STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

આરાધના

આરાધના

2 mins
143

"ચાલો બા હું તમને કસરત કરાવું. ચાલો બધા તૈયાર થઈ જાવ. હવે હું જેમ કરું એમ તમે બધા કરો"

સિનિયર સિટીઝન વોર્ડમાં ફરજ બજાવતી નર્સ આરાધના એ બધા સિનિયર સીટીઝનને કહ્યું. અને બધા રેડી થઈ ગયા. આરાધના છવ્વવીસ ર્ષની નર્સ હતી. એક એક્સીડન્ટ માં પોતાના માતા પિતાને ગુમાવ્યા હતા. બીજું કોઈ ફેમિલીમાં હતું નહિ.  એટલે નર્સ તરીકે લોકો ની સેવા કરવી, દિલ થી કરવી, અને પૂરો સમય આપી કરવી, આ આરાધના એ નક્કી કર્યું હતું.

કોરોનાના બધા પેશન્ટને આશ્વાસન આપતી.  સમયસર જમવાનું, ગરમ પાણી, અને ઉકાળા વગેરેની સગવડ કરી આપતી. અહી પેશન્ટનું માનસિક હેલ્થ પણ સારું હોવું જોઈએ. એ હિસાબે બધાને સાજા થયેલા પેશન્ટ સાથે મુલાકાત કરાવતી. અને હંમેશા હકારાત્મક બાબતો ની આપ લે કરતી. પૂરો સમય પ્રેમ અને કાળજી રાખતી. સિનિયર સિટીઝનના માનસિક હેલ્થ અને મજબૂતી માટે હાસ્ય કલાકારને પણ બોલાવ્યા. કે જેથી હસે તો કસરત થઈ શકે, અને માનસિક આનંદ મળે તો શારીરિક દવા ઓ પણ સારી રીતે અસર કરે,

અને આરાધના એ રાત દિવસ ખૂબ મહેનત કરી. પોતાના ધ્યેય ને સિધ્ધ કરવા હોસ્પિટલમાં બીજા વિભાગમાં પણ, નર્સ લોકોને માનસિક હેલ્થ માટેની ટિપ્સ આપી. અને આરાધના તેમજ તેમની ટીમની રાત દિવસની મહેનત જોઈ કદાચ ભગવાન પણ ખુશ થઈ ગયા હશે. એટલે એમની પ્રાર્થના સાંભળી. અને હોસ્પિટલ ના ૯૫%દર્દી સજા થઈ ને પોતાના ઘરે ગયા. ત્યારે આરાધના ને ખૂબ ખુશી થઈ, જાણે ! એ મોટો જંગ જીતી ગઈ.  તેની મહેનત રંગ લાવી.

હોસ્પિટલમાં ઘટતી વસ્તુઓ માટે દાન એકત્રિત કર્યું. જેથી વધારે બેડ રાખી શકાય અને બધા લોકો ની સારવાર કરી શકાય. સરકાર પાસે પણ મદદ માટે અરજી આપી. અને આસપાસના લોકો એ પણ આરાધનાની એટલી મહેનત જોઈ પોતાની ફાજલ પડી રહેતી જગ્યાનો, વપરાશ હોસ્પિટલને કરવા માટે તૈયાર થયા. કામ કરવાવાળા ઘણા છે પણ નેતૃત્વ બરાબર હોવું જોઈએ. આસપાસની જગ્યામાં પણ બેડ રાખી દીધા. જેથી વધારે લોકો ની સારવાર થઇ શકે. અને મેડિકલના સ્ટુડન્ટ લોકો ને તાલીમ આપી કે, જેથી એમનો પણ સહયોગ પ્રાપ્ત કરી શકાય. વેક્સિન માટે સમજ આપી. જે લોકો સાજાં થાય, એમને રસીકરણ માટે તૈયાર કર્યા. આં આખી ટીમ તૈનાત કરી. ઓકસીજન, વેન્ટિલેટર, બધી સુવિધા ઓ રાખી, જેથી જરૂર મુજબ વાપરી શકાય

સંપ અને એકતાથી ક્યું કામ શક્ય નથી ? જોમ, જુસ્સો, કઈક કરી નાખવાની મનમાં ઉમંગ આ બધું તો હતું જ એની પાસે બસ લોકોની પ્રેરણા બની બસ પેશન્ટનું મનોબળ મક્કમ બનાવવા, પોતે પણ એ લોકો સાથે અંતાક્ષરી અને ગેઇમ રમતી હતી. જેથી લોકો નું ધ્યાન બીજે ડાઈવર્ટ થઈ શકે


Rate this content
Log in

Similar gujarati story from Inspirational