Sapana Vijapura

Inspirational

3.2  

Sapana Vijapura

Inspirational

આત્મસન્માન

આત્મસન્માન

8 mins
854


સુધા નાસ્તો બનાવી રહી હતી. નાની દીકરી પિયા કાર્ટૂન જોઈ રહી હતી. પતિ રાકેશ વોટ્સઅપ સાથે રમી રહ્યો હતો. લગભગ રોજનું આ  રૂટિન હતું. સુધા પસીનો લૂછતાં લૂછતાં પરાઠા બનાવી રહી હતી. સાડીના છેડા થી પસીનો લૂછતી એ ડાઇનિંગ ટેબલ પર પરાઠા મૂકી બોલી ચાલો ચાલો નાસ્તો તૈયાર છે. નાની પિયા ઉછળતી ટેબલ પર આવી ગઈ રાકેશને એને ફરી બોલાવ્યો. આ પણ રોજનું રૂટિન હતું. બેત્રણ અવા પછી  રાકેશ આવતો. બધા ટેબલ પર ગોઠવાઈ ગયા.

સુધા એ ચા રેડતાં કહ્યું," રાકેશ, મને દસ હજાર રૂપિયા જોઈએ છે."

રાકેશ તરત તાડૂક્યો," શા માટે આટલા બધા પૈસા જોઈએ છે?"

સુધાએ કહ્યું," જોકે મારે તને બતાવવાની જરૂર નથી, પણ બતાવું છું કે મારે આ પૈસા મારી મમ્મીને મોકલવા છે કારણકે એમનો ફોન આવ્યો હતો એમને દવા દારૂ માટે પૈસાની જરૂર છે."

રાકેશ મનમાં મનમાં કૈક બબડવા લાગ્યો," તારે ક્યાં કમાવા જવું છે, તને ક્યાં ખબર છે કે પૈસા ઝાડ પર નથી ઉગતા. કેટલી મહેનત કરવી પડે છે એક રૂપિયો કમાવા માટે એની ખબર છે ? ઘરમાં બેસીને શેઠાઈ કરવી સહેલી છે."


સુધાને આવા  કોઈ જવાબની આશા હતી. પણ આજે એને આ વાતનું ખૂબ દુઃખ થયું. એ ચુપચાપ રસોડામાં ગઈ અને એજ સાડીના પાલવથી આંખો લૂછી નાખી. શા માટે એના ઘરના માટે બધી સગવડતા થઇ જાય છે, પણ જ્યારે મારી મા કે ભાઈ માટે કૈક માંગું એનું મોઢું ચડી જાય અને સો વાત મને સંભળાવી દે છે?

શા માટે ? શા માટે? નો કીડો મગજને કોતરી ખાવા લાગ્યો. આખી બપોર એ બેઠી  રહી. કાંઈ કામ કરવાનો ઉમંગ આવતો ના હતો. રો જે કામ હોંશથી કરતી એ કામ આ ઢસરડો લાગવા લાગ્યો. સુધા એક ભણેલી ગોલ્ડ મેડાલિસ્ટ છોકરી હતી. કોલેજમાં એનું નામ ટોપ માં લેવાતું. ભલે એ અભ્યાસ હોય કે સ્પોર્ટ્સ કે પછી રંગમંચ. બધા એને જાણે બધા પ્રોફેસર પણ સુધાને ખૂબ માન થી રાખે.  કોલેજ પછી એને બ્યુટી પાર્લરનો કોર્સ પણ કર્યો હતો. પણ મમ્મીએ રાકેશની સાથે એને લગ્ન કરી આપ્યા અને કોઈ પણ પ્રકારની જોબ એ કરી ના શકી.

