આજની વાત ભાગ - 1
આજની વાત ભાગ - 1
રોજની જેમ આજે પણ ખુશ્બૂ માટે એવો જ દિવસ હતો. છેલ્લા બે વર્ષથી તો લગભગ આવું જ તો ચાલી રહ્યું હતુંં. રોજ ભૂતકાળ ને વાગોળવું અને રોજ પોતાના મનની વાત ખાલી ડાયરીમાં લખીને મન હળવુ કરી લેવું.
પણ આજે ખુશ્બૂ માટેનો દિવસ ખરેખર અલગ હતો. કારણ પણ બહુજ સરસ હતુંં. એની દીકરીને આવેલું પ્રથમ સપનું. હા પ્રથમ એટલે કારણ આ સપનું એને યાદ હતુંં. એની નૈષધાનું સપનું જે એના માટે બહુજ મહત્વનું હતું.
ઘરનું રોજિંદુ કામ ચાલતું હતુંં ત્યારે નૈષધા દોડતી એની પાસે આવી, અને કહે માઁ આજે મને એક મસ્ત સપનું આવ્યું. અને એને કહ્યું અચ્છા શું સપનું જોયું તે ? તો નૈષધા કહે માઁ તે મને સપનામાં વોવેલ લેવા મોકલી હતી.
એને કહ્યું વોવેલ લેવા ? પણ એ તો કાલે આપણે ભણ્યા હતા ને રાતના ? નૈષધા ખુશ થતા થતા કહે એ જ તો માઁ તુંં પહેલા સાંભળ તો ખરા.
તો છેને હે, થયુ એવુ ને માઁ કે હું અને મોક્ષ રમતા હતા તો તે મને બોલાવી અને રૂપિયા આપ્યા અને કહ્યું જા સામેની દુકાનમાંથી વોવેલ લઈ આવ. અને હું લેવા ગઈ, મેં દુકાનવાળા ને કહ્યું કે વોવેલ દો તો દુકાન વાળો પૂછે ક્યા ? તો મેં એને સમજાવ્યું કે a, e, i, o, u દો. પણ એ સમજતા જ નહોતા. ત્યાં પાછળથી એક ઑટો આવી જેની પાછળ a, e, i, o, u લખ્યું હતુંં અને મેં એ દુકાનવાળા અંકલ ને કહ્યું દેખો અંકલ વો દો, પણ એને તો પણ ના સમજાયું અને હું બે ચોકલેટ લઈને ઘરે આવી ગઈ.
અને ઘણા દિવસ પછી એની દીકરી સાથે ખુશ્બૂ બહુજ હસી અને આખો દિવસ બીજી વાતો સાથે એ સપનાને પણ વાગોળવા લાગી.
