GIRISH GEDIYA

Inspirational Others

3  

GIRISH GEDIYA

Inspirational Others

અજાણી વ્યક્તિ

અજાણી વ્યક્તિ

1 min
171


રેલ્વે સ્ટેશન પર કોઈ અજાણી વ્યક્તિ આમ તેમ ફરતી હતી. આવતા-જતાને તાકીને જોઈ રહી હતી આંખો એમની. સફેદ કપડાં અને માથામાં થોડા વાળ એ પણ સફેદ એક સજ્જનનું ધ્યાન ગયું અને ઘણું પૂછ્યું પણ કઈ બોલતા નહિ બસ ટાકી રહેતાં, ઘણી તપાસ કરી પણ ખબર પડી નહીં માટે એ ભાઈ થોડો નાસ્તો, એક પાણીની બોટલ અને ચા નો કપ લાવી એમને એક બાકડા પર બેસાડ્યા, આટલું કરી એ સજ્જન જતા પહેલા રેલ્વે પોલીસ જવાનને આ માહિતી આપી.

રેલ્વે પોલિસ જવાન તરત ત્યાં આવી એ ઉંમર લાયક વ્યક્તિની સાથે વાત કરી અને કપડાં તપાસ્યા પણ કંઈજ મળ્યું નહિ.

જવાનને એનાં પિતા યાદ આવ્યાં વર્ષો પહેલા આમજ રેલ્વે સ્ટેશન પર છૂટી ગયા હતા અને એ પછી કોઈ એમનો પતો નહીં.

પોલીસ જવાન ડ્યુટી પતાવી ઘેર ગયા ત્યાં એની પત્ની અને દીકરીએ પૂછ્યું આ કોણ છે સાથે ?

એ જવાનનો સરસ જવાબ "મારા પિતાજી અને તારા સસરા અને મારી દીકરીના દાદા."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational