Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!
Click Here. Romance Combo up for Grabs to Read while it Rains!

sondarva minaxi

Abstract Tragedy


4  

sondarva minaxi

Abstract Tragedy


આવું બાળપણ કોને ગમે ?

આવું બાળપણ કોને ગમે ?

5 mins 22 5 mins 22

 બાળપણ શબ્દ સાંભળતા જ આપ સૌની નજર સમક્ષ એક હસતું ખેલતું અને કિલકિલાટ કરતું દૃશ્ય અંકિત થશે. પણ શું દરેકના ભાગ્યમાં આવું બાળપણ હોય છે ખરું ? કહેવાય છેને દરેકનાં નસીબ સરખા ના હોય. કોઈના નસીબમાં બાળપણનો બાઘ ખૂબ જ મઘ મધતો હોય તો કોઈના નસીબમાં ?

   શું કોઈનું બાળપણ છીનવાય જતું હશે ? ભાગ્ય માં ધન દોલત ન મળે તો ચાલે, ગાડી બંગલા ન હોય તો પણ ચાલે, અરે બધું નહોય તો કંઈ વાંધો નહિ પણ મારા મતે બાળપણ તો દરેકને મળવું જ જોઈએ. આજે મે જોયેલા બાળપણ નું તાદ્રશ્ય ચિત્ર હું આપની સમક્ષ ચીતરવા જઈ રહી છું.

  એક નાનકડું એવું ગામડું, ગામ માં બધીયે કોમ ના માણસો રહે એમાં પાંચ - સાત ખોરડાં વસવાયાં કોમના પણ રહે. આમ તો આ ગામના મોટા ભાગના માણસો ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે, એમાં આ ગામમાં કાળું નામે એક ગરીબ પણ ભગવાનનાં ડરે નીતિ નિયમનું પાલન કરવા વાળો માણસ, કોઈ દી હરામનું ખાવું નહિ ને કોઈને કદી કડવું વેણ કેવું પણ નહિ. એમને ત્યાં સંતાનમાં સાત દીકરી ને એકનો એક પૂછડિયો દીકરો. દીકરો અવતર્યો ત્યારે જાણે કાળું મોટો શેઠ બની ગયો હોય એમ કેટકેટલાય દી બજાર માં વેત એક ઊંચો હાલ્યો. આમ તો કાળું ને બાપદાદા ની વારસાની ૭/૮વીઘા જમીન મળેલી પણ બોવ કઈ ઉપજાઉ નહિ. વળી ઘરમાં દશ દશ લોકો, આ બધાનું પેટ ભરવું એટલે કાળું માટે તો લોઢાના ચણા ચાવવા સમાન હતું.

   કાળુંની મોટી છ દીકરીઓનું બાળપણ કેવું વીત્યું હશે એની તો માત્ર કલ્પના જ કરી શકાય. પણ સૌથી નાની દીકરી કવિ ની ઉંમર કંઇક મારા જેવડી જ. તેથી એના બાળપણ ને મે નજરે બારીકાઇ થી જોયું છે.

     કવિ ભણવામાં ખુબજ હોશિયાર. માં બાપ અને મોટા ભાઈ બહેન રોજ સવારે ઊઠી ખેત મજૂરી કરવા જતાં રહે. કવિની માં સવારે ચાર વાગે ઉઠે ને આખો દી ચાલે એટલી રોટલી બનાવે. એકાદ પાટિયું ભરીને દાળ થોડું મીઠું મરચું નાખી ને વઘારી નાખે ને ટિફિન ભરીને ચાલી નીકળે. કવિને એની મોટી એક બેન બેય ભણવા જાય ને નાનો ભાઈ બે અઢી વર્ષનો એને સાચવે. બેય બેનો ના સ્કૂલ નો સમય અલગ એક સવારે ભણવા જાય ને એક બપોરે. ને વારા ફરતી ભાઈ પણ સચવાય..

     કહેવાય છેને કે જવાબદારી માણસ ને ઉંમર પેહલા જ મોટા બનાવી દે છે. કવિ ની ઉંમર સાતેક વરસની હશે. સવારે માં પરોઢિયે જ જગાડે. બધા મજૂરીએ જાય પછી ઘરનું કામ કરવાનું ને ભાઈ ને સાચવવાનો ને ભણવાનું. કૂવે થી પાણી સીંચીને લાવવાનું,નદીએ કપડાં ધોવા જવાનું. બે ચાર દિવસે છાણા નો સુંડો ભરી લાવવાનો. ને રવિવારની રજામાં ખેતરે કામ કરવા જવાનું તો ખરું જ.

     કવિ ના જીવન માં ભોજનની મિજબાની પણ કેવી રહેતી. કોઈ મહેમાન ભાગ્યે જ વર્ષમાં બે એકવાર આવે ત્યારે માં રવો કે સેવ બનાવતી. કવિ માટે તો આજ બત્રીશ ભાતનાં ભોજન હતા. એ પણ ભરપેટ નહિ ભાગે પડતું જ ખાવા મળતું. દુકાને જઈ પીપરમેન્ટ્ કે બિસ્કીટ ખાવાની ઈચ્છા તો જન્મતા પેલાજ જાણે કે મૂરજાય જતી. કવિ જ્યારે નિશાળે હોય ને રિશેશમાં એની બહેનપણી જીભના ચટાકા લેતી હોય કવિ એ બધાની ઉપર ફિક્કી નજર નાખી ઘરે દાળ રોટલી ખાવા દોડી આવતી. ક્યારેક સાંજે માં ને આવતા મોડું થાય તો પેટની ભૂખ સંતોષવા કવિને ડુંગળી મીઠું ખાતા પણ મે જોઈ છે.

    કવિના નસીબ માં નવા લૂગડાં બોવ ઓછા હતા. મોટી બહેનો એ પેરી પેરી ને કાઢી લીધા પછી પણ માં એને ધોઈ ને સાચવી રાખતી. એક પછી એક એમ છ બહેનો એ પેર્યા પછી એને ટૂંકા થાય એટલે કવિનો વારો આવે. ત્યાં સુધીમાં કપડાએ પોતાનો અસલી રંગ રૂપ ગુમાવી કઈ કેટલા થીગડાં નો સહારે જાણે કે ઓકસીજન પર હોય. એ હાલત માં કવિ ને હાથ લાગતાં. કવિ એને પણ એવી હરખાતી પેરતી. નવી એકાદ જોડ મળતી પણ એ પહેરવાના પ્રસંગો ખૂબ ઓછા આવતા. ક્યાંક બહાર ગામ જવાનું થાય કે ઘરે મહેમાન આવે ત્યારે જ આં નવા કપડાં પહેરવા મળતા. આં દિવસ કવિ માટે મોટો ઉત્સવ બની રહેતો ને કવિ નવા કપડાં બતાવવા એ દિવસે શાળામાં અચૂક આવતી જ.

  આમ છતાં કવિ ભણવામાં ગામની આગળ રહેતી. કવિ હંમેશા પ્રથમ નંબરે પાસ થતી. સાહેબ પણ કવિના વખાણ કરતા થાકતાં ન હતા. ને કવિને આગળ ભણાવવા માટે એના બાપ કાળું ને સમજાવતા. જોકે કવિને આગળ ભણાવવામાં કાળું ને કઈ બોવ મોટી ખોટ ન હતી. કારણ કે કવિ એ નાના ભાઈ ની જવાબદારી સંપૂર્ણ રીતે ઉપાડી લીધી તી. વેકેશન માં એ સમય માં મગફળી ફોલવાનું કામ ખૂબ ચાલતું. ખેડૂતો બિયારણ તૈયાર કરવા મોઢેથી મગફળી ફોલાવતા. કવિ પોતાના ચોપડાનો ખર્ચો આમાંથી કાઢી લેતી. મગફળી ફોલી ફોલી ને કવિ નું મોં છોલાય જતુ. આખા વેકેશન માં માંડ વીસેક રૂપિયાનું કામ થતું તે એમાંથી ચોપડાની ખરીદી થતી.

       કામ કરી કરીને ,જવાબદારી સંભાળી ને આ નાનકડી કવિને રાતે આરામ કરવા માટે કાઈ રજાઈ તકિયા ની જરૂર ના રહેતી. માં એક ગોદડું લાંબુ કરીને જમીન પર પાથરી દેતી. એની પર સાતેય બહેનોને સૂઈ જવાનું ને બધી વચ્ચે એક આડું ગોદડું ઓઢવા. મળતું. ઓશિકા તો નાના બાળકોના નસીબ માં ક્યાંથી હોય. છતાં પણ ઘસઘસાટ ઉંઘ થી સવાર ક્યારે થતું એની કવિને ખબર પણ ન રહેતી.

 ધીમે ધીમે કવિ મોટી થતી ગઈ બે ચાર બહેનો તો પરણીને સાસરે ચાલી ગઈ. કાળું ની આર્થિક સ્થિતિ પણ સુધરતી ગઈ કવિ ભણીગણી ને મોટી સાં' બ બની ગઈ. સુખનો સાગર ધીમે ધીમે એના પગ પખાળવા લાગ્યો. કહેવાય છે ને ઉપર વાલે કે યહાં દેર હૈ પર અંધેર નહિ. હવે બધું ધીમે ધીમે ઠીક થવા લાગ્યું. પણ શું કવિ પોતે કમાયેલા પૈસાથી પોતે ગુમાવેલું બાળપણ ખરીદી શકશે ? કવિના જીવનમાંથી તો બાળપણ નામનું અધ્યાય જ ગાયબ હતું. એને કોઈ ઉમેરી શકશે ?

  મારી તમારી ને આપ સૌની આસપાસ આવી કેટકેટલીય કવિ ના બાળપણના છેદ ઊડી જતાં હશે. ખરું ને ? શું તમને ગમશે આવું બાળપણ ? તો ચાલો સાથે મળીને બાળપણ બચાવીએ.


Rate this content
Log in

More gujarati story from sondarva minaxi

Similar gujarati story from Abstract