હવે આ જ્યારે મમ્મીને પૈસાની જરૂર છે ત્યારે એને રાકેશ સામે હાથ લાંબો કર્યા વગર છૂટકો  ના હતો. પણ એને આ ખૂબ માનહાનિ લાગી.  અપમાન લાગ્યું.  તેમ જ એને  લાચારીનો પણ એહસાસ થયો. પોતાના હાથને કાપી ને ફેંકી દેવાનું મન થયું. જે જીભે પૈસા માગ્યા એને કચડી મરી જવાનું મન થયું. ની આંખો વારંવાર ભીની થઇ જતી હતી. ને પર્સ ઉઠાવી અને રસ્તા પર ચાલવા લાગી. લાગતું હતું કે એ દિશાહીન ભટકી રહી હતી. કોઈપણ લક્ષ વગર સાંજ સુધી રસ્તા પર મારી મારી ફરી રહી હતી. સાંજ પડતા એક મોલમાં દાખલ થઇ અને એક બેન્ચ પર બેસી પડી થાક પણ લાગ્યો હતો અને એને ઘડિયાળમાં જોયું પિયાને સ્કૂલથી આવવાનો સમય પણ થઇ ગયો હતો.


એને ઊંડો શ્વાસ લીધો. અને ઉભી થઇ પગ ઉપડતા ના હતા પણ ઘરે તો જવું પડશે. એટલામાં એની નજર સામે બ્યુટી પાર્લર પર પડીઅનાયસે એના પગ એ તરફ વળી ગયા. જાણે ભગવાને માર્ગ સુઝાડ્યો. એ અંદર ગઈ અને એક મેડમ કાઉન્ટર પરબેઠેલા બોબ હેર, સુંદર ડ્રેસ પહેરેલો ગોરી ગોરી લાગતી આ મેડમ પાસે પહોંચી ગઈ. એને પૂછ્યું," અહીં કામ મળશે?" મેડમ એ કહ્યું," અરે હા તું શું બ્યુટીનું કામ જાણે છે?" સુધાએ કહ્યું કે હા મેં કોર્સ કરેલો છે અને હું બી. એ પાસ પણ છું. તમે મને જો દસ થી પાંચનું કામ આપશો તો તમારી મહેરબાની થશે હું એક દીકરીની મા પણ છું.

મેડમ ખૂબ સારા સ્વભાવની હતી. એને કહ્યું તારો બ્યુટી ના કોર્સનો ડિપ્લોમા લેતી આવજે હું તને સારી પોસ્ટ પર મૂકીશ. કારણકે જેણે કોર્સ નથી કર્યો એને હું સારી વ્યકતિઓના ઘરે ના મોકલી શકું પણ ડિગ્રી વાળી સ્ત્રીની મને જરૂર છે. બસ સુધાના જીવમાં જીવ આવી ગયો. બસ હવે હું કામ કરીશઘરે બેસીને શેઠાઈ ખૂબ થઇ ગઈ. જિંદગીને પરાવલંબનથી ખૂબ જીવી, હવે હું સ્વાવલંબી બનીશ અને રાકેશને ખાલી બતાવી આપવા માટે નહિ પણ રાકેશને પણ પૈસા ટકેથી મદદ કરી શકું તેના માટે. બસ રાકેશના બધા સમય સાચવી લઈશ  અને પિયાને પણ સરસ  પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરી શકીશ.  એના બધા શોખ પૂરા કરી શકીશ અને હું પણ માથું ઊંચકીને જીવી શકીશ.  મારો હાથ હું હંમેશા ઉપર રાખીશ. " કર પર કર કર, પણ કર તર કર ના કર એ કહેવત યાદ આવી ગઈ. સુધા હસી પડી!! કેવા કેવા સપનાં જોવા લાગી હતી. હજુ ઘરે તો જવા દે રાકેશનું શું રિએક્શન આવશે એ તો જોવા દે.


સુધા ઘરે પહોંચી ગઈ. ચહેરો વસંતની જેમ ખીલી ગયો હતો સવારના ધોધમાર વરસેલી આંખો હવે કોરીકટ થઇ ગઈ હતી. હોઠ પર સ્મિત રમી રહ્યું હતું.  રાકેશના આવવાની રાહ જોવા લાગી.   રસોઈ પતાવી પોતાનો ડિપ્લોમા શોધી કાઢ્યો અને આવતી કાલની રસોઈની પણ તૈયારી કરવા લાગી.

