખ્યાને ખાવાનું અને બેઓલાદને ઓલાદ અતા કરી દે. અમે તારી પનાહમાં આવ્યા છીએ. અમારી પાસે દુઆ સિવાય કોઈ હથિયાર નથી. તું અમારી દુઆ સાંભળી લે. તું અગર કોઈ કારણથી અમારાથી નારાજ છે તો ત
ું જલ્દી રાજી થઇ જા. તું ખૂબ જલ્દી રાજી થવાવાળો અને જલ્દી માફ કરવાવાળો છે. આજ હું આખી દુનિયા જેને જેને મારા દિલને દુખાવ્યું છે એ બધાને હું માફ કરું છું. તું પણ અમને માફ કરી દે. અમે ખૂબ લાચાર છીએ ,મજબૂર છીએ. અમારા હાથમાં કાંઈ નથી બધું તારા હાથમાં છે. તું ચાહે તેને જિંદગી આપે ચાહે તેને મૌત આપે. તું આ અચાનક મૌત થી અમને બચાવી લે. અમારી ઔલાદને અમારા સગાવહાલાને અમારા મિત્રોને અમારા પાડોશીને અમારા ગામવાળાને અમારા દેશાવાળાને અમારા દુનિયાવાળાને સર્વને બચાવી લે. તું અમારા સાયન્ટિસ્ટના મગજમાં આ વાયરસની રસીનું જ્ઞાન આપી દે, જે ગરીબ રોજનું રોજ લાવીને ખાય છે તેને તું અન્ન પહોંચાડી દે યા અલ્લાહ તું કોઈને ભૂખ્યો સુવાડાતો નહિ. મારી દુઆ સાંભળી તું મને તારો ઉપકારી બનાવી દે . આમીન