STORYMIRROR

Gijubhai Badheka

Classics

2  

Gijubhai Badheka

Classics

આ તે શી માથાફોડ ! - ૯૮.

આ તે શી માથાફોડ ! - ૯૮.

1 min
15.4K


આવું હજી છે ?

"બસ, ન આવડે કેમ ? રોજ ને રોજ ભૂલી જ જાય છે ? ગોખ્યાગોખ કરીએ તો કેમ ન આવડે ? અમે નાના હતા ત્યારે એમ જ કરતા; ને ન આવડતું તો તડ દઈને લપાટ પડતી. ચાલો, ગોખ, ગોખ. સામે શું જુએ છે, આમ ડોળા કાઢીને ? ગોખ્યા વિના ક્યાંથી આવડશે ? ને નહિ આવડે તો ભીખ માગીશ ભીખ; ને આજ તો ભીખે કોણ આપશે ? ભૂખે મરીને રવડી મરીશ."

"જોને ટોકળા જેવડી થઈ પણ આવડે છે એકે ય કામ ? એક તણખલું તોડીને બે તો કરતી નથી. એક વધી જાણ્યું ને ઊછળી જાણ્યું છે, ને બે ટંક ખૂબ ખાઈ જાણ્યું છે ! ત્યાં સાસરે સાસુ તારી સગી નથી. એ તો હું બધું ચલવું, મા જનેતા છું તેથી. જોજેને, હેરાન હેરાન ન થઈ જા તો !"


Rate this content
Log in

Similar gujarati story from Classics