રાકેશ આવ્યો એટલે સૌ સાથે મળીને જમવા બેઠાં.  વાસણ ભેગા કરી મુક્યા. કામવાળી સવારે આવી વાસણ ધોઈ જતી. બધાએ સોફા પર જમાવ્યું એટલે સુધાએ કહ્યું," રાકેશ આ હું મોલમાં ગઈ હતી. ત્યાં એક બ્યુટી પાર્લર હતું. ત્યાં જોબ મળે છે. હું પાર્ટ ટાઈમ જોબ કરી લઉં ? આમ પણ પિયાને સારી પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરી શકાય અને એના બીજા શોખ પણપૂરા કરી શકાય.  અને મારો સમય પણ સારો પસાર થાય. પિયા સ્કૂલે જાય પછી હું ખૂબ બોર થાઉં છું.

રાકેશે કહ્યું," તારાથી થાય જોબ તો કર. પણ એવું નહિ સમજતી કે જોબ કરવી સહેલી છે. લોઢાના ચણા ચાવવા પડશે.  પૈસા કમાવવા સહેલા નથી.

સુધા મીઠું હસી. અને કહ્યું," મને ખબર છે જોકે હું તારી હરોળમાં તો ઉભી નહિ રહી શકું, પણ મને મારી રીતે પ્રયત્ન કરવા દે, નહીંતર તું તો મારો હીરો છે  ને!

રાકેશ પણ ધીમું હસ્યો.  જાણે  કહેતો ના હોય  કે, "તું પણ લાડવા ખાઈ લે."


સુધા બીજા દિવસથી કામ પર જવા લાગી.  સવારના પહોરમાં રાકેશ અને પિયાનો નાસ્તો પતાવી તરત અડધી રસોઈ પતાવી દીધી. કામવાળી પાસે કામ કઢાવી, સાડા નવ વાગે એતો રીક્ષા લઇ  પાર્લરમાં પહોંચી ગઈ. મેડમ ડિપ્લોમા જોઈ ખુશ થઇ ગયા. બસ સુધા ખુશ હતી. કામ ખૂબ ચીવટથી કરતી. મુંબઈના પોશ એરિયા માં પાર્લર હતું.  ધીમે ધીમે સુધા ના નામનો ડંકો વાગી ગયો. કારણકે સુધાનું કામ લોકોને ખૂબ પસંદ આવતું હતું.  એને મોટી મોટી એક્ટ્રેસ, જેમકે કાજોલ, પ્રિયંકાહેમા માલિની,માધુરી દીક્ષિત જુહી ચાવલા જેવી હસ્તીઓના મેકઅપ નું કામ મળવા લાગ્યું. 

સુધાએ મેડમની પરમિશનથી જોબ છોડી દીધી અને પોતાનો ધંધો ચાલુ કર્યો.  પોતે પાંચ એમ્પલોયી રાખ્યાં, અને અને બધાને ટ્રેઈન કરી સરસ બિઝનેસ જમાવી દીધો. પિયા પછી એને પવન પણ થયો. રાકેશ ખુશ હતો. વળી એ એ રાકેશના સ્કેજ્યુલનું બરાબર ધ્યાન રાખતી.


બાળકો ધીમે ધીમે મોટા થઇ રહ્યા હતા. બંને ભણવામાં હોશિયાર હતા. બંને સંસ્કારી પણ ખૂબ હતા. જિંદગીનું ચકકર ચાલ્યા કરતુ હતું. સુધા પ્રગતિના પંથે હતી. એક માંથી તેને ત્રણ પાર્લર ખોલી દીધા. ધૂમ કમાણી થતી હતી. સુધા એ પૈસાથી મા ને અને ભાઈને પણ મદદ કરતી હતી. કોઈ પાસે હવે પૈસા માગવા પડતા નથી. કોઈ પાસે હાથ લાંબો કરવો પડતો નથી. એ પોતાને મનગમતી સાડીઓડ્રેસજૂલરી ખરીદી શકે છે. એ મોટી મોટી સંસ્થાઓમાં દાન પણ કરે છે. સુધાને દ્વારે આવેલો માણસ કદી પાછો જતો નથી. એ માણસના ચહેરા પરથી ઓળખી જાય છે કે કોણ જરૂરતમંદ છે. કોઈનો હાથ લાંબો થાય એ પહેલા એ પોતાની હેસિયત પ્રમાણે આપી દે છે.


પવનને અને પિયાને અમેરિકા આગળ અભ્યાસ માટે જવું હતું. સુધાએ એને માટે પણ ભંડોળ ઉભું કરી દીધું.  રાકેશે અને સુધાએ મળીને બંનેને પવન અને પિયાને અમેરિકા મોકલી આપ્યા.   બંને કેલિફોર્નિયાની બર્કલી યુનિવર્સીટીમાં ભણ્યા અને બંનેએઆઈ ટી માં જોબ પણ લઇ લીધી.  પિયાએ તો અમેરિકામાં વસતા અનિલ સાથે લગ્ન કરી લીધા.  અને પવન હજુ પણ આગળ અભ્યાસ કરવા માગતો હતો. તેથી બેચલર જીવન જીવી રહ્યો હતો. 


સુધા ખૂબ ખુશ હતી કે એને બંને બાળકોને ખૂબ સારા તાલીમ આપી અને બંનેને ગર્વ થાય એવું જીવન પોતે જીવ્યું.  રાકેશ પણ હવે સુધાને ખૂબ  માન આપતો હતો. એટલું  નહિ પણ કાનની બુટ પકડી લીધી કે સ્ત્રી ઈચ્છે તો એક દુર્ગા પણ બની શકે છે. અને સરસ્વતીનું સૌમ્ય રૂપ પણ બની શકે છે. પિયા તથા પવનની વિઝિટ કરવા રાકેશ અને સુધા વારંવાર અમેરિકા આવે છે. અને પવન અને પિયા બંને સુધાને મહિનાના પાંચ પાંચ સો ડોલર આપે છે. સુધા ઘણી મનાઈ કરે છે છતાં બંને કહે છે  કે અમારી મમ્મીએ અમારા માટે શું નથી કર્યું? આ પાંચસો ડોલરની તો કાંઈ કિંમત નથી અમારી મમ્મીની લાગણી અને કુરબાની આગળ. સુધા આ 1000 ડોલરની એફ ડી બનાવી બંને બાળકોના નામે મૂકી દે છે. અને કહે છે કે મેં કદી તારા પપ્પાની સામે હાથ લાંબો નથી કર્યો તો તમારા પૈસા લઈને હું શું કરીશ?  પણ આ એફ ડી હું તમારા બાળકોને આપી દઈશપિયાને સુંદર મજાનો દીકરો થયો છે. નાની એને રમાડવા અમેરિકા આવે છે. હવે ધીરે ધીરે સુધાએ કામ ઓછું કરી નાખ્યું છે. પાર્લર રેન્ટથી આપી દીધા છે અને રાકેશ અને સુધા આનંદથી નિવૃત્તિની જિંદગી જીવી રહ્યા છે.


શરીરથી નાજુક લાગતી સ્ત્રીમાં નવ મહિના બાળકને પોતાના ગર્ભમાં રાખી પ્રસૂતિની પીડા સહન કરવાની હિંમત છે. એ સ્ત્રી જે આખા ઘરનું કામ હોંશે હોંશે ઉપાડી લે છે અને સવારમાં સૌથી પહેલા ઉઠી સૌથી છેલ્લી સૂવા જાય છે તો પણ હસતા મોઢે બધાની સેવા કરે છે.એ સ્ત્રી જો પતિની ગેરહાજરી થઇ જાય તો પોતે બીજા લગ્ન કર્યા વગર બાળકોને પાળે છે ત્યારે એ મધર ઇન્ડિયા કહેવાય છે. એને જો પ્રેમ અને સંવેદનાથી રાખવામાં આવે તો એ જિંદગી કુરબાન કરી દે છે પણ  જો એને પડકારવામાં આવે તો એ કમર કસીને પોતાના રસ્તા કાઢી શકે છે. એને દેવી તરીકે પુજાવું નથી પણ એને સ્ત્રી તરીકેનું સન્માન માંગે છે અને એ આપવું માનવજાત ની ફર છે કારણકે સ્ત્રીના ગર્ભ વગર માનવી જન્મ લઇ શકતો નથી તેથી આ માનની એ હકદાર છે. હજુ સુધી પુરુષને આ સૌભાગ્ય પ્રાપ્ત થયું નથી કે બાળકને જન્મ આપી શકે. સુધા જેવી સ્ત્રીઓ ખરેખર પોતાના કુટુંબ માટે  નહિ પણ સમા માટે પણ પ્રેરણારૂપ બને છે. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational