આજનું બાળક
આજનું બાળક
જન્મથી જ આવનારી ક્રાંતિનો હિસ્સો હોય એવું તેજસ્વી હોય છે. પરંતુ એને સાચી દિશામાં કુમળી વયથી જ વાળવામાં માતા પિતા જ જવાબદાર હોય છે. ડિજિટલ યુગમાં ભલે જન્મ થયો હોય પરંતુ એનું ભવિષ્ય આનાથી વિશેષ કંઈક ઝંખે છે એ માટે ફક્ત મોબાઈલ જ રમકડું ન બની જાય એ ખતરાની ઘંટડી છે.
એની તેજસ્વીતા મોબાઈલથી કંઈક વિશેષ મેળવવાની છે, એ આપણી બોલચાલ અને હિલચાલ એટલી ત્વરિત ગહન કરે છે કે એને એકડે એકની જેમ ઘૂંટાવું નથી હોતું એ જાતે જ મનમાં ઘૂંટી લે છે.
ભલે એ સયુંકત કુટુંબથી વિભક્ત હોય પરંતુ એની મનની જ્ઞાનેન્દ્રિયથી વિભક્ત નથી કે એ વૈશ્વિક સમાજથી સાયુજ્ય રચી લે છે.
આમ એ જન્મ થી લઈ યુવાની સુધી એ ઘરથી લઈ બાહ્ય સમાજની દરેક ક્રિયાઓ, હિલચાલ અને સંવાદ સાથે એ તાલમેલ મેળવી લે છે એજ રીતે એ સજીવ બની જીવે છે.