jaydeep Dave

Children Stories

3  

jaydeep Dave

Children Stories

આજનું બાળક

આજનું બાળક

1 min
57


 જન્મથીજ આવનારી ક્રાંતિનો હિસ્સો હોય એવું તેજસ્વી હોય છે. પરંતુ એને સાચી દિશામાં કુમળી વયથીજ વાળવામાં માતા પિતાજ જવાબદાર હોય છે. ડિજિટલ યુગમાં ભલે જન્મ થયો હોય પરંતુ એનું ભવિષ્ય આનાથી વિશેષ કંઈક ઝંખે છે એ માટે ફક્ત મોબાઈલજ રમકડું ન બની જાય એ ખતરાની ઘંટડી છે.

એની તેજસ્વીતા મોબાઈલથી કંઈક વિશેષ મેળવવાની છે, એ આપણી બોલચાલ અને હિલચાલ એટલી ત્વરિત ગહન કરે છે કે એને એકડ એકની જેમ ઘૂંટાવું નથી હોતું એ જાતેજ મનમાં ઘૂંટી લે છે. ભલે એ સયુંકત કુટુંબથી વિભક્ત હોય પરંતુ એની મનની જ્ઞાનેન્દ્રિયથી વિભક્ત નથી કે એ વૈશ્વિક સમાજથી સાયુજ્ય રચી લે છે.

આમ એ જન્મથી લઈ યુવાની સુધી એ ઘરથી લઈ બાહ્ય સમાજની દરેક ક્રિયાઓ,હિલચાલ અને સંવાદ સાથે એ તાલમેલ મેળવી લે છે એજ રીતે એ સજીવ બની જીવે છે.



Rate this content
Log in