આદર્શ વિદ્યાર્થી
આદર્શ વિદ્યાર્થી
સા વિદ્યા યા વિમુક્તયે
બનીએ રે...બનીએ રે...
ચાલો આદર્શ વિદ્યાર્થી બનીએ રે...
વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે વિદ્યાર્થી જીવનમાં પડેલી ટેવો અને સંસ્કાર જીવનભર ટકી રહે છે વિદ્યાર્થીને સારી ટેવો અને સારા સંસ્કારો મળે તે જરૂરી છે.
આદર્શ વિદ્યાર્થી ની કોઈ ચોક્કસ વ્યાખ્યા ન હોઈ શકે છતાં જે વિદ્યાર્થી નું આચરણ ઉમદા અને અન્ય માટે અનુકરણીય હોય તેને આદર્શ વિદ્યાર્થી કહી શકાય.
આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે, તે શિક્ષકને પ્રશ્નો પૂછી નવું નવું જ્ઞાન મેળવતો રહે છે, તે સારા પુસ્તકોનું વાંચન કરે છે, તે શાળામાં નિયમિત જાય છે અને મન લગાવીને ભણે છે તે કોઈ પણ કામમાં આળસ કરતો નથી, તે શાળાનું ઘરકામ નિયમિત કરે છે, તે લખવાનો મહાવરો રાખે છે તેના અક્ષર સુંદર હોય છે, દરેક પરીક્ષામાં સારામાં સારું પરિણામ મેળવવું એ તેનું ધ્યેય હોય છે.
આદર્શ વિદ્યાર્થી નાટક વકૃત્વ સ્પર્ધા ચિત્ર એવી બીજી કોઇ પ્રવૃત્તિમાં ભાગ લે છે તે રમતગમતમાં ભાગ લે છે.
આદર્શ વિદ્યાર્થી વિવેકી હોય છે તે વડીલોને માન આપે છે તેનાથી નાના હોય તેને વહાલ કરે છે.
આદર્શ વિદ્યાર્થી જીવન મંત્ર સિપમલ લિવિંગ હાઈ થીંકિંગ એ આદર્શ વિદ્યાર્થીનો જીવનનો આદર્શ છે.
આદર્શ વિદ્યાર્થીનું આદર્શ આચરણ જોઈને કોઈપણ વ્યક્તિ તેનાથી પ્રભાવિત થયા વિના ન રહે..
