#DSK #DSK

Romance Others

3  

#DSK #DSK

Romance Others

'અભિનંદન' એક પ્રેમકહાની - ૬

'અભિનંદન' એક પ્રેમકહાની - ૬

4 mins
461


મીતવાને વારે વારે એક જ વાત યાદ આવે છે કે નંદિની અભિનંદનની કમરમા હાથ નાખીને બેઠી છે. બસ તેના મગજમાંથી આ વાત જતી જ નથી. બસ વારે વારે એક જ બેંચને આગળની બેંચ પર નંદિનીનીને અભિનંદન મજાક-મસ્તી કરે છે. મીતવા એકવાર તો જોરથી દિવાલ સાથે અથડાય તો તેના મમ્મી દોડીને આવ્યાને પુછવા લાગ્યા બેટા ! મીતવા તને ચક્કર તો નથી આવતાને આ તડકાના. વરસાદ પણ નથી આવતો ને તું જમવાનુ પણ સમયસર લેતી નથી બહારનો નાસ્તો જ બસ. લીંબુ સરબત પીને જવાનુ કહ્યુ'તુ ૧૧ વાગે એ પણ ફ્રીઝમા એમજ પડ્યુ છે.


ત્યા જ સુનીલભાઇ મીતવાના પાપા બોલ્યા: 'લાવો મારીને મારી દિકરી માટે સરબત લેતા આવો પદ્માવતી.'

મીતવા હસવા લાગી આજ ૧૨ થી સાંજ સુધીની પેલી સ્માઇલ મીતવાની. બંને બેસી ગયાને પદમાવતી લેવા ગયા સરબત.

પાપા; મીતવા, તારા મમ્મીની વાત સાચી છે, જમીને વ્યવસ્થિતને જો લીંબુ પીને ગઇ હોત તો ચક્કર ન આવેત. બીજુ હુ ટાઇમપર ન આવ્યો હોત તો તારી મમ્મી તારી આજ તારો દાવ લગાવેત એ જુદુ.'

મીતવા: 'થેક્સ પાપા આજ તમે મને બચાવી લીધી.'

'હા..હા...આજ બચાવી રોજ થોડા સમયસર આવશે ત્યારે દાવ લઇશ.' પદ્માવતી બોલ્યા....

.પાપા બોલ્યા: તારે દાવ લેવો એ પાક્કો.

'હા..પાક્કો' મીતવાના મમ્મી બોલ્યા

બંને એ સરબત પીધુ. થોડીવાર મજાક મસ્તી રસોઇને રાત્રીનો અંધકારને એ અંધકારમા કોઇ અજાણ્યાને ખોવાઇ જવાનો ખુબ જ ડર.

***

મીતવા બસ તૈયાર જ છે. ત્યા જ ધાર્મીને ધર્મ આવ્યા.

ધાર્મી: મીતવા તૈયાર છે કે ?

મીતવા: જો હા આવી બૂક લેવા જ ઉપર ગઇતી.

ધર્મ: બધુ લૈઇ લીધુ ને ?

મીતવા: હા...

ધાર્મી: માસી જય શ્રી ક્રિશ્ના.

માસી" જય શ્રી ક્રિશ્ના બેસો બેસો.

મીતવા; હા..યાર બેસો હુ તો ભુલી જ ગઇ.

ધાર્મી; ડૉંટવરી....

મીતવા; મમ્મી પાણી

મમ્મી; હા

ધાર્મી; ના નથી પીવુ તારે ધર્મ ?

ધર્મ; નહી માસી.

માસી; તો લીંબુ સરબત લેતી આવુ.

મીતવા; હાહા લેતી આવ નહીતર કાલની જેમ જીવ લઇશ..

હસીને ધર્મ બોલ્યો: કેમ કાલની જેમ ?

"અરે કશુ નહી કાલે મમ્મી મને ને પાપાને ખીજાયા, આ ગરમીમા એ રોજ અમારા માટે સરબત બનાવે અમે લેટ થઇ જઇએ એટલે ભાગીએ. પછી મમ્મી ખીજાય.

ધાર્મી સામેથી આવતા માસી સામે જોઇ એ બિલકુલ બરાબર છે માસી.

માસી: હા..

****

વડ્લા નીચે નંદિની તેનામિત્રો વનિતા, ઉર્જા, વિમલ, ઉમેશ, ઋશિત ઉભા છે.

નંદિની બોલી: વિમલ આખરે મારી જીત થઇ.

વિમલ: ઓહ ! શેમા ?

નંદિની: 'અભિનંદનને ફાસાવવામાં'

ઉર્જા: રીઅલી ?

વનિતા: શુ વાત છે !

ઋશિત: વાહ માય જાન.

ઉમેશ: માય નંદિની ગુડ્ડી ગર્લ.

નંદિની: આદાબ...

પછી હસવા લાગ્યા બધા.....હા...હા...હા...

***

ધાર્મી બોલી: ધર્મ મને આ છોકરી અજીબ લાગે છે.

ધર્મ બોલ્યો: છોકરી જ નહીં આખું ગ્રુપ એવું છે.

ધાર્મી બોલી: મિતવા ક્યાં રહી ગઈ ?

મિતવા: જો આવું જ છું.

ધર્મ બોલ્યો: કાલે તો કોલેજમાં રજા છે તો અમે નક્કી કર્યું પીકનીક જઇ આવીએ.

મિતવા: મજા આવશે

ધાર્મિ: હા બોવ જ.

ધર્મ આજ રીસેસમાં નક્કી કરીશું

***

અભિનંદન ને નંદિની એજ એક જ બેન્ચ માં બેસે છે. આજ ધાર્મિ આવી ગઈ, એટલે ત્રણ થઇ ગયા એટલે એ લોકો લાસ્ટ બેન્ચ પર બેઠા. આજ નંદિનીના નખરાને સર જોઈ ગયા એ બોલ્યા નંદિની ગેટ આઉટ માય કલાસ. આ રૂમ છે માત્ર શયનખંડમાં નથી તમે.

અભિનંદન સર વધારે અજુગતુ બોલે એ પેલા જ બોલી ગયો: 'સર ભૂલ મારી છે. હું જતો રહું છું.'

સર બોલ્યા: ૧૧૦% ભૂલમાં જ છે તું.

એ જતો રહ્યો....


આગળ કલાસ ચાલ્યો. નંદની નીચે મો રાખી બેસી રહી. તેની હરકત સર જોઈ ગયા એ શરમાયને નીચે જ જોઈ રહી

પંદર મિનિટ પછી મિતવા ગઈ.

એ બોલી: અભિનંદન

અભિનંદન બોલ્યો: મિતવા તું અહી નંદિની ન આવી ?

એ અચકાતા બોલી: શાયદ હવે આ પિરિયડમાં એ ઉભી નહીં થઈ શકે... શરમ...

અભિનંદન બોલ્યો: હા એ સાચું

મિતવાને થયું તેનાથી ભૂલ થઈ ગઈ નીચે આવવાની અભિનંદન તો નંદિનીની રાહમાં છે કે એ આવશે.. ?

અભિનંદન બોલ્યો: હવે બેસી ન રહે કશુક તો બોલ

મિતવા બોલી: હા, આજ રિસેસમાં પીકનીક નું નકકી કરવાનું છે.

મિતવાને એમ કે અભિનંદન ખુશ થશે પણ એ બોલ્યો ખુશીથી જ પણ અલગ વાત સાથે.

હા કાલ જ અમે વાત કરી પણ હું નથી

મિતવા: લે કે...મ ?

અભિનંદન બોલ્યો: હું ને નંદિની લોન્ગ ડ્રાઇવ પર જઈએ છીએ.

મિતવા: બોલી હા હા જઈ આવો અમે પિકનિક પર જઈ આવીએ.

અભિનંદન બોલ્યો: હા... ને નંદિની ઘેર કહેવાની છે એ તારા ઘેર આવે છે ને તું કે જે અમે પિકનીક ગ્યા'તા.

મિતવા: ઘેરા અવાજમાં બોલી જી બીજું કશું ?

અભિનંદન: મિતવાનો હાથ પકડીને ના...કશું નહીં...આટલું ઓછું છે? હું જાવ કલાસ પૂરો નંદિની રાહ જોતી હશે...

મિતવા બોલી: હા, મિતવા અભિનંદન ને જતો જોઈ જ રહી. આંખોમાં ઝળઝળિયાં આવી ગયા ત્યાં જ..

ધર્મ બોલ્યો: ચલ હવે,બીજો કલાસ સ્ટાર્ટ થશે. તું ન આવી એટલે હું ફટાફટ નીચે આયો ચલ હાથ દે તારો.

મિતવા એ હાથ આપ્યો. ઉભી થઇ પછી છોડી દીધો બંને વાતો કરતા ઉપર ગયાને ત્યાજ દરવાજા આગળ ઉભેલી

ધાર્મિ બોલી:

"તમે તો ભવ કર્યા, ચલો સર જો દેખાય છે..

એક દુઃખ સાથે ફરી નવો કલાસ શરૂ થયો.


ક્રમશ:


Rate this content
Log in

Similar gujarati story from Romance