STORYMIRROR

khushbu purohit

Others

3  

khushbu purohit

Others

આજની વાસ્તવિકતા

આજની વાસ્તવિકતા

1 min
208

એક માનસિક દિવ્યાંગ બાળકોની શાળામાં પોતાના છોકરાનો જન્મદિન ઉજવીને આજે કાવ્યા અને કરણ બહુજ ખુશ હતા. કારણ એલોકો એ કરેલ કાર્ય ફેસબુક પર ૫૦૦થી વધારે લાઈક અને ૩૦૦ ઉપરની ટીપણીથી ભરેલું હતું.

ઘરે પહોંચતા જ બહેને પ્રશ્ન કર્યો ભાઈ મારા માટે શું લાવ્યો ? ત્યારે ભાભી બોલી ઘરે રોટલી બનાવી છે અથાણાં સાથે ખાઈ લ્યો. અને તરત કરણ તરફ જોઈ ને બોલી, "કરણ તે મારી પોસ્ટ જોઈ ? આપણે કરેલ દાન અને કાર્ય માટે બહુજ લાઈક અને ટીપણી આપેલ છે."

આ વાર્તાલાપ સાંભળી ને અભણ મા એ માનસિક દિવ્યાંગ દીકરીના માથા પર હાથ ફેરવતા કહ્યું 'જમીલે બેટા આપણને ક્યાં ફેસબુક પર પોસ્ટ કરતા આવડે છે ?'



Rate this content
Log in