આંટી
આંટી
લગભગ પચાસ વરસના અને નોકરી કરતાં લીલાબહેન તેમની સખી શાંતિને ભારે હર્ષાવેશથી કહી રહ્યા હતા કે, "મારી વહુ ઉષ્મા મારું બહું ધ્યાન રાખે છે. એના આવ્યા પછી મારે સંપૂર્ણ શાંતિ થઈ ગઈ છે." વાત કરતાં બેઉએ ઘરમાં પ્રવેશ કર્યોં.
"બેટા, મારું માથું બહું દુખે છે, થાકી પણ ગઈ છું. જરા ગરમાગરમ ચા બની જાય તો મજા આવી જાય.." અને જો તો ખરી કોણ આવ્યું છે ? શાંતિમાસી !
વહુ આવે તે પહેલાં શાંતિબહેને પોતાની સખીને કહ્યું, "લાવો એમ હોય તો તેલ નાખી આપું.ઉષ્માના ઉષ્માભર્યા આવકાર પહેલાં જ અશાંતિનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. કારણ હતું, શાંતિબહેન. અને ઉષ્માનો ઉત્સાહ ઓસરી ગયો.
લીલાબહેનના સુખી લીલાછમ જેવા જીવનમાં શુષ્કતાનું તેલ ભરી, કાનભંભેરણી કરી વાળની ગૂંચ ઉકેલતાં જ આંટી પડી ગઈ